অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

જળ વ્યવસ્થાપન અને સુરક્ષા

જળ વ્યવસ્થાપન અને સુરક્ષા

પંચમહાભૂતોનું એક તત્ત્વ છે. જળ ! જળ વિના જીવન ન સંભવી શકે. પૃથ્વી સપાટી પરના જીવોમાં સૌથી વધુ જળનો ઉપયોગ માનવજાત કરે છે. જેમાં વિવિધ કુદરતી સંપત્તિ-વનસ્પતિ, જમીનો, ખનિજોનો ઉપયોગ થતો આવ્યો છે. વિશ્વમાં વધતી જતી માનવ વસ્તી સાથે પાણીનો ઉપયોગ પણ વધ્યો છે. વળી, પાણીનો ઉપયોગ બેફામ થાય છે. પરિણામે શુદ્ધ પીવાલાયક મીઠા જળનો જથ્થો ઝડપથી ઘટવા લાગ્યો છે. પરિણામે પૃથ્વી સપાટી પર ઘણા પ્રદેશોમાં જળ તંગી સર્જાઈ છે.

પૃથ્વી સપાટી પર જળનું વિતરણ અસમાન રીતે થયેલું છે. ક્યાંક જળનો જથ્થો વિપુલ છે. તો સૂકા રણ વિસ્તારો તરસ્યા છે. પૃથ્વી સપાટી પર અને તેને વીંટળાઈને આવેલા વાતાવરણમાં જળ જુદા સ્વરૂપે છે. નદી, તળાવ, સરોવરો, ઝરણા અને જળાશયોમાં સપાટી પરનું જળ સચવાયેલું છે. તો હિમ સ્વરૂપે પણ જળનો જથ્થો સંગ્રાહાયેલો છે. વાતાવરણમાં ભેજ સ્વરૂપે જળ છે. સપાટીની નીચે સચવાયેલા જળને ભૂગર્ભ જળ કે ભૂમિગત જળ કહે છે. જ્યારે સમુદ્રોનું પાણી પાવાલાયક જળ નથી.

સમુદ્રો તથા મહાનગરોમાં ૧૩૭૦ મિલિયન ઘનફૂટ જળ છે. જે કુલ જળ જથ્થાના આશરે ૯૭.૨૫% જટિલો છે. હિમક્ષેત્રોમાં ૨.૧% જેટલો જળ જથ્થો છે. જ્યારે ૧% જેટલો જથ્થો વાતાવરણમાં ભેજ સ્વરૂપે અને સપાટી પર જળ સ્વરૂપે છે. માનવ માટે પીવાલાયક જળ માત્ર ૨% જેટલું છે.

વિદ્વાનોના મતે આ જળ જથ્થો ઓછો નથી. પરંતુ વધતી જતી માંગ અને બેફામ ઉપયોગને લીધે વિશ્વમાં જળની તંગી જો વિકટ પ્રશ્ન આકાર લઈ રહ્યો છે. આજે જળનું વ્યવસ્થાન અને સુરક્ષા અતિ મહત્ત્વના પાસા બન્યા છેચોમાસું ટૂંકું થવું, વાવાઝોડામાં વધારોતાપમાનવમાં વધારો અને વરસાદ અનિયમિત અને અણધાર્યો આવવો તેવાસબળ પુરાવા જોવા મળ્યા છે. જંગલો, ખેતીવાડી, માછીમારી અને જમીન વ્યવસ્થાપન પરસ્પર સંકળાયેલા વિષયો છે અને એ બધામાં પાણી એ મહત્ત્વની કડીરૂપ છે અને જરૂરિયાત સમયે તેની ઉપલબ્ધતા આ સંસાધનો માટે મહત્વની. આ સમતુલન ટૂટવાની અણી પર છે અને આ ચક્રમાં ખલેલ પડે તો તમામ સંસાધનોને અસર થાય છે

ધીમે-ધીમે પાણીની ઓછી થતી ઉપલબ્ધતાની અસરો અલગ-અલગ થશે. રાષ્ટ્રોના પ્રદેશો અને સ્થાનિક વિસ્તારમાં અલગ-અલગ અસર પડશે. તેવી જ રીતે શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ વિભિન્ન અસરો પડશે. જો કે ગરીબ અને વંચિત લોકો પર તેની વધારે અસર થશે. જળવાયુ પરિવર્તનનાં ચિહ્નો જોવા મળી રહ્યાં છે. જે ગરીબોને તથા તેમની જિંદગીને અસર કરીને કેવી રીતે અસ્થાયી બનાવશે તેના મોટાભાગના પુરાવા મળ્યા છે તે આજીવિકા, પંપજળ, કૃષિ વગેરેને અસર કરશે.

સૂક્ષ્મજીવો સહિત તમામ સજીવોને જંગલો, જૈવિક રચના પ્રમાણે હાયરૂ છે કે અને આ જૈવિક રચનાઓ કુદરતી પોષણ ચક્ર પણ ધરાવે છે કે જેનો ઉપયોગ બીજ, પાણી, જમીનનો ભેજ, ખાતર, વરસાદ આધારિત પોષણ, માછલાં ઉછેર અને બિન ઈમારતી વન પેદાશ આધારિત ઉપજો જે આદિજાતિ વિસ્તાર માટે આજીવિકા માટેનાં સહાયક સાધનો છે અને ઔષધિય વનસ્પતિઓની ઉપલબ્ધતા પૂરી પાડવામાં થાય છે. આ પ્રત્યેક સંસાધનો જોખમ હેઠળ છે અને તેને કારણે આજીવિકા, ખેતીવાડી, પશુપાલન, માછલાં ઉછેરમાં થતી આવક ઉત્તરોત્તર ઘટતી જાય છે. અને તેનો ખર્ચ વધતો જાય છે. કુદરતી પોષણચક્રમાં સંપૂર્ણ રીતે ખલેલ પહોંચે છે. જેથી વિપૂલ જીવાતો અને રોગો વધે છે. આ પૃષ્ઠ ભૂમિકાને આધારે જળ સંશાધનોને સમજવા જરૂરી છે. ડેમના વિવાદમાં પડ્યા વિના આપણે આ વાતમાં સ્પષ્ટ થઈએ કે નબલા ગરીબ વર્ગના લોકો મોટાભાગે વરસાદ આધારિત ખેતીના વિસ્તારો અને વન વિસ્તારોમાં વસવાટ કરે છે. આ વિસ્તારમાં જંગલોનો નાશ, ફળદ્રુપ જમીનમાં ઘટાડો અને પેયજળ તથા સિંચાઈ માટેના ઉપલબ્ધ પાણીમાં ઘટાડાને કારણે તેમની આજીવિકા જોખમમાં મુકાઈ છે. આ વિસ્તારનાં નવા ઉદ્યોગો, ખામ, જો વિવેકપૂર્ણ રીતે ન સ્થાપીએ તો જૈવિક વિનાશ અને પર્યાવરણ પર અસર કરશે, તેવી વિષમાતામાં વધારો થશે.

ભારતનાં સેંકડો ગામોમાં એના પૂરતા પ્રમાણ મળ્યા છે કે તેમની જૈવિક રચનાને આધારે લોક-વ્યવસ્થાપિત માઈક્રો વોટર શેડ દ્વારા જળ ઉપલબ્ધતામાં સુધારો, ખેતીવાડી ઉત્પાદન અને પશુપાલનમાં વધારો અને સુરક્ષિત પેયજળ મળવા બાબત સક્ષમ થયા છે. સદ્નસીબે નરેગા, પેયજળ ને વોટરશેડ અંતર્ગત બહોળું ભંડોળ એક વિભાગ હેઠળ ઉપલબ્ધ છે અને આ યોજનાઓ અંતર્ગત પંચાયત દ્વારા આ હેતુસર જે કંઈ જરૂર હોય તે કરવા માટે ભંડોળ આપવામાં આવે છે. તેમાં પડકારરૂપ બાબતો આ પ્રમાણે છે.

  • સમગ્ર સમુદાયને કેવી રીતે સંગઠિત કરી, તેમને વિકાસ પ્રક્રિયામાં હિત સંબંધિત બનાવવા.
  • ગામના વોટરશેડમાં કુદરતી સંસાધનોનો સુમેળ સાધે એવી સહભાગી ગ્રામીણ યોજના કેવી રીતે બનાવવી. જેમાં વૈજ્ઞાનિક અભિગમથી આયોજન થાય.
  • એક વર્ષમાં દેશમાં રૂપિયા ૫૦ લાખ કરોડ ઉપયોગ માટે આ બહોળા સંસાધનોમાં ફાળવ્યા છે તો દરેક સ્તરે આપણે પારદર્શકતા કેવી રીતે લાવવી ?
  • આપણે નવી પદ્ધતિઓ અપનાવીને, કેવી રીતે વરસાદી પાણીનો સંગ્રહ કરીએ.
  • શહેરમાં રિચાર્જ કરવા માટે જગ્યા નથી શું આપણે શહેરી સત્તાધિકારીને કૃત્રિમ રિચાર્જ અને તેના નકામા પાણીનો પુનઃવપરાશ કરવા ફરજ પાડી શકીશું.
  • ભૂગર્ભ જળમાં થઈ રહેલો ઘટાડો એ સંકટનાં એંધાણ છે - તેના વપરાશ માટેના નિયંત્રિણ માટે કોઈ કાર્યરત કાયદો નથી.

આ માટે શ્રેષ્ઠ રસ્તો એ છે કે ભૂગર્ભ જળને નિયંત્રિત કરવા અને તેનું માંગ આધારિત વ્યવસ્થાપન કરવા માટે આપણે સમુદાયનું શક્તિકરણ કરીએ. જંગલો આધારિત વરસાદ કે હિમવર્ષા જેવાં અન્ય પર્યાવરણ સંસાધનો દ્વારા શહેરની પાણીની બહોળી માંગની આપૂર્તિ થાય છે. તેનંુ સંવર્ધન કરવાની યોજના - ગામને એકમ ગમી વોટરશેડની માવજત કરવા લોકોને ભાગીદારી બનાવીએ. લોકભાગીદારીથી ગામના કુદરતી સંસાધનોનું સંવર્ધન, કાર્યક્ષમ ઉપયોગ દ્વારા જ આ પડકારોનો સામનો થઈ શકશે એ સિવાયનો બીજો કોઈ વિકલ્પ નથી.

સારાંશ

મનુષ્યની પાણીની જરૂરિયાત દિવસે-દિવસે વધતી જાય છે. તેમાં ઘટાડો થવાની સંભાવના નથી. પરંતુ પ્રાપ્ત થતુ જળ ઘટતું જવાનું છે. માટે પાણીનો સંચય અને સંરક્ષણ અતિ મહત્વના છે. પૃથ્વી પરના જીવનના દરેક સ્વરૂપમાં જળચક્ર વાહક સંસાધન છે. માનવ જીવનનાં તમામ પાસાંઓ પર, આરોગ્ય અને સ્વચ્છતાથી લઈને આરાર સુધી બે અસર કરે છે. જળ આપણી જૈવિકરચના અને પર્યાવરણનું ખૂબ આવશ્યક, અભિન્ન અંગ છે તથા આપણી વિકાસ શક્તિની તે ઊર્જા છે. વસતિ વધારો, જમીન વપરાશના પ્રકારો અને જળવાયુ પરિવર્તનને કારણે આ પરિમિત સંસાધન આજે અસાધારણ દબાણ હેઠળ છે.

તારા દેસાઈ

સ્ત્રોત: ઇન્ડિયા વોટર પોર્ટલ

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/20/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate