જાહેર તંત્રનું મિશન/દુરંદેશીપણું (વિઝન)
- મકાનો અને માર્ગ વ્યવહાર વિભાગ
- સિંચાઇ વિભાગ
તા.૧-૪-૧૯૭૯ થી તા. ૧૬-૬-૧૯૮૦ સુધી સચિવશ્રી, સિંચાઇ વિભાગને હસ્તક નર્મદા યોજના અને અન્ય ૧૬ સિંચાઇ યોજનાઓ હતી, તે સમય દરમ્યાન સચિવશ્રી, મકાનો અને માર્ગ વ્યવહાર હસ્તક મકાનો અને માર્ગ વ્યવહાર ઉપરાંત ઉપર દર્શાવેલ યોજનાઓ સિવાયની સમગ્ર સિંચાઇ વિભાગ હતો. |
ત્યારબાદ સરકારશ્રીના સામાન્ય વહીવટ વિભાગના તા. ૧૭-૬-૧૯૮૦ની અધિસૂચના ક્રમાંક એસ.સી.ટી./૧૧૭૯/પી.એસ.ટી. પાર/૧૦૮૩/ગ, થી સમગ્ર સિંચાઇ વિભાગ સચિવશ્રી સિંચાઇના હસ્તક આવેલ. |
હાલમાં સરકારશ્રીના સામાન્ય વહીવટ વિભાગના તા. ૧૬-૭-૨૦૦૫ ની અધિસૂચના ક્રમાંક એઆઇએસ-૩૫૨૦૦૫/૨૩/ ગ અન્વયે આ વિભાગમાં સચિવશ્રી (જળ સંપત્તિ) ઉપરાંત ખાસ સચિવશ્રી (જ.સં.) ની જગ્યા ઉભી કરવામાં આવેલ છે. |
જાહેર તંત્રની ફરજો
- વિભાગના મહેકમ, બજેટ, ઓયોજન, ગુણવત્તા નિયમન સિંચાઇ યોજનાઓ તેમજ વિસ્તાર વિકાસના કામો.
- મોટી, મધ્યમ અને નાની સિંચાઇ યોજનાઓ બાંધકામ તેમજ તેની જાળવણી અંગેની સધળી કામગીરી.
- રાજયની તમામ જિલ્લા પંચાયતો હસ્તકની સિંચાઇને લગતી કામગીરી.
- હાઇડ્રોલોજી પ્રોજેકટને લગતી કામગીરી.
- ગુજરાત જળસંપત્તિ વિકાસ નિગમને લગતી કામગીરી.
- સરદાર પટેલ સહભાગી જળસંચય યોજનાન. લગતી કામગીરી.
- ચેકડેમ અંગેની કામગીરી.
- તળાવો, કાંસ તેમજ પૂર નિયંત્રણ લગતી કામગીરીની ફરજો.
- મોટી, મધ્યમ અને નાની યોજનાઓના તમામ કમાન્ડ એરિયા પ્રોજેકટસ અંગેની કામગીરી.
- ક્ષાર પ્રવેશ નિયંત્રણ હેઠળની તમામ કાર્યવાહી.
- સુજલામ સુફલામ યોજનાને લગતી કામગીરી.
- નર્મદા મુખ્ય મહેરમાંથી ઉદ્વહન કરી પાણી તબદીલ કરવાની કામગીરી.
- ઇન્ટરલીંકીંગ ઓફ રીવર્સ-નદીઓના આંતર જોડાણની કામગીર.
સ્ત્રોત: નર્મદા, જળ સંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 4/25/2020
© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.