સૌરાષ્ટ્ર નર્મદા સિંચાઇ યોજના
નર્મદાના પૂરના પાણી નર્મદા મુખ્ય કેનાલ અને સૌરાષ્ટ્ર શાખા નહેર મારફતે સૌરાષ્ટ્ર વિસ્તારની નદીઓ અને ડેમો સુધી પહોચાડવા કુલ ૧૧૨૬ કિ.મી. લંબાઇ ની ચાર પાઇપ લાઇન લીન્ક ધ્વારા સૌરાષ્ટ્રના ૧૧ જીલ્લાના ૧૧૫ જળાશયો સુધી પહોંચાડવામાં આવશે, જે ધ્વારા આશરે ૧૦,૨૨,૫૮૯ એકર વિસ્તારમાં સિંચાઇ નો લાભ મળશે. આ યોજનાની મુખ્ય વિગતો નીચે પ્રમાણે છે.
લીન્ક- ૧ મોરબી જિલ્લાના મચ્છુ-ર થી જામનગર જિલ્લાની સાની સુધીની લીન્ક :૧૨૦૦ કયુસેકસની વહન ક્ષમતા ધરાવતી આ લીન્ક ધ્વારા રાજકોટ , મોરબી , દેવભુમિ દ્વારકા અને જામનગર જિલ્લાના કુલ-૩૦ જળાશયોમાં પાણી પહોચાડવાનું આયોજન છે જે ધ્વારા આશરે ૨,૦૨,૧૦૦ એકર વિસ્તારમાં સિંચાઇ નો લાભ મળશે. આ લીન્કમાં શરૂઆતની આશરે ૫૭.૬૭ કિ.મી લંબાઈ માટેના કામો સોંપવામાં આવેલ છે, જે પ્રગતિ હેઠળ છે.
લીન્ક- ૨ સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી ભોગાવો-૨ ડેમ થી અમરેલી જિલ્લાના રાયડી ડેમ સુધીની લીન્ક : ૧૦૫૦ કયુસેકસ વહન ક્ષમતા ધરાવતી આ લીંક ધ્વારા ભાવનગર , બોટાદ અને અમરેલી જિલ્લાના કુલ-૧૭ જળાશયોમાં પાણી પહોચાડવાનું આયોજન છે, જેનાથી આશરે ૨,૭૪,૭૦૦ એકર વિસ્તારમાં સિંચાઇનો લાભ થશે. આ લીન્કમાં શરૂઆતની આશરે ૫૧.૨૮ કિ.મી માટેના કામો સોંપવામાં આવેલ છે, જે પ્રગતિ હેઠળ છે.
લીન્ક- ૩ સુરેન્દ્રનગર જિલ્લાના ધોળીધજા ડેમથી રાજકોટ જિલ્લાના વેણુ-૧ સુધીની લીન્ક :૧૨૦૦ કયુસેકસ વહન ક્ષમતા ધરાવતી આ લીન્ક ધ્વારા રાજકોટ , જામનગર , પોરબંદર ,દેવ ભુમિ દ્વારકા , મોરબી અને સુરેન્દ્રનગરના કુલ-૨૮ જળાશયોમાં પાણી પહોચાડવાનું આયોજન છે જેનાથી આશરે ૧,૯૮,૦૬૭ એકર વિસ્તારને સિંચાઇનો લાભ મળશે. આ લીન્કમાં શરૂઆતની આશરે ૬૬.૩૦ કિ.મી લંબાઈ માટેના કામો સોંપવામાં આવેલ છે, જે પ્રગતિ હેઠળ છે.
લીન્ક- ૪ સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી ભોગાવો-ર ડેમથી જૂનાગઢ જિલ્લાના હીરણ-ર સિંચાઇ યોજના સુધીની લીન્ક :૧૨૦૦ કયુસેકસ વહન ક્ષમતા ધરાવતી આ લીંક ધ્વારા રાજકોટ , સુરેંદ્રનગર , જુનાગઢ , ગીર સોમનાથ , પોરબંદર , બોટાદ અને અમરેલી જિલ્લાના કુલ-૪૦ જળાશયોમાં પાણી પહોચાડવાનું આયોજન છે જેનાથી આશરે ૩,૪૭,૭૨૨ એકર વિસ્તારને સિંચાઇનો લાભ થશે. આ લીન્કમાં શરૂઆતની આશરે ૫૪.૭૦ કિ.મી લંબાઈ માટેના કામો સોંપવામાં આવેલ છે, જે પ્રગતિ હેઠળ છે.
આમ ઉપરોક્ત યોજના હેઠળ ચારેય લીન્કના મળી આશરે ૨૩૦ કિ.મી. લંબાઈના પાઈપ કેનાલના કામો માર્ચ-૨૦૧૪ થી શરૂ કરવામાં આવેલ છે, જે પ્રગતિ હેઠળ છે.
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/28/2020