অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને પોસ્ટમેટ્રીક શિષ્યવૃતિ-માર્ગદર્શક સુચનાઓ તથા યોજનાની વિગતો

અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને પોસ્ટમેટ્રીક શિષ્યવૃતિ-માર્ગદર્શક સુચનાઓ તથા યોજનાની વિગતો

ડીઝીટલ ગુજરાત પોર્ટલ પર અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને પોસ્ટમેટ્રીક શિષ્યવૃતિ માટે ઓનલાઇન અરજી કરવા અંગેની અગત્યની માર્ગદર્શક સુચનાઓ તથા યોજનાની વિગતો
અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ માટે પોસ્ટ મેટ્રીક શિષ્યવૃત્તિ યોજનાના અરજી પત્રકો Online ભરવા અંગેની સુચનાઓ ઓનલાઇન ફોર્મ તમામ સૂચનાઓ વાંચ્યા પછી જ ભરવું. https://www.digitalgujarat.gov.in

વિદ્યાર્થીએ અરજી કરવાની રીત

  • પ્રથમ વિદ્યાર્થીઓએ Digital Gujarat Portal વેબસાઇટ પર citizen તરીકે નવું રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. નવું રજીસ્ટ્રેશન આધાર નંબર, E-mail ID, મોબાઇલન તેમજ પોતે નક્કી કરેલ પાસવર્ડ દ્વારા કરાવવાનું રહેશે. રજીસ્ટ્રેશન વખતે E-mail ID અને મોબાઇલન ફરજીયાત હોવાથી વિદ્યાર્થીઓનું Email ID અને મોબાઇલન હોવો ફરજીયાત છે. (સદરહું મોબાઇલ નંબર જ્યા સુધી શિષ્યવૃતિ/સહાય મળી ન જાય ત્યા સુધી ચાલુ હાલતમાં રાખવાનો રહેશે) રજીસ્ટ્રેશન થયા બાદ વિદ્યાર્થીએ પુનઃ Login કરી પોતાની પ્રોફાઇલ (My Profile) Update કરવાની રહેશે.
  • જે વિદ્યાર્થીએ અગાઉ ડિજિટલ ગુજરાત પોર્ટલ પર પ્રોફાઇલ રજીસ્ટ્રેશન કરાવેલ હોય (જેમ કે વર્ષ ૨૦૧૭-૧૮માં શિષ્યવૃતિ યોજના માટે ઓનલાઇન એપ્લાય કરેલ હોય, સમરસ છાત્રાલયમાં પ્રવેશ માટે Online અરજી કરેલ હોય, ટેબલેટ માટે અરજી કરેલ હોય કે પોર્ટલની અન્ય શિષ્યવૃતિ યોજનાઓમાં લાભ લેવા અરજી કરેલ હોય) તેઓએ ફરીથી રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે નહી. તેઓ સીધા અગાઉના LoginID-Password વડે જે તે લાગુ પડતી યોજનામાં સીધી અરજી કરી શકશે.
  • જે વિદ્યાર્થીઓ ગત વર્ષનો પોતાનો ID-Password ભુલી ગયેલ હોય તે વિદ્યાર્થીઓએ “Forget Password” પર ક્લીક કરી પોતાના રજીસ્ટર્ડ મોબાઇલ પર OTP મેળવી નવો પાસવર્ડ બનાવી લેવાનો રહેશે. નવો પાસવર્ડ મળ્યા બાદ પોતાનો મોબાઇલ નંબર UserID રહેશે અને પાસવર્ડ નવો બનાવેલ છે તે રહેશે. “ForgetPassword” મેનુ ડિજિટલ ગુજરાત પોર્ટલ પર લોગીન પેજ પર ઉપલબ્ધ છે.
  • ડિજિટલ ગુજરાત પોર્ટલમાં લોગીન થયા બાદ તમામ વિદ્યાર્થીઓએ “scholarship” Option પર ક્લીક કરીને જ ઓનલાઇન એપ્લાય કરવાની કામગીરી કરવાની રહેશે. અન્ય કોઇ જગ્યાએથી વિદ્યાર્થી શિષ્યવૃતિ યોજનામાં એપ્લાય થઇ શકશે નહિ જેની તમામ વિદ્યાર્થીઓએ નોંધ લેવાની રહેશે.
  • “scholarship” option પર ક્લિક કર્યા બાદ “Select Financial Year” મેનુમાં વર્ષ ૨૦૧૭-૧૮ સીલેક્ટ કર્યેથી જો વર્ષ ૨૦૧૭-૧૮માં કોઇ શિષ્યવૃતિની અરજી ઓનલાઇન કરેલ હશે તો તે અરજી જોઇ શકાશે અને ચાલુ વર્ષ ૨૦૧૮-૧૯ માટે ઓનલાઇન અરજી કરવા માટે “Select Financial Year” મેનુમાં વર્ષ ૨૦૧૮-૧૯ સીલેક્ટ કરવાનું રહેશે.
  • જે વિદ્યાર્થીઓએ ગત વર્ષ ૨૦૧૭-૧૮માં ઓનલાઇન અરજી કરેલ હતી અને નિયમોનુસાર શિષ્યવૃતિ મેળવેલ હતી તેવા વિદ્યાર્થીઓની ચાલુ વર્ષની રીન્યુઅલ અરજી ઓટોમેટીક “Renewa” મોડમાં મુકવામાં આવેલ છે એટલે કે તેવા વિદ્યાર્થીઓએ ફ્રેશ એપ્લાય કરવાનું નથી “Renewal” બટન પર ક્લિક કરી પોતાની તમામ વિગતો ચકાસી લેવાની રહેશે અને રીન્યુઅલ માટે જરૂરી એવી ગત વર્ષની માર્કશીટ, ચાલુ વર્ષની ફી ભર્યાની પહોંચ વિગેરે અપડેટ કરી અરજી સેન્ડ કરવાની રહેશે. જો આવકના દાખલાને ત્રણ વર્ષ પૂર્ણ થયેલ હોય કે આવકમાં કોઇ ફેરફાર થયેલ હોય તો તે પણ ફરી અપલોડ કરવાના રહેશે.
  • જે વિદ્યાર્થીઓને ગત વર્ષે શિષ્યવૃતિ મળેલ હતી અને તેનું ફોર્મ ચાલુ વર્ષ: ૨૦૧૮-૧૯માં ઓટોમેટીક “Renewal” મોડમાં ન જોવા મળે તો તેવા વિદ્યાર્થીઓએ “Request a New service” મેનુમાં જઇને લાગુ પડતી યોજનામાં ફ્રેશ ફોર્મ ભરી અરજી કરવાની રહેશે.
  • જે અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓએ ફ્રેશ અરજી કરવાની છે તેણે ડિજિટલ ગુજરાત પોર્ટલ ઓપન કરી “Login” મેનુ પર ક્લીક કરી “Citizen Login”માં જઇ પોતાના Id-Passwordથી લોગીન કરવાનું રહેશે. લોગીન કર્યા બાદ “scholarship” option માં જઇ “Select Financial Year” મેનુમાં વર્ષ ૨૦૧૮-૧૯ સીલેક્ટ કરી “Request a New service” પર કલીક કરવાનું રહેશે ત્યારબાદ “sc(Director scheduled Caste Welfare)” હેડિંગના નીચે દર્શાવેલ યોજના પૈકી જે યોજનામાં પાત્રતા ધરાવતા હોય તેના પર ક્લીક કરી એપ્લાય કરવાનું રહેશે. યોજના પંસદ કર્યા બાદ વિદ્યાર્થીએ માગ્યા મુજબની તમામ વિગતો જેવી કે Registration Detail, Bank Detail, Academic Detail, Disability Detail વિગેરે ચીવટ પૂર્વક ભરવાની રહેશે અને Attachmentમાં લાગુ પડતા તમામ ડોક્યુમેન્ટ Upload કરવાના રહેશે. તમામ વિગતો અને ડોક્યુમેન્ટ Upload અપલોડ થઇ ગયા બાદ વિદ્યાર્થીએ પોતાનો તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટો અપલોડ કરવાનો રહેશે અને પુરેપુરી અરજીપત્રક ભરાઇ ગયા બાદ ફાઇનલ કરી submit કરવાનું રહેશે જેથી અરજી વિદ્યાર્થીના સબંધિત શાળ/કોલેજના લોગીનમાં ઓનલાઇન જતી રહેશે. ઓનલાઇન અરજી થઇ ગયા બાદ ફ્રેશ તથા રીન્યુઅલ વિદ્યાર્થીએ તેની પ્રિન્ટ કાઢી જરૂરી સાધનિક પુરાવા અરજી સાથે બિડાણ કરી શાળા/કોલેજને જમા કરાવવાના રહેશે.

વિદ્યાર્થીઓ માટે અન્ય સૂચનાઓ

  • તમામ વિદ્યાર્થીઓએ આધારકાર્ડ અને બેન્ક એકાઉન્ટ સાથેનું લીકીંગ (સીડીંગ) કરવું જરૂરી છે. આથી તમામ વિદ્યાર્થીઓ તેમના આધાર કાર્ડ અને બેન્ક એકાઉન્ટ સાથેનું લીકીંગ (સીડીંગ) જો બાકી હોય તો તાત્કાલિક પોતાની બેન્કને વિગતો પુરી પાડી લીકીંગ કરાવી દે તેવી વિનંતી કરવામાં આવે છે.
  • હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીએ હોસ્ટેલર અંગેનું સર્ટીફીકેટ ડિજિટલ ગુજરાત પોર્ટલ પરથી ડાઉનલોડ કરીને હોસ્ટેલના સબંધિત સત્તાધિકારીશ્રીના સહીસિક્કા કરાવીને સ્કેન કરીને અપલોડ કરવાનું રહેશે. જે એપ્લાય કરતી વખતે “Instruction” પેજ પરથી ડાઉનલોડ કરી શકાશે.
  • પોર્ટલ પર અરજી કરવા માટેની આખરી તા.૧૫/૧૧/૨૦૧૮ નિયત થયેલ છે. તે બાબત ધ્યાને લઇ તા.૧૫/૧૧/૨૦૧૮ સુધીમાં તમામ વિદ્યાર્થીઓએ બિનચૂક ઉપરોકત પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરી લાગુ પડતી યોજનામાં Online અરજી કરવાની રહેશે.
  • ગુજરાતના મૂળવતની હોય તેવા અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ ગુજરાત રાજય બહાર (Out stateમાં) માન્યતા પ્રાપ્ત સંસ્થામાં અભ્યાસ કરતાં હોય તો તેઓએ પણ Online જ અરજી કરવાની રહેશે અને કરેલ અરજીફોર્મ સાથે અપલોડ કરેલ તમામ ડોક્યુમેન્ટની નકલ તથા સંસ્થાની માન્યતા, તેના અભ્યાસક્રમની માન્યતા અને સંસ્થાની ફી મંજૂરીના આદેશની નકલ સંસ્થાના ફોરવર્ડીંગ સાથે મૂળ વતનના જિલ્લાની કચેરીએ જમા કરાવવાની રહેશે.
  • જે વિદ્યાર્થીઓએ ફ્રીશીપકાર્ડ કઢાવી એડમીશન મેળવેલ હોય તેવા વિદ્યાર્થીઓએ “(BCK-6.1) Post Matric scholarship for sc students (Gon (Freeship Card students only)” યોજનામાં જ એપ્લાય કરવાનું રહેશે. ફ્રીશીપકાર્ડ ધરાવતા વિદ્યાર્થી ઓનલાઇન એપ્લાય નહિ કરે તો તેવા વિદ્યાર્થીની શિક્ષણફી જે તે કોલેજ/સંસ્થાને મળી શકશે નહિ જેની જવાબદારી જે તે વિદ્યાર્થી/સંસ્થાની રહેશે.
  • વિદ્યાર્થીએ ઓનલાઇન અરજી કરેલ હશે અને તેને ફાઇનલ સબમીટ કરવામાં નહિ આવેલ હોય કે એપ્લીકેશનની પ્રીન્ટ પોતાની સંસ્થામાં તમામ ડોક્યુમેન્ટ સહીત જમા કરાવેલ નહી હોય તો તેવા વિદ્યાર્થીની અરજી ધ્યાને લેવામાં નહિ આવે જે ધ્યાને લેવાનું રહેશે.
  • વિદ્યાર્થી દ્વારા ઓનલાઇન રજીસ્ટ્રેશન કરતી વખતે પોતાના બેંક ખાતાનો નંબર અને જે બેંક ખાતા નંબર  આધાર નંબર સાથે લીંક કરેલ હોય તે એકાઉન્ટ નંબર જ ઓનલાઇન ફોર્મ ભરતી વખતે નાખવાનો રહેશે. બેંકની શાખાનો IFS કોડ પણ ધ્યાન રાખીને નાખવાનો રહેશે. જે વિદ્યાર્થીનો બેંક એકાઉન્ટ નંબરા આધાર નંબર સાથે લીંક ન થયેલ હોય તેને તેની બેંક શાખામાં જઇને આધાર સીડીંગ માટેનું ફોર્મ ભરીને સીડીંગ કરાવવાનું રહેશે. અને બેકનું ખાતું ચાલુ રહે તથા બેંકના નિયમ મુજબ KYC(KNow YOUR CUSTMER)ફોર્મ ભરેલ છે કે નહીં તેની ખાતરી કરવાની રહેશે.
  • વિદ્યાર્થીએ પોતાના અભ્યાસક્રમની વિગત ખૂબ જ સાવધાની પૂર્વક પસંદ કરવાની રહેશે. જો વિદ્યાર્થી દ્વારા કોઇ ખોટી સંસ્થા અથવા ખોટો અભ્યાસક્રમ પસંદ કરવામાં આવશે તો તેની અરજી કોઇ અન્ય શાળા / કોલેજ / યુનિવર્સિટીને Online send થઇ જશે. જો આવી કોઇ પરીસ્થિતિ ઉભી થશે તો તે અંગેની જવાબદારી વિદ્યાર્થીની રહેશે.
  • વિદ્યાર્થી દ્વારા ઓનલાઇન ફોર્મ ભરતી વખતે જો તેના પોતાના અભ્યાસક્રમની વિગત મેનુમા ન મળે તો તે અંગેની જાણ તેની સંસ્થાને કરવાની રહેશે. અને ત્યારબાદ જો સંસ્થા તે અભ્યાસક્રમ પોતાના લોગીનમાં જઇ અપડેટ કરશે તો વિદ્યાર્થી તે અભ્યાસક્રમ સીલેક્ટ કરી શકશે
  • વિદ્યાર્થી દ્વારા કોઇપણ પ્રકારની માહિતી ખોટી ભરવામાં પસંદ કરવામાં આવશે અથવા કોઇ માહિતી છુપાવવામાં આવશે તો તેને કોઇપણ રીતે ફરીથી સ્કોલરશીપનુ ફોર્મ ભરવા દેવામાં નહી. જો વિદ્યાર્થી ખોટી રીતે માહિતી છુપાવી શિષ્યવૃતિ મેળવવાનો પ્રયાસ કરશે તો તેને શિષ્યવૃતિ માટે બ્લેકલીસ્ટ કરી દેવામાં આવશે. વિદ્યાર્થીઓને વિનંતી છે કે ફરીથી ડુપ્લીકેટ એપ્લીકેશન ભરવાનો પ્રયત્ન ન કરે.
  • વિદ્યાર્થીએ ઓનલાઇન એપ્લીકેશન ભરવાની છેલ્લી તારીખ સુધીની રાહ ન જોવી સંસ્થાના માર્ગદર્શન હેઠળ બને તેટલુ જલદી ફોર્મ ભરી દેવા વિનંતી છે.
  • વિદ્યાર્થીએ સત્ર પૂરૂ થવાની અંદાજિત તારીખ સંસ્થા પાસેથી મેળવી લેવાની રહેશે. જે વિદ્યાર્થીઓ રીન્યુઅલ છે તે વિદ્યાર્થીઓની શરૂઆતની તારીખ અગાનુ સત્ર પુરૂ થયુ હતુ ત્યારના તુર્ત જ બાદના મહિનાની નાખવાની રહેશે. અને ફ્રેશ વિદ્યાર્થીઓના કિસ્સામાં વિદ્યાર્થીએ જ્યારથી એડમિશન લીધેલ હોય તે જ તારીખ નાખવાની રહેશે.
  • વિદ્યાર્થીએ ધોરણ ૧૦ તથા ત્યારબાદ કરેલ તમામ અભ્યાસક્રમની વર્ષવાઇઝ ફાઇનલ વર્ષની ક્રમાનુસાર પ્રમાણિત માર્કશીટ અપલોડ કરવાની રહેશે તથા સંસ્થાને જમા કરવાના રહેશે.
  • ધોરણ ૧૦ બાદ અભ્યાસક્રમમાં તુટ(બ્રેક) પડેલ હોય તો તે સમય દરમ્યાન કોઇ સરકારી / અર્ધસરકારી  નોકરી કરેલ નથી કે કોઇપણ પ્રકારનો અભ્યાસક્રમ કરેલ નથી કે કોઇપણ પ્રકારની શિષ્યવૃતિનો લાભ મેળવેલ નથી તે મતલબનું સોગંધનામુ કરી અપલોડ કરવાનું રહેશે અને અરજી સાથે સંસ્થાને રજુ કરવાનું રહેશે
  • વિદ્યાર્થી અરજી ઓનલાઇન ફાઇનલ સબમીટ કરશે ત્યારબાદ કોઇ સુધારા વધારા કરી શકશે નહિ વિદ્યાર્થીઓએ જો કોઇ સુધારો/વધારો કરવાની જરૂરીયાત ઉભી થાય તો પોતાની સંસ્થાને અરજી પરત કરવાનું કહેવાનું રહેશે.
  • વિદ્યાર્થીએ ડીઝીટલ ગુજરાત પોર્ટલના પ્રશ્ન જરૂર જણાયે હેલ્પ ડેસ્ક નં 18002335500 પર સંપર્ક કરવાનો રહેશે.

