অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

કિશોર વૈજ્ઞાનિક ફેલોશિપ

ભારત સરકારના સાયન્સક એન્ડલ ટેકનોલોજી વિભાગ દ્વારા વિજ્ઞાન, એન્જિીનિયરિંગ અને મેડિસીનમાં અભ્યારસ કરતા તેજસ્વી‍ વિદ્યાર્થીઓને પ્રતિમાસ રૂ. ૩૦૦૦ ની ફેલોશિપ આપવામાં આવે છે. આ ફેલોશિપનો આશય વિદ્યાર્થીઓને શોધ-સંશોધનમાં રસ લેતા કરવાનો છે અને તેજસ્વીા વિદ્યાર્થીઓની શક્તિઓ ખીલવવાનો છે. તમે પણ શૈક્ષણિક દ્રષ્ટિનએ ઝળહળતા સિતારા હો તો આ ‘‘કિશોર વૈજ્ઞાનિક પ્રોત્સા‍હન યોજના’’ હેઠળ ફેલોશિપ મેળવવા માટેની તક ઝડપી લેજો. આ એક પ્રકારની મેરિટ સ્કોલરશિપ જ છે.

કિશોર વૈજ્ઞાનિક ફેલોશિપ શાળા અને કોલેજ બંને સ્‍તરના વિદ્યાર્થીઓને એનાયત થાય છે.

બેઝિક સાયન્‍સ:

આ ક્ષેત્રમાં ફેલોશિપ મેળવવા માટે ધોરણ ૧૦ માં વિજ્ઞાનના વિષયમાં ૭૫ ટકાથી વધુ માર્કસ મેળવેલા હોવા જોઇએ અને ૨૦૦૬ ના વર્ષમાં ધોરણ ૧૦ પાસ જોઇએ. ધોરણ ૧૨ સાયન્‍સમાં વિજ્ઞાનના વિષયોમાં ૭૫ ટકાથી વધુ માર્કસ મેળવ્‍યા હોય અને B.Sc., B. Math., B. Stat. ના પ્રથમ વર્ષમાં ૨૦૦૮ માં પ્રવેશ મેળવ્‍યો હોવો જોઇએ.

એન્જીનીયરીંગ:

ધોરણ ૧૨ માં વિજ્ઞાનના વિષયોમાં ૭૫ ટકાથી વધુ માર્કસ મેળવ્‍યા હોય અને B.E., B.Tech., B. Arch. માં ૨૦૦૭ માં પ્રવેશ મેળવ્‍યો હોય તેઓ અથવા ૨૦૦૮ માં સ્‍નાતક બીજા વર્ષમાં પ્રવેશ મેળવ્‍યો હોય તેવા વિદ્યાર્થીઓ અરજી કરી શકે છે.

મેડિકલ:

ધોરણ ૧૨(સાયન્સ ) માં વિજ્ઞાનના વિષયોમાં ૭૫ ટકાથી વધુ માર્કસ મેળવ્યા. પછી ૨૦૦૭ના વર્ષમાં MBBS માં પ્રવેશ મેળવ્યોસ હોવો જોઇએ અને સપ્ટેન. ૨૦૦૮ સુધીમાં ફર્સ્ટય પ્રોફેશ્નમલ એકઝ)મ પાસ કરી લીધી હોવી જોઇએ. (અથવા જે તે વર્ષની જાહેરાત મુજબની તારીખો ગણવી.)

આ ફેલોશિપ એનાયત કરવા માટે લેખિત પરીક્ષા (એપ્ટિતટયુડ ટેસ્ટી) અને ઇન્ટરરવ્યૂ  યોજવામાં આવશે. દરેક પ્રકારની ફેલોશિપ માટે અલગ ફોર્મ હોય છે. ફોર્મ પત્રથી મળે છે. આ સરનામે સંપર્ક કરવો. આ અંગે દર વર્ષે વિગતવાર જાહેરાત પ્રકાશિત થાય છે તે પણ અવશ્યી જોવી.

સરનામું :

The Convener,
Kishor Vaigyanik Protsahan Yojana
Indian Institute of Science, Bangalore 560 012

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/20/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate