પાણી બાબતે બાળકોને માતા-પિતાની ભૂમિકામાં લાવવા જરૂરી છે...!
પાણી બાબતે સ્વાવલંબન મેળવવા માટે બાળકોને માતા-પિતાની ભૂમિકામાં લાવવા જરૂરી છે.
એકતા મહિલા મંડળના હેમલતાબહેન શાહે પાણી બચાવવાની રીત રજુ કરતું બાળગીત ગવડાવ્યું હતું. મુન્દ્રા રોડ રિલોકેશન સાઇટ ચાર રસ્તા પંચાયતી પ્રાથમીક શાળાના આચાર્ય ઉપેન્દ્રભાઇ ઠાકરે આ સ્કૂલમાં કેવી રીતે કામગીરીનું આયોજન કરવામાં આવ્યું તે અંગેની માહિતી રજૂ કરી હતી અને એકટના ગોપાલ રીલે અમલીકરણ કરવામાં આવેલી કામગીરીને વિસ્તારપૂર્વક વિદ્યાર્થીઓને સમજાવી હતી.
કાર્યક્રમના સંદર્ભમાં સ્કૂલના આચાર્ય ઉપેન્દ્રભાઇ ઠાકરે વિશેષ માહિતી આપતાં જણાવ્યું કે, આ સ્કૂલની બાજુમાં બી.આર. સી.-શિક્ષકો માટેનું તાલીમ કેન્દ્ર અને કસ્તુરબા કન્યા છાત્રાલય આકાર લઇ રહ્યું છે ત્યારે આ બન્ને બિલ્ડીંગમાં પણ સંયુકત રીતે વરસાદી પાણીના સંગ્રહ બાબતેની કામગીરી લોકભાગીદારી દ્વારા કરવામાં આવશે અને પાણી અંગે સ્વાવલંબન કેળવવામાં આવશે. સેન્ટ એન્ડ્રુસ સ્કૂલના શિક્ષિકાબહેને પણ જાહેરાત કરતાં કહ્યું કે, હરીપર રોડ ઉપર અમારી શાળાનું નવું બિલ્ડીંગ આકાર લઇ રહ્યું છે ત્યારે અમે પણ આ બિલ્ડીંગમાં વરસાદી પાણીના સંગ્રહ બાબતે કામગીરી થાય એવી ઇચ્છા ધરાવીએ છીએ. વાતના પ્રતિભાવ સ્વરૂપે જળસ્રોત સ્નેહ સંવર્ધન સમિતિએ સહયોગ આપવાની પ્રતિતિ દર્શાવી હતી. કાર્યક્રમના સંદર્ભમાં એકસેલ ગ્ર્રુપના ચેરમેન કાંતિસેન શ્રોફ-કાકાએ શુભેચ્છા સંદેશ પાઠવ્યો હતો. પી. જી. સોની 'દાસ" સાથે પાંચેય સ્કૂલના શિક્ષકગણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.
શિવનગર પંચાયતી પ્રાથમીક શાળા નંબર ૨૪માં આ કામગીરીને પ્રત્યક્ષ જોવા માટે મુસ્લીમ એજયુકેશન ટ્રસ્ટ, માતૃછાયા કન્યા વિદ્યાલય અને સિંચન સ્કૂલના કુલ ૧૫૦ વિદ્યાર્થીઓ આવ્યા હતા. આ સાથે ઉપરોકત સ્કૂલના કુલ ૮ શિક્ષકગણ હાજર હતા. કાર્યક્રમની શરૂઆતમાં શિવનગર પંચાયતી પ્રાથમીક શાળા નંબર ૨૪ના આચાર્ય પરેશભાઇ ગુજરાતીએ બધાને આવકાર આપતાં વરસાદી પાણીના સંગ્રહની જે કામગીરી કરવામાં આવી છે તેની માહિતી આપતાં જણાવ્યું હતું કે, જેએસએસએસ અને એકટ દ્વારા 'હમીસર એક જલગાથા" પ્રવાસનું આયોજન કરવામાં આવે છે તે અંગેની અમને જાણ થતાં વિદ્યાર્થીઓ અને શિક્ષકગણે આ પ્રવાસ દ્વરા હમીરસરના આવક-જાવક ક્ષેત્ર અંગેની માહિતીની સાથે વરસાદી પાણીના મહત્વને સમજયું હતું. એ બાદ શાળામાં રહેતી પીવાના પાણી અંગેની મુશ્કેલીને દૂર કરવા માટે વરસાદી પાણીના સંગ્રહની કામગીરી કરવામાં આવી છે. સ્કૂલના દરેક વિદ્યાર્થીએ પોતાના ભાગીદારી સ્વરૂપે રૂપિયા એકનું બહુમૂલ્ય અનુદાન આપીને આ કામગીરીને લોકભાગીદારીનું સ્વરૂપ આપ્યું છે. આજે શાળામાં કુલ ૬૦૦ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે અને પીવાના પાણી અંગેની કોઇ મુશ્કેલી રહી નથી. અહી અમે ત્રણ વિભાગમાં કામગીરી કરી છે. એક વરસાદી પાણીનો ભૂગર્ભમાં સંગ્રહ(વાર્ષિક આયોજન), બીજું સંગ્રહ કરેલા પાણીનો કાર્યક્ષમ ઉપયોગ(આપાતકાલિન વ્યવસ્થા) અને ત્રીજું છતના પાણીનો ભૂગર્ભમાં રિચાર્જ(કાયમી ઉકેલ).
આ દરેક કામગીરી સ્કૂલના જ વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવે છે. શાળાનું વેકેશન પૂર્ણ થાય એટલે દરેક વિદ્યાર્થી શાળાના પ્રથમ દિવસે શાળાની છતની સફાઇ કરે છે. દરેક વર્ગમાં એક ટીમ બનાવવામાં આવી છે જે પોતાના વારા પ્રમાણે રોજ સંગ્રહ કરેલા વરસાદી પાણીને હેન્ડ પંપ દ્વારા સ્ટીલની ટાંકીમાં ભરે છે. આ રીતે દરેક વિદ્યાર્થી પોતપોતાની પાણી પ્રત્યેની નૈતિક ફરજ બજાવી રહ્યા છે. આ ઉપરાંત દરેક વિદ્યાર્થી વરસાદ આવે છે ત્યારે ઘરે પણ વરસાદી પાણીનો સંગ્રહ કરે છે અને બીજા દિવસે સ્કૂલે આવીને કેટલા વરસાદી પાણીનો સંગ્રહ કર્યો તેની વાત પ્રાથનાસભામાં કરે છે.
પરેશભાઇની રજૂઆત બાદ ભુજના ધારાશાસ્ત્રી અમીરઅલિ લોઢિયા, પૂર્વ નાયબ શિક્ષણ નિયામક દિવ્યાબહેન વૈદ્ય અને શિવનગર પંચાયતી પ્રાથમીક શાળા નંબર ૨૪ના શિક્ષકોએ પ્રસંગ અનુરૂપ વકતવ્ય રજૂ કર્યુ હતું. આ ઉપરાંત આ કાર્યક્રમમાં આ વિસ્તારના નગરસેવકની સાથે જેએસએસએસના પીરભાઇ, રાયસિંહ રાઠોડ સાથે એકટની ટીમ હાજર રહી હતી. પ્રાસંગીક વકતવ્ય બાદ વિવિધ સ્કૂલમાંથી આવેલા વિદ્યાર્થીઓએ વરસાદી પાણીના સંગ્રહ અંગેની કામગીરીને રસપૂર્વક સમજી હતી.
લેખક : વિનીત કુંભારાણા
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 11/17/2019
0 રેટિંગ્સ અને 0 comments
તારાઓ ઉપર રોલ કરો પછી રેટ કરવા માટે ક્લિક કરો.
© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.