 

વિદ્યાર્થીએ ઓનલાઇન ફોર્મ ભરતા પહેલા નીચે મુજબની વિગતો પોતાની સાથે ફરજીયાત રાખીને બેસવું તથા નીચે મુજબના તમામ ડોક્યુમેન્ટ સ્કેન કરીને રાખવા)

  • વિદ્યાર્થીએ ઓનલાઇન ફોર્મ ભરતી વખતે ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે તેનું પોતાનું ઇ-મેઇલ એડ્રેસ હોવું જરૂરી છે જો તે ન હોય તો તેને તાત્કાલિક ઇ-મેઇલ આઇ.ડી બનાવવાનું રહેશે.
  • ઓનલાઇન ફોર્મ ભરતી વખતે વિદ્યાર્થીના મોબાઇલ નંબર પર OTP (ONE TIME PASSWORD) આવશે. તેમજ ભવિષ્યમાં જરૂરી મેસેજ તથા સુચનાઓ આવશે જેથી પોતાનો મોબાઇલ સાથે રાખવાનો રહેશે.
  • વિદ્યાર્થીના સક્ષમ અધિકારી દ્વારા ઇસ્યુ કરવામાં આવેલા જાતિના દાખલાની સ્વ પ્રમાણિત નકલ.
  • સક્ષમ અધિકારી દ્વારા ઇસ્યુ કરવામાં આવેલા આવકના દાખલાની સ્વ પ્રમાણિત નકલ (પરણિત સ્ત્રીના કિસ્સામાં (પતિનાં, જો પિતા હયાત ન હોય તો અથવા માતા પિતાએ છૂટાછેડા લીધા હોય તેવા કિસ્સામાં પિતાનાં મૃત્યુનું પ્રમાણપત્ર અથવા છૂટાછેડાનો આદેશ રજૂ કરેથી માતાનાં આવકનો દાખલો માન્ય રહેશે. (આવકનો દાખલો સરકારશ્રીના નિયમ મુજબ ત્રણ વર્ષ સુધી માન્ય રહેશે)
  • વિદ્યાર્થીએ ધોરણ ૧૦ તથા ત્યારબાદ કરેલ તમામ અભ્યાસક્રમની વર્ષવાઇઝ ફાઇનલ વર્ષની ક્રમાનુસાર પ્રમાણિત માર્કશીટની નકલ બેંક
  • પાસબુકની પ્રથમ પાની નકલ જેમાં ખાતા નંબર, આઇએફએસસી કોડ (IFSC), બેંકની શાખા દર્શાવેલ હોય જો પાસબુક ન હોય તો cancel ચેક અપલોડ કરવો જેમાં ખાતા નંબર, આઇએફએસસી કોડ (IFSC), બેંકની શાખા દર્શાવેલ હોય
  • આધારકાર્ડની નકલ
  • ધોરણ:૧૦ બાદ અભ્યાસક્રમમાં તુટા(બ્રેક) પડેલ હોય તો તે સમય દરમ્યાન કોઇ સરકારી / અર્ધસરકારી નોકરી કરેલ નથી કે કોઇપણ પ્રકારનો અભ્યાસક્રમ કરેલ નથી કે કોઇપણ પ્રકારની શિષ્યવૃતિનો લાભ મેળવેલ નથી તે મતલબનું સોગંધનામુ
  • જે વિદ્યાર્થી હોસ્ટેલમાં રહેતા હોય તેઓએ હોસ્ટેલર તરીકેનું સર્ટીફીકેટ (જેનો નમુનો પોર્ટલ ઉપર ઉપલબ્ધ છે જે ડાઉનલોડ કરી સક્ષમ સત્તાધિકારીશ્રીના સહી સિક્કા કરાવવાના રહેશે).
  • હાલના અભ્યાસક્રમના શૈક્ષણિક વર્ષમાં પ્રવેશ મેળવેલ તારીખ તથા શૈક્ષણિક વર્ષ પૂર્ણ થવાની અંદાજીત તારીખ (જે સંસ્થા પાસેથી મળી રહેશે, )
  • વિદ્યાર્થીએ ભરેલ ફીની પહોંચ (વાર્ષિક)
  • પાસપોર્ટ સાઇઝનો ફોટો
  • જો વિદ્યાર્થી દિવ્યાંગ હોય તો તે અંગેનું સક્ષમ સત્તાધિકારીશ્રી દ્રારા ઇસ્યુ કરવામાં આવેલ પ્રમાણપત્ર
  • વિદ્યાર્થીના પરિણિત કિસ્સામાં લગ્ન પ્રમાણપત્ર

( વિદ્યાર્થીએ ફાઇનલ પ્રિન્ટ આઉટ નીકાળ્યા બાદ તેઓએ અરજીમાં સહી કરીને નીચે મુજબના ડોક્યુમેન્ટ સાથે જે તે શાળા/કોલેજ/સંસ્થામાં જમા કરાવવાના રહેશે )

