অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

પાણીનું મહત્વ-પાણી બચાવો

માનવ જીવ માત્ર જ્યારે પોતાની સુખ સુવિધાની પાછળ આંધળી દોટ મૂકી રહ્યો છે ત્યારે તેનાં માઠાં પરિણામો આવી રહ્યાં છે. માણસ માનવજીવનનો આધાર એવા જળનો બેફામ ઉપયોગ કરી રહ્યો છે. જેના ફળસ્વરૂપ જળસંકટની સ્થિતિ નિમૉણ પામી રહી છે. પાણીનાં સ્તર પ્રતિદિન નીચે જોઈ રહ્યાં છે. કુદરતી સંપત્તિના અખૂટ ભંડાર એવા જળનો વ્યય થતો અટકાવવો જરૂરી બન્યો છે. સાથે જળસંચય અંગેની જાગૃતિ પણ જરૂરી છે.
પાણી બચાવવાની જવાબદારી માત્ર સરકારની જ નથી. સમગ્ર સમાજની પણ છે. ગુજરાતના એક એક નાગરિકની છે. જળ એ જીવન છે. આપણે જીવન આપણા હાથમાં છે પણ આપણે એને વેડફી રહ્યા છીએ, ખોટી રીતે વહાવી રહ્યા છીએ. આપણે ત્યાં કહેવત છે કે તરસ લાગે ત્યારે કૂવો ગાળવા ના બેસાય.” આ કહેવત છે તે સમજીને પાણી વેડફાઈ જાય એ પહેલાં જ કૂવા ગાળવાના, પાણી બચાવવાના પ્રયત્નો કરીએ. સરકાર અને સમાજના સહિયારા પ્રયત્નો થકી કેવી રીતે જળ નામે જીવન બચાવી શકે તેની વાત.

કેટલાંક રોચક તથ્યો :

  • એક ટપકતા નળથી દર સેકન્ડે એક ટીપું બરબાદ થવાથી દર મહિને ૭૬૦ લીટર પાણી અમસ્તુ જ વેડફાઈ જાય છે.
  • સીધા જળ નીચે જ નહાવાથી ૯૦ લિટર પાણી વપરાય છે.
  • નળ સારી રીતે બંધ ન કરવાથી એક મિનિટમાં ૩૦ ટીપાં અને વાર્ષિક ૪૬ હજાર લિટર પાણી વેડફાઈ જાય છે.
  • પાઈપ વડે કાર ધોવાથી, નળથી શાકભાજી ધોવાથી અને પાઈપથી બગીચામાં પાણી છાંટવાથી પાણીનો વધુ બગાડ થાય છે.
  • ૨૦૨૫ સુધીમાં દુનિયાના ૧૮૦ કરોડ લોકો એવા દેશોમાં રહેતા હશે, જ્યાં પાણી
  • સાવ ખલાસ થઈ ગયું હશે. (યૂ. એન.વોટર) હાલ જે ઝડપથી ભારતમાં પાણી ખેંચવામાં આવી રહ્યું છે તે જોતાં ૨૦૩૮
  • સુધીમાં ૬૦ ટકા ભૂગર્ભ જળભંડાર ખલાસ થઈ જશે.
  • ઉદ્યોગમાં ઉપયોગમાં લેવાના પાણીનું માત્ર ૩૫ ટકા જ રિસાઈકલ થાય છે.
  • ૬૫ ટકા ગંદું પાણી ટ્રીટમેન્ટ કર્યા વગર નદી - નાળામાં વહાવી દેવાય છે.
  • ભારતનો ૮૦ ટકા કચરો દેશની નદીઓમાં વહેતો કરાય છે.

રોજિંદા જીવનની કુટેવ સુધારવી જોઈએ.

દરેક લોકોએ ખોરાક રાંધવા, વાસણ માંજવા, કપડા ધોવા, ન્હાવા, પીવા, કુદરતી હાજત વિગેરે બાબતે પાણીનો સંયમપૂર્વક ઉપયોગ કરવો જોઈએ દરેક વ્યકિત અને દરેક પરિવારે કૌટુંબિક વપરાશ માટે વપરાતુ પાણીમાં વિવેકપુર્ણ ઉપયોગ થાય તો તળના,તળાવના પાણીમાં બચત થાશે જ,મકાન બાંધકામ, સિમેન્ટના રસ્તાઓ, શાળાઓ, હોસ્પિટલ,ખેલકુદના મેદાનો,મુકિતધામો જાહેર સ્થળોએ પણ પાણીનો વિવેક પૂર્વક ઉપયોગ થાય તે માટે દરેક વ્યકિત જાગૃત બને તે જરૂરી છે. ઉદ્યોગમાં, ફેકટરીમાં પણ પાણીનો સંચમપૂર્વક ઉપયોગ થાય તે જરૂરી છે.વનસ્પતિ / ખેતી વગેરેમાં પણ પાણીનો ખૂબજ વિવેકપૂર્ણ ઉપયોગ આવશ્યક છે. આપણે સૌ પાણીને બેફામ (ખૂબજ) બગાડીએ છીએ. પાણીનો યોગ્ય અને વિવેકપૂર્ણ ઉપયોગ શીખવાની જરૂર છે.

જળ બચાવવાના કેટલાક ઉપાયો

  • દર વર્ષે કુદરત તરફથી આપણને વરસાદનું પાણી ભેટના રૂપમાં પ્રાપ્ત થાય છે. આવું વરસાદી પાણી સંગ્રહ કરવા માટે અગાઉના સમયમાં જે ભૂગર્ભ ટાંકા બનાવવામાં આવતા હતા તેવા ટાંકા બનાવવા જોઈએ. દરેક બહમાળી મકાનોમાં એવી વ્યવસ્થા કરવી જોઈએ કે વરસાદનું એક એક બુંદ પાણી સંગ્રહ કરી શકાય.
  • ચેકડેમ બનાવવા
  • વરસાદની અછતના સમયમાં પાકને બચાવી શકાય. ખેડૂત પોતાની સિંચાઈ સગવડ કરી શકે. પાસેની જમીનમાં ભેજ જળવાઈ રહે.
  • દરિયામાં નિરર્થક વહી જતા નદીઓના પાણીનો આયોજન વડે સંગ્રહ કરી શકાય,વેલ રીચાર્જિંગ દ્વારા વરસાદનું પાણી વૈજ્ઞાનિક ઢબે કૂવાઓમાં ઉતારવામાં આવે
  • તો કૂવાઓ ફરી જીવંત બને.
  • ખેતીમાં પિયત પદ્ધતિ બદલવી. આપણી ધોરિયા બનાવી પાકને પાણી આપવાની પદ્ધતિમાં પાણીનો વ્યાપક બગાડ થાય છે. આથી ઈઝરાયેલની જેમ રિસાયકલ થયેલા પાણીના ઉપયોગ વડે ટપક સિંચાઈ પદ્ધતિ વડે પાક લેવામાં આવે તો પાણીનો બચાવ થઈ શકે તેમ છે.

સંકલન :પુરણ ગોંડલિયા www.pgondaliya.com

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 4/24/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate