ગુજરાત સ્ટેટ ટ્રાયબલ એજયુકેશન સોસાયટીની રચના સને ૧૯૫૦ના મુંબઇ સાર્વજનિક ટ્રસ્ટ દ્વારા થયેલ છે. સોસાયટીનો રજીસ્ટ્રેશન નંબર એફ/૬૭૬/ગાંધીનગર તા. ૩ જાન્યુઆરી, ૨૦૦૦ના રોજ થયેલ છે.
આ સોસાયટીની રચના કરવાનો મુખ્ય ઉદેશ્ય આદિજાતિના બાળકોને કેન્દ્રીય વિધાલય અને જવાહર નવોદય વિદ્યાલયના ધોરણે આદિજાતિના વિધાર્થીઓના શિક્ષણનું સ્તર શહેરી વિસ્તારના વિધાર્થીઓની સમકક્ષ થાય તેમજ અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓના સામાન્ય જ્ઞાતિના વિદ્યાર્થીઓ સાથે દરેક ક્ષેત્રે હરીફાઇ કરી શકે તેવી શાળાઓ શરૂ કરવાનો છે.
આ સોસાયટીની રચના કરવાનો મુખ્ય ઉદેશ્ય આદિજાતિના બાળકોને કેન્દ્રીય વિધાલય અને જવાહર નવોદય વિદ્યાલયના ધોરણે આદિજાતિના વિધાર્થીઓના શિક્ષણનું સ્તર શહેરી વિસ્તારના વિધાર્થીઓની સમકક્ષ થાય તેમજ અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓના સામાન્ય જ્ઞાતિના વિદ્યાર્થીઓ સાથે દરેક ક્ષેત્રે હરીફાઇ કરી શકે તેવી શાળાઓ શરૂ કરવાનો છે.
સામાજિક-આર્થિક વિકાસમાં અસરકારક ભૂમિકા ભજવી તેના લાભો આદિજાતિ સુધી પહોંચે તેવા પ્રયત્નો કરવા અને તેમનો સાક્ષરતા દર ઉંચો લાવવો.
ગુજરાત સ્ટેટ ટ્રાયબલ એજયુકેશન સોસાયટી દ્વારા ગુજરાત રાજ્યના આદિજાતી વિસ્તારોમાં આદિજાતીના બાળકોને ઉચ્ચ ગુણવત્તાસભર શિક્ષણ મળી રહે તે હેતુએ કુલ ૮૫ શાળાઓનું સંચાલન કરવામાં આવી રહ્યુ છે. આ ૮૫ શાળાઓ પૈકી ૨૪ એકલવ્ય મોડેલ રેસીડેન્સીયલ સ્કુલ, ૪૩ અલપ-સાક્ષર કન્યા નિવાસી શાળાઓ, ૧૨ મોડેલ ડે સ્કુલ, ૧ સૈનિક સ્કૂલ તથા ૫ આશ્રમ શાળાઓ ઇ.એમ.આર.એસ યોજના મુજબ કાર્યરત છે. આ શાળાઓ ૧૫ આદિજાતિ જિલ્લાઓ ડાંગ, વલસાડ, નવસારી, તાપી, સુરત, નર્મદા, વડોદરા, છોટાઉદેપુર, પંચમહાલ, દાહોદ, સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી, મહિસાગર અને ગીર સોમનાથમાં કાર્યરત છે.
આદિવાસી વિદ્યાર્થીઓ અસરકારકરીતે પોતાના સ્થાનીય અને સામાજિક ગેરલાભને ફગાવી દઈને ગુણવત્તાયુક્ત શિક્ષણ સાથે ઉચ્ચ શૈક્ષણિક કાર્યક્રમો માટે સ્પર્ધા કરી શકે તે માટે તેમને સહાયક બનીને પોતાના જ ગૃહોમાં પોતાના સમુદાયમાં અને અંતે વ્યાપક સંદર્ભમાં તેઓ પરિવર્તન માટે પ્રસરી બની રહે તે પ્રકારે તેમનું સશક્તિકરણી કરી તેમને ગુણકક્ષા અને સાક્ષરતા એમ બંને સંદર્બમાં તેઓ ગુજરાતના આદિવાસી તાલુકાઓમાં વસતા બિન-આદિવાસી વસતિ સાથે સમકક્ષ બની રહે તેવો તેમનો વિકાસ કરવો.
ગુજરાતની અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓ માટેની એકલવ્ય શાળાઓને, જે-તે સ્થાનની શ્રેષ્ઠ શાળાકીય માળખુ ધરાવતી નિવાસી શાળાઓની સમકક્ષ બને જ્યાં ઉચ્ચ ધોરણો અનુસારની શ્રેષ્ઠ શૈક્ષણિક આપૂર્તિ અને આદિવાસી વિસ્તારોની અંદર શીખવવા માટેનું ઉવરા વાતાવરણ પ્રાપ્ત બને તેવી રીતે તેમને સહાયક બનવું.
