অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

હરિત માર્ગ

હરિત માર્ગ

ગ્લોબલ વોર્મિંગને સૌ કોઇ વૈશ્વિક સમસ્યા તરીકે જાણે છે અને વાતાવરણમાં આવતું પરિવર્તન હવે દંતકથા રહ્યું નથી. સમગ્ર વિશ્વની વિવિધ સરકારો ગ્લોબલ વોર્મિંગને નાથવા પોતપોતાની રીતે પ્રયાસો કરી રહી છે. પરંતુ સરકારોના જ પ્રયાસો અને યુનાઇટેડ નેશન્સના પ્રયત્નો જ તેની માટે પુરતાં નથી. દરેકે દરેક વ્યક્તિએ પૃથ્વીને બચાવવાં શક્ય હોય તે બધું જ કરી છુંટવું જોઇએ.
લોકો દિવાળીમાં ફટાકડા ન ફોડવાની અપિલ કરે છે પરંતુ શું એ પરુતું છે ખરું/ આવા નાના પગલાં જરૂર કાર્બન ફૂટપ્રિન્ટને ઘટાડમાં મદદરૂપ થઇ શકે છે પરંતુ હવે મક્કમ પગલાં લેવાનો સમય આવી ગયો છે. પ્રત્યેક વ્યક્તિએ જ નહિં પરંતુ બાંધકામ કંપનીઓ પણ કાર્બન ઉત્સર્જન માટે જવાબદાર છે. માટે વધુને વધુ લોકો ઇકો-ફ્રેન્ડલી આવાસોની તરફેણ કરી રહ્યાં છે. તેને અર્થ એ નથી કે છાપરાવાળાં ઘરમાં રહેવું, બિલ્ડીંગ અને બંગ્લોઝ પણ ઇકો-ફ્રેન્ડલી રીતે બનાવી શકાય છે. એમઇપી એન્ડ ગ્રીન બિલ્ડીંગ કન્સલટન્ટ પંકજ આર. ધારકરે જણાવ્યું હતું કે, બિલ્ડીંગ પણ સમાજનો મહત્વનો ભાગ છે પરંતુ તેમાં કુદરતી સ્ત્રોતોનો નોંધપાત્ર ઉપયોગ થતો હોવાથી પર્યાવરણ ઉપર તેની ઘણી મોટી અસરક થાય છે. 50-10 વર્ષ ટકતી બિલ્ડીંગો તેના આ સમયગાળામાં સતત ઉર્જાનો ઉપયોગ કરે છે અને CO2 ઉત્સર્જીત કરે છે. બાંધકામ ઉદ્યોગ વધુ સારી ઉર્જાક્ષમતા અને ઇકો ફ્રેન્ડલી બિલ્ડીંગ બનાવી પર્યાવરણીય ફેરફારના જોખમને ઘટાડવામાં મહત્વની ભૂમિકા અદા કરી શકે છે. ડિઝાઇન અને ગ્રીન બિલ્ડીંગ એ પર્યાવરણીય ફેરફારોની સામે લડવાનો સૌથી કારગત ઉપાય છે, કારણ કે આજે એવી ગ્રીન ટેક્નોલોજી ઉપલબ્ધ છે. જ્યારે બિલ્ડીંગ ડીઝાઇન કરાય છે અને સુવ્યવસ્થિત જમીન, મેટિરીયલ્સ, ઉર્જા અને પાણીની મદદથી ગ્રીન બિલ્ડીંગ તરીકે તેની સંભાળ લેવાય તો કુલ ઉત્સર્જનમાં નોંધપાત્ર ઘટાડો થાય છે અને તેથી પર્યાવરણને થતી અસર ઘટાડી શકાય છે
હવે ઇકો-ફ્રેન્ડલી મકાનોની માગ વધી છે ત્યારે બાંધકામ કંપનીઓએ તેની માગને સંતોષવા જવાબદારીપૂર્વક વર્તવું પડશે. ભાર્ગવ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના મેનેજીંગ ડાયરેક્ટર સિદ્ધાર્થ કંથારીયાએ જણાવ્યું હુતં કે, ઓછી કાર્બન ફૂટપ્રિન્ટ ઉત્સર્જીત કરતાં, ઉર્જા-કાર્યક્ષમ, હળવાં વજન અને બિલ્ડીંગના અસ્તિવકાળને વધારતાં સરસામાનના ઉપયોગથી મકાનો અને બિલ્ડીંગો બનાવવા જોઇએ. ઇકો-ફ્રેન્ડલી આવાસો ટકાઉ હોય છે અને ઉર્જા સંરક્ષણ કરે છે. આ આવાસો ઇકો-ફ્રેન્ડલી સરસામાનના ઉપયોગથી નિર્માણ પામ્યા હોવાથી વધુ સૌર અને પવન ઉર્જાનો વપરાશ કરવા અને પાણીની બચત કરે છે.
મેજીક્રીટ બિલ્ડીંગ સોલ્યુશનના મેનેજીંગ ડાયરેક્ટર સૌરભ બંસલે જણાવ્યું હતું કે, જ્યારે ઇકો-ફ્રેન્ડલી આવાસ બનાવવામાં સૌથી વધુ ફાળો દિવાલ માટેના સામાનનો હોવાથી હાઇ થર્મલ ઇન્સ્યૂલેશન ધરાવતી ઈંટોના સ્થાને હળવા વજનના બ્લોક(ફ્લાય એશ આધારીત એસીસી બ્લોક્સ)નો ઉપયોગ કરવાથી ઝડપથી બાંધકામ પણ થશે અને કાર્બન ફૂટપ્રિન્ટમાં પણ ઘટાડો થશે. એસીસી બ્લોકના ઉપયોગથી એરકન્ડીશનીંગ પરનું ભારણ ઘટવાથી વીજળીનાં બીલમાં 30 ટકા સુધીની બચત થશે. વળી ઇંટોના નિર્માણની સરખામણીમાં ફ્લાયએશથી બ્લોક નિર્માણમાં માત્ર 20 ટકા ઉર્જા જ વપરાશે. વધુમાં તમારું બિલ્ડીંગ મટિરીયલ્સ કેટલે દુરથી આવવાનું છે, મટિરીયલ્સ રિલાયકલ પ્રોડક્ટ છે કે નહિં તેને પણ ગણતરીમાં લેવું જોઇએ.
જેઓ આવાસો ધરાવે છે તેવા લોકો પણ ગ્રીન રિમોડલીંગને અપનાવી શકે છે. ગ્રીન રિમોડલીંગમાં નવા મટિરીયલ્સનો ઉપયોગ ઘટાડી વર્તમાન માળખાનો જ લાભ લે છે. નાના પણ ઇકો-ફ્રેન્ડલી પગલાંથી અને ગ્રીન હોમ્સનાં બાંધકામથી ગ્લોબલ વોર્મિંગ સામે લડવું પ્રમાણમાં સરળ છે તે વાત નક્કી.

સ્ત્રોત: નવગુજરાત સમય

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/4/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate