অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

CRPF માં કોન્‍સ્‍ટેબલ (જનરલ ડયૂટી)

કોણ અરજી કરી શકે ?

  • ઉમર : ૧૮ થી ૨૩ વર્ષ વચ્‍ચેની વય. ઉપલી વયમર્યાદામાં SC/ST ઉમેદવારો માટે ૫ વર્ષની અને OBC ઉમેદવારોને ૩ વર્ષની છૂટ મળે છે.
  • શૈક્ષણિક લાયકાત : મેટ્રિક અથવા તેને સમકક્ષ પરીક્ષા પાસ.
  • વજન : ઊંચાઇના સપ્રમાણમાં.
  • નિવાસની સ્‍થિતિ : ગુજરાત, દીવ-દમણના રહેવાસી જ ગુજરાતના ગાંધીનગર કેન્‍દ્રની ભરતી માટે લાયક ગણાશે.
  • શારીરિક ક્ષમતા ટેસ્‍ટ :

લાંબી કૂદ : ૧૧ ફૂટ

વધુમાં વધુ ત્રણ તક મલળશે

ઊંચી કૂદ : ૩-૧/૨ ફૂટ

એક માઇલ રેસ ૬ મિનિટમાં પૂરી કરવી- ઉમેદવારે આ માપદંડ શારીરિક ક્ષમતા ટેસ્‍ટમાં મેળવવું પડશે.

પસંદગીની પ્રક્રિયા

એપ્લિ્કેશન ફોર્મની ચકાસણી બાદ ઉમેદવારને જે તે ભરતી બોર્ડ સમક્ષ હાજર થવા માટે કોલ લેટર મોકલવામાં આવશે. આ ઉમેદવારોએ શારીરિક માપદંડ તથા શારીરિક ક્ષમતા કસોટીમાં ઉત્તીર્ણ થવાનું રહેશે. આપ પરીક્ષા કેન્દ્રક પર જાઓ ત્યાકરે આપે ફોર્મ સાથે જે પ્રમાણપત્રોની નકલો બીડેલ હતી, તે બધાંજ પ્રમાણપત્રોની ‘અસલ’ (Orignal) સાથે લઇને જવાં, બે પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ પણ સાથે રાખવા. આ ભરતીની જાહેરાત આવ્યે’ લિબર્ટી કેરિઅર ન્યૂરઝમાં પ્રકટ થાય છે.

જે મિત્રો શારીરિક ક્ષમતા કસોટીમાં પાસ થશે તેમની લેખિત પરીક્ષા લેવામાં આવશે.

આ લેખિત પરીક્ષાના કુલ ગુણ ૫૦ તથા સમય ૧ કલાક ૩૦ મિનિટ) જનરલ નોલેજ, સાયન્‍સ, ન્‍યૂમેરિકલ એપ્‍ટિટયુડ, ટેસ્‍ટ ઓફ રીઝર્નિંગ ઇત્‍યાદિ.

પાર્ટ એ :

(ઓબ્જેક્ટિવ ટાઇપ) : (૨૫ માર્કસ - સમય ૩૦ મિનિટ) જનરલ નોલેજ, સાયન્‍સ, ન્‍યૂમેરિકલ એપ્‍ટિટયુડ, ટેસ્‍ટ ઓફ રીઝનિંગ ઇત્‍યાદિ.

પાર્ટ બી :

(વર્ણનાત્‍મક પ્રકાર) (૨૫ માર્કસ - ૬૦ મિનિટ ) લેટર (પત્ર) / નિબંધ લેખનના સ્‍વરૂપમાં વર્ણનાત્‍મક સવાલો અને જનરલ અવેરનેસ અને પર્યાવરણને લગતા વર્ણનાત્‍મક સવાલો હશે. જવાબો હિન્‍દી અથવા અંગ્રેજી (લગભગ ૧૦૦ શબ્‍દોમાં આપી શકાશે. પાસ થવા માટેના ન્‍યૂનતમ આવશ્‍યક ગુણ ૩૫% (જનરલ કેટેગરી) તથા ૩૩% (SC/ST/OBC ઉમેદવારો માટે) રહેશે.

સ્ત્રોત  : શિક્ષણ વિભાગ.

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/20/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate