অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

આબોહવા પરિવર્તનની રાષ્ટ્રીય કાર્ય યોજના

આબોહવા પરિવર્તનની રાષ્ટ્રીય કાર્ય યોજના

આબોહવા પરિવર્તન પરની રાષ્ટ્રીય કાર્ય યોજનાને વિધિપૂર્વક 30મી જૂન,2008ના પ્રસ્થાપિત કરવામાં આવી હતી. NAPCC વિકાસના ઉદ્દેશોને પ્રોત્સાહન આપતી કાર્યવાહીઓ તાદ્રશ કરે છે અને આબોહવા પરિવર્તનને અસરકારક રીતે સંબોધિત કરવા માટે સહ-ફાયદાઓ પણ પેદા કરે છે.આઠ “રાષ્ટ્રીય મિશન” છે જે રાષ્ટ્રીય કાર્ય યોજનાનું મૂળ બનાવે કરે છે. તેઓ આબોહવા પરિવર્તન, અનુકૂલન અને ઉપશમન,ઉર્જા કાર્યક્ષમતા અને કુદરતી સ્ત્રોતોનું સંવર્ધનની જાણકારીને પ્રેરિત કરવા પર કેન્દ્રીકરણ કરે છે.”

આઠ મિશન છે:

  • રાષ્ટ્રીય સોલાર મિશન
  • વિકસિત ઉર્જા કાર્યક્ષમતા માટે રાષ્ટ્રીય મિશન
  • દીર્ઘકાલીન આવાસ પરનું રાષ્ટ્રીય મિશન
  • રાષ્ટ્રીય જળ મિશન
  • હિમાલય પરિતંત્રને ટકાવી રાખવા માટે રાષ્ટ્રીય મિશન
  • હરિયાળા ભારત માટેનું રાષ્ટ્રીય મિશન
  • દીર્ઘકાલીન ખેતી માટેનું રાષ્ટ્રીય મિશન
  • આબોહવા પરિવર્તન માટેની રચનાત્મક જાણકારી પરનું રાષ્ટ્રીય મિશન

રાષ્ટ્રીય સોલાર મિશન

NAPCCમાં રાષ્ટ્રીય સોલાર મિશનને ખૂબ જ મહત્વ આપવામાં આવ્યું છે. મિશનનો ઉદ્દેશ દેશના સંપૂર્ણ ઉર્જા મિશ્રણમાં સોલાર ઉર્જાના હિસ્સાને વધારવો, અને બીજા નવીનકરણ યોગ્ય સ્ત્રોતોનો દ્રષ્ટિમર્યાદા પણ વિસ્તારવી. મિશન આંતર્રાષ્ટ્રીય સહકારની મદદથી, સંશોધન અને વિકાસ (R&D) કાર્યક્રમના નવપ્રસ્થાનને પણ લાવે છે જે, વધારે ફાયદાકારક, દીર્ઘકાલીન અને સુલભ સોલાર પાવર તંત્રોને બનાવવા માટેનું પરીક્ષણ કરશે.

NAPCC ગ્રામીણ વિસ્તારો, ઉદ્યોગો અને વ્યાપારી સંસ્થાપનોમાં સોલાર ઉર્જાના તમામ નિમ્ન ઉષ્ણતામાનના (<150° C) પ્રયોગો માટે 80% વિસ્તાર પહોંચાડવાના લક્ષ્યવાળા, અને મધ્યમ ઉષ્ણતામાન (150° C થી250° C) પ્રયોગો માટે 60% વિસ્તારના લક્ષ્યવાળા સોલાર મિશનને રચે છે. 2017 સુધીની,11મી અને 12મી પાંચ-વર્ષીય યોજનાનો સમયગાળો આ મેળવવાની અંતિમ તારીખ છે. તદુપરાંત, જાહેર-ખાનગી ભાગીદારી મારફતે ગ્રામીણ પ્રયોગો હાથ ધરવામાં આવે છે.

NAPCC 2017થી એકીકૃત સુવિધાઓથી ફોટોવોલ્ટેઈક ઉત્પાદનના 1000 MW/વર્ષ તેમજ સોલાર પાવર નિર્માણ ક્ષમતાને કેન્દ્રીત કરવા 1000 MW લક્ષ્યને ગોઠવે છે.

વિકસિત ઉર્જા કાર્યક્ષમતા માટેનું રાષ્ટ્રીય મિશન

અગાઉથી ભારત સરકાર પાસે ઉર્જા કાર્યક્ષમતાને પ્રોત્સાહિત કરવા માટે સંખ્યાબંધ પહેલો છે.આ બધા ઉપરાંત,NAPCC નિમ્નલિખિત માટેની માંગણી કરે છે:

  • ઉર્જાનો વપરાશ કરતા મોટા ઉદ્યોગોમાં વિશિષ્ટ ઉર્જાના વપરાશના ઘટાડાને અધિકૃત કરે છે અને આ બચતનું વેચાણ કરવા માટે બજાર આધારિત કાર્યપદ્ધતિઓ સાથે વધારાની ઉર્જાની બચતને પ્રમાણિત કરવા માટે માળખું તૈયાર કરે છે.
  • અમુક શાખાઓમાં ઉર્જા કાર્યક્ષમ ઉપકરણો/ઉત્પાદનોને વધારે રાજલ બનાવવા માટે નવેસરથી કાર્યવાહીઓ.
  • નાણાકીય માંગ તરફ સંચાલિત થતા કાર્યક્રમોને મદદ કરવા માટે આ માટેની જાહેર-ખાનગી-ભાગીદારીઓ સક્ષમ બનાવવા અને ભવિષ્ય માટેની ઉર્જા બચતોને ગ્રહણ કરવા દ્વારા કાર્યપદ્ધતિઓનું નિર્માણ.
  • ઉર્જા કાર્યક્ષમતા પ્રમાણિત ઉપકરણો પર ભેદમૂલક કરવેરાઓનો સમાવેશ કરવા મા

દીર્ઘકાલીન આવાસ પરનું રાષ્ટ્રીય મિશન

મિશનનો ઉદ્દેશ ત્રણગણી પહોંચ મારફતે વસાહતોને વધારે દીર્ઘકલીન બનાવવાનો છે જેમાં સમાવેશ થાય છે

  • આવાસિક અને વ્યાપારીક શાખાઓમાંની ઈમારતોની ઉર્જા કાર્યક્ષમતામાં સુધારાઓ
  • નગરપાલિકાના ઘન કચરાનું સંચાલન
  • શહેરી સાર્વજનિક પરિવહનની બઢતી

રાષ્ટ્રીય જળ મિશન

રાષ્ટ્રીય જળ મિશનનો ઉદ્દેશ એકીકૃત જળ સ્ત્રોત સંચાલન મારફતે પાણીનું સંવર્ધન,અપવ્યયમાં ઘટાડો અને વધારે ન્યાયી વિતરણને સુનિશ્ચિત કરવાનો છે.જળ મિશન પાણીના વપરાશની કાર્યક્ષમતાને 20% સુધી વધારવા માટે માળખું વિકસિત કરશે.વરસાદ અને નદીના વહેણોની અસ્થિરતાને ઉકેલવાની વ્યુહરચનાઓ માટેની તે માંગણી કરશે જેવી કે સપાટી પરના અને ભૂમિગત પાણીના સંગ્રહને વધુ તીવ્ર બનાવવું,વરસાદના પાણીનો સંગ્રહ અને વધારે કાર્યક્ષમ સિંચાઈ તંત્રો જેવા કે છંટકાવો કે ટપકાવ સિંચાઈ.

હિમાલય પરિતંત્રને ટકાવી રાખવા માટે રાષ્ટ્રીય મિશન

સ્થાનિક સમુદાયો ખાસ કરીને પંચાયતોને પારિસ્થિતિ સ્ત્રોતોના સંચાલનમાં મોટો ભાગ ભજવવા માટેનો અધિકાર આપવાનો આ યોજનામાં સમાવેશ થાય છે.તે રાષ્ટ્રીય પર્યાવરણ નીતિ, 2006માં ઉલ્લેખ કરાયેલા નિમ્નલિખિત પગલાઓને પણ પુન:નિશ્ચિતપણે જણાવે છે.

  • પર્વતીય પરિતંત્રોના દીર્ઘકાલીન વિકાસ માટે યોગ્ય જમીન-વપરાશ આયોજન અને જળ-વિભાજન સંચાલન આચરણોનું અંગીકરણ
  • ભૂમિપ્રદેશોની ઝૂંટને અને સંવેદનશીલ પરિતંત્રોને થતા નુકસાનને ઘટડવા કે તેને દૂર કરવા માટે પર્વતીય પ્રદેશોમાં માળખાકીય બાંધકામ માટે શ્રેષ્ઠ આચરણોનું અંગીકરણ
  • સેન્દ્રીય ખેતીને પ્રોત્સાહિત કરવા દ્વારા,કિંમતના અધિમૂલ્યને વાસ્તવિકપણે સમજવા ખેડૂતોને સક્ષમ બનાવવા દ્વારા પાક અને બાગકામની પરંપરાગત વિવિધતાઓની ખેતીને પ્રોત્સાહિત કરવી.
  • બહેતર આજીવિકા મેળવવા માટે સ્થાનિક સમૂદાયોને સમર્થ બનાવવા લોક-ભાગીદારો અને શ્રેષ્ઠ આચરણો પર આધારિત દીર્ઘકાલીન પર્યટનને પ્રોત્સાહિત કરવું
  • પર્વતીય પરિતંત્રની વહનીય ક્ષમતાનું ઉલ્લંઘન થાય નહી તેની ખાતરી કરવા માટે પર્વતીય પ્રદેશોમાં પર્યટકોના ઘસારાને નિયંત્રિત કરવા કડક પગલા લેવા
  • અનોખા ”અનુપમ મૂલ્યો” સાથે અમુક પર્વતીય મર્યાદાઓ માટે સંરક્ષણ વ્યુહરચનાઓ વિકસિત કરવી

હરિયાળા ભારત માટેનું રાષ્ટ્રીય મિશન

મિશનનો ઉદ્દેશ પરિતંત્ર સેવાઓને વધારે તીવ્ર બનાવવાનો છે જેવી રીતે કાર્બનની નાળીઓ.તે 23% થી 33% વન આવરણ હેઠળના જમીન વિસ્તારને વધારવાના રાષ્ટ્રીય લક્ષ્ય પર અને 6 મિલીયન હેક્ટરના વનરોપણ માટેના વડાપ્રધાનના હરિયાળું ભારત અભિયાન પર તે નિર્માણ થઈ રહ્યું છે.જંગલોના રાજ્ય વિભાગો હેઠળ સ્થાપવામાં આવેલી સંયુક્ત વન્ય સંચાલન કમિટીઓ મારફતે ભ્રષ્ટ વન્ય જમીનો પર તેનો અમલ થઈ રહ્યો છે.આ કમિટીઓ સમમુદાયો દ્વારા પ્રત્યક્ષ પ્રક્રિયાને આગળ ધપાવશે.

દીર્ઘકાલીન ખેતી માટેનું રાષ્ટ્રીય મિશન

પાકોની નવી વિવિધતાઓ ઓળખવા દ્વારા,ખાસ કરીને થર્મલ પ્રતિબંધક વિવિધતાઓ અને વૈકલ્પિક પેદાશની જાતોને ઓળખવા દ્વારા,ભારતીય ખેતીને આબોહવા પરિવર્તન માટે વધારે સ્થિતિસ્થાપક બનાવવાનો ઉદ્દેશ છે.પરંપરાગત જાણકારી અને વ્યાવહારિક તંત્રોના સંકલન,માહિતી તંત્ર અને બાયોટેકનોલોજી,તેમજ નવી ક્રેડીટ અને વીમા કાર્યપદ્ધતિઓ દ્વારા આને સમર્થન આપવામાં આવે છે.

આબોહવા પરિવર્તન પરની રચનાત્મક જાણકારી પરનું રાષ્ટ્રીય મિશન

મિશન વિવિધ પ્રકારની કાર્યપદ્ધતિઓ મારફતે સંશોધન અને ટેકનોલોજી વિકાસ અને સહકાર્યમાં વૈશ્વિક સમુદાય સાથે કામ કરવાનો પ્રયાસ કરે છે,અને તે ઉપરાંત સમર્પિત આબોહવા પરિવર્તન સંબંધિત સંસ્થાઓના અને યુનીવર્સિટીઓના નેટવર્ક અને આબોહવા સંશોધન ભંડોળ દ્વારા સહાયિત તેનો પોતાનો સ્વતંત્ર સંશોધન કાર્યક્રમ છે.મિશન અનુકૂલન અને ઉપશમન માટેની નવીન ટેકનોલોજીઓ વિકસિત કરવા માટે ખાનગી શાખાકીય ઈરંભોને પણ પ્રેરિત કરશે.

મિશનોના અમલીકરણો

8 રાષ્ટ્રીય મિશનો “સંબંધિત મંત્રાલયો” દ્વારા સંસ્થાગત કરવામાં આવે છે અને સંબંધિત મંત્રાલયો ઉપરાંત,ઉદ્યોગો,શૈક્ષણિક અને નાગરી સમાજના નિષ્ણાતો,નાણાકીય અને આયોજન મંડળ મંત્રાલય સમાવિષ્ટ અંત:ક્ષેત્રીય સમૂહો મારફતે તેનું આયોજન કરવામાં આવશે.

વિશાળ સોલાર ઉર્જા પ્રારંભ

નવી અને નવીનકરણ યોગ્ય ઉર્જા મંત્રાલયે દેશના 11મી યોજના અવધિ દરમ્યાન 14,000 MWની ક્ષમતાવાળા નવીનકરણ યોગ્ય ઉર્જા આધારિત ગ્રીડ પાવર નિર્માણ પ્લાન્ટોને ગોઠવવાનું લક્ષ્ય પ્રસ્થાપિત કર્યુ છે.

પ્રણાલીગત ગ્રીડ પાવરને સોલાર પાવર સાથે સ્પર્ધાત્મક બનાવવા માટે સોલાર ઉર્જા ટેકનોલોજીઓને વિકસિત કરવા માટે સરકારે પણ જવાહરલાલ નહેરૂ રાષ્ટ્રીય સોલાર મિશનને માન્ય કર્યુ છે.મિશનનો ઉદ્દેશ 20 મિલીયન સોલાર લાઈટો સમાવિષ્ટ ગ્રીડ સોલાર પાવરના 20,000 MW અને ઓફ-ગ્રી સોલાર પાવરના 2,000 MWને સ્થાપવાનો છે. તદુપરાંત, તેનો ઉદ્દેશ 2022 સુધીમાં 20 મિલીયન ચો.મીના સોલાર થર્મલ સંગ્રહક વિસ્તારને સ્થાપવાનો છે.મિશનનો અમલ ત્રણ તબક્કામાં થશે.મિશનના પ્રથમ તબક્કામાં,2012-13 સુધી 1,100 MWના ગ્રીડ સંલગ્ન સોલાર પ્લાન્ટો અને 200 MWની ક્ષમતાને સમાન ઓફ-ગ્રીડ સોલાર પ્રયોગોને સ્થાપવાના લક્ષ્યને સરકારે માન્યતા આપી છે.

વધુમાં,કિંમતને ઘટાડવા,કાર્યક્ષમતા અને સોલાર ઉર્જા તંત્રોના એકંદર પ્રદર્શનને સુધારવા માટે અને નવા સાધનો અને ઉપકરણોના વિકાસ માટે પણ સંશોધન અને વિકાસને મિશન સહાય કરશે.

નવી અને નવીનકરણ યોગ્ય ઉર્જા મંત્રાલયે દેશના 11મી યોજના અવધિ દરમ્યાન 14,000 MWની ક્ષમતાવાળા નવીનકરણ યોગ્ય ઉર્જા આધારિત ગ્રીડ પાવર નિર્માણ પ્લાન્ટોને ગોઠવવાનું લક્ષ્ય પ્રસ્થાપિત કર્યુ છે.

માન્ય કર્યુ છે.મિશનનો ઉદ્દેશ 20 મિલીયન સોલાર લાઈટો સમાવિષ્ટ ગ્રીડ સોલાર પાવરના 20,000 MW અને ઓફ-ગ્રી સોલાર પાવરના 2,000 MWને સ્થાપવાનો છે. તદુપરાંત, તેનો ઉદ્દેશ 2022 સુધીમાં 20 મિલીયન ચો.મીના સોલાર થર્મલ સંગ્રહક વિસ્તારને સ્થાપવાનો છે.મિશનનો અમલ ત્રણ તબક્કામાં થશે.મિશનના પ્રથમ તબક્કામાં,2012-13 સુધી 1,100 MWના ગ્રીડ સંલગ્ન સોલાર પ્લાન્ટ અને 200 MWની ક્ષમતાને સમાન ઓફ-ગ્રીડ સોલાર પ્રયોગોને સ્થાપવાના લક્ષ્યને સરકારે માન્યતા આપી છે.

વધુમાં,કિંમતને ઘટાડવા,કાર્યક્ષમતા અને સોલાર ઉર્જા તંત્રોના એકંદર પ્રદર્શનને સુધારવા માટે અને નવા સાધનો અને ઉપકરણોના વિકાસ માટે પણ સંશોધન અને વિકાસને મિશન સહાય કરશે.

સ્ત્રોત : Prime Minister of India

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/20/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate