વિશ્વભરમાં ગ્રીનહાઉસ ગેસોના ઉત્સર્જનોને ઘટાડવા ક્યોટો પ્રોટોકોલ એ આંતર્રાષ્ટ્રીય અને કાયદાકીય બંધનકારક કરાર છે.તેનો અમલ 16મી ફેબ્રુઆરી 2005થી કરવામાં આવ્યો.ક્યોટો પ્રોટોકોલનું મુખ્ય લક્ષણ એ છે કે તે ગ્રીનહાઉસ ગેસ(GHG) ના ઉત્સર્જનોને ઘટાડવા માટે ઓદ્યોગિક દેશો માટે બંધનકારક લક્ષ્યો સ્થાપિત કરે છે.ગ્રીનહાઉસ ગેસોમાં કાર્બન ડાયોક્સાઈડ,મિથેન,નાઈટ્રસ ઓક્સાઈડ,સલ્ફર હેક્ઝા ફ્લોરાઈડ,હાયડ્રોફ્લોરોકાર્બન્સ અને પરફ્લોરોકાર્બન્સનો સમાવેશ થાય છે. 2008ની જેમ,183 પક્ષોએ પ્રોટોકોલને માન્યતા આપી છે,જેમાં ભારતનો પણ સમાવેશ થાય છે.
સ્વીકારીને કે વિકસિત દેશો એ 150થી પણ વધારે વર્ષોની ઔદ્યોગિક પ્રવૃતિના પરીણામે વાતાવરણમાંના GHG ઉત્સર્જનોના વર્તમાન ઉચ્ચ સ્તરો માટે મુખ્યપણે જવાબદાર છે,પ્રોટોકોલ એ વિકસિત રાષ્ટ્રો પર “સામાન્ય પણ વિભિન્નીકૃત જવાબદારીઓ”ના સિદ્ધાંત હેઠળ ભારે દબાણ મૂકે છે.પ્રોટોકોલ હેઠળ,વિકસિત દેશોએ 2012માં 1990 સ્તરો નીચે સરેરાશ 5.2 ટકા દ્વારા GHGના ઉત્સર્જનો ઘટાડવાની આવશ્યકતા છે.
કરારનામા હેઠળ,દેશોએ મુખ્યત્વે રાષ્ટ્રીય પગલાઓ મારફતે તેમના લક્ષ્યોને પૂર્ણ કરવા જરૂરી છે.જોકે,ક્યોટો પ્રોટોકોલ તેમને ત્રણ બજાર-આધારિત કાર્યપદ્ધતિઓ મારફતે તેમના લક્ષ્યોને પરિપૂર્ણ કરવામાં વધારાનો ઉપાય રજૂ કરે છે.તેઓ છો
ક્યોટો પ્રોટોકોલ હેઠળની પ્રતિબદ્ધતા સાથેના દેશોએ ઉત્સર્જનો ઘટાડવાની કે તેને મર્યાદિત કરવા માટેના લક્ષ્યોને સ્વીકાર્યા છે. આ લક્ષ્યોને માન્ય ઉત્સર્જનોના સ્તરો તરીકે કે “નિર્દિષ્ટ પ્રમાણ” તરીકે વ્યક્ત કરવામાં આવે છે. માન્ય ઉત્સર્જનોને “નિર્દિષ્ટ પ્રમાણ એકમો” (AAUs)માં વિભાજીત કરવામાં આવે છે.
ક્યોટો પ્રોટોકોલ આ અધિક ક્ષમતાને ફાળવવા (તેમને મંજૂરી મળેલા ઉત્સર્જનો પણ “વપરાશ” થયેલા નહી) માટે ઉત્સર્જન એકમો હોય તેવા દેશોને બીજા દેશો જેઓ તેમના લક્ષ્યોથી આગળ છે તેને વેચવા માટેની માન્યતા આપે છે.
તેથી, ઉત્સર્જન ઘટાડો કે સ્થાનાંતરણના રૂપમાં નવી ઉપયોગી વસ્તુનું નિર્માણ થયુ હતું. જો કે કાર્બન ડાયોક્સાઈડ એ મુખ્ય ગ્રીનહાઉસ ગેસ છે, તેને કાર્બન વ્યાપાર કહેવામાં આવતો હતો. કાર્બનને હવે પકડવામાં આવે છે અને બીજી કોઈ ઉપયોગી વસ્તુને વેચવામાં આવે છે. આને કાર્બન બજાર કહેવાય છે.
કાર્બન બજારમાંના બીજા વ્યાપાર એકમો
યોજના હેઠળ બીજા એકમો જેને સ્થળાંતરિત કરી શકાય છે, CO2ના એક ટનને સમાન પ્રત્યેક, નિમ્નલિખિત રૂપે હોઈ શકે છે:
પ્રોટોકોલના લેખ 12માં વ્યાખ્યાયિત, સ્વચ્છ વિકસિત કાર્યપદ્ધતિ (CDM) એ વિકસિત દેશોમાં ઉત્સર્જન-ઘટાડો પ્રકલ્પનો અમલ કરવા માટે ક્યોટો પ્રોટોકોલ હેઠળ ઉત્સર્જન-ઘટાડો કે ઉત્સર્જન-મર્યાદાની પ્રતિબદ્ધતા સાથેના દેશોને માન્ય કરે છે. આવા પ્રકલ્પો CO2ના એક ટનને સમાન પ્રત્યેક વેચાણ યોગ્ય પ્રમાણિત ઉત્સર્જન ઘટાડા (CER) ક્રેડિટો રળે છે, જેની ગણતરી ક્યોટો લક્ષ્યોને પરિપૂર્ણ કરવા તરફ કરી શકાય છે.
ઉદાહરણ તરીકે, CDM પ્રકલ્પ કાર્યોમાં સોલાર પેનલોનો ઉપયોગ કરીને એક ગ્રામીણ વિદ્યુતીકરણ પ્રકલ્પ અથવા વધારે ઉર્જા-કાર્યક્ષમ બોઈલરોના સંસ્થાપનનો સમાવેશ થઈ શકે છે. કાર્યપદ્ધતિ નિરંતર વિકાસ અને ઉત્સર્જન ઘટાડાને ઉત્તેજના આપે છે, જ્યારે ઔદ્યોગિકીકરણ દેશોને તેમના ઉત્સર્જન ઘટાડા અથવા મર્યાદા લક્ષ્યોને કેવી રીતે પરિપૂર્ણ કરવા તેમાં અમુક લવચીકતા આપે છે.
CDM પ્રકલ્પે જે જોવા મળ્યા છે તેના કરતાં અધિકત્તમ હોય તેવા ઉત્સર્જન ઘટાડાઓ પૂરા પાડવા જરૂરી છે. પ્રકલ્પો કઠોર અને સાર્વજનિક નોંધણી અને નિર્ગમન પ્રક્રિયામાંથી પસાર થવા જરૂરી છે. નિર્દિષ્ટ રાષ્ટ્રીય અધિકારીઓ દ્વારા મંજૂરી આપવામાં આવે છે. CDM પ્રકલ્પના કાર્યો માટે સાર્વજનિક નિધિયનના પરિણામે સત્તાવાર વિકાસ સહાયમાં વિભાજન ન થવું જોઈએ.ક્યોટો પ્રોટોકોલના લેખ 6માં વ્યાખ્યાયિત કાર્યપદ્ધતિને “સંયુક્ત અમલીકરણ” કહેવાય છે, જે ક્યોટો પ્રોટોકોલ હેઠળ ઉત્સર્જન ઘટાડા અથા મર્યાદા પ્રતિબદ્ધતા સાથેના એક દેશને બીજા દેશમાંના ઉત્સર્જન-ઘટાડા અથવા ઉત્સર્જન સ્થાનાંતર પ્રકલ્પમાંથી CO2ના એક ટનને સમાન પ્રત્યેક ઉત્સર્જન ઘટાડાના એકમો(ERUs) ઉપાર્જીત કરવાની માન્યતા આપે છે, જેની ગણતરી તેના ક્યોટો લક્ષ્ય પરિપૂર્ણ કરવા તરફથી થઈ શકે છે.
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/18/2020