অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

સહભાગી સિંચાઇ વ્યવસ્થા

સહભાગી સિંચાઇ વ્યવસ્થા

ભૌતિક સુધારણા માત્ર ઉકેલનો એક ભાગ છે. વધુ સારા વ્યવસ્થાપન પ્રયાસો દ્વારા સંયુક્ત રીતે પાણીના ઉપયોગની કાર્યક્ષમતામાં મહત્તમ લાભ પ્રાપ્ત કરી શકાય છે. સિંચાઇ સવલતો પૂરી પાડવા ઉપરાંત સિંચાઇ વિસ્તારમાં સિંચાઇનું પાણી સક્ષમતાથી અને સમાન રીતે વહેંચવામાં આવે તેમજ સહભાગી સિંચાઇ વ્યંવસ્થા્ (પી.આઇ.એમ.) મારફતે કાર્યદક્ષ રીતે વાપરવામાં આવે તે સુનિશ્ચિત કરવા પગલાં ભરવાની જરૂરિયાત જણાઇ હતી. જયાં પિયત મંડળીઓ નહેર અને ઢોળીયાનો નિભાવ કરે છે, સિંચાઇ વિસ્તાર વધારે છે અને છેવાડાના માણસોને તેના પાણીનો યોગ્ય અને ન્યાલયી હિસ્સો પૂરો પાડે છે ત્યાં છેવાડાના માણસોને પાણી ઉપલબ્ધ‍ કરાવવા હિત ધારકોની સહભાગિતા દ્વારા પ્રવર્તમાન નહેર માળખાના પુનઃસ્થાડપનને અગ્રતા આપવામાં આવે છે.   સરકારે, ૨૦૦૭ માં સહભાગી સિંચાઇ વ્યઆવસ્થા (પી.આઇ.એમ.) અધિનિયમ ઘડીને સિંચાઇ વ્ય વસ્થા પનમાં લાભાર્થીઓ અને સહભાગીઓને સમાવવા પહેલ કરી છે. આ અધિનિયમની જોગવાઇઓ હેઠળ સિંચાઇ પરિયોજનાના પિયત વિસ્તારમાંના લાભાર્થી ખેડૂતોમાંથી પિયત મંડળીઓની રચના કરવામાં આવી છે. સમુદાયને પ્રોત્સારહિત કરવા માટેનું ૯૦ ટકા ખર્ચ સરકાર ભોગવે છે. નહેરો પિયત મંડળીઓને સોંપતાં પહેલાં નહેરોનું પુનઃસ્થાટપન સરકાર દ્વારા પૂર્ણ કરવામાં આવે છે. પિયત મંડળી પુનઃસ્થાહપન ખર્ચનો ૧૦ ટકા હિસ્સોપ આપે છે. પિયત મંડળીઓ દ્વારા પુનઃસ્થાસપન હાથ ધરવાને અગ્રતા આપવામાં આવે છે. જો પિયત મંડળી માંગણી કરે તો પુનઃસ્થાપપન કરતાં પહેલાં પણ નહેરને પિયત મંડળીને સોંપી શકાય. કામ શરૂ કરવા માટે પિયત મંડળીઓને અંદાજીત ખર્ચના ૧/૩ સુધી આગોતરી ચુકવણી કરવામાં આવે છે.

ઉકત અધિનિયમની જોગવાઇઓ હેઠળ પિયત મંડળીઓ નીચેની બાબતો માટે અધિકૃત છે. :-

  • સરકારી પાણી ચાર્જ વસૂલવા
  • મંજૂરી અનુસાર સંચાલન અને નિભાવ માટે ૫૦ ટકા રાખવા અને બાકીની રકમ સરકારમાં જમા કરાવવી
  • પાણીના સરકારી ચાર્જ કરતાં વધુ ઊંચા દરો નક્કી કરવા
  • વધારાની તમામ રકમ તેમની પાસે રાખવી
  • પિયત મંડળીઓમાં મહિલાઓની સહભાગિતા વધારવી.

પિયત મંડળીઓમાં સહભાગી સિંચાઇ વ્યાવસ્થાની પ્રવૃત્તિઓનું કેલેન્ડર તૈયાર કરવામાં આવેલ છે અને પિયત મંડળીઓ દ્વારા તેનો વ્યા‍પકપણે પ્રચાર કરવામાં આવે છે. આ કેલેન્ડરમાં દર્શાવેલ સૂચકાંકના આધારે દરેક પિયત મંડળીની કામગીરીનું મૂલ્યાંકન કરવામાં આવે છે. સૌથી શ્રેષ્ઠ કામગીરી કરતી પિયત મંડળીને દર વર્ષે પ્રોત્સાંહન આપવાનું આયોજન વિચારણા હેઠળ છે. વિવિધ સિંચાઇ યોજનાઓના સિંચાઇ ક્ષેત્રમાં આજ સુધીમાં પિયત મંડળીઓ સ્થાનપવામાં આવેલ છે અને લગભગ ૪.૬૭ લાખ હેકટર વિસ્તારને સહભાગી સિંચાઇ વ્યાવસ્થા હેઠળ આ પિયત મંડળીઓ દ્વારા સેવા આપવામાં આવેલ છે

તાલીમ અને ક્ષમતા નિર્માણ
તમામ પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે સંકળાયેલ વ્યઅક્તિઓ આ પ્રક્રિયાને સંપૂર્ણપણે જાણે અને સમજે એ સમયની માંગ હતી. એજન્સીય સ્ટાસફ અને ખેડૂતો જેઓ હવે સમગ્ર પ્રક્રિયામાં દીર્ઘદ્રષ્ટિહરૂપે ભૂમિકા ભજવવાની ઇચ્છાસ રાખતા હતા તેઓએ આ પરિણામોનો લાભ લેવા માટે સુધારાત્મિક પ્રક્રિયા સમજવી જરૂરી હતી. બદલાયેલી પરિસ્થિનતિ અને પરિપ્રેક્ષ્ય માટે મધ્યપસ્થવ વ્યખક્તિઓને તૈયાર કરવા ક્ષમતા નિર્માણ અને જ્ઞાનવર્ધક કાર્યક્રમો પાયારૂપ છે. જળસંપત્તિ વિભાગે, જળ અને જમીન વ્ય વસ્થા્પન સંસ્થા (વાલ્મીવ) મારફત તમામ વ્યાક્તિઓ માટે દરેક સ્તનરે ઉપયોગી થાય તેવા પધ્ધતિસરના અને સઘન તાલીમ અભ્યામસક્રમો અને સંસ્કગરણ કાર્યક્રમો શરૂ કર્યા છે.

વિગતવાર તાલીમ મોડ્યુલની તૈયારી કરવા તાલીમ શિક્ષકોને તાલીમ, તમામ પિયત મંડળીઓના ચૂંટાયેલા પ્રમુખોને કાર્શાળામાં તાલીમ, સરકારી કર્મચારીઓને તાલીમ, તાલીમ શિક્ષકોના નિયમસંગ્રહ (મેન્યુઅલ)ની રચના, જરૂરરિયાતને અનુરૂપ નિરંતર અને પુનરાવર્તિત તાલીમ એ ક્ષમતા નિર્માણ કાર્યક્રના મૂળ ફોકસમાંના કેટલાંક હતા. મધ્ય સ્થર વ્યક્તિઓને સુધારાની કાર્યસૂચિમાં સંબંધિત પાસાઓથી માહિતગાર અને પરિચિત બનાવવા માટે તમામ વિષય ક્ષેત્રો અંગે તાલીમ મોડ્યુલ તૈયાર કરવામાં આવ્યા હતા. જીલ્લા અને પેટા-જીલ્લાય કક્ષાના કર્મચારીઓને આ નીચેના ધોરણ સુધી બદલી થઇને આવેલા જીલ્લા કક્ષાના તાલીમ શિક્ષકો મારફતે તાલીમ આપવામાં આવશે. તમામ સભ્યોલને આવરી લેવા માટે ત્યાફર પછી આ તાલીમ પિયત મંડળીઓના પ્રમુખોને એ સુનિશ્ચિત કરવા માટે આપવામાં આવી હતી કે મધ્ય સ્થર વ્યશક્તિઓના વિશાળ વ્યાવપને આવરી લેવા માટે આ તાલીમનું ક્રમશઃ વિસ્તમરણ અને વિકેન્દ્રીશકરણ કરવામાં આવ્યું હતું.

તાલીમ ને ક્ષમતા નિર્માણ અભિગમ
જળક્ષેત્રે સુધારણા કાર્યક્રમોના ઉદ્દેશો સિધ્ધ કરવા માટે ખેડૂતોના સંગઠનોની ક્ષમતા નિર્માણ કરવી જરૂરી છે. ઉચ્ચ સંસ્થા્કીય સ્તેરે જોવા મળેલાં ઝમણ અને વિસ્ત રણના ફેરફારો સમજી પધ્ધતિમાં તૈયાર કરેલી સુધારણાનો લાભ મેળવવા માટે તમામ કક્ષાએ પધ્ધતિમાં દ્રઢપણે દાખલ કરવું જોઇએ. પધ્ધતિસરના ઉદ્દેશો અને પ્રક્ષેપણ પધ્ધતિનું સંસ્કંરણ સુધારાત્મોક પ્રક્રિયામાં ફરજીયાત બને છે, જે ભૂમિકાઓ અને જવાબદારીઓનું વિકેન્દ્રીકરણ કરે છે અને પધ્ધતિમાં ઉપભોક્તાના સહયોગને સંસ્થારગત રૂપ આપે છે. આ પૂર્વજરૂરિયાતોને ધ્યાનમાં રાખીને વિભાગે, પિયત મંડળીઓ સુધારાત્મક પ્રવૃત્તિઓ અસરકારક રીતે હાથ ધરી શકે તે માટે સુધારાની કાર્યસૂચિના અગત્યરના ઘટક તરીકે જુદી જુદી મધ્યાસ્થે વ્યનક્તિઓની ક્ષમતા નિર્માણનો સમન્વસય કર્યો છે. આ ક્ષમતા નિર્માણ પ્રવૃત્તિઓના નક્કી કરેલા મુખ્ય્ ઉદ્દેશોમાં નીચેની બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો છે :

  • ખેડૂતોમાં જળસ્ત્રોચતો અને સિંચાઇ પધ્ધતિઓ પ્રતિ માલિકીપણાનો ભાવ પેદા કરવો
  • પિયત મંડળીઓ અને જળસંપત્તિ વિભાગના ઇજનેરો વચ્ચેત સારો સુમેળ સ્થાપપવો
  • સિંચાઇ પધ્ધતિની વધુ સારી કામગીરી અને નિભાવ મારફતે સિંચાઇ સેવાઓના વિતરણમાં સુધારો કરવો
  • પાણી ખર્ચ ઉઘરાવવા માટે ખેડૂતોની સહિયારી અને સમાજીક જવાબદારીને પ્રોત્સા હન આપવું
  • પાણીના એકમ દીઠ કૃષિ વિષયક ઉત્પા દનમાં વધારો કરવો
  • સિંચાઇના પાણીનું ઉચિત વિતરણ કરવું.

સુધારા પ્રક્રિયામાં પિયત મંડળીઓ અને અન્ય્ મધ્યકસ્થટ વ્યમક્તિઓની તાલીમ અને ક્ષમતા નિર્માણના અમલીકરણ માટે અભિગમો અને પ્રવૃત્તિઓની વિશાળ શ્રેણી મુકરર કરવામાં આવી હતી. મધ્યિસ્થવ વ્યાક્તિઓની ક્ષમતાના નિર્માણ માટે મોટાભાગની દરમ્યાનગીરી અને પગલાં પિયત મંડળીઓને સોંપવામાં આવેલ પ્રવૃત્તિઓ અને જવાબદારીઓના પ્રકાર અને કાળક્રમને ધ્યાઓનમાં રાખીને વિચારવામાં આવ્યાત હતા. નિયત કરાયેલ પ્રત્યેાક અભિગમ માટે સંક્ષિપ્તા માહિતી નીચે મુજબ છે.

પ્રેરણા પ્રવાસો
સિંચાઇ વ્ય્વસ્થાસપનમાં ખેડૂતોને માહિતી આપવા અને તેમની ક્ષમતા-સુધારણા રૂપે પસંદ કરવામાં આવેલ પિયત મંડળીઓના પ્રમુખોની અન્યવ નમૂનારૂપ પિયત મંડળીઓના પ્રેરણા પ્રવાસ માટે પસંદગી કરવામાં આવે છે.

પ્રેરણા પ્રવાસ દરમ્યારન જાણવા મળેલ માહિતી પછીના તબક્કે ઉપયોગમાં લેવા માટે રેકર્ડ પર રાખવામાં આવે છે. આ મુલાકાતોથી અસરકારક જળ વ્યાવસ્થારપન પધ્ધતિઓ અંગે પિયત મંડળીઓની જાણકારીમાં સુધારો થયો છે. પિયત મંડળીઓ સિંચાઇ કરવાનો વિસ્તાર નક્કી કરે છે, સિંચાઇની સમયસૂચિ તૈયાર કરે છે, નિયમિત બેઠકો રાખવામાં આવે છે અને રેકર્ડ જાળવવામાં આવે છે એ અંગે પિયત મંડળીઓને માહિતગાર કર્યા છે.

સેક્રેટરી નિયુક્ત કરીને પિયત મંડળીઓ દ્વારા સ્વદયં સંચાલન માટે નાણાકીય લેવડદેવડનું ઓડિટ કરવામાં આવે છે. અન્ય‍ સિંચાઇ વિસ્તારોમાં વિકાસ પામતી વ્યડવહાર વિષયક પરિવર્તનની અને સિંચાઇ વ્યકવસ્થાપનના ક્ષેત્રોમાં વિકાસ પામતા અન્યદ ફેરફારો અંગે તેમને જાણકારી આપી છે. સિંચાઇ પધ્ધતિઓના વ્ય્વસ્થાપનમાં ઝડપથી થતાં પરિવર્તનો અંગે ખેડૂતોને વધુ જવાબદાર અને ગ્રહણશીલ બનાવી તેમના જ્ઞાનની ક્ષિતિજો વિસ્તારવામાં મદદ કરી છે.

સ્ત્રોત: નર્મદા, જળ સંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/20/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate