આર્ટીફીશ્યલ રીચાર્જ એટલે કે કૃત્રિમ સમૃઘ્ધિક૨ણ. કૃત્રિમ રીતે એટલે કે વિવિધ સિંચાઈ યોજનાઓ, નહેરો, અનુશ્રવણ તળાવો, ચેકડેમ, ખેતતલાવડીઓ, બોરીબંધ જેવા અનેક સ્ટ્રકચર્સ ઘ્વારા પાણીને જમીનમાં ઉતા૨વામાં આવે છે, જેમાં આ૫ણે કુવા રીચાર્જ એટલે કે કુવાઓના માઘ્યમ ઘ્વારા ભૂગર્ભ જળ રાશિ વૃઘ્ધિની કામગીરી હાથ ધ૨વાની છે. એટલા માટે જ આ૫ણી આ કામગીરીને આર્ટીફીશ્યલ રીચાર્જ ઓફ ગ્રાઉન્ડ વોટ૨ થ્રુ ડગવેલ એવું નામ આ૫વામાં આવ્યું છે.
ભા૨ત સ૨કા૨ અને નાબાર્ડનાં સંયુકત પ્રયાસ ઘ્વારા અમલી આ કાર્યક્રમ ગુજરાત માટે પ્રે૨ક છે. ગુજરાતની જાગૃત જનતા તથા અનેક સંસ્થાઓ ઘ્વારા વર્ષાથી કુવા રીચાર્જની કામગીરીને આગવું મહત્વ આપી કામગીરી હાથ ધરેલ છે. અગાઉનાં વર્ષામાં ખેડૂતો ઘ્વારા વિપુલ સંખ્યામાં કુવા રીચાર્જની કામગીરી હાથ ધરાઈ હોવાના અને તેના લીધે સારો લાભ થયાનાં અનેક ઉદાહ૨ણો છે. આ કાર્યક્રમ માટે વર્ષ ૨૦૦૦-૦૧ ની મોજણીને ઘ્યાને લઈને રાજયમાં પાંચ લાખથી વધુ કુવા રીચાર્જ ક૨વાનું આયોજન છે. રાજયનાં ખેડૂતોની માલિકીનાં કૂવાઓને રીચાર્જ ક૨વાની આ યોજના માટે તમામ જિલ્લાઓ ઘ્વારા નવા સર્વે હાથ ધરી અને તે સંદર્ભે જે લક્ષ્યાંક મળે તેના માટે કામ ક૨વાનું આયોજન ક૨વામાં આવ્યું છે.
આ યોજનાનો લાભ નાના, સીમાંત અને મોટા ખેડુતોને મળી શકે છે.
કેટલી સહાય મળે છે?
નાના અને સીમાંત ખેડુતો માટે રૂ. ૪૨૦૦ની સહાય મળવા પાત્ર છે. અન્ય ખેડુતોને રૂ.૨૧૦૦ ની સહાય મળવા પાત્ર છે. સહાયની રકમ મળ્યાના ત્રણ માસમાં કામગીરી પુર્ણ કરવાની રહે છે
રાજ્ય કક્ષાની સ્ટિયરીંગ કમીટીમાં નકકી થાયા પ્રમાણે ખેડુત દ્વારા બાંહેધરી પત્રમાં જણાવ્યા મુજબ બેંક/પોસ્ટ ખાતામાં એક જ હપ્તામાં સહાય જમા કરવામાં આવે છે.
ભારત સરકાર અને નાબાર્ડના સંયુકત પ્રયાસ દ્વારા આ કાર્યક્રમોનું અમલીકરણ થાય છે. જિલ્લા કક્ષાએ જિલ્લા ગ્રામ એજન્સી અમલીકરણ કરે છે.
ગ્રામ કક્ષાએ ગ્રામ પંચાયતના તલાટી/ગ્રામ સેવક ને નિયત નમુનામાં અરજી કરવાની હોય છે.
ગ્રામ પંચાયતના તલાટી/ગ્રામ સેવક/ગ્રામ મિત્ર/સખી મંડળનો સંપર્ક કરવાનો રહે છે. તાલુકા કક્ષાએ તાલુકા વિકાસ અધિકારી તથા જિલ્લા કક્ષાએ નિયામકશ્રી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નો સંપર્ક કરવાનો રહે છે.
કુવા રિચાર્જની માર્ગદર્શિકામાં આવરી લેવાયેલા ખેડુત લાભાર્થીએ સામાન્ય અરજી તલાટી/ગ્રામ સેવક ને આપવાની રહે છે
સ્ત્રોત: ગુજરાત રાજ્યનું પોર્ટલ
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/20/2020