অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

સ્કોપ વિષે માહિતી

સ્કોપ સંસ્થાની સ્થાપના  જુલાઇ - ૨૦૦૭ માં ગુજરાત સરકાર ધ્વારા એક સ્વાયત્ત સંસ્થા તરીકે કરવામાં આવી છે.

એચ.ઓ.ડી. : ઉચ્ચ શિક્ષણ કમિશ્નરશ્રીની કચેરી, ગાંધીનગર

સ્કોપ પ્રોગ્રામમાં  નોંધાયેલ વિધાર્થીઓની સંખ્યા : 530000 થી વધારે

હેતુ

ગુજરાતના યુવાન/યુવતીઓમાં અંગ્રેજી ભાષા પરનું પ્રભુત્વ વધે અને તેના થકી રોજગારીની વધુ ઉજ્જ્વળ તકો પ્રાપ્ત થાય.

સ્કોપ પ્રોગ્રામની વિશેષતાઓ

  • સ્કોપ પ્રોગ્રામ જુલાઇ ૨૦૦૭ થી કાર્યરત છે
  • સ્કોપ પ્રોગ્રામ પબ્લીક પ્રાઇવેટ પાર્ટનરશીપ, (PPP) મોડલ પર આધારીત છે
  • ૪૦૦ થી પણ વધારે તાલીમ કેન્દ્રો ૫ ઝોનલ ટ્રેનીંગ પાર્ટનર ધ્વારા કાર્યરત છે.
  • ગુજરાતના તમામ જિલ્લાઓમાં સ્કોપના તાલીમ કેન્દ્રો આવેલા છે.
  • પરીક્ષણ અને પ્રમાણપત્ર માટે વિશ્વ વિખ્યાત કેમ્બ્રીજ યુનીવર્સીટી (ESOL), U.K. સાથે કરાર કરેલ છે.
  • સ્કોપની તાલીમ કોમન યુરોપીયન ફ્રેમવર્ક ફોર રેફરન્સ (CEFR) લેવલ A1 થી C2 (૬ લેવલ) પ્રમાણે આપવામાં આવે છે.
  • દરેક લેવલ માટે ૯૦ કલાકની તાલીમ
  • ઉપરોક્ત ફી અંતર્ગત તાલીમ,તાલીમ માટેનું સાહિત્ય, પરીક્ષણ અને પ્રમાણપત્ર
  • સ્કોપ ધ્વારા તેના તાલીમ કેન્દ્રોનું ક્વોલીટી એસ્યોરન્સ સેલ ધ્વારા A, B, C વર્ગમાં ગ્રેડીગ કરવામાં આવેલ છે.
  • સ્કોપ ધ્વારા ઓનલાઇન MIS (Information System) અમલમાં છે.

યુનીવર્સીટી ઓફ કેમ્બ્રીજ ESOL સાથે MoU

સ્કોપ ધ્વારા તાલીમ પામેલ વિધાર્થીઓના અંગ્રેજી ભાષાના પરીક્ષણ અને પ્રમાણપત્ર માટે વિશ્વ વિખ્યાત કેમ્બ્રીજ યુનીવર્સીટી (ESOL), U.K. સાથે MoU કરેલ છે.

  1. અંગ્રેજી ભાષામાં વાંચન (Reading), શ્રવણ (Listening) અને કથન (Speaking) ની પરીક્ષા લેવામાં આવે છે.
  2. વિવિધ પરીક્ષાઓ

    • કેમ્બ્રીજ પ્લેસમેંટ ટેસ્ટ (CPT) :  સંપૂર્ણ પણે કમ્પ્યુટર અધારીત ઓનલાઇન પરીક્ષા
    • BULATS (Business Language Testing Service) : કમ્પ્યુટર આધારીત બીઝ્નેસ લેગ્વેજ માટેની પરીક્ષા
    • BULATS Speaking Test : સંપૂર્ણ પણે કમ્પ્યુટર અધારીત ઓનલાઇન સ્પીકીંગ પરીક્ષા
પરીક્ષા લેવાની રીત :

પ્રશ્નપત્ર અને પ્રશ્નોની ડેટા બેંક યુનીવર્સીટી ઓફ કેમ્બ્રીજ ESOL ધ્વારા આપવામાં આવે છે. કમ્પ્યુટર આધારીત વાંચન (Reading) અને શ્રવણ (Listening) પરીક્ષા માટે વિધાર્થીઓને પ્રશ્નો તેમની કમ્પ્યુટર સ્ક્રીન પર પુછવામાં આવે છે. દરેક સાચા જવાબ સાથે પ્રશ્નોનું સ્તર કઠીન થતુ જાય છે. પરીક્ષાના અંતે વિધાર્થી તાત્કાલીક તેનું પરીણામ જોઇ શકે છે. કમ્પ્યુટર આધારીત કથન (Speaking) પરીક્ષામાં વિધાર્થીનો મૌખીક જવાબ રેકોર્ડ કરવામાં આવે છે અને તેના પછી કેમ્બ્રીજ ધ્વારા તેનું મુલ્યાંકન કરી પરીણામ આપવામાં આવે છે.

પરીક્ષાના વિવિધ લેવલ અને પરિક્ષા ફી

૬ લેવલ અંતર્ગત પરીક્ષા લેવામાં આવે છે.

બેઝીક લેવલ :         A1 & A2   Rs. 1550/-

એડવાંસ લેવલ :    B1 & B2 Rs. 1800/-

પ્રોફીસીયંટ લેવલ :  C1 & C2 Rs. 2,200/-

સ્કોપ અને કેમ્બ્રીજ ધ્વારા પરીક્ષાની ગોપનીયતા અને અખંડતા જાળવવામાં આવે છે. સ્કોપની પરીક્ષા માટે પ્રશ્નોની વિશાળ ડેટા બેંક ઉભી કરવામાં આવે છે. પરીક્ષા એડેપ્ટીવ, એટલેકે દરેક સાચા જવાબ સાથે પ્રશ્નોનું સ્તર કઠીન થાય તે પ્રકારની હોય છે. તેનાથી વિધાર્થીઓને તેમની ક્ષમતા અને પરીક્ષામાં કરેલ દેખાવના આધારે પરીણામ A1 થી C2 ની વચ્ચે મળે છે. કોમ્પ્યુટર આધારીત પરીક્ષામાં દરેક વિધાર્થીને તેના લેવલ પ્રમાણે જુદા-જુદા પ્રશ્નો પૂછવામાં આવે છે.

કોમ્પ્યુટર આધારીત પરીક્ષામાં પ્રશ્નો  મલ્ટીપલ ચોઇસ ક્વેશન (MCQ) અને "ખાલી જગ્યા" પૂરો, પ્રકારના હોય છે.

કેમ્બ્રીજને અપાતી પરીક્ષા ફી

  • કેમ્બ્રીજ પ્લેસમેંટ ટેસ્ટ (CPT) :  રૂ. ૩5૦/- પ્રતી વિધાર્થી
  • BULATS (Business Language Testing Service): રૂ. 6૦૦/- પ્રતી વિધાર્થી
  • BULATS Speaking Test : GELT, CPT માં સમાવિષ્ટ

Times Foundation સાથે MoU

સ્કોપના વ્યાપ વધારવા માટે ટાઇમ્સ ગ્રુપના ટાઇમ્સ ફાઉંડેશન સાથે કરાર

Gujarat Technological University સાથે MoU

MBA ના વિધાર્થીઓ માટે અંગ્રેજીની કુશળતામાં વધારો કરવા માટે સ્કોપના કોર્ષ First Semester માં સમાવેશ કરેલ છે. જેની વિધાર્થીઓને ક્રેડીટ પણ મળે છે.

Azure Knowledge Corporation સાથે MoU

સ્કોપના વિધાર્થીઓને રોજગારીની સારી તક મળે તેના માટે સ્કોપે એઝ્યોર નોલેજ કોર્પોરેશન સાથે MoU કરેલ છે. આ MoU ધ્વારા સ્કોપના ૧૨૦૦ વિધાર્થીઓ સુધી રોજગાર મળી શકે છે.

પરીક્ષા વિષે વધુ માહિતી

  • સ્કોપની પરીક્ષા વર્ષમાં ૩ વખત લેવામાં આવે છે
  • જાન્યુઆરી ૨૦૧૧ થી સ્કોપ ધ્વારા તમામ વિધાર્થીઓની કમ્પ્યુટર આધારીત કથન (Speaking) પરીક્ષા લેવામાં આવે છે.
  • નવેમ્બર – ૨૦૧૧ થી સ્કોપ ધ્વારા તેની તમામ પરીક્ષા (Reading, Listening and Speaking) કોમ્પ્યુટર આધારીત રીતે લેવામાં આવે છે.

ઓન્લી એસેસમેન્ટ સ્કીમ

  • વિધાર્થીઓ ફ્ક્ત પરીક્ષા ફી ભરીને સીધા જ સ્કોપની પરીક્ષામાં બેસી શકે છે.
  • A લેવલ માટે માત્ર રૂ. ૩5૦/- અને B લેવલ માટે માત્ર રૂ. 6૦૦/-
  • આ વ્ય્વસ્થા કોલેજના વિધાર્થીઓ પૂરતી મર્યાદીત છે.
  • ઓપન એસેસમેંટ સ્કિમમા અત્યાર સુધિ કુલ ૧,૯૮,૫૭૨ વિધાર્થીઓ નોંધાયેલ છે.

ડેલ પ્રોજેક્ટ : (ડીઝીટલ એજ્યુકેશન & લર્નીંગ લેબ)

  • ડેલ પ્રોજેક્ટનો અમલ સ્કોપ ઓગષ્ટ – ૨૦૧૦ થી કરે છે.
  • દરેક ડેલ લેબમાં અંગ્રેજી શીખવા માટેનું સોફટવેર અને ૨૫ કોમ્પ્યુટર
  • રાજ્યભરમાં ૨૧૬ કોલેજોમાં ડેલ લેબની સ્થાપના કરેલ છે, વધુમાં ૧૮૫ ડેલ લેબ ફાળવવાની કામગીરી હાથ ધરાયેલ છે તેમાંથી ૧૬૭ ડેલ લેબ ફાળવી દેવામાં આવેલ છે.
  • ડેલ પ્રોજેક્ટ અંતર્ગત A લેવલની ફી રૂ. ૭૦૦/- અને  B લેવલની ફી રૂ. ૧૦૦૦/-
  • દરેક ડેલ લેબને ઇંટરનેટથી જોડાણ આપવાનું આયોજન છે.
  • અંદાજે ૮૦ ડેલ લેબમાં (NMEICT) અંતર્ગત ઇંટરનેટ જોડાણ કાર્યરત છે.
  • ડેલ લેબ મા અત્યાર સુધિ કુલ ૩૭,૫૪૩ વિધાર્થીઓ નોંધાયેલ છે.

સ્કોપ પ્રચાર અને પ્રસાર

  • ન્યુઝ લેટર
  • વિવિધ જગ્યાઓ પર સ્ટ્રીટ પ્લે (શેરી નાટક)
  • કોલેજો સાથે વર્કશોપ
  • ન્યુઝ પેપરમાં જાહેરાત અને પેમ્ફલેટ્સ
  • વિધાર્થીઓ સમક્ષ પ્રેઝ્નટેશન અને ચર્ચા
  • ડીક્ક્ષનરી
  • અમબ્રેલા
  • પતંગ
  • ૩૦ સી.ડી. સેટ
  • બાયસેગ ધ્વારા સ્કોપ તાલીમનું પ્રસારણ
  • ગુજરાતના વિવિધ મેળામાં સ્કોપનો ભાગ (અંબાજી, જુનાગઢ)

વિશેષ નવતર પહેલ :

અ) ઇંગ્લીશ લેંગ્વેજ એંટરપ્રેન્યોર

  • C1 અને તેથી વધુ લેવલના વિધાર્થીઓ માટે અંગ્રેજી ભાષાના તાલીમ ક્ષેત્રે વ્યવસાય કરવાની તક
  • સ્કોપ ધ્વારા તેમને ઓથોરાઇઝ્ડ ટ્રેનર તરીકેનું સર્ટીફીકેટ
  • પ્રચાર અને સંચાલનમાં સ્કોપ ધ્વારા મદદ
  • હાલમાં કુલ ૮ ઇંગ્લીશ લેંગ્વેજ એંટરપ્રેન્યોર સ્કોપ સાથે જોડાયેલા છે.

બ) સ્પેશીયલ ઇંગ્લીશ ઝોન

  • જે કોલેજ વર્ષ દરમ્યાન ૧૦૦ % સ્કોપની અંદર એનઓલમેંટકરે છે તેને સ્પેશીયલ ઇંગ્લીશ ઝોન પ્રમાણપત્રતથા એવોર્ડ સ્કોપ તરફથી આપવામાં આવે છે.

ક) શારીરીક રીતે વિકલાંગ વ્યક્તિ માટે તાલીમ

  • શારીરીક રીતે વિકલાંગ વ્યક્તિ માટે વિના મુલ્યે તાલીમ
  • અંધજન મંડળ, અપંગ માનવ મંડળ જેવી સંસ્થાઓને લાભ

ડ ) સાબરમતી જેલના કેદીઓને તાલીમ

  • સાબરમતી જેલના કેદીઓને તદ્દન નજીવા દરે તાલીમ
  • માસ્ટર ટ્રેનર ધ્વારા ઉત્કૃષ્ટ તાલીમ
  • અલગથી પરીક્ષાની વ્યવસ્થા

ઇ) ટ્રેઇન ધી ટ્રેનર

  • સ્કોપના ટ્રેનરને કેમ્બ્રીજના માસ્ટર ટ્રૈનર ધ્વારા તાલીમ
  • વર્ષમાં ત્રણ થી ચાર વખત તાલીમ આપવામાં આવે છે

એફ ) સ્કોપના વિવિધ પ્રયાસો

  • સ્કોપ ધ્વારા જુન – ૨૦૧૨ માં ઇંટરનેશનલ કોંફરંસનું આણંદ ખાતે યોજેલ
  • સ્કોપ ધ્વારા વિવિધ કોલેજોમાં વર્કશોપ
  • સરકારી સંસ્થાઓના કર્મચારીઓને સ્કોપની તાલીમ (TCGL, Higher Education)
  • સ્કોપ ધ્વારા સ્કૂલના વિધાર્થીઓને તાલીમ આપવાની પહેલ
  • આગામી સમયમાં ચાઇનીઝ અને જાપાનીજ ભાષા શીખવાડવા માટેની પહેલ

સ્કોપ સાથે કેવી રીતે જોડાશો :

  • વધુ મહિતી માટે સ્કોપની વેબસાઇટ www.scopegujarat.org
  • સ્કોપ મટીરીયલ અને ટ્રેનીંગ માટે સ્કોપ ઝોનલ ટ્રેનીંગ પાર્ટનર્સ

સંપર્ક કરશો તેમની વિગત નીચી મુજબ છે.

  • ડી.વી.ડી માટે સ્કોપ કચેરીનો સંપર્ક કરશો.

ઝોનલ ટ્રેનીગ પાર્ટનર

 

Academy for Computer Training (Guj) Pvt Ltd.
Mr. Harpreet Singh.9825073216
2nd Floor, Sillicon tower,
Law Garden,
Ahmedabad-380008
Phone No:079-26468536
Fax No: 079-25464495, Email Id:scope@actuniv.કોમ

Tripada Multi Course Pvt Ltd
Mr. Hitesh Parikh, 9979540852
4th Floor, Vishwa Arcade
Near Akhbarrnagar Circle.,
Nava Vadaj,
Ahmedabad
Phone No: 079-27476636, 27436931
Fax No: 27477632, 27435480
Email Id: ceo@tripada.કોમ
Devkishan Computer Pvt Ltd
Mr.Ketan Rathod, 9824528101
3, Kotecha Complex,
Jayshreee Road,
Junagadh- 362001
Phone No: 0285-264791, 2303314
Email id: devkishancomputer@yahoo.co.in; center_manager@yahoo.com;
V S Shah Institute of Computer Science
Mr. Komal Shah, 9099081376
Opposite Golwad Gate Police Station,
Main Road,
Navsari – 396445
Phone No: 02637-329749, 233633
Email id: vssics.scope@gmail.com; pateco.1985@gmail.com; vssics@gmail.કોમ
Marconis Institute Pvt Ltd.
3rd Floor, Shreeji Avenue,
11, Sampatrao Colony, Alkapur, Vadodara- 390007
Contact Person: MrJignesh Patel
Mobile: 09537530825
Phone: 0265-2336883, 2326282
Email:jp@marconis-institute.com

 

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/20/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate