જગ્યાનું નામ |
શૈક્ષણિક લાયકાત |
વયમર્યાદા વર્ષ |
ઊંચાઇ સેમી |
છાતી સેમી |
વજન કિ.ગ્રા. |
સોલ્જર જનરલ ડ્યૂટી |
એસ.એસ.સી. પાસ |
૧૬-૨૧ |
૧૬૭ |
૭૭-૮૨ |
૫૦ |
સોલ્જર ટેકનિકલ અને નર્સિંગ આસિસ્ટન્ટ |
એસ.એસ.સી. પાસ (ગણિત, અંગ્રેજી, વિજ્ઞાન વિષય સાથે) નોન મેટ્રિક) |
૧૬-૨૩ |
૧૬૭ |
૭૭-૮૨ |
૫૦ |
સોલ્જર (ટ્રેડર્સમેન) |
નોન મેટ્રિક |
૧૬-૨૫ |
૧૬૫ |
૭૭-૮૨ |
૫૦ |
શારીરિક ચુસ્તતા નક્કી કરવા માટે ૧૦૦ ગુણનો ટેસ્ટ લેવામાં આવે છે. જે નીચે મુજબ છે.
(૧) |
૧ માઇલની દોડ તો |
પાંચ મિનિટ અને ૪૦ સેકન્ડ કે તેથી ઓછા સમયમાં પૂર્ણ કરવામાં આવે |
૬૦ ગુણ |
છ મિનિટ અને દસ સેકન્ડમાં પૂર્ણ કરવામાં આવે તો.... |
૨૪ ગુણ |
||
(૨) |
પુલ અપ્સ |
ઓછામાં ઓછા છ પુલ અપ્સ ૧૦ થી વધારે પુલ અપ્સ |
૧૬ ગુણ |
(૩) |
સમતુલા |
૧૨ ફૂટ |
૪૦ ગુણ |
(૪) |
નવ ફૂટ ઊંડી ખાઇ કૂદ |
: સમતુલા અને ખાઇ કૂદ માટે કોઇ ગુણ આપવામાં આવતા નથી. પણ ટેસ્ટ પાસ થવું જરૂરી છે. |
યુવક ઉમેદવારનું શરીર ખડતલ અને સારી માનસિક તંદુરસ્તી હોવી જોઇએ. છાતી સરસ વિકસેલી હોવી જોઇએ. ઓછામાં ઓછી પાંચ સેમી વિસ્તરવી કે ફૂલવી જોઇએ. ઉમેદવારને બરાબર સંભળાતું હોવું જોઇએ. બંને આંખની દ્રષ્ટિ સારી હોવી જોઇએ. લાલ અને લીલા રંગનો ભેદ ઓળખાતો હોવો જોઇએ. પૂરતી સંખ્યામાં તંદુરસ્ત દાંત અને પેઢાં હોવાં જોઇએ. બેડોળ શારીરિક ઢાંચો જેવા કે ઘૂંટણનો એકબીજા સાથે સ્પર્શ થયો, પગના સપાટ તળિયા હોવા જોઇએ નહીં. હાડકાંઓની વિકૃતિ કાઇડ્રોસીલી અને હરસ જેવા રોગોથી મુક;ત હોવા જોઇએ. વિકલાંગ, મહિલા તથા લાંબી બિમારીવાળા માટે ભરતીની તક અહીં નથી.
ભરતીની પ્રક્રિયામાં શારીરિક માપદંડ, ફિઝિકલ ફિટનેસ ટેસ્ટ અને ચિકિતસા પરીક્ષામાં પાસ થયા બાદ દરેક ઉમેદવારે કોમન એન્ટ્રન્સ એકઝામિનેશન (લેખિત પરીક્ષા)માં પાસ થવું ફરજિયાત છે. ભરતી કાર્યક્રમમાં છેલ્લા દિવસે રવિવારે સવારે તમામ કેટેગરી માટે લેખિત પરીક્ષા નિયત કરેલ સ્થળે અને સમયે લેવામાં આવે છે.
સ્ત્રોત : શિક્ષણ વિભાગ.
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/20/2020