નાસા ના ઉપગ્રહો ના દાયકા ના અધ્યયન બાદ વૈજ્ઞાનિકો વડે એક આશ્ચર્યજનક પેટર્ન તરફ ધ્યાન દોરવામાં આવ્યું છે - જે મુજબ વિશ્વમાં બધા ભીનાશવાળા વિસ્તારો ભેજવાળુ વરસાદી બની રહ્યા છે, જ્યારે શુષ્ક પ્રદેશો વધુ શુષ્ક બની રહ્યા છે . આ પેટર્ન વિશ્વ માં ફેલાયેલ આર્થિક વ્યવસ્થા સમાન લાગે છે જ્યાં અમીર વધુ અમીર બનતા જાય છે અને ગરીબ વધુ ગરીબ બનતા જાય છે.
આ અભ્યાસ ના શ લેખક જય ફેમીગ્લીત્તી જણાવે છે કે ,' પાણી ના પુનઃ વિતરણ અંગે અમારા અભ્યાસ માં જરૂરી તારણો દેખાય છે જે મુજબ એક વર્ગ ઉભરી રહ્યો છે જેની પાસે સંપદા છે અને અન્ય પાસે નથી'
પ્રો . જય સમજાવે છે કે જેમ ધરતી નું તાપમાન વધે છે તેમ ભૂગર્ભ જળ ઘટે છે અને તેના પર આધર રાખનાર પ્રદેશ વધુ ને વધુ શુષ્ક થાય છે. આવા સંસાધનો નો ઘટાળો એ પણ ચિંતા નો વિષય છે.
યુ. એસ એ ટુડે ના જણાવ્યા અનુસાર પ્રો . જય અને નાસા ની સંશોધકો ની ટુકડી જેમાં નાસાના જેપીએલ અને કેલિફોર્નિયા યુનિવર્સિટી ઓફ ઇર્વિન બન્નેના સભ્યો છે તેઓએ નાસાના ઉપગ્રહ પરથી મેળવેલ વર્ષ 2002 થી 2014 સુધી ના ડેટા નો અભ્યાસ કરતા જાણ્યું છે કે ઉત્તર એમેઝોન, આફ્રિકા, યુનાઈટેડ સ્ટેટ્સ ઑફ માં મિઝોરી નદી બેસિન, અને વિષુવવૃત્તીય અન્ય સ્થળોએ ભાગો વધુ ભેજ વાળા (ભીનાશવાળા) બન્યા છે. જયારે મધ્ય પૂર્વ, ઉત્તર આફ્રિકા, ભારત, ચાઇના, અને દક્ષિણપશ્ચિમ યુનાઇટેડ સ્ટેટ્સ જેવા વિસ્તારો વધુ શુષ્ક બન્યા છે . તીવ્ર દુકાળ ના કારણે કેલીફોર્નીયા ખાતે નોંધપાત્ર રીતે પાણી નું નુકસાન જણાય છે.
આ તારણો જેપીએલ અને કેલિફોર્નિયા યુનિવર્સિટી ઓફ ઇર્વિન વડે હાથ ધરાયેલ અભ્યાસ ના ભાગ રૂપ છે જેનો ઉદેશ સમુદ્ર સપાટીની અસર કરી શકે તેવા ભૂમિ ભાગો પર પાણી ના જથ્થા ના સંગ્રહ માં વધો કેવી રીતે કરવો હતો. અત્યાર સુધી તેથી, પુરાવા સૂચવે છે કે વૈશ્વિક જળ ચક્ર બદલી છે અને થોડા સમય માટે સમુદ્ર સપાટીમાં વધારો દર ધીમો થયો છે.
સ્ત્રોત: ઇન્ડિયા વૉટર પોર્ટલ
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 7/24/2019