આપણે ઉનાળામાં ગરમી અને શિયાળામાં ઠંડીનો અનુભવ કરીએ છીએ.આ ભિન્ન-ભિન્ન આબોહવાની સ્થિતિઓ છે જેનો આપણે અનુભવ કરીએ છીએ. સ્થળ પરની આબોહવા એ સરેરાશ હવામાન છે જેનો અનુભવ લાંબા સમય સુધી થાય છે.સ્થળ પરની આબોહવા નિર્ધારિત કરતાં ઘટકો એ એકંદર વરસાદ,સૂર્યપ્રકાશ,હવા,ભેજ અને ઉષ્ણતામાન છે.
હવામાનમાં પરિવર્તનો એકાએક અને નોંધપાત્ર રીતે પણ થઈ શકે છે,જ્યારે આબોહવામાં પરિવર્તનો લાંબા સમયે થાય છે અને તેથી ઓછા સ્પષ્ટ હોય છે. ધરતીની આબોહવામાં પરિવર્તનો અને તમામ જીવન સ્વરૂપોમાં બદલાવો આ પરિવર્તનને અનુરૂપ થાય છે.
જોકે, છેલ્લા 150-200 વર્ષોમાં આબોહવામાં પરિવર્તન ખૂબજ ઝડપી થાય છે અને અમુક વનસ્પતિઓ અને પ્રાણીઓની જાતોને તેને અનુકૂળ થવું મુશ્કેલ બની ગયું છે.આ પરિવર્તનો જે ઝડપથી થઈ રહ્યા છે તે માટે માનવીય પ્રવૃતિઓ જવાબદાર ઠેરવામાં આવી રહી છે.
આબોહવામાં પરિવર્તનના કારણોને બે વર્ગોમાં વિભાજીત કરી શકાય છે-કુદરતી અને માનવ-નિર્મિત
આબોહવામાં પરિવર્તન માટે સંખ્યાબંધ કુદરતી ઘટકો જવાબદાર છે.ખંડીય વહેણ, જ્વાળામુખીઓ, સમુદ્રી પ્રવાહો અને ઘરતીનું વંકાવું એ અમુક મહત્વના ઘટકો છે.
ગ્રીનહાઉસ પ્રભાવને સૌપ્રથમ ફ્રેન્ચ વૈજ્ઞાનિક,જીયેન-બાપ્ટીસ્ટે ફોરીયર દ્વારા ઓળખવામાં આવ્યો હતો.વાતાવરણમાં અને ગ્રીનહાઉસમાં બનતી સમાનતા તરફ તેણે ધ્યાન દોર્યુ હતું.
ગ્રીનહાઉસ ગેસોનું આવરણ પૃથ્વીની રચનાના સમયથી તેના સ્થાન પર છે.જોકે,વધતી જતી માનવીય પ્રવૃતિઓના કારણે,વધારે અને વધારે આ ગ્રીનહાઉસ ગેસો વાતાવરણમાં જઈ રહી છે.આના પરિણામે આવરણ જાડુ બને છે અને ‘કુદરતી ગ્રીનહાઉસ પ્રભાવ’ને અસ્ત-વ્યસ્ત કરે છે.
કોલસો,તેલ અને કુદરતી વાયુ જેવા અમુક ઈંધણો જ્યારે આપણે બાળીએ છીએ ત્યારે કાર્બન ડાયોક્સાઈડ બહાર નિકળે છે.અને,જયારે આપણે જંગલોનો નાશ કરીએ છીએ,વૃક્ષોમાં સંગ્રહાયેલો કાર્બન એ કાર્બન ડાયોક્સાઈડ સ્વરૂપે વાતાવરણમાં છોડાય છે.વધતા જતા ખેતીવિષયક કાર્યો,ભૂમિ-વપરાશ પ્રકારોમાં પરિવર્તનો,અને બીજા સ્ત્રોતો એ મિથેન અને નાઈટ્રસ ઓક્સાઈડના વધતા સ્તરો તરફ દોરે છે.ઔદ્યોગિક પ્રક્રિયાઓ પણ કૃત્રિમ અને નવી ગ્રીનહાઉસ ગેસો જેવી કે CFCs (ક્લોરોફ્લોરોકાર્બન્સ) બહાર છોડે છે, જ્યારે ઓટોમોબાઈલ ધુમાડો બહાર કાઢે છે જેના કારણે ઓઝોનનું નિર્માણ થાય છે.પરિણામિત વિકસિત ગ્રીનહાઉસ પ્રભાવને સૌથી સામાન્યપણે વિશ્વવ્યાપી ઉષ્ણતામાન વૃદ્ધિ અથવા આબોહવામાં પરિવર્તન તરીકે સંબોધવામાં આવે છે.
આપણે ગ્રીનહાઉસ ગેસોને કેવી રીતે યોગદાન આપીએ છીએ?
આબોહવામાં પરિવર્તન એ માણસ જાત માટેનો એક ભય છે.19મી સદીના અંતથી પૃથ્વીની સપાટીનું સરેરાશ ઉષ્ણતામાન 0.3-0.6 0C જેટલું વધ્યું છે.ઉષ્ણતામાનનો આ વધારે આપણને ન્યુનત્તમ દેખાઈ શકે પણ નીચે પ્રકાશિત કર્યા મુજબ તે કુદરતી સંકટ તરફ દોરી શકે છે.
વધતા જતા વસ્તી વધારાના કારણે ખોરાકની માંગ પણ વધી છે.આના પરીણામે કદરતી સ્ત્રોતો પર દબાણ આવે છે.ઉષ્ણતામાન અને વરસાદના પ્રમાણમાં ફેરફારોને આબોહવામાં પરિવર્તન ખેતીવિષયક ઉપજો પર પ્રત્યક્ષપણે અસર કરશે અને અપ્રત્યક્ષપણે જમીનની ગુણવત્તામાં બદલાવો,ઉપદ્રવો અને બિમારીઓ નોતરશે.એવું કહેવાય છે કે અનાજની ઉપજ ભારતમાં ઘટતી જણાઈ રહી છે.આત્યંતિક હવામાન સ્થિતિઓ જેવીકે ઉચ્ચ ઉષ્ણતામાન,ભારે વરસાદ,પૂરો,દુકાળો,ઈત્યાદિ પેદાશ પર અસર કરશે
ગરમ હવામાન વરસાદના પ્રકારને બદલશે,જેના પરિણામે દુકાળો અને પૂરોનું પ્રમાણ વધશે,હિમનદીઓ અને ધ્રુવીય હિમ પાટો પીગળશે,અને જેના પરીણામે દરિયાઈ-સ્તરમાં વધારો થશે.છેલ્લા થોડા વર્ષોથી ચક્રવાતો અને વંટોળિયાઓની સંખ્યામાં થયેલો વધારાને કારણે ઉષ્ણતામાનમાં પણ પરિવર્તન થયું છે.
આબોહવાના પરિવર્તનનું એક પરીણામ વધતું જતું દરિયાઈ-સ્તર છે.સમુદ્રોનું ગરમ થયું,અને હિમનદીઓ અને ધ્રુવીય હિમ પાટોના પીગળવાને કારણે એવું અનુમાનિત થાય છે કે હવે પછીની સદીથી સરેરાશ દરિયાઈ સ્તર અંદાજે અડધો મીટર વધશે. દરિયાઈ-સ્તરમાં વૃધિના કારણે તટવર્તીય વિસ્તારો પર સંખ્યાબંધ બાહ્ય અસરો અદ્ભવી શકે છે,જેમાં પ્રચંડ પૂર અને ધોવાણને કારણે જમીનનો નાશ,વધતા જતા પૂરો,અને મીઠા પાણીના અતિક્રમણનો સમાવેશ થાય છે.આ પ્રતિકૂળ રીતે તટવર્તી ખેતી,પીવાના પાણીના સ્ત્રોતો,મત્સ્ય ઉદ્યોગ,માનવીય વસાહતો અને સ્વાસ્થય પર અસર કરી શકે છે.
હ્રદય-સંબંધિત મરણાધીનતા,નિર્જલીકરણ,ચેપી રોગોનો ફેલાવો,કુપોષણ અને જાહેર સ્વાસ્થય તંત્રને નુકસાનના વધતા જતા કિસ્સાઓ દ્વારા વિશ્વવ્યાપી ઉષ્ણતામાન વૃદ્ધિ પ્રત્યક્ષપણે માનવીય સ્વાસ્થયને અસર કરશે.
કુદરતી પર્યાવરણમાંની વનસ્પતિઓ અને પ્રાણીઓ એ આબોહવા પરિવર્તનને ખૂબજ સંવેદનશીલ હોય છે.જો આબોહવા પરિવર્તનનું દર અવિરતપણે વધતું રહેશે,તો વનસ્પતિઓ અને પ્રાણીઓને વિવિધ જાતોનો વિનાશ થઈ શકે છે.
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/17/2020