અનું. નં. |
વર્ષ |
એકલવ્ય મોડેલ નિવાસી શાળા |
એકલવ્ય કન્યા નિવાસી શાળા |
મોડેલ સ્કૂલ |
વનબંધુ કલ્યાણ યોજના અંતર્ગત એકલવ્ય પેટર્ન મુજબ કાર્યરત નિવાસી શાળા |
સૈનિક સ્કુલ |
ડાંગ જિલ્લાની પાંચ આશ્રમશાળા |
કુલ |
૧ |
૨૦૧૦-૧૧ |
૨૬૭૫ |
૨૯૪૮ |
૪૮૦ |
૨૮ |
૧૫૫ |
૦ |
૬૧૦૩ |
૨ |
૨૦૧૧-૧૨ |
૩૭૯૫ |
૩૪૦૬ |
૧૧૨૭ |
૧૧૬ |
૨૫૩ |
૦ |
૮૩૨૮ |
૩ |
૨૦૧૨-૧૩ |
૪૪૧૧ |
૪૩૩૬ |
૨૧૨૫ |
૧૯૮ |
૨૪૮ |
૦ |
૧૦૮૭૨ |
૪ |
૨૦૧૩-૧૪ |
૫૪૯૫ |
૫૫૭૯ |
૫૫૭૯ |
૨૮૯ |
૨૮૯ |
૦ |
૧૪૨૮૭ |
૫ |
૨૦૧૪-૧૫ |
૭૦૭૦ |
૭૯૦૬ |
૪૦૯૫ |
૩૭૯ |
૩૭૪ |
૦ |
૧૯૦૭૧ |
૬ |
૨૦૧૫-૧૬ |
૮૯૭૧ |
૧૧૦૧૩ |
૪૮૨૭ |
૪૫૬ |
૪૨૬ |
૬૯૧ |
૨૫૫૦૨ |
કુલ |
- |
૩૨૪૧૭ |
૩૫૧૮૮ |
૧૫૮૬૭ |
૧૪૬૬ |
૧૭૪૫ |
૬૯૧ |
૮૪૧૬૩ |
એકલવ્ય આદર્શ નિવાસી શાળાઓમાં બોર્ડની પરીક્ષાઓનું સરેરાશ પરિણામ 96.75% છે જ્યારે નીચલી કક્ષાની છોકરીઓની નિવાસી શાળાઓમાં સરેરાશ પરિણામ 98.71% છે. આ બંને પ્રકારની શાળાઓ (EMRs) અને (LLGRs) તથા આદર્શ શાળાઓ (MS) માં છેલ્લા ત્રમ વરસમાં વિદ્યાર્થીઓની વધતી સંખ્યા.
પ્રેરકોઃ- વિજ્ઞાનનો વિષય સક્રિય રીતે ભણવા માટેની સાધન સામગ્રી મુનિસેવા આશ્રમ ગોરજ
વર્ગ 6થી વર્ગ9ના વિદ્યાર્થીઓને વ્યક્તિગત વૈજ્ઞાનિક પ્રયોગ કરવા માટેની સામગ્રી તેમના વિજ્ઞાન વિષના અભ્યાસક્રમ અનુસાર આપવામાં આવે છે. દરેક વિદ્યાર્થી વર્ષ દરમિયાન આવા 15-20 પ્રયોગો કરી શકે. આ પ્રાયોજનાના હેતુ
'રૉબો' પ્રયોગશાળા EMR – મુનિસેવા આશ્રમ ગોરજ તા. વાઘોડિયા, જિ. વડોદરા
મુનિસેવા આશ્રમ ગોરજ માટેની વનબંધુ ક્લ્યાણ યોજના અંતર્ગત મંજુર થયેલ્ એકલવ્ય મોડેલ રેશીડેન્સીયલ શાળા પેટર્ન પર આધારીત નિવાસી શાળા દ્વારા Think ABS ટેક્નો કોમ્યુનિકેશન આઈ.આઈ.ટી. મુંબઈની સહયોગથી રોબો પ્રયોગશાળાવિકસાવી છે. આ પ્રોયગશાળામાં વિદ્યાર્થીઓ વિષય ઉપરાંત ગણિતશાસ્ત્ર અને કોમ્પ્યુટર વિસ્તારના વિષયના પ્રયોગો પણ શીખી શકશે. આ માટે શિક્ષકોને પણ પાંચ દિવસની તાલીમ (કુલ ૪૦ કલાક) આપવામાં આવી છે. જેથી તેઓ રોબો પ્રયોગશાળાનો અમલ કરી શકે. આ પ્રયોગશાળામાંથી વિદ્યાર્થીઓને નીચે પ્રમાણે લાભ થશે.
સ્ત્રોત: ટ્રાયબલ એજયુકેશન સોસાયટી
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/20/2020