રાજ્ય ના આદિજાતી વિસ્તારના લોકોનો આર્થિક, સામાજીક તેમજ અન્ય તમામ સ્તરે વિકાસ થાય તે માટે રાજ્ય સરકાર દ્વારા ૧૦ મુદ્દા કાર્યક્રમ "વનબંધુ કલ્યાણ યોજના" એપ્રીલ-૨૦૦૭ થી શરૂ કરવામાં આવેલ છે.
આ અન્વયે રાજયના દસ મુદ્દા કાર્યક્રમ હેઠળ મુદ્દા નં.૭ માં "સિંચાઇ"ના મુદ્દાને આવરી લેવામાં આવે છે. આ અન્વયે રાજયના આદિજાતિ વિસ્તારમાં સુનિશ્વિત સિંચાઇ સુવિધા આપવી તેમજ વધુ વરસાદનો વિસ્તાર હોવાથી આધુનિક ઢબે નવી યોજનાઓ હાથ ધરવાની થાય છે. જે માટે વૈજ્ઞાનિક ધોરણે દરેક તાલુકાનું સર્વેક્ષણ કરી ચેકડેમના કામો કરવા તેમજ જળ સંચયના કામો હાથ ધરી જળ સ્રાવ વિસ્તારનો વિકાસ કરવા જેવી કામગીરી કરવાની થાય છે.
ગુજરાત રાજયમાં હાલમાં થઇ રહેલ વિકાસને ધ્યાને લેતાં આદિજાતિ વિસ્તારોમાં પણ ખૂબ જ ઉચ્ચ ગુણવત્તા ધરાવતી સુવિધાઓ પૂરી પાડવાની થાય છે. જેથી અન્ય વિકાસશીલ વિસ્તારને સમકક્ષ આદિજાતિ વિસ્તારને પણ લાવી શકાય. રાજયના લાંબા ગાળાના સમતોલ વિકાસ માટે આ ખૂબ જ જરૂરી છે. આ વિસ્તારના વિકાસ માટે દરેક યોજનાનો હેતુ સિધ્ધ થાય તે માટે હાલની યોજનાઓ તેમજ આદિજાતિ ફંડનો યોગ્ય વપરાશ થાય તે માટે સમીક્ષા કરવી જરૂરી છે. જો આ માટે યોગ્ય આયોજન કરવામાં આવે અને આંતરરાષ્ટ્રીય ધોરણનું માળખું પૂરૂ પાડવામાં આવે તો આ વિસ્તાર રાજયના વિકાસમાં એન્જીન તરીકે પુરવાર થાય તેમ છે.
ઉપરોકત બાબતે વન બંધુ કલ્યાણ યોજના હેઠળ સિંચાઇ વિભાગ દ્રારા હાથ ધરવામાં આવેલ કામો અંગેની વિગતો આ સાથે સામેલ પત્રકમાં રજુ કરેલ છે
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/20/2020