‘છલકાતું આવે બેડલું, મલકતી આવે નાર’ ભૂતકાળ બની ગયા છે બંને પાણી નથી ત્યાં બેડલું શી રીતે છલકાય ? નારી શી રીતે મલકાય ? હવે એ ચમકતાં બેડલાની હેલ નથી. હવે ગુજરાતણ હેતે છલકાતીને તરસ્યાંને ખોબલે પાણી પાણી, નમણી નાગરવેલ નથી અને મલકવા, એને છલકવા કૂવામાં પાણી જોઈએ. પીવાની પાણી, ખાવાને ધાન, સ્ત્રીનું રક્ષણ, સ્ત્રી સમોવડી, સ્ત્રી જાતને માન આ બધા બની ગયા છે. આજે માત્ર રાજકીય મજાક સ્ત્રીની જ સમસ્યા, સ્ત્રીનો સવાલ પાણી.
સન ૧૯૦૧માં શહેરી વસ્તી ૧૦.૮ ટકા હતી, જે ૧૯૫૧ માં ૧૭.૩ ટકા અને ૧૯૯૭ માં ૨૫.૭ ટકાએ પહોંચી હતી. આવી વૃધ્ધિ ચાલુ રહી તો સન ૨૦૨૦ સુધીમાં અડધું ભારત શહેર જીવતું હશે. મુંબઈ, કલકત્તા અને દિલ્હીની વસ્તી એક કરોડ થી વધી ગઈ છે. તો દસ લાખથી વધુ વસ્તી ધરવતાં શહેરોની સંખ્યા ૨૩ થઈ છે. તમામ શહેરોમાં નાગરિકોને વપરાશ માટે પાણી પૂરું પાડવાનું કામ મુશ્કેલ બનતું જાય છે. તાજા પાણીના તમામ સ્ત્રોતનું અતિ દોહન કરી નાંખવા છતાં અછત અકબંધ છે. નદી, કૂવા, તળાવ કે ડેમમાં એકત્ર થતો જળજથ્થો શહેરી પ્રજાની માંગ સંતોષવા અપૂરતો સાબિત થતાં ભૂગર્ભજળનો ઉપયોગ આડેધડ થવા લાગ્યો છે. ભૂગર્ભજળ પુરવઠા પર આધાર રાખતા શહેરો આસપાસ પાણીના તળ ઉંડા જવા લાગ્યા છે. અમદાવાદમાં ૧૯૬૫ પછી ભૂગર્ભજળ સપાટી ૯૦ મીટર જેટલી ઉંડે ઉતરી ચૂકી છે.
અમદાવાદમાં જૂની બાંધણીના મકાનો ધરાવતી પોળોમાં કૂઈ તેમજ ભૂગર્ભ પાણીના ટાંકા બાંધી તેમાં વરસાદનું પાણી ઉતારવામાં આવતું હતું.
શહેરમાં કોઈ ફ્લેટનું ધાબુ ૧૦૦ ચોરસ મીટરનું હોય અને ત્યાં સરેરાશ ૨૪ ઈંચ વરસાદ પડે તો ધાબા પર પાણી વહી જવાના પાઈપ બંધ કર્યા પછી ૨૪ ઈંચ પાણી એકત્ર થવું જોઈએ. મતલબ કે માત્ર એક ફ્લેટના ધાબા પર પડતાં વરસાદમાં ૨૪ ઈંચનો સંગ્રહ કરાય તો વાર્ષક ક્ષમતા નીચે મુજબ ગણો.
છતનું ક્ષેત્રફળ ટ વરસાદનું પાણી = એકત્રિત જળનો જથ્થો (ક્યુ.મી.)
પ્લોટનું ક્ષેત્રફળ = ૧૦૦ ચો.મીટર (૧૨૦ ચોરસવાર)
સરેરાશ વરસાદનું પ્રમાણ= ૬૦૦ મી.મી. અથવા ૨૪ ઈંચ
વરસાદનો જથ્થો = પ્લોટનું ક્ષેત્રફળ ટ વરસાદનું પાણી = ૧૦૦ ચો.મી. ટ ૬૦૦ મી.મી.= ૬૦ કયુબિક મીટર અર્થાત ૬૦ હજાર લીટર.
કેન્દ્ર દ્વારા ગ્રામીણ પાણી પુરવઠા અંતર્ગત ગાઈડલાઈન તેયાર કરાયેલ છે જે અનુસાર ગુજરાતના નાગરિકો માટે દૈનિક પાણી વપરાશનું ધોરણ નીચે મુજબ તૈયાર કરવામાં આવ્યું છે.
વપરાશનો જથ્થો (વ્યક્તિદીઠ જથ્થો) પીવા માટે ૩ લીટર, રાંધવા માટે ૫ લીટર, ન્હાવા માટે ૧૫ લીટર, વાસણ ધોવા ૧૦ લીટર, ઘરની અન્ય સફાઈ માટે ૧૦ લીટર, કુલ ૪૩ લીટર
ગામડાઓ પોતાના પાણીની જરૂરિયાત પૂરી કરી શકે તે માટે કેન્દ્ર સરકાર સ્વજલધાર યોજનાના હેતુ ગ્રામપંચાયતોને પાણી અને સ્વચ્છતાની પોતાની જવાબદારી સંભાળી શકે તેટલી સક્ષમ બનાવવા તથા દરેક ગામમાં રોજનું માથાદીઠ ઓછામાં ઓછું ૪૦ લીટર પીવાલાયક પાણી મળતું થાય તે છે. આ કાર્યક્રમનો લાભ લઈને દેશભરના ગામડાં પેટાજળની બાબતે પગભર થઈ શકે તથા ગામના લોકો જાતે પગલાં લઈને ગામમાં પેટાજળ અને સ્વચ્છતાની સુવિધાઓનું આયોજન, અમલ તથા વ્યવસ્થાપન કરે એ રીતે કાર્યક્રમ તૈયાર કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમમાં કેન્દ્ર સરકારની સહાયથી ચાલે છે. પરંતુ તેમાં ઓછામાં ઓછા ૧૦ ટકા લોકો ફાળો જરૂરી છે. ગામજનો લોકફાળો ભેગો કર્યા પછી કામની શરૂઆતથી માંડીને કાળ પૂરું થાય તેની જાળવણી સુધીની બધીજ જવાબદારી ઉપાડવાની છે. સરકાર માત્ર ખૂટતી રકમ અને ઈજનેરી મદદ પૂરી પાડે છે. ગુજરાતમાં આ જવાબદારી વોટર એન્ડ સેનિટેશન મેનેજમેન્ટ ઓર્ગેનાઈઝેશન (વાસ્મો) સંભાળે છે. જેથી ગામજનો તથા સરપંચોલે તેમનો સંપર્ક સરાપ માટે કરવો ગુજરાત સરકારે આ કાર્યક્રમ અન્વયે ગૃહનિર્માણ વિભાગ દ્વારા ઠરાવ ૫૨ચ/૨૦૦૨, ૧૦૮૨ ચ તારીખ ૨૪-૧૦-૨૦૦૨ના રોજ કરેલ છે.
દેવશી પટેલ જાણિતા લેખક છે.
સ્ત્રોત: ઇન્ડિયા વોટર પોર્ટલ
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 11/20/2019