સુજલામ્ સુફલામ્ સ્પ્રેડિંગ કેનાલ
૩૩૨ કિ.મિ. લાંબી સુજલામ સુફલામ સ્પ્રેડિગ કેનાલ ,મહી નદી થી બનાસ નદી સુધીમા સાત જીલ્લામાંથી પસાર થાય છે.આ કેનાલમાં કડાણા જળાશય અને નર્મદા નુ વધારાનુ પુર નુ પાણી ડાયવર્ટ કરી, પાણીની ઘટ ધરાવતા વિસ્તાર માં પહોચાડવામા આવે છે., આ કેનાલ ૨૧ નદીઓ , ૨ રાષ્ટ્રિયધોરી માર્ગ અને ૭ રેલ્વે લા ઇન ને ઓળંગે છે. આ ઉપરાતઆ કેનાલ પર નાળા/ડ્રેઇંસ પરના ૬૦૦ કરતા વધુ સ્ટ્રક્ચર પૂર્ણ થયેલા છે.
સુજલામ સુફલામ સ્પ્રેડિગ કેનાલ નો લાભ મળવાનુ શરૂ થઇ ગયેલ છે. ખેડૂતો આ કેનાલ મા થી પાણી ઉદ્વહનકરી વપરાશ કરે છે.આ ઉપરાત ભૂગર્ભજળ રિચાર્જ ધ્વારા પાતાળ કૂવા મા પાણીનો આવરો વધેલ છે.
ઉદ્વહન યોજનાઓ (નર્મદામુખ્ય નહેર થી ઉત્તર ગુજરાત)
ઉત્તર ગુજરાત વિસ્તાર ના નવ જળાશયો ને નર્મદા ના વધારાના પૂરના પાણી થી પાઇપલાઇન દ્વારા ભરવાનુ આયોજન કરવામાં આવેલ છે. આઠ પાઇપલાઇનો પૂર્ણ થયેલ છે. ત્રણ પાઇપલાઇનનું કામ ,નર્મદામેઇન કેનાલ થી દાંતીવાડા, નર્મદામેઇન કેનાલ થી વાત્રક-માજમ-મેશ્વો પુર્ણતા ને આરે છે. જ્યારે કરણનગર થી ધંધુસણ (કડી-અડુન્દ્રા થી ધરોઇ) પાઇપલાઇન પ્રગતી હેઠળ છે. જેના થી ધરોઇ, દાંતીવાડા, સીપુ, વાત્રક, માજુમ અને મેશ્વોજળાશય ના કમાંડ વિસ્તાર ના ૨૧૦૦૦ હેકટર વિસ્તાર ને લાભ થશે.
ભરતી સંબંધી રેગ્યુલેટર્સ / બંધારા (કચ્છ)
કચ્છ પ્રદેશ માટે, સુજલામ- સુફલામ યોજના હેઠળ નર્મદાના ૧ મિ. એ. ફૂટ્ વધારાના પૂર નાપાણી નો ઉપયોગ માટે અને ક્ષાર પ્રવેશ અટકાવવા માટે ૫૦ બંધારા બાંધવામાં આવેલ છે. ત્રણ બંધારા પ્રગતિ હેઠળ છે. કચ્છ માટે ૧ મિ. એ. ફૂટ્ પૂર ના પાણીના ઉપયોગ સંબંધિત અન્ય કામો હાથ પર લેવામાં આવશે.
પાનમ ઉચ્ચ લેવલ કેનાલ (આદિજાતિ)
સુજલામ સુફલામ યોજના હેઠળ, પાનમ હાઈ લેવલ કેનાલ નુ અંદાજીત રૂ. ૧૩૦.૭૧ કરોડ નુ કામ , પંચમહાલ જિલ્લાના શહેરા, ગોધરા અને લુણાવાડા તાલુકા ના ૧૮૦૦૦ હેકટર વિસ્તારમાટેપ્રગતિ હેઠળ છે. આ યોજના હેઠળ ૩.૨ કિમી લંબાઈ ટનલીંગ, એપ્રોચ ચેનલ, હેડ રેગ્યુલેટર, લિંક નહેર અને કોતર ટ્રૈનિંગના કામ પૂર્ણ કરવામાં આવેલ છે. જ. કાં.મુખ્ય નહેર અને ડા. કાં.મુખ્ય નહેર ના 80% કામ પૂર્ણ થયેલ છે. વિતરણ નેટવર્ક નુ કામ પ્રગતિ હેઠળ છે.
કડાણા ઉચ્ચ લેવલ કેનાલ (આદિજાતિ)
સુજલામ સુફલામ યોજના હેઠળ કડાણા ડાબા કાંઠા હાઈ લેવલ નહેર (અંદાજીત રૂ. ૪૭.૭૯ કરોડ) થી પંચમહાલ જિલ્લાના કડાણા, સંતરામપુર અને લુણાવાડા તાલુકા માં ૫૦૦૦ હેકટર વિસ્તાર ને લાભ થાય છે. આકામ પૂર્ણ થવા માં છે. કડાણા હાઈ લેવલ નહેર તબક્કા-II ના વિતરણ નેટવર્કના કામો પ્રગતિ હેઠળ છે.
સ્ત્રોત: નર્મદા, જળ સંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