એ મહાન દેશ ભારત ૧ સ્વચ્છતા અંગે વડાપ્રધાને ઝાડુ લઈને નીકળવું પડે ? અભિયાનો ચાલે હું નાગરિક, આપણે નાગરિકો સ્વચ્છતાના આયામો સિદ્ધિ કરવા સ્વયં સ્વચ્છતા સંસ્કાર સંચિત કરીએ નૈતિક કર્મયોગ બનાવીએ
બ્રહ્માંડની રચનામાં શુદ્ધતા, સ્વસ્છતા, શ્રેષ્ઠતા છે નિસર્ગ મારી તમામ જરૂરિયાત પૂર્ણ કરે છે. વિશ્વના ઈતિહાસમાં વિવિધ પ્રજાઓની ક્રાંતિલ વિકસિત દેશોના વિકાસમાં સ્વચ્છતા પાયામાં રહી છેઈ જેના બહુલક્ષી પરિણામો/આયામો મેળવ્યા છે.
હું સ્વચ્છતા વિશે
ચિત (મન) શરીર, વસ્ત્ર, ઘર, રહેણીકરણી, કાર્યસ્થળ, ગામ, શહેર, રાજ્ય,દેશ, વેશ્વિક સ્વચ્છતા પાળીશ અને મારો નાગરિકધર્મ બજાવીશ. સ્વચ્છતા અને સુવ્યવસ્થા એકબીજાના પર્યાય માટે સ્વસ્છતાના અનુગ્રહ માટે કઠોર બનીશ, પાલન કરીશ અને કરાવીશ. જીવનમાં સાદાઈ,ચોખ્ખાઈના ગુણ વિક્સાવીશ, ઘરમાં કે અન્ય જગ્યાઓએ બિનજરૂરી વસ્તુઓનો યોગ્ય નિકાલ અને સુવ્યવસ્થિત ગોઠવણી રાખીશ પ્લાસ્ટિકનો ઉપયોગ મહદ અંશેજ કરીશ બાથરૂમ/ટોઇલેટની સફાઈ જાતેજ કરીશ, ઉર્જા ઉપકરણો, ઇંધણનો વિવેકપૂર્ણ ઉપયોગ જાહેર સંશાધનોની જાણવણી,ધ્વની મર્યાદા જાળવીશ,નદીને જાહેર કચરા પેટી નહી બનાવી સાથે જમીન અને સાગરને સ્વસ્છ રાખવા પ્રયત્નશીલ રહીશ, સગા,સ્નેહીજનો જ્ઞાતિજનો વિવિધ સમાજોને વ્યક્તિગત સંપર્કથી પરામર્શથી સ્વચ્છતા , ચોખ્ખાઈ સાથેની રહેણીકરણી, સુવ્યવસ્થા બાબતે પરીવર્તન લાવીશ, વધુ લોક્જ્ગૃતિ માટે વિવિધ જ્ઞાતિસમાજો ધર્મ સંપ્રદાયઓ કે સંસ્થાઓ મારફત આદર્શ પાત્ર ધર્મિક વડા, જાહેર પ્રતિનિધિ, સમાજના આગેવાનો, આદર્શપાત્ર નાગરિકો મારફત જાગૃતિ લાવી પરિણામો મેળવીશું.
હું સ્વચ્છતાની એપ્સનો યુજર્સ અને ડિજિટ ઇન્ડિયાનો ભાગ બનીશ. ભારત સરકારની સ્વચ્છ ઓફીસ એસઓપીને અનુસરીશ કોમન ટ્રાન્સપોર્ટ સીસ્ટમ હોસ્પિટલ્સ પબ્લિક પ્લેસ કે જ્યાં વધુ માનવીય અવરજવરના સ્થળોએ સ્વસ્છતા જાગૃતિલ મોનીટરીંગ અને સીસ્ટમ ડેવલપ કરીશું. યુથ ટીમ બનાવી હેરિટેજ સ્થળોનો સર્વે અને જાણવણી પર પ્રોજેક્ટરૂપે કામગીરી કરીશ. ઉપાર્જિત ધનનો અમુક હિસ્સો સ્વચ્છતા માટે ખર્ચીશ. કારખાનાઓ માંથી નદીઓમાં ભળતું ગંદુ પાણી, વાતાવરણને પ્રદુષિત કરતા પરિબળો સામે લડીશ, તો વોકળાં,નદી,નાળા, તળાવ જળવાઈ રહે તેની સફાઈ અને ઊંડાઈ પહોળાઈ જળવાઈ રહે તે માટે જાગૃત રહીશ.
આપણા દેશની પરિસ્થિતિએ જાહેર કે ખાનગી સ્થળોએ સ્વચ્છતાની ચોક્કસ અમલવારી અર્થે ગ્રુહખાતું,પોલીસતંત્રને જવાબદારી સોપાઈ તો વ્યક્તિગત અનુશાસન દ્રઢ બનશે અને વિશેષ પરિણામો મેળવી શકીશું. દરેક રાજ્યોમાં અલાયદુ સ્વસ્છતા મંત્રાલયલ મંત્રી અને સચિવથી જીલ્લા ક્ક્ષાસુધી અધિકારી આ ક્ષેત્રમાં રસ પૂર્વક પરિણામલક્ષી સ્વચ્છતાના તમામ આયામો પ્રાપ્ત કરે તે બાબતે પત્ર લખીશ.
હું સ્વચ્છતા કામદારોને સન્માન આપીશ પ્રોત્સાહિત કરીશઈ સ્વચ્છતા ક્ષેત્રે કાર્યરત વ્યક્તિલ સંસ્થા કે સરકારને મદદરૂપ થઈ શઈ પ્લાસ્ટિક બેન્ડ માટે પ્રયત્નશીલ રહીશ, સ્લમ, છેવાડાના વિસ્તારોમાંથી ગંદકી નાબુદી માટે કાર્ય કરીશ.
સ્વયં મન અને વિચારો પર બિનજરૂરી (દ્રશ્ય અને શ્રાવ્ય) ચીજોથી દુર રાખી ચિતને સ્વસ્છ રાખીશ જાગૃત રહીશ, શુદ્ધ બોલીશલ શ્રેઠ અને સ્વસ્છ ગ્રહણ કરીશ. અઠવાડીક શ્રમયજ્ઞ કરીશ, અન્યોને સાથે જોડીશ. વધુમાં વધુ વૂક્ષો ઉછેરીશ, સ્વ બચતમાંથી રોપાઓનું વિતરણ કરીશ.
આમલ સ્વચ્છતાને સહજ જીવનમાં વણી લઇ નિસર્ગનું ઋણ ચુકવવા સંસ્કારોરૂપે વાવીશ ખુશીઓની જેમ સ્વચ્છતા વહેચીશ શ્રેષ્ઠ વારસો આપીશ જવાબદાર નાગરિક બનીશ
લેખક અર્જુન કૃષણ આહીર, જુનાગઢ 98257 82282
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 7/6/2020