સમોષ્ણતાવરણમાં (પૃથ્વીની સપાટીથી ઉપર લગભગ 15 - 50 કિ.મીનું સ્તર), જ્યાં ઓઝોન કુદરતીપણે વિદ્યમાન છે,તે સૂર્યના અલ્ટ્રાવાયોલેટ કિરણોને પૃથ્વી સુધી પહોંચતા અટકાવે છે અને તેથી જીવનનું સંરક્ષણ કરે છે.
પૃથ્વીની સપાટીથી સૌથી નજીકના વાતાવરણીય સ્તરમાં,વાહનો દ્વારા થતા પ્રદૂષણને કારણે,નાઈટ્રોજન ઓક્સાઈડ્સ અને હાયડ્રોકાર્બનનું સ્તર વધે છે.સૂર્યપ્રકાશની હાજરીમાં,આ રસાયણો ઓઝોન બનાવે છે.આ ઓઝોન ખાંસી,શ્વાસનળીમાં બળતરા,અસ્થમા,શ્વાસનળીમાંનો સોજો ઈત્યાદિમાં વધારો જેવી સ્વાસ્થય સમસ્યાઓ ઊભી કરે છે.તે પાકને પણ નુકસાન કરી શકે છે.
સમોષ્ણતાવરણમાંનુ ઓઝોન સૂર્યથી થતા અલ્ટ્રાવાયોલેટ વિકિરણને રોકવા દ્વારા પૃથ્વી પરના જીવનને ફાયદાકારક છે,જ્યારે નીચલા વાતાવરણમાંનું ઓઝોન સ્વાસ્થય સમસ્યાઓ નિર્માણ કરે છે.
ક્લોરોફ્લોરોકાર્બન્સ (CFCs) એ ઓઝોનનો અવક્ષય કરનારા પ્રાથમિક રસાયણો છે.તેઓને રેફ્રિજરેટરો,એર કંડીશનરો ઈત્યાદિમાં તાપકો તરીકે વપરાય છે.તેઓમાં ક્લોરીન હોય છે.
ઓઝોન અવક્ષય પ્રક્રિયા Ozone depletion process
ચરણ 1 : માનવીય પ્રવૃતિઓના પરિણામે પેદા થયેલું CFCs વાતાવરણમાંના ઓઝોનના સ્તર સુધી પહોંચે છે
ચરણ 2 : સૂર્યમાંના UV વિકિરણો CFCs ને તોડે છે અને ક્લોરીન બહાર છોડે છે.
ચરણ 3 : ક્લોરીનના અણુઓ ઓઝોનના પરમાણુંઓનો નાશ કરે છે અને તેથી ઓઝોનનો અવક્ષય થાય છે
જ્યારે ઓઝોનના સ્તરનો અવક્ષય થાય છે,ત્યારે પૃથ્વી પર અથડાતા સૂર્યનું UV વિકિરણ વધે છે.આના પરીણામે જનનીય હાનિ,આંખને હાનિ કે દરિયાઈ જીવોને હાનિ થઈ શકે છે.
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/19/2020