  • વિદ્યાર્થીના સક્ષમ અધિકારી દ્વારા ઇસ્યુ કરવામાં આવેલા જાતિના દાખલાની સ્વ પ્રમાણિત નકલ રજુ કરવી.
  • સક્ષમ અધિકારી દ્વારા ઇસ્યુ કરવામાં આવેલા આવકના દાખલાની સ્વ પ્રમાણિત નકલ રજુ કરવી. (પરણિત સ્ત્રીના કિસ્સામાં પતિનાં), જો પિતા હયાત ન હોય તો અથવા માતા પિતાએ છૂટાછેડા લીધા હોય તેવા કિસ્સામાં પિતાના મૃત્યુનું પ્રમાણપત્ર અથવા છૂટાછેડાનો આદેશ રજૂ કરેથી માતાનાં આવકનો દાખલો માન્ય રહેશે. (આવકનો દાખલો ત્રણ વર્ષ સુધી માન્ય રહેશે) )
  • વિદ્યાર્થીએ ધોરણ:૧૦ તથા ત્યારબાદ કરેલ તમામ અભ્યાસક્રમની વર્ષવાઇઝ ફાઇનલ વર્ષની ક્રમાનુસાર પ્રમાણિત માર્કશીટની નકલ રજુ કરવી
  • બેંક પાસબુકની પ્રથમ પાની નકલ જેમાં ખાતા નંબર, આઇએફએસસી કોડ (IFSC), બેંકની શાખા દર્શાવેલ હોય જો પાસબુક ન હોય તો cancel ચેક જેમાં ખાતા નંબર, આઇએફએસસી કોડ (IFSC), બેંકની શાખા દર્શાવેલ હોય તે રજુ કરવો.
  • ધોરણ:૧૦ બાદ અભ્યાસક્રમમાં તુટ(બેક) પડેલ હોય તો તે સમય દરમ્યાન કોઇ સરકારી / અર્ધસરકારી નોકરી કરેલ નથી કે કોઇપણ પ્રકારનો અભ્યાસક્રમ કરેલ નથી કે કોઇપણ પ્રકારની શિષ્યવૃતિનો લાભ મેળવેલ નથી તે મતલબનું સોગંધનામુ રજુ કરવુ.
  • જે વિદ્યાર્થી હોસ્ટેલમાં રહેતા હોય તેઓએ હોસ્ટેલર તરીકેનું પ્રમાણપત્ર રજુ કરવુ. (જેનો નમુનો પોર્ટલ ઉપર ઉપલબ્ધ છે જે ડાઉનલોડ કરી સક્ષમ સત્તાધિકારીશ્રીના સહી સિક્કા કરાવવાના રહેશે)
  • વિદ્યાર્થીએ ભરેલ ફીની પહોંચ રજુ કરવી.
  • જો વિદ્યાર્થી દિવ્યાંગ હોય તો તે અંગેનું સક્ષમ સત્તાધિકારીશ્રી દ્વારા ઇસ્યુ કરવામાં આવેલ પ્રમાણપત્ર રજુ કરવું.
  • વિદ્યાર્થીની(કન્યા)ના પરિણિત કિસ્સામાં લગ્ન પ્રમાણપત્ર રજુ કરવુ
  • જરૂર પડ્યે જિલ્લા અધિકારીશ્રી દ્વારા માંગવામાં આવતા આનુષાંગિક પુરાવા

અનુસૂચિત જાતિ કલ્યાણ, ગુજરાત રાજ્ય ગાંધીનગર (પત્રક-અ) માત્ર અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને Digital Gujarat Portal મારફત Online અરજી કરવાની થતી યોજનાઓની વિગત માટે અહીં ક્લિક કરો

સ્ત્રોત: નિયામક, અનુસૂચિત જાતિ કલ્યાણ, ગુજરાત રાજય ગાંધીનગર-વર્ષ ૨૦૧૮-૧૯

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/17/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate