ગ્રામીણ ઉર્જા જરૂરિયાતોની પ્રક્રિયાઓનો સ્ત્રી સ્વાભાવિક ભાગ છે,કારણકે તેઓ જીવનાવશ્યક સુવિધાઓ માટેની જોગવાઈઓમાં જોડાયેલી હોય છે,જેવી કે ઘરગથ્થુ જરૂરિયાતો માટે સુરક્ષિત અને પર્યાપ્ત પાણી,ઢોરો માટે ચારો,ખેતીવિષયક પ્રવૃતિઓ અને બીજી આગળ ઘણી પ્રવૃત્તિઓ. સ્ત્રી અને ઉર્જાને મજબૂત સંબંધ છે.તેઓ જ એક છે જે તેનો ઉદ્ભવ કરવા અને તેનો ઉપયોગ કરવા માટે વધારે કામ કરે છે.આવી જ પ્રગતિની એક નવી દિશા આપણી ટ્રેડીશન ફોલો કરીને, પોઝીટીવીટી સાથે, સમાજને સાથે લઈને સકીના યાકુબીએ શોધી કાઢી છે.
ઉર્જાની મૂળભૂત જરૂરિયાતો પૂર્ણ કરવામાં જેમ કે બળતણ માટે લાકડું ભેગું કરવું.સ્ત્રીઓ અને બાળકોને બળતણ ભેગુ કરવા માટે ખુબજ મેહનત કરવી પડે છે. .ઈંધણના લાકડાની જ્યારે મર્યાદિત ઉપલબ્ધતા હોય છે,ત્યારે પરિવારની ખાવાની ટેવો બદલાય છે જે તેમની પોષણાત્મક આવશ્યકતાઓને પણ અસર કરે છે.સ્ત્રીઓ કૌટુંબિક ઘરકામમાં દિવસના છ કલાક વિતાવે છે તે સમયે નાના બાળકો તેમની સાથે રહે છે.અપર્યાપ્ત સંવાતન સાથેનો પરંપરાગત ચૂલામાં બિનકાર્યક્ષમ જૈવિક ઈંધણનો ઉપયોગ એ ગંભીર સ્વાસ્થય જોખમો ઊભા કરે છે,અને તે મોટાભાગના સ્ત્રીઓ,અને સ્ત્રી બાળકોને અસર કરે છે.આ ઉપરાંત તેમનો કિંમતી સમય પણ ,જે તેઓ પ્રોડ્યૂકટીવે /આર્થિક પ્રવૃત્તિ માં આપી શકે તે નથી ફાળવી સકતા.
મહિલાનો ને ઉર્જા ની સમસ્યા માં થી બહાર નિકળવા માટે બિન પરંપરાગત ઉર્જા સ્ત્રોત ખુબજ ઉપયોગી થઈ શકે.
ઉર્જા કાર્યક્ષમ નિર્ધૂમ (ઘુમાડા વગરના) ચુલાઓનો ઉપયોગ અને સ્વચ્છ કરવાવાળા ઈંધણોનો ઉપયોગ જેવા કે સોલાર અને બાયોગેસ એ શક્તિશાળી ઉપાયો છે .સૂર્ય ઉર્જા થી બહેનો આર્થિક પ્રવૃતિઓ પણ કરી શકે છે જેમ કે ભરતકામ.સૂર્ય ઉર્જા જેમાં મેળવી શકાય તેવા સાથનો જેવાકે સોલાર ફાનસ,સોલાર હોમે લાઈટ સિસ્ટમ, જેનાથી લાઈટ અને પંખા બંને ચાલે, સોલાર સ્ત્રીત લાઈટ, વિગેરે...વળી ફાનસ ની જ્યાં લયી જવું હોય ત્યાં લઈ જઈ શકાય છે.બેનો આ ફાનસ ના અજવાળે ભરતકામ કરી શકે અને તેમાંથી આવક મેળવી શકે છે.આપણા દેશમાં અત્યારે સોલાર ઉર્જા ના ઉપયોગ માટે ખુબજ અનુકૂળતા છે.સરકાર ની વિવિધ યોજના માટે geda નો સંપર્ક કરી વધુ જાણકારી મેળવી શકાય.
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/7/2020