સમગ્ર ભારતનાં દરિયાકાંઠાની કુલ લંબાઈનો ત્રીજો ભાગ ૨૧૨૫ કિ.મી. ગુજરાત રાજ્યમાં આવેલો છે. અને તે પૈકી સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારના દરિયાકાંઠાની લંબાઈ ૧૧૨૫ કિલોમીટર જેટલી છે.
સૌરાષ્ટ્રના દરિયાકાંઠાની ૭૬૫ કિ.મી. લંબાઈના વિસ્તારમાં દરિયાના ખારા પાણીને લીધે મહંદ અંશે કુદરતી પરીબળો ઉપરાંત કુદરતી સમતુલામાં માનવ સર્જીત હસ્તક્ષેપને કારણે ક્ષારની સમસ્યાએ અતિ ગંભીર સ્વરુપ ધારણ કરેલ છે. જેના માટે નીચેના મુખ્ય કારણો જવાબદાર ગણી શકાય.
ઉપર જણાવેલ કારણોને લીધે કૂલ ૭,૦૦,૧૨૦ હેકટર વિસ્તાર, ૫૩૪ ગામડાઓ, ૧૦,૭૯,૭૩૩ જન સંખ્યા અને ૩૨,૭૫૦ કુવાઓ ક્ષારને લીધે અસરગ્રસ્ત થયેલા. ક્ષારની સમસ્યાને કારણે ભુગર્ભજળના પાણીની ગુણવત્તા બગડતા તેમજ વધારે પ્રમાણમાં ખેંચાણને કારણે ખેત પેદાશો અને ખેતી લાયક ઉદ્યોગો પર વિપરીત અસર થતાં આ વિસ્તારની આર્થિક સ્થિતિ પર ખુબજ વિપરીત અસર થયેલ તેમજ સ્થાનિક લોકોના સ્થળાંતરના પ્રશ્નો પણ થયેલ.
ક્ષારની ગંભીર સમસ્યા તેમજ તેની વિનાશક અસરોને ધ્યાને લઈને, ક્ષારની સમસ્યાના અભ્યાસ તેમજ નિવારણ માટે સરકારશ્રી દ્વારા અનુક્રમે વર્ષ ૧૯૭૬ માં તત્કાલીન મુખ્ય સચિવશ્રી એચ. કે. એલ. કપુરના વડપણ હેઠળ ઉના – માધવપુર વિસ્તાર માટે ઉચ્ચકક્ષા સમિતિ-૧ ની તેમજ તત્કાલિન મુખ્ય સચિવશ્રી કે. શીવરાજના વડપણ હેઠળ વર્ષ ૧૯૭૮ માં ઉના- ભાવનગર તેમજ માધવપુર-માળીયા વિસ્તાર માટે ઉચ્ચકક્ષા સમિતિ-૨ ની રચના કરેલ.
ઉચ્ચકક્ષા સમિતિ-૧ અને ૨ દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોની સ્થળ મુલાકાત લઈને નીચેની મુખ્યત્વે ચાર વૈજ્ઞાનિક પધ્ધતિઓ હેઠળ વિવિધ ક્ષાર નિયંત્રણના કામો સુચવેલા છે.
અ.નં. |
વૈજ્ઞાનિક પધ્ધતિઓ હેઠળ વિવિધ ક્ષાર નિયંત્રણના કામો |
|
૧ |
વ્યવસ્થાપન પધ્ધતિ |
ભુગર્ભ જળના ખેંચાણનું નિયમન |
|
|
પાક પધ્ધતિમાં ફેરફાર |
૨ |
રિચાર્જ પધ્ધતિ |
ચેકડેમ |
|
|
રિચાર્જ ટેંક, રિચાર્જ રિઝરવોયર |
|
|
રિચાર્જ વેલ |
|
|
સ્પ્રેડીંગ ચેનલ |
૩ |
ક્ષાર નિયંત્રણ પદ્ધતિ |
ભરતિ નિયંત્રકો, બંધારા |
|
|
ફ્રેશ વોટર બેરીયર |
|
|
એક્સ્ટ્રેક્શન વોટર બેરીયર |
|
|
સ્ટેટીક બેરીયર |
૪ |
કોસ્ટલ લેંડ રેક્લેમેશન |
દરીયાઈ ખારી જમીનનું નવસાધ્યકરણ |
ઉચ્ચકક્ષા સમિતિ-૧ દ્વારા ઉના-માધવપુર વિસ્તારમાં કૂલ રૂ. ૬૪.૦૦ કરોડની અંદાજીત કિંમતના (સુધારેલ અંદાજીત કિંમત રૂ. ૧૦૦.૨૪ કરોડ) તેમજ ઉચ્ચકક્ષા સમિતિ-૨ દ્વારા ઉના – ભાવનગર વિસ્તારમાં રૂ. ૧૬૮.૭૦ કરોડની અંદાજીત કિંમતના (સુધારેલ અંદાજીત કિંમત રૂ. ૮૦૨.૫૪ કરોડ) તથા માધવપુર – માળીયા વિસ્તારમાં રૂ. ૩૭૦.૪૨ કરોડના (સુધારેલ અંદાજીત કિંમત રૂ. ૧૪૨૭.૩૦ કરોડ) વિવિધ ક્ષાર નિવારણનાં કામો સુચવેલ છે. ઉચ્ચકક્ષા સમિતિ-૧ અને ૨ દ્વારા ભલામણ કરાયેલા કામો પૈકી (જુલાઇ - ૨૦૧૩ સુધીમાં) ૧૩-ભરતી નિયંત્રક, ૨૯-બંધારા, ૧૫ -પુન:પ્રભરણ જળાશય, ૨૮ - પુન:પ્રભરણ ટેંક, ૩૯૭ - પુન:પ્રભરણ કુવા, ૪૪૮૭- નાલા પ્લગ, ૬૬૧ ચેકડેમના કામો અને ૫૮૬૭ હેક્ટર જમીન મા વનીકરણનુ કામપૂર્ણ કરેલ છે.
વિસ્તરણ નહેર :-
આ મહત્વાકાંક્ષી વિસ્તરણ નહેર યોજના થવાથી એક બેઝિન માંથી બીજુ બેઝિન કે જ્યાં વરસાદ ઓછો થતો હોય તે વિસ્તારમાં જળાશયને પણ નહેરોથી ભરી શકાય છે તદઉપરાંત રિચાર્જનો ફાયદો પણ થાય છે. વિસ્તરણ નહેરના કામો પૂર્ણ થવાથી કુલ ૩૩૭૦૦ હેક્ટર વિસ્તારને સીધો તેમજ આડકતરો ફાયદો મળતો થશે.પ્રગતિ હેઠળના વિસ્તરણ નહેરના ૧૪૧ કિ.મી.ના કામો પૂર્ણ થવાથી ૧૯,૫૬૯ હેકટર વિસ્તારને સિંચાઈનો સીધો કે આડકતરો લાભ મળતો થયો છે.
આગળ જણાવ્યા અનુસાર ઉચ્ચકક્ષા સમિતિ-૧ વિસ્તારમાં ભલામણ પૈકીના મોટા ભાગના કામો પૂર્ણ થયેલ છે તથા તેના લાભો મળતા થયા છે. ક્ષાર પ્રવેશ નિવારણની સમસ્યાના સંપૂર્ણ ઉકેલ માટે ઉચ્ચકક્ષા સમિતિઓની બાકી રહેતી ભલામણો પૈકીના સઘળા કામો નિશ્ચિત સમય મર્યાદામાં પૂર્ણ કરવા ખાસ જરૂરી છે. ઉચ્ચકક્ષા સમિતિ-૨ વિસ્તારમાં હાલ નાણાંકિય ઉપલબ્ધિ અનુસાર કામો ચાલતા હોવાના કારણે અંદાજીત ફાયદાઓ અપેક્ષા અનુસાર મળી રહે તે માટે રાજય સરકારના નાણાંકીય સ્ત્રોરત અને ૧૩ માં નાણા પંચ તથા નાબાર્ડ જેવા બાહ્ય સ્ત્રોલત પાસેથી નાણાંકિય સહાય મેળવવામાં આવેલ છે.
કચ્છ
માલીયા અને લખપત વચ્ચે ની દરીયાઇ પટ્ટિ, લગભગ 360 કિ.મી. રેખીય અંતર આવરી લે છે. આ દરીયાઇ કિનારામા ભૂગર્ભજળ ખારાશ એક ગંભીર પરિસ્થિતિ છે.
માલીયા થી લખપત સુધીનો કુલ ૩૭૧૨ ચો.કિ.મી ભૌગોલિક વિસ્તાર છે કે જેમા. કચ્છ જિલ્લામાં ૭ તાલુકાઓના ૨૪૫ ગામો નો સમાવેશ થાયછે. આ ૨૪૫ ગામો પૈકી લગભગ તમામ ગામો ખારાશ અસરગ્રસ્ત છે.
કચ્છ જિલ્લામા ક્ષારતત્વ પ્રવેશ સમસ્યા ઉકેલવા માટે. ગુજરાત સરકારે ૧૯૭૮ માં શ્રી શિવરાજ ની અધ્યક્ષતા હેઠળ એક હાઈ લેવલ કમિટીની નિયુક્ત કરી.
આ હાઈ લેવલ કમિટીએ માલીયા - લખપત વિસ્તાર ની મુલાકાત લીધી હતી. આ સમસ્યા ના અસરકારક ઉકેલ માટે નીચેના પગલાં લેવા માટે સૂચન કરેલ છે.
વ્યવસ્થાપન પઘ્ઘતિ :
૧. પાક પદ્ધતિ માં પરિવર્તન:
૨. ભૂગર્ભ જળ નિષ્કર્ષણ
૩. નિયમન
રિચાર્જ પઘ્ઘતિ :
૧. ચેકડેમ
૨. રિચાર્જ ટેંક
૩. રિચાર્જ કુવા
૪. વિસ્ત્રણ નહેર
૫. વનીકરણ
૬. નાળા પ્લગ
ક્ષાર નિયંત્રણ પઘ્ઘતિ :
૧. ભરતી નિયંત્રક
૨. બંધારા
૩. સોલ્ટ પેન થી રક્ષણ,
૪. દરિયાઇ બંધ
૫. દરિયાઇ જમીન સુધારણા
૬. ગાળણ દ્વારા દરિયાઇ ક્ષાર સુધારણા
હાઈ લેવલ કમિટી-II ધ્વારા ભરતી નિયંત્રક-૧૫, બંધારા-૪૦, ચેક ડેમ-૭૪૦, રીચાર્જ ટેન્ક-૨૫, વેલ રીચાર્જ-૧૫૦, સ્પ્રેડીંગ કેનાલ-૧૬૬ કિ.મી., નાળા પ્લગ-૨૦૦૦ અને, દરિયાઇ જમીન સુધારણા-૧૦૦૦૦ હેક્ટરના કામો માટે અંદાજીત રૂ. ૧૮૬ કરોડનુ સુચન કરેલ.
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/20/2020