অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

પર્યાવરણ સુરક્ષાઃ કરીએ ઘરથી જ શરૂઆત

પ જૂને સમગ્ર વિશ્વ ‘વિશ્વ પર્યાવરણ દિન’ ની ઉજવણી કરશે ત્યારે નીનુ મઝુમદારની આ કાવ્ય પંક્તિઓ સહેજે યાદ આવી જાય. આ વર્ણન જેવી નિર્ભેળ પ્રકૃતિ, પર્યાવરણ કે કુદરતી સંપદા આપણી પાસે છે ખરી? પર્યાવણ દિન નિમિત્તે સેમિનાર કે વ્યાખ્યાન માળાઓથી આગળ વધીને, રોજિંદા જીવનમાં અહી આપેલી કેટલીક સાવ સરળ ટિપ્સને અપનાવાય. તો પણ આપણી આસપાસના પર્યાવરણ માટે બહુ મોટું કામ કરી શકાય. ‘ટીંપે ટીંપે જ સરોવર ભરાય’ એ કહેવતને યાદ રાખીને બધા લોકો જો પર્યાવરણની સુરક્ષા માટે સજજ થાય તો, આપણું ભવિષ્ય સો ટકા સુરક્ષિત રહેશે.

બિનજરૂરી પાણીનો વ્યય ન કરો

  • અગાસી કે ઓટલા ધોવા માટે વધારે પડતા પાણીનો ઉપયોગ ન કરો.
  • ફૂલ છોડમાં આડેધડ પાણી છાંટવાને બદલે ટંપક સિંચાઈ પદ્ધતિ કે ફુવારા પદ્દતિનો ઉપયોગ કરવો. અથવા તો પછી બજારમાં મળતી વોટર સ્પ્રે બોટલમાં પાણી ભરીને પણ ફૂલ છોડ પર જરૂરિયાત મુજબનું જ પાણી છાંટો.
  • કપડાં અને વાસણના પાણી માટે એવી વ્યવસ્થા કરો કે તે આપોઆપ ફૂલ છોડના ક્યારા સુધી પહોંચે. અને તમારે ફૂલ છોડ માટે વધારાનું પાણી ન બગાડવું પડે.
  • અન્ય કામ કરી રહ્યા હો તો પાણીનો નળ ખુલ્લો ન રાખવો.
  • ઘર કે બિલ્ડિંગના કામમાં નડતા વૃક્ષોને  કાપવાને બદલે ઇકો ફ્રેન્ડલી ટેકનિક અપનાવીને વૃક્ષને નુકસાન ન થાયે એ રીતે બાંધકામ કરો.
  • શાકભાજીનો કચરાને ક્યારામાં નાખવો તે ફૂલ છોડ માટે ઉત્તમ ખાતરનું કામ કરશે. અતિશય કૃત્રિમ ખાતરનો ઉપયોગ કરો

વૃક્ષોનું જતન ભવિષ્યની સુરક્ષા

  • ઘર કે ઓફિસની આસપાસની જગ્યામાં અવકાશ હોય તો આસપાસ વૃક્ષો અવશ્ય ઉછેરવા.
  • ઓછી જગ્યા હોય તો કીચન ગાર્ડન પણ વિકસાવી શકાય છે.
  • તમારી આસપાસ ગેરકાયદે વૃક્ષ છેદન થતું હોય અતવા તો પશુ પક્ષીઓનો શિકાર થતો હોય તો તરત સંબધિત વિભાગને જાણ કરવી.
  • વૃક્ષો જમીનના ધોવાણને અટકાવે છે. માટે જ્યારે  વૃક્ષો કાપવાની અનિવાર્યતા ઉભી થાય ત્યારે પહેલા એટલા જ વૃક્ષો ઉછેરી શકાય તેવું આયોજન કરવું જોઈએ.
  • ઇકોફ્રેન્ડલી બનવું અનિવાર્ય
  • બને ત્યાં સુધી પ્લાસ્ટિકને બદલે કાગળની બેગનો વપરાશ કરવો.
  • જમીનને કૃત્રિમ ખાતરના નુકસાનથી બચાવવા ઓર્ગેનિક ખેતીનો વિકલ્પ અપનાવો.
  • ઇલેકટ્રોનિક્સ આઇટમની ખરીદી તેના સ્ટાર જોઈને કરો. જે ઇલેકટ્રોનિક્સ વસ્તુઓ ઓછી વીજળી કન્ઝ્યુમ કરતી હોય તેવી વસ્તુના વપરાશનો જ આગ્રહ રાખો.
  • જ્યારે વીજળીનો વપરાશ ન કરવો હોય ત્યારે સ્વીચ બંધ રાખવી.
  • કમ્પ્યુટર, ટીવી, ચાર્જર વગેરેના પ્લગને જરૂર ન હોય ત્યારે અનપ્લગ કરી દેવા.
  • ખાસ પ્રસંગે વૃક્ષારોપણના કાર્યક્રમનું આયોજન કરો.
  • ભેટમાં આપવા માટે વિવિધ પ્લાન્ટસનો વિક્લ્પ પણ અપનાવી શકો.
  • ઇ-પેપર, ઇ-મેગેઝિન, ઇ-બુક વાંચવાની આદત વિકસાવવી.

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/21/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate