૧૨૫ સેમી કરતા વધુ વરસાદ વાળા પ્રદેશમાં આ જંગલો આવેલા છે. આ જંગલો માં સાગ, સાલ, વાંસ, સીસમ, હળદરવો, શીરસ, ટીમરુ, શીમળો, રાયણ, આમળા, બહેડા, મહુડો, ખાખરો, ભાંગરો, ધાવડો, ઘમન, કેલઈ, કાકડા, ખેર વગેરે વૃક્ષો થાય છે.
મધ્યમ વરસાદવાળા પ્રદેશમાં આ જંગલો આવેલા છે. આ જંગલો માં સાગ, સાલ, વાંસ, હળદરવો, શીરસ, ટીમરુ, આમળા, બહેડા, મહુડો, બાવળ, કેસુડો, લીમડો વગેરે વૃક્ષો થાય છે. આ જંગલોમાં ઘાસ પણ થાય છે.
ઓછા વરસાદ વાળા પ્રદેશમાં આ જંગલો આવેલા છે. આ જંગલોમાં બાવળ, મોદળ, થોર, બોરડી, સાજડ, ધાવડો, ખાખરો, ટીમરુ, ઉમરડો, ગરમાળો, રાયણ, લીમડો વગેરે વૃક્ષો થાય છે. કચ્છના રણને આગળ વધતું અટકાવવા માટે ગાંડા બાવળના વૃક્ષો વાવવામાં આવે છે.
ક્રમ |
વન ના પ્રકાર |
વિતરણ પ્રદેશ |
1 |
ભેજવાળા પાનખર જંગલો |
ડાંગ, નવસારી, તાપી અને વલસાડ જીલ્લો |
2 |
ઓછા ભેજવાળા સાગના જંગલો |
સુરત, નર્મદા, તાપી અને ભરૂચ જીલ્લો |
3 |
સુકા સાગના જંગલો |
વડોદરા, છોટા ઉદેપુર, મહીસાગર, દાહોદ અને પંચમહાલ જીલ્લો |
4 |
ખુબ જ સુકા સાગના જંગલો |
ગીર તથા ગીરનાર (જુનાગઢ, અમરેલી અને ગીર સોમનાથ જીલ્લો) |
5 |
સુકા અને કાંટાવાળા પાનખર જંગલો |
અમરેલી, રાજકોટ, ભાવનગર, મોરબી, બોટાદ, અરવલ્લી, સુરેન્દ્રનગર, બનાસકાંઠા, મહેસાણા, મહીસાગર અને સાબરકાંઠા જીલ્લો |
6 |
ઘાસવાળા જંગલો |
સૌરાષ્ટ્રમાં આવેલા ઘાસના પ્રદેશો |
7 |
દરિયાઈ ભરતી વાળા જંગલો |
કચ્છ, દેવભૂમિ દ્વારકા, મોરબી, પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ, ભાવનગર અને જામનગર જીલ્લો |
સ્ત્રોત હિન્દી પાઠશાળા
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/16/2020