સ્ટાફ સિલેકશન કમિશનને સરકારી નોકરીઓનું ‘‘પ્રવેશદ્વાર’’ પણ ઘણા મિત્રો કહે છે. અગાઉ આ એસ.એસ.સીી. દ્વારા ધો-૧૦ પાસ તથા સ્નાતક થયેલ મિત્રો માટે ૮-૯ જેટલી અલગ અલગ ર્સ્પધાત્મક પરીક્ષાનું આયોજન થતું હતું. આમ ધોરણ ૧૦ પાસ થયેલા મિત્રો સ્ટાફ સિલેકશનની બે-ત્રણ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે અલગ અલગ ફોર્મ ભરતા હતા, અલગ અલગ પરીક્ષાઓ આપતા હતા. સ્નાતક મિત્રોને પણ આ જ વાત લાગુ પડતી હતી. એક જ ઉમેદવાર ત્રણ-ચાર અલગ અલગ સ્પર્ધાત્મક પરીક્ષાઓનું ફોર્મ ભરે તે સંજોગોમાં એસ.એસ.સી. નું કામ પણ વધતું હતું. આ બધા સંજોગો ધ્યાનમાં લઇ સ્ટાફ સિલેકશન કમિશન દ્વારા છેલ્લા થોડા વર્ષી મેટ્રિક લેવલની બધી જ પોસ્ટ માટે એક કમ્બાઇન પ્રિલિમનરી એકઝામ અને ત્યારબાદ ફાઇનલ એકઝામ લેવામાં આવે છે. તે જ રીતે સ્નાતક લેવલની બધી જ પોસ્ટ માટે પણ એક જ પરીક્ષા બે તબ(કાઓમાં પ્રિલિમિનરી એકઝામ અને ત્યાર બાદ ફાઇનલ એકઝામ લેવામાં આવે છે. તે જ રીતે સ્નાતક લેવલની બધી જ પોસ્ટ માટે પણ એક જ પરીક્ષા બે તબક્કાઓમાં - પ્રિલિમિનરી અને ફાઇનલ લેવામાં આવે છે. યાદ રહે, એસ.એસ.સી. દ્વારા કેન્દ્ર સરકારના વર્ગ-૩ કક્ષાના કર્મચારીઓની ભરતી થાય છે. જ્યારે UPSC વર્ગ -૧ અને વર્ગ -૨ કક્ષાના અધિકારીઓની ભરતી કરે છે.
આ પરીક્ષાની જાહેરાત સામાન્ય રીતે ડિસેમ્બર માસ દરમિયાન આવે છે
મિત્રો, અહીં આપ કેન્દ્ર સરકારની કચેરીઓમાં / મંત્રાલયોમાં કલાર્ક બનવા ઇચ્છતા હોવ કે સ્ટેનોગ્રાફર (હિન્દી/અંગ્રેજી) - આપને સૌ પ્રથમ તો આ પ્રિલિમિનરી એકઝામ પાસ કરવાની છે. આ પ્રિલિમનરી પરીક્ષા જેઓ પાસ કરશે, તેઓ જ આ માટેની મુખ્ય પરીક્ષા આપી શકશે અને મુખ્ય પરીક્ષા પાસ કરનાર મિત્રો જ ટાઇપિંગ ટેસ્ટ તથા અન્ય પરીક્ષાઓ આપી શકશે. આ મુખ્ય પરીક્ષા માટે અલગથી અરજી કરવાની રહેશે અને તે માટેની જાહેરાત પ્રિલિમનરી પરીક્ષાના પરિણામ બાદ આવે છે. તથા પ્રિલિમ એકઝ)મમાં પાસ થનાર સફળ ઉમેદવારને પત્ર-ફોર્મ મોકલીને વ્યકિતગત જાણ થાય છે.
વય : પરીક્ષાની જાહેરાત સમયે ૧૮ થી ૨૫ વર્ષની વય હોય તેઓ આ પરીક્ષા આપી શકે.
મિત્રો, આપના એસ.એસ.સી./એચ.એસ.સીી. સર્ટિફીકેટમા: દર્શાવેલ જન્મ તારીખ જ માન્ય ગણાશે. અહીં ઉપલી વયમર્યાદામાં SC/ST ઉમેદવારોને ૫ વર્ષની અને OBC ઉમેદવારોને ૩ વર્ષની નિયમ મુજબ છૂટછાટ મળે છે
શિક્ષણ : મેટ્રિકયુલેશન અથવા તેની સમકક્ષ પરીક્ષા પાસ હોય તેઓ જ આ પરીક્ષા આપી શકે.
ફી : રૂ. ૫૦/- (SC/ST તથા શારીરિક રીતે અપંગ ઉમેદવારો તથા ભુતપૂર્વ ઉમેદવારો તથા ભુતપૂર્વ સૈનિકોને ફી ભરવાની નથી એટલે કે તેમને ફી મુકિત આપવામાં આવેલ છે) ફોર્મ/જાહેરાત લિબર્ટી કેરિયર ન્યૂઝમાં પ્રસિદ્ધ થાય છે.
પરીક્ષાનું સ્વરૂપ : કમ્બાઇન્ડ પ્રિલિમનરી એકઝામ માટે લેખિત પરીક્ષા લેવામાં આવશે અને તે અંતર્ગત બે વિભાગો ધરાવતું એક પેપર હશે. આ પેપર માટે કુલ સમયગાળો ૨ કલાકનો હશે. પાર્ટ-૧ જનરલ ઇન્ટેલિજન્સ ૧૦૦ માર્કસ / પાર્ટ-૨ જનરલ અવેરનેસ ૧૦૦ માર્કસ એમ કુલ ૨૦૦ માર્કસ. આ અંગેનુ: પ્રશિક્ષણ તથા તૈયારીની બુકસ પણ લિબર્ટીની સંસ્થાઓમા: પ્રાપ્ય છે.
પરીક્ષા કેન્દ્રો : ગુજરાતમાં આ પરીક્ષા અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ભૂજ અને પાલનપુર કેન્દ્ર પર લેવામાં આવે છે. (આ કેન્દ્રોમાં ફેરફાર થાય છે.)
સ્ત્રોત : શિક્ષણ વિભાગ.
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/20/2020