સૂર્યના ગોળામાં ૭૩ ટકા હાઇડ્રોજન, ૨૫ ટકા હિલિયમ અને બાકીના બે ટકામાં કાર્બન, નાઇટ્રોજન, સલ્ફર, સિલિકોન વગેરે ૫૦ જેટલાં દ્રવ્યો હોય છે. સૂર્યના પેટાળમાં પ્રચંડ ગરમીને કારણે આ દ્રવ્યોમાં સતત રાસાયણિક પ્રક્રિયાઓ થતી રહે છે.
આ પ્રક્રિયાને કારણે સૂર્યની સપાટી સતત પ્રવૃત્તિશીલ રહે છે અને જાતજાતનાં પરિબળો ઉત્પન્ન થાય છે. તેમાં સૌર પવન પણ હોય છે. સૌર પવન એ ખરેખર પવન નથી પરંતુ સૂર્યના પ્રચંડ ઉષ્ણ તાપમાનને કારણે હાઇડ્રોજનના અણુઓ પ્લાઝમામાં રૃપાંતર થાય છે અને તેમાંથી પ્રોટોન અને ઇલેકટ્રોનના કણો પવનની જેમ બહાર ફેંકાય છે.
આ કણોના સમૂહને સૌર પવન કહે છે. આ પવન સાદા પવનની જેમ રસ્તામાં આવતી ચીજોને અવરોધે છે. સૌર પવન બ્રહ્માંડમાં દૂર સુધી ફેલાય છે. પૃથ્વી સુધી પણ પહોંચે છે. પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર આ પવનોને પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશવા હેતું નથી.
સૂર્યથી પ્રાપ્ત થતી ઊર્જાને ગ્રીન એનર્જી માનવામાં આવે છે. જોકે હાલમાં જ થયેલા એક સંશોધને આ ગ્રીન એનર્જી વિરુદ્ધ કેટલાય સવાલો ઊભા કર્યા છે. શોધમાં એવું દર્શાવવામાં આવ્યું છે કે સોલર એનર્જી ઉત્પન્ન કરતા ઉપકરણોના કચરાને પણ ભવિષ્યમાં નષ્ટ કરવા માટે પ્રશ્ન ઊભો થશે.
સિલિકોન વેલિ ટોિકસક કોલશિનની શીલા ડેવિસ કહે છે કે ‘સોલર એનર્જી ઉત્પન્ન કરતા ઉપકરણોની બનાવટમાં વપરાતા સાધનોને બદલવામાં નહીં આવે તો તે ભવિષ્યમાં સમસ્યા ઊભી કરશે’. હાલમાં સોલર પેનલ બનાવવા માટે કેડમિયમ, સેલેનિયમ, સલ્ફર હેકસાકલોરાઇડ અને સિલિકોન ટેટ્રાકલોરાઈડ જેવા ખતરનાક પદાર્થોનો ઉપયોગ થાય છે. સામાન્ય રીતે સોલર એનર્જી ઉત્પન્ન કરતા સાધનોની વય મયૉદા ૨૦ વર્ષ હોય છે. ત્યાર પછી આ પદાર્થોને જ્યારે નષ્ટ કરવામાં આવે છે ત્યારે વાતાવરણમાં ઝેરીલા રસાયણો ફેલાય છે. જોકે હવે સોલર પેનલ બનાવવા વપરાતી થિન ફિલ્મથી લઈને દરેક પ્રોડકટ બદલાવા લાગી છે. વૈજ્ઞાનિકો માને છે કે તેનું પ્રમાણ જોઈએ તેટલું નથી. શીલા વધુમાં કહે છે કે ‘સૌર ઊર્જા ઉત્પન્ન કરતા ઉપકરણોથી ફેલાતું પ્રદૂષણ આવાનાર સમયની સૌથી મોટી સમસ્યા સાબિત થશે’.
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/7/2020