પ્રસિધ્ધ યાત્રાધામ અંબાજીમાં આજે રાજ્યના મુખ્યમંત્રી મંદિર ટ્રસ્ટ દ્વારા કરોડો રૃપિયાના ખર્ચે યાત્રિકોની સુવિધા માટે તૈયાર કરવામાં આવેલ કામોને પ્રજા માટે ખુલ્લા મુકશે. જેથી યાત્રિકોને સરળતાથી સુવિધાયુક્ત દર્શન કરી શકશે.
મુખ્યમંત્રી પ્રાપ્ત સુત્રોના જણાવ્યા અનુસાર દાંતા ખાતે હેલીકોપ્ટરનું ઉતરાણ કરી મોટર માર્ગે બપોરના સુમારે તેઓ અંબાજી આવશે. જ્યાં સૌ પ્રથમ જગતજનની માં અંબાના દર્શન-પુજા-અર્ચના કર્યા બાદ યાત્રિકોની સુવિધા માટે બનાવવામાં આવેલ સંકુલના વિસ્તૃતિકરણ અને સૌંદર્યકરણ જે ૧૧ કરોડના ખર્ચે બનાવવામાં આવેલ છે. તે માર્ગને ખુલ્લો મૂકશે. ત્યારબાદ ગબ્બર પર્વત પર નિર્માણ પામેલ ૫૧ શક્તિપીઠ પર બનાવવામાં આવેલ પાવરપેક સોલાર સીસ્ટમનું લોકાર્પણ કરાશે. ત્યારબાદ મંદિરથી ખોડીવડલી સુધીના વી.આઈ.પી. માર્ગ કે જે ૬૧ લાખના ખર્ચે બનનાર છે તેનું ખાતમૂર્હત કરાશે. ત્યારબાદ તેઓ સીધા જી.એમ.ડી.સી. મેદાન જશે. જ્યાં ઉપસ્થિત જનમેદનીને તેઓ સંબોધશે. જેમાં મંદિર દ્વારા વિવિધ વિકાસ કાર્યો તથા રાજ્ય સરકાર દ્વારા થઈ રહેલા વિકાસકાર્યોથી પ્રજાને માહિતગાર કરશે. મુખ્યમંત્રી આવતાં હોઈ દેવસ્થાન ટ્રસ્ટ અને વહીવટીતંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવાઈ છે.
સ્ત્રોત: ગુજરાત સમાચાર
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/7/2020