অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

શિક્ષણ અધિકાર માટનો કાયદો – સૂચનો

શિક્ષણ અધિકાર માટનો કાયદો – સૂચનો

પ્રતિભાવોનો સારાંશ

શિક્ષણના અધિકાર કાયદો અને તે સંદર્ભે સહાયક કાયદાકીય માળખા સંદર્ભેના એક પ્રશ્નના જવાબમાં સભ્યોએ નોંધ્યું કે, પ્રાથમિક શિક્ષણના મૂળભૂત અધિકારની ખાતરી માટેના નિર્ધારિત અભિગમો અને વ્યહરચના અમલિકરણમાં અનેક અવરોધો છે. તેઓએ રાજ્ય સ્તરે શૈક્ષણિક અસમતુલામાં સહાયક કાયદાકીય સાધનોની અસરકારકતા તેમજ દેશમાં પ્રાથમિક શિક્ષણના સાર્વત્રીકરણ માટે એકસમાન અભિગમનો ઉપોયગ કરવાની શકયતા અંગે પણ ચર્ચા કરી. પ્રતિભાવકોએ ખાસ જણાવ્યું કે ડ્રોપ આઉટ(શાળા છોડવાનું પ્રમાણ)નો ઉચો દર એ શક્યત: અવરોધ છે, માનવ સંસાધન વિકાસ મંત્રાલયના 2005ના શૈક્ષણિક આકંડાઓ દર્શાવતા તેમણે કહ્યું છે કે ડ્રોપઆઉટનો આ દર ધોરણ 8 સુધી 51 ટકા મૂકવો જોઈએ. તેઓએ નોંધ્યું કે 46 નેશનલ સેમ્પલ સર્વે (NSS)ના દર્શાવ્યા પ્રમાણે આર્થિક કારણોની સરખામણીએ વિદ્યાર્થીઓની અભિરૂચિના અભાવે ડ્રોપઆઉટ દર વધુ છે; આ નિરસતા અને સભ્યોમાં તણાવ એ સરકારી શાળોમાં પ્રોત્સાહિત વાતાવરણના અભાવ તેમજ નબળી માળખાકીય સુવિધાઓને કારણે છે, ખાસ કરીને પ્રાથમિક સ્તરે, રસ અભિરૂચી ખૂબ ઓછી હોવાથી આ સ્તરે ડ્રોપઆઉટ દર પણ વધુ છે.

અસમાન શિક્ષક/વિદ્યાથી પ્રમાણ અને શાળાની દેખીતી અપ્રસ્તુતતા પણ વિદ્યાર્થીની શાળામાં હાજરીને અસરકરતા વધારાના પરિબળો છે.

આવા અન્ય મહત્વના અવરોધોમાં વધુ એક છે ખાનગી અને સરકારી શાળાઓમાં માળખાકીય, શિક્ષકોની ગુણવત્તા અને વિદ્યાર્થીઓની સિદ્ધીની દૃષ્ટિએ જોવા મળતો મૂળભૂત તફાવત. સભ્યોએ ખાસ નોંધ્યું કે પર્યાપ્ત નાણાકીય ક્ષમતાને કારણે વાલી તેમના બાળકોને ખાનગી શાળામાં ચઢિયાતા શૈક્ષણિક વાતાવરણમાં ભણાવા માટે મોકલી શકે છે.

સંભ્યો સંમત થયા કે, શાળાની માળખાકીય સુવિધાઓના સક્ષમ બનાવવામાં આવે તો જ બાળકોને શાળામાં જકડી રાખવાની પ્રક્રિયાને પ્રોત્સાહન મળશે. તેમણે સર્વ શિક્ષા અભિયાન (SSA) ના પ્રદર્શન ધોરણોને વ્યાપક કરવાનું સૂચન કર્યું, તેમજ અન્ય સરાકારી યોજનાને એવી રીતે તૈયાર કરવાની ભલામણ કરી, જેથી કરીને ગુણવત્તાયુક્ત શિક્ષણમાં સુધારો થાય. આ ધોરણોમાં સુવિધાઓનો ઉપયોગ અને શિક્ષકના પ્રદર્શનમાં સુધારાનો પણ સમાવેશ થવો જોઈએ.

સામુદાયિક સામેલગીરી અને ભાગીદારીને શિક્ષણના અધિકાર સંદર્ભેના કાયદાના અસરકારક અમલને વ્યાપક બનાવવા માટેની વધુ એક નિર્ણાયક વ્યુહરચના તરીકે ગણવામાં આવી. ચર્ચાકારોએ દર્શાવ્યું કે સમુદાયમાં શિક્ષણ માટેની ગર્ભિત માંગ છે, છતાં કયારેક સમુદાયની રૂચિના અભાવે તેમની આ માગને શાળાની માગમાં રૂપાંતરિત કરી શકાતી નથી.

પ્રતિભાવકોએ આ સંદર્ભે સામુદાયિક સામેલગીરીની ખાતરી આપતા, સ્થાનિક સ્તરે ચૂંટાયેલા અને નામાંકિત સરકારી અધિકારીઓને તાલીમ આપી સંવેદનશીલ બનાવવાની ભલામણ કરી. જેથી તેઓ શિક્ષણના અધિકાર અને શાળાની ભૂમિકાના મહત્વને સમજે અને તેની સરાહના કરે.

સમગ્ર રાજ્યમાં શિક્ષણમાં જગતમાં જોવા મળતી અસમતુલા સંદર્ભ કાયદાની અસકારકતા અંગે ચર્ચા કરતા સભ્યોએ નોંધ્યું કે વ્યાપક સ્તરે શિક્ષણના અધિકાર કાયદના અમલીકરણમાં મુખ્ય અવરોધ છે વર્તમાન સમયમાં સરકારી માળખામાં જોવા મળતી અસ્પષ્ટતા. બંધારણની કલમ 21A પ્રમાણે મૂળભૂત અધિકારોનું પાલન કરવું એ સરકારની જવાબદારીનો ભાગ છે, જેમાં ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવાની વાત સમાવિષ્ટ નથી. આથી પ્રતિભાવકોએ એવું સૂચન પણ કર્યું કે બાળકને લધુત્તમ ગુણવત્તાયુક્ત શિક્ષણ મેળવી શકે તેની ખાતરી કરવા માટેના ધોરણો દર્શાવતા એક કાયદાની રચના કરવી જોઈએ.

આ પ્રકારનો કાયદો ચળવળકારો નિરીક્ષણ કરવાની તેમજ શૈક્ષણિક કાયદાની સુગંતતાની ખાતરી સંદર્ભે વ્યવસ્થાના પડકારવા માટેનો જરૂરી કાયદાકીય અવકાશ પૂરો પાડે છે. નબળો કાયદો કેવી રીતે ચળવળકારોને શિક્ષણ વ્યવસ્થાના સુધારાઓને નુકસાન પહોંચાડવાની તક પૂરી પાડે છે, તે દર્શાવતા ઉદાહરણો તરીકે સામાજિક કાયદાશાસ્ત્રીઓ અને માયાની  પ્રજાયાતનાનો ઉલ્લેખ તેઓએ કર્યો.

વધુમાં તેમની દલીલ હતી કે સરકાકે ફરજિયાત પ્રાથમિક શિક્ષણ અંગેના સ્પષ્ટ કાયદાને સ્થાપિત કરવો જોઈએ અને ભ્રષ્ટાચારથી તેનું રક્ષણ કરવું સરકારે પોતાની જવાબદારીઓ અંગે મંથન કરવું જોઈએ. આવા કાયદાઓ યુઈઈના અમલીકરણ સંદર્ભે કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર તેમજ સમુદાયની જવાબદારીને ખૂબ અનોખી રીતે દર્શાવે છે. પ્રતિભાવકોએ યુઈઈના

અમલીકરણમાં રાષ્ટ્રીય સ્તરે કાયદાઓના અમલીકરણના ઉપયોગ દ્વારા યુઈઈના અમલીકરણ માટે સાધનોના ક્ષમતા વર્ધન અંગે પણ ચર્ચા કરી. એક બાજુ તેઓઓ અનુભવ્યું કે એક લવચીક, વધુ સ્થાનીય અભિગમ રાખવો અનિવાર્ય છે, જેથી રાજ્ય થી રાજ્યમાં શિક્ષણની ગુણવત્તામાં ફેરફાર આવ્યા છે.

સભ્યોએ રાષ્ટ્રીય માળખાની બિનઅસરકારતામાં સ્થાપિત હેતુઓને સિદ્ધ કરવા સંદર્ભે તમામ રાજ્યોની ક્ષમતા ઉપર પ્રશ્નાર્થ ઉભો કર્યો હતો, તેમજ ફરજિયાત પ્રાથમિક શિક્ષણના કાયદાની અસરકારતા સંદર્ભે પણ પ્રશ્નાર્થ કર્યો. છતાં પ્રાથમિક શિક્ષણને વ્યાપક સ્તરે લઈ જવા થકી ટકાઉ અભિગમ તરીકે જિલ્લા પ્રાથમિક શિક્ષણ કાર્યક્રમ (DPEP) અને એસએસએ (SSA)ની  અસરકારકતામાં સુધારો લાવવા અંગે તેમણે ધ્યાન આપવા જણાવ્યું હતું. ચર્ચાકારોએ ગુણવત્તાયુક્ત શિક્ષણ સંદર્ભેના પરિબળો ( જેવા કે શિક્ષકો, માળખાકીય સુવિધાઓ અને વર્ગખંડના વાતાવરણ)પર વધુ ધ્યાન આપવાની તેમજ ફરજિયાત શિક્ષણના કાયદાની રચના પૂર્વેની સ્થિતિનું પૃથક્કરણ કરવાની દલીલ કરી હતી. તેમણે નોંધ્યું કે પર્યાવરણની જાળવણી અને આરોગ્યમાં જાગ્રતતાના પ્રયાસો ગુણવત્તા યુક્ત શિક્ષણના સરકારના પ્રયાસોને દર્શાવે છે, આથી કદાચ ફરજિયાત પ્રાથમિક શિક્ષણના કાયદાની જરૂર ન પણ પડે. અંતે પ્રતિભાવકોને લાગ્યું કે રાષ્ટ્રીય કાયદાકીય પ્રાથમિક શિક્ષણ સાર્વત્રિક અધિકાર સંચાલવન માળખા માટે રાજ્ય સ્તરે પૂરક કાયદાની જરૂરિયાત છે.

તેમણે એક રાષ્ટ્રીય માળખું ઊભું કરવાની ભલામણ કરી, જેમાં કાર્ય અને જવાબદારી અંગેના પ્રાથમિક સિદ્ધાંતોને વધુ સ્પષ્ટ રીતે રજૂ કરવામાં આવ્યા હોય અને દરેક રાજ્યએ પોતાના કાયદા દ્વારા તેના અમલકરણને અનુસરવામાં આવ્યું. પ્રાથમિક શિક્ષણની ગુણવત્તા સંદર્ભે દરેક રાજ્યમાં ભિન્નતા જોવા મળે છે, તેવું સભ્યોએ નોંધ્યું, જોકે આ તફાવતને ઉકેલવા માટે રાષ્ટ્રીય સ્તરીય કાયદામાં કોઈ ખાતરી નથી.

તેમણે ભારપૂર્વક કહ્યું કે, યુઈઈને સિદ્ધ કરવા માટે શિક્ષણની ગુણવત્તામાં સુધારો કરવાની તાતી જરૂરિયાત છે અને આ માટે યુઈઈ અધિકારના અમલીકરણ માટે યોગ્ય વ્યહરચના અપનાવવાની જરૂર છે.

સ્ત્રોત: આઇએનડીજી ટિમ

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/20/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate