ગ્રામીણ વિસ્તારોમાં પીવાના પાણીની સમસ્યાના કાયમી ઉકેલ માટે સંપૂર્ણ વિકેન્દ્રિત અને લોક વ્યવસ્થાપિત આંતરિક પેયજળ યોજના દ્વારા ઘરે-ઘરે નળ જોડાણ થકી પીવાનું શુદ્ધ અને પૂરતું પાણી મળી રહે તેવી વ્યવસ્થા ઊભી કરવી. જેમાં મુખ્યત્વે નીચેની કામગીરીનો સમાવેશ થાય છે. પાણી સમિતિની રચના કરવી, પાણી વિતરણ અને સ્વચ્છતાના વ્યવસ્થાપનમાં દરેક સમુદાય અને સ્ત્રીઓની ભાગીદારી સુનિશ્ચિત કરવી, લોકજાગૃતિ કેળવવી, પાણી અને સ્વચ્છતા માટે ઇજનેરી પદ્ધતિઓ વિકસાવવી.
જે ગામ ગ્રામ પંચાયત તરીકે સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતા હોય ་ ગ્રામ પંચાયતના ભાગ તરીકે હોય તેવા તમામ ગામો.
ગામની સ્થાનિક માંગ અને જરૂરિયાતને આધારિ યોજના થકી પાણી પૂરું પાડવું. લોકભાગીદારીના અભિગમથી યોજનાના પો પર્ણાની ભાવના જાગૃત થાય છે અને તેનું સંચાલન સંપૂર્ણ આત્મનિર્ભર અને વિકેન્દ્રિત ધોરણે થાય છે.
વાસમોના સામાજિક તેમજ તકનીકી સભ્યોના માર્ગદર્શનથી નીચે મુજબની પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે. પાણી સમિતિની રચના એકશન પ્લાનની મંજૂરી. જિલ્લા જળ અને સ્વચ્છતા સમતિમાં યોજના મંજુર કરી પાણી સમિતિ થકી અમલીકરણ કરાવવું.
યોજના પૂર્ણ થયા બાદ ગ્રામસભામાં યોજનાના મરામત અને નિભાવણી માટે ખાસ પાણીવેરાની રકમ નક્કી કરવી તેમજ યોજનાનું આત્મર્પણ કરી સંચાલન અંગેની તાલીમ આપવી
ગ્રામ્ય જળ અને સ્વચ્છતા સમિતિ (પાણી સમિતિ) દ્વારા જેમાં વોટર એન્ડ સેનિટેશન મેનેજમેન્ટ ઓર્ગેનાઝેશન (વાસમો) માર્ગદર્શન આપવાનું કામ કરે છે.
રાષ્ટ્રીય ગ્રામીણ પેયજળ કાર્યક્રમના ધારાધોરણ પ્રમાણે આંતરિક પેયજળ વ્યવસ્થાપનની યોજનાની કુલ કિંમતના ૧૦ટકા જેટલી રકમ પાણી સમિતિ દ્વારા ગામ લોકો પાસેથી એકઠી કરીને યોજનાના અમલીકરણ હેતુ ઉપયોગ કરવાની રહે છે. આ બાબતે સહમત થતા તમામ ગામો આ યોજનાનો લાભ લઇ શકે છે.
સ્ત્રોત: મારુ ગુજરાત બ્લોગ
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/20/2020