অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

જૈવિક-ઉર્જા

બાયોગેસની ફરીથી શોધ- વિદર્ભના આધુનિક ખેડૂતોએ બાયોગેસ પ્લાન્ટને સુવિધાજનક બનાવ્યો

સિન્ધુતાઇ તાયાડે ફિડર દ્વારા પ્લાન્ટમાં ગાયના છાણને પાણીમાં પાતળું કરીને નાખે છે; વિજય ઇન્ગલે બાયોગેસ માટેની ટાંકીમાં નાખવામાં આવેલા પાતળા દ્વાવણનું મિશ્રણ કરે છે. ગત વર્ષે જ્યારે આકોલા જિલ્લાના ચિત્તલવાડી ગામના વિજય ઇન્ગલેએ તેની ડેરી માટે બાયોગેસ પ્લાન્ટ સ્થાપવાનું નક્કી કર્યું હતું ત્યારે, બધા લોકોને શંકા હતી. સરકાર દ્વારા બાયોગેસ પ્લાન્ટને સૌથી ચોખ્ખું અને સૌથી સસ્તું ઇંધણ હોવાને પગલે છેલ્લા 3 દશકાથી તેને પ્રોત્સાહન આપવામાં આવે છે અને પ્લાન્ટ સ્થાપવા માટે સરકાર દ્વારા સબસિડી આપવા છતાં પણ વિદર્ભ જિલ્લામાં તે યોજનાને આગળ વધારવામાં નિષ્ફળતા મળી હતી. આ બધા છતાં પણ કોઇપણ વ્યક્તિએ તેના ઘરની આસપાસ 400 મીટરના વિસ્તારમાં બાયોગેસ પ્લાન્ટની સ્થાપના થઇ શકે એ અંગે સાંભળ્યું પણ ન હતું; સામાન્ય રીતે બાયોગેસ પ્લાન્ટ ઘરની પાછળના ભાગે રસોઇઘરની નજીક સ્થાપવામાં આવે છે.

આ જ રીતે તેના બાજુના જિલ્લા બુલધાનાના ગામ તેંદુલવાડીમાં શ્યામરાવ દેશમુખ નામના ખેડૂતો 4 વર્ષ પહેલા આ જ પ્રકારની મુશ્કેલીનો સામનો કર્યો હતો. તેના ઘરના સભ્યોમાં વધારો થતા તેને ગાયના રાખવાની જગ્યાને ગ્રામ્ય વિસ્તારની બહાર લગભગ અડધા કિલોમીટર દૂર સ્થાપવાનું નક્કી કર્યું. વધતા જતાં એલપીજીના ખર્ચને ઘટાડવા માટે, દેશમુખે તેની ગાયોને રાખવાની જગ્યાની નજીક બાયોગેસ પ્લાન્ટ સ્થાપવાનું નક્કી કર્યું. અને તેની આજુબાજુ ઘણા લોકો એ પ્રોજેક્ટને પડતો મૂકવાની સલાહ આપી

આ બંને ખેડૂતો તેમ છતાં પણ તેના નિર્ણયને વળગી રહ્યા અને તેના પ્લાન્ટ પરની કામગીરી શરૂ કરી. તેમની સફળતાએ ટીકાકારોને તેમના માન્ય લોકોમાં ફેરવી નાખ્યા. હાલમાં ચિત્તલવાડીમાં બાયોગેસના 15 ચાલુ પ્લાન્ટ કાર્યરત છે. જ્યારે તેંદુલવાડીમાં ચાર. બીજા ઘણા લોકોએ પણ બાયોગેસ પ્લાન્ટ સ્થાપવા માટે અને સબસિડી મેળવવા માટે અરજી કરી છે. અધિકારીઓ પહેલા વિદર્ભ માટે એવું સમજતા હતા કે ગાયના છાણની અછતને કારણે જેને પગલે સબસિડી છતાં પણ બાયોગેસનું ઉત્પાદન ઓછું છે. પરંતુ અધિકારીઓની આ માન્યતાને ખોટી પૂરવાર કરીને ગ્રામ્ય વિસ્તારમાં મોટા પ્રમાણમાં પાલતુ પશુઓ ન ધરાવતા લોકો દ્વારા પણ બાયોગેસ પ્લાન્ટ સ્થાપવામાં આવ્યા છે.લોકોએ બાયોગેસની સામે આવેલા પડકારોનો આધુનિક રીતે ઉકેલ મેળવ્યો છે.

લૂપમાં આધુનિકીકરણ

સ્થળની વચ્ચેના અંતર સહિતની મુશ્કેલી સામે લડતી વખતે, દેશમુખે તેના મુખ્ય પ્લાનની ખાતરી કરવાનું નક્કી કર્યું. કારણકે, તેમને પહેલાથી જ રૂ. 9,000ના ખર્ચે 2 ક્યુબિક મીટરની મિશ્રણ ટાંકી તૈયાર કરી હતી, જેમાં ટપક સિંચાઇ માટે પીવીસી પાઇપને બદલે રબર પાઇપનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તેને જમીનની નીચે રાખવાને બદલે, આ પાઇપને ઘરમાં ઉપર ત્રણ શાખામાં વહેંચવામાં આવ્યો હતો. જેની કિંમત તેમને રૂ. 1,000 થઇ હતી. જરૂરી ભેજની જાળવણી માટે તેમને પાઇપને લૂપમાં બદલી નાખ્યો છે. જેને કારણે, તેના સ્થાનમાં એક સ્ત્રોત અને સુરક્ષા બંને જળવાઇ રહે, ગેસ કરતા વધુ ભારે હોવાને કારણે ભેજ લૂપમાં જ અટકી જાય અને તેનો ફ્લો ફરીથી મિશ્રણની ટાંકીમાં જ વહી જાય છે. દેશમુખના જણાવ્યા અનુસાર, ચાર વર્ષ થઇ ગયા છે તેમ છતાં પણ ભેજ જોવા મળે છે. સામાન્ય રીતે યુનિવર્સિટીના અધિકારીઓ દ્વારા કંઇ મુશ્કેલી થશે એવી ચેતવણી આપવામાં આવી હતી પરંતુ મને હજી સુધી કોઇપણ પ્રકારની મુશ્કેલી જોવા મળી નથી. આ પ્લાન્ટ છેલ્લા 6 વર્ષથી વધુ સમયથી તેના ઘરમાં સંપૂર્ણપણે રાંધણ ગેસનો પૂરવઠો પૂરો પાડે છે.

સફળતા દ્વિભાજનમાં રહેલી છે

દેશમુખની જેમજ, ઇન્ગલેએ પણ ટપક સિંચાઇના પાઇપનો ઉપયોગ કર્યો હતો, જે ઉપરથી લઇને ટી- સેક્શન સાથે જોડવામાં આવ્યું છે. જેમાંથી એક શાખા ગેસને ઘરમાં લાવે છે, જ્યારે બીજી શાખા નળ દ્વારા સીધી નીચે ઉતારવામાં આવે છે. ઇન્ગલેના જણાવ્યા અનુસાર, તેઓ સપ્તાહમાં એક વખત તેને ખોલે છે અને તેમાંથી ભેજ બહાર ખેંચે છે.

આ બધાની સાથોસાથ લગભગ 22 લોકો માટે રાંધણ ગેસ તથા નહાવા માટેનું ગરમ પાણી પણ પૂરું પાડે છે, આ ઉપરાંત ઇન્ગલેનો પ્લાન્ટ વધુ ગેસનું પણ ઉત્પાદન કરે છે કે, વર્ષમાં એક વખત ઉત્સવ દરમિયાન લગભગ 100 લોકો માટે 3થી 4 વખત જમવાનું બનાવી શકાય અને ડેરીમાં દૂધના ઉત્પાદનનો બનાવવા માટે દરરોજ 100 લિટર દૂધ પર પ્રક્રિયા કરી શકાય છે, તથા પશુ રાખવાના સ્થળે વીજળી પણ પૂરી પાડી શકાય છે. હર્ષા ઇન્ગલે માટે, ત્રણ ગાયના છાણમાંથી ઉત્પાદન થતો ગેસ બે પરિવારને ચલાવવા માટે પૂરતો છે. ઇન્ગલેના જણાવ્યા અનુસાર, “અમારી પાસે હજી વધારાનો ગેસ બચે છે અને અમે તેમાંથી ઘરમાં વીજળી પૂરી પાડવા માટે જનરેટર સ્થાપવા માટે આયોજન કરી રહ્યા છીએ.” તેમનો સંયુક્ત પરિવાર હાલના સમયે વર્ષે એલપીજી સિલિન્ડરના લગભગ રૂ.80,000 બચત કરી રહ્યા છે. ઇન્ગલેના આ આધુનિકરણને સ્વિકારનારા 15 ખેડૂતોમાંથી મોટાભાગના ખેડૂતો પાસે 3થી 4 પશુઓ જ છે.

ચિત્તલવાડીના અન્ય ખેડૂત મિલિંગ ઇન્ગલેએ જ્યારે જાણ્યું કે, તેની 3 ગાયોનું છાણ તેના ત્રણ વ્યક્તિ ધરાવતા પરિવારના ચલાવવા માટે ઘણું વધારે છે ત્યારે તેમને ખૂબ જ આશ્ચર્ય થયું હતું. મિલિંદના માતા, હર્ષા ઇન્ગલેના જણાવ્યા અનુસાર, “અમારી રાંધણ ગેસની જરૂરિયાત અને નહાવાના પાણીની જરૂરિયાતને પૂરી કરવા છતાં પણ અમારી પાસે વધારાનો ગેસ બચે છે. તેણી હવે, પ્લાન્ટમાંથી ગેસનું જોડાણ ખેતીના ઉપયોગમાં લેવા માટે આયોજન કરી રહી છે. લોકોએ જ્યારે બાયોગેસની આવી ફરીથી શોધને આવકારીને નજીકના ગ્રામ્ય વિસ્તારોમાં ખૂબ જ ઝડપથી ફેલાઈ રહ્યું છે.

ખેડૂતો એવું વિચારે છે કે, ડેરી ફાર્મથી પણ વધુ બાયોગેસ પ્લાન્ટ અને તેની સાથે જોડાયેલા આધુનિક સાધનો અંગે વધુ સારું માર્ગદર્શન પુરું પાડવું વધુ જરૂરી છે. સુધારા તરફી એક પગલું લાંબા અંતરના ગેસને પણ ફેરવવામાં મદદ કરી શકે છે. કારણકે મોટાભાગના ગામડાંઓમાં પરિવારના સભ્યોની સંખ્યા વધતા પશુ રાખવાના સ્થળને તેઓ ઘરથી દૂર અન્ય સ્થળે સ્થળાંતર કરી રહ્યા છે.

અંતર, ટોપોગ્રાફી, ઉપરાંત પાઇપલાઇનમાં આવતા વળાંકોને કારણે ગેસના દબાણ પર અસર પડે છે, એમ ઇન્ગલે કહે છે. વધુમાં તેઓ કહે છે કે, જે એક માટે કામગીરી કરે તે કદાચ બીજા માટે ન પણ કરે. એકધારું ગેસનું દબાણ જાળવવા માટે મારે પ્લાન્ટમાં કેટલું છાણ નાખવું જોઇએ, એ સમજતા મને લગભગ 2 માસ જેટલો સમયગાળો લાગ્યો હતો. ઉપરાંત કેવા પ્રકારના પાઇપનો ઉપયોગ કરવો જોઇએ એ અંગે કોઇપણ પ્રકારનું માર્ગદર્શન પ્રાપ્ય ન હતું. મેટલ અને પીવીસી પાઇપ ખૂબ જ ખર્ચાળ હતા ને તેને જમીનની નીચે સ્થાપવી જરૂરી હતી. તેમ છતાં હું ટપક સિંચાઇના પાઇપનો ઉપયોગ કરું છું જે થોડું જોખમી છે. ઇન્ગલે એ એવું પણ કહ્યું કે, સરકારે સબસિડીના દરમાં વધારો કરવો જોઇએ. હાલ 2 ક્યુબિક મિટરની ટાંકીના પ્લાન માટે સરકાર દ્વારા રૂ. 8,000ની સબસિડી આપવામાં આવે છે, જે ફક્ત રાંધણ ગેસના ઉત્પાદન થાય એટલું જ છે. ઘરના પાંચથી સાત સભ્યોની ઇંધણની જરૂરિયાત પૂરી કરવા માટે સામાન્ય રીતે 6 ક્યુબિક મિટર ટાંકીની જરૂરિયાત રહે છે.

ઇંધણમાં લાકડું અપૂરતું છે અને એલપીજી સિલિન્ડર ખૂબ જ મોંઘા છે, તો વિદર્ભના ઘણા ખેડૂતો હવે બાયોગેસ મેળવવા માટે તૈયાર છે. અસરકારક, લાંબા સમય સુધી ચાલનારા આ ઊર્જા સ્ત્રોતના યોગ્ય ઉપયોગ માટે તેઓને નાની મદદની જરૂર છે.

સ્ત્રોત : ડાઉન ટુ અર્થ

 

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/7/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate