સૌર-ઊર્જા ઈજનેરો તરીકે પ્રશિક્ષિત હોવાના કારણે ગ્રામીણ ભારતમાંની સ્ત્રીઓ પૃથક વિસ્તારોમાં વિજળી રજૂ કરવા સમર્થ બને છે.
કમલા દેવી બેરફુટ કોલેજમાંથી સોલાર ઈજનેર તરીકે સ્નાતક થનારી રાજસ્થાનની પ્રથમ મહિલા હતી. તેજસ્વી પીળા અને નારંગી રંગની સાડીના છેડાને તેના માથાથી મક્કમતાથી બાંધીને સુરક્ષિત કરતી, સંતોષ દેવી તેના ઘરના છાપરા પર તેના સૌર પેનલો સાફ કરવા માટે ચઢી. ચળકાટ મારતા, દર્પણિત પેનલો, જેણે તેણીએ ગયા વર્ષે પોતાની જાતે સ્થાપિત કર્યા હતા,તે તેના ગામના સામાન્ય એક-માળવાળા ઘરોની સામેનું આકર્ષક દ્રશ્ય છે. તે રાજસ્થાનના રૂઢિચુસ્ત વિસ્તારની 19 વર્ષની, અર્ધ-સાક્ષર મહિલા છે જેણે દેશની પ્રથમ દલિત સૌર ઈજનેર બનવા માટે ભારતના કઠોર જાતિતંત્રને તોડ્યું છે તે કંઈ ઓછું વિલક્ષણ નથી.
મોટી થતાં, સંતોષને તેના ગામના ઉપલી જાતિના લોકોથી બચવું પડતું હતું અથવા તેમની હાજરીમાં પોતાના ચહેરાને ઢાંકી દેવો પડતો હતો. આજે,તેજ લોકો તેની મદદ માંગે છે."તેમના માટે, હું એક સૌર ઈજનેર છું જે લાઈટની ગોઠવણો કરે છે અને તેની મરામત કરી શકે છે," તેણીએ કહ્યું. "જ્યારે ઉપલી જાતિના લોકો પસાર થતા ત્યારે જમીન પર નીચું જોવાથી આજે તેમની આંખોમાં જોવું, મને ક્યારેય આવી કલ્પના નહોતી કે આ શક્ય બનશે."
જયપુરથી 100કિ.મીની, તિલોનીઆની બેરફુટ કોલેજમાં સંતોષને સૌર ઈજનેર તરીકેનું પ્રશિક્ષણ મળ્યું હતું. ગ્રામીણ લોકોને કૌશલ્યો શીખાડવા માટે જેના સાથે તેઓ લિંગ,જાતિ,માનવજાતિ,ઉંમર કે શિક્ષણની પરવા કર્યા વગર તેમના ગામોને પહોંચાડે શકે તે માટે સંજીત ”બંકર” રોય દ્વારા 1972માં કોલેજની સ્થાપના થઈ હતી. કોલેજ, આઠ એકરમાં વિસ્તરેલી, સંપૂર્ણપણે સૌર ઉર્જા પર ચાલતી, બેરફુટના સોલાર ઈજનેરો દ્વારા નિયંત્રિત હતી. સૌર અભ્યાસક્રમને 2005માં પ્રસ્થાપિત કરવામાં આવ્યો હતો, તે સમયથી 300થી પણ વધારે બેરફુટ સૌર ઈજનેરોએ ભારતભરના 13,000થી પણ વધારે ઘરોમાં વિજળી લાવી છે. આગળ અફઘાનિસ્તાનથી યુગાંડા સુધીના 120થી પણ વધારે ગામોમાંના,6,000 પરિવારોને પણ સમાન રીતે વિજળી આપવાની છે.
જે ગામો દુર્લભ, દૂરવર્તી અને વિદ્યુતીકરણ ન કરેલા હોય તેઓને જ માત્ર સૌર પાવર માટે ધ્યાનમાં લેવામાં આવે છે. સ્ટીક ફેન્સ દ્વારા ઉલ્લેખિત, સંતોષનું સવિશેષ રીતે પ્રબળ દલિત ગામ, બાલાજી કી ધાની, એ અર્ધ-શુષ્ક જમીનના પાંચ એકરમાં ફેલાયેલા અંદાજે 20 માટીના ઘરોથી બનેલું નાનકડું ગામ છે. 20મી સદીના ગ્રામીણ સ્થાપના અસંગત તત્વ તરીકેનું એકમાત્ર હતું સિમેન્ટથી બનેલું ઘર-જે ગામમાં એકમાત્ર હતું - જ્યાં સંતોષ તેના સાસુ-સસરા, દીકરા અને પતિ સાથે રહેતી હતી.ઘરમાં બે રૂમો,આંગણામાં બે કાચી માટીની ઝૂંપડીઓ-એક બકરી, બીજી બાજુ એક રસોડું-અને ત્રીજો રૂમ સંતોષના કાર્યસ્થળ તરીકે પ્રવૃત હતો. તેણી દિવસના લગભગ 6 કલાક સૌર ફાનસોની મરામત કરવામાં વિતાવતી હતી. સંતોષે ઘર તેણીના સૌર ઈજનેર બનવા પર બનાવ્યું હતું. તેણીના કારણે, ગામના બીજા પરિવારોમાં પણ સૌર પાવર છે.
બેરફુટની બનાવટ હેઠળ, તે કેરોસીન, બેટરીઓ, લાકડું અને મિણબત્તીઓ પર તેમને ગાળવા પડતા પૈસાને આધારે માસિક શુલ્ક ચૂકવતા હતા. અમુક પૈસા સૌર ઈજનેરના માસિક પગાર માટે જતા હતા, અને બાકીના ઘટકો અને મશીનોના છૂટક ભાગો માટેની ચૂકવણીમાં જતા હતા. છોટી દેવી, તેના અંતિમ 60ના દાયકામાંની એક ઉપલી જાતિની હિંદુએ સંતોષની નિકટતમ પડોશી હતી. તે તેણીની સૌર ફાનસો વિશેની ઉત્તેજનાઓને રોકી શકતી નહોતી."પ્રકાશ સાથે, રાતના પથારી કરવી સરળ બને છે. ચોમાસાની ઋતુ દરમ્યાન ઘણા ઝેરી જીવજંતુઓ આમતેમ ફરતા હોય છે,પણ હવે રાતના અમારી પાસે પ્રકાશ છે એટલે હવે અમે બહુ ચિંતા કરતા નથી. સાંજના ઢોરઢાંખરોને ઘરે પાછા લાવતા સમયે ફાનસો તેમનું યોગ્ય રીતે રક્ષણ કરવામાં પણ અમારી મદદ કરે છે." તેણી કહે છે.
ગ્રામીણ ભારતની પરંપરા તરીકે, સ્ત્રીઓ ઘરનું ઢગલા કામ અને ખેતીવિષયક મજૂરી કરે છે. જોકે સંતોષે ખેતરોમાં ત્યાર પછી કામ કર્યુ નહોતું, ઘરે તે લગાતાર વ્યસ્ત રહે છે. જો તે તેના 17 મહિનાના બાળકની સંભાળ ન કરતી હોય તો, તેણી ઢોરોને દોહે છે, પશુઓને ચારો આપે છે, ઘરેથી જઈને નાની અનાજની દુકાન પર ગ્રાહકોને જુએ છે અને સૌર ફાનસોને દુરસ્ત કરે છે. તે હાજર જવાબી અને આત્મવિશ્વાસી છે, પણ તે ઉમેરે છે કે કોલેજનો પ્રથમ દિવસ ડરાવણો હતો. "મને લાગ્યું કે હું ક્યારેય પણ કાંઈપણ સમજી નહી શકીશ-મારી જાત પર કરવા માટે મને છોડી દેવામાં આવી. મને ખબર પણ ન હતી કે રાતના આપણા ઘરોને પ્રકાશિત કરવા સૂર્યપ્રકાશનો ઉપયોગ કરી શકીએ છીએ...હું બીજા ગ્રામ્યજનોની જેમ આશ્ચર્યચક્તિ હતી."
તેના બેરફુટ સૌર ઈજનેર બનવા પર, પરિવારની કુલ આવક બમણી થઈ ગઈ હતી. "પહેલા,હું પૂરો દિવસ ખેતરોમાં કામ કરતી હતી અને પછી ઘરે ઝડપથી ભાગતી હતી જેથી કરીને હું રાતનું જમવાનું બનાવી શકું જ્યારે હજી પણ સૂર્યપ્રકાશ રહેતો હતો. મને ભાગ્યેજ શ્વાસ લેવા માટેનો સમય મળતો હતો.," સંતોષ કહે છે. બેરફુટ કોલેજ પર, સ્ત્રીઓ રંગ-સાંકેતિક ચાર્ટનો ઉપયોગ કરીને સાંભળવા અને યાદ કરવા દ્વારા શીખે છે જે તેમની વાંચ્યા કે લખ્યા લગર વાયરોના સ્થાન-વિનિમય અને જોડાણને યાદ રાખવામાં મદદ કરે છે.
દૂરવર્તી, દુર્લભ, બિન-વિદ્યુત વિસ્તારોમાંની 35ની ઉપરની કોઈપણ સ્ત્રી જો તેણીના ગામથી પ્રોત્સાહિત હોય તો આંતર્રાષ્ટ્રીય અભ્યાસક્રમ માટે નામ લખાવી શકે છે. વર્ગને વિશાળ, સમચોરસ કાર્યસ્થળમાં સંચાલિત કરવામાં આવ્યો છે. મધ્યમાંથી પસાર થતા લાંબા વર્કટેબલ સાથે જેમાં સ્ત્રી તેના વ્યક્તિગત રંગીન કાગળો અને પેનલો સાથે બેસે છે.
બાલાજી કી ધાનીમાં પાછા જઈએ તો, સંતોષ તેના છાપરા પરથી નીચે ઉતરે છે અને તેણીના પરિવાર માટેની સભ્ય આકાંક્ષાઓને તેણી પરાવર્તિત કરે છે: એક ટેલીવિઝન, આટો બનાવવા માટેનું ગ્રાઈન્ડર, અને તેના પતિ માટે એક મોટરબાઈક, જેને દરરોજ કામ માટે 10 કિ.મી ચાલવું પડે છે. તેની આજીવિકા માટે તેણી તેના પ્રશિક્ષણનો આભાર માને છે, આ નાની સુખસગવડો હવે તેની પહોંચની અંદર છે. "મેં ક્યારેય વિચાર્યુ નહોતુ કે હું ઈચ્છવા જોગ કંઈપણ કરી શકીશ," તે ગર્વપૂર્વક કહે છે.
સ્ત્રોત : The Guardian
રાષ્ટ્રીય સંશોધન વિકાસ નિગમ મારફતે કેરળની સરકાર માટે પ્લાન્ટ ઉર્જા તંત્ર દ્વારા સોલાર ફિશ ડ્રાઈંગ તંત્રની સ્થાપના થઈ છે, ક્વીલોન નજીકના શક્તિકુલનકરા બંદર પરનો ભારત સરકારનો ઉદ્યમ એ સંતોષકારક પરીણામ ઉપજાવી રહ્યો છે.
90મી. ક્ષેત્રમાં વિસ્તરેલા અંદાજીત `25,00,000/ની કિંમત પર સ્થાપના કરવામાં આવી છે,તે સૌર હવા સંગ્રહક એ બાયોમાસ ગરમ વાયુ જનરેટર અને સૂકવવાના પ્રાચલોની સંપૂર્ણ સ્વચાલન સાથેના પુન:પ્રસરણ સ્ટેઈનલેસ સ્ટીલ ડ્રાઈરનું બનેલું છે. તાસકો સાથેની ટ્રોલીઓમાં પ્રતિ બેચ લગભગ 500 કિ.ગ્રા માછલી લાદી શકાય છે. માછલીના આધારે સૂકવવાનો સમય 4 કલાકથી 12 કલાક સુધીમાં બદલાતો રહે છે. સૂકાયેલું ઉત્પાદન એ હવાબંદ અને EU ધોરણોની સ્વાસ્થય સુવિધાઓને અનુરૂપ છે. પ્રકલ્પના વિકાસકો દ્વારા કરેલા દાવા મુજબ સ્થાપનથી લઈને પ્રકલ્પનું અગાઉથી પરિણામ રોકાણની 45% આર્થિક બચત છે. આ સફળતા સાથે,રાષ્ટ્રીય મત્સ્ય દેવ બોર્ડ આપણા દેશના અન્ય ભાગોમાં વિકસિત કરવા માટેની શક્યતાઓ વિશે વિચારી રહ્યું છે. ભારત પાસે અંદાજે 18,000 કિ.મીનો લાંબો દરિયાકાંઠો છે જ્યાં માછલા પકડવા એ મુખ્ય પ્રવૃતિ છે. ઓમનની સરકાર પણ તેમના દેશમાં સમાન એકમો ગોઠવવા માટે કેરળની રાજ્ય સરકાર સાથે ચર્ચામાં છે.
વધુ માહિતી: National Research Development Corporation
નારણપુર ગામમાં અનુસૂચિત જનજાતિના વિદ્યુત જોડાણ વગરના 16 પરિવારો છે. ઘરના પ્રકાશનો મૂળ સ્ત્રોત કેરોસીન છે, જેની કિંમત Rs.30/લિ. - 40/લિ સુધીની છે અને પ્રકાશની તીવ્રતા માત્ર 10 લ્યુમન છે. દરેક પરિવારને એક સૌર ફાનસ આપવામાં આવે છે. બે 60W સૌર પેનલ સાથે ગામમાં સામુદાયિક સૌર ફાનસ ચાર્જીંગ સ્ટેશનની સ્થાપના કરવામાં આવી છે. 2 સર્કીટ બોક્ષો આપવામાં આવ્યા છે જેથી કરીને 16 સૌર ફાનસો પ્રત્યક્ષપણે એકજ સાથે ચાર્જ થઈ શકે.
પ્રકાશના હેતુસર પરિવારોમાં મોટેભાગે કેરોસીનના ફાનસોનો ઉપયોગ થાય છે અને આવા પ્રકારના એક ફાનસનો માસિક કેરોસીન વપરાશ 2લિ-2.5 લિ છે. જોકે પ્રકાશિત સૌર ફાનસની ગુણવત્તા અને તીવ્રતા એ કેરોસીનના ફાનસ કરતાં ઘણી સારી છે પણ એક જ સમયે વિવિધ સ્થળો પરની પ્રકાશની માંગને ધ્યાનમાં લેતા એક કેરોસીનના ફાનસને એક સૌર ફાનસ દ્વારા પ્રતિસ્થાપિત કરવું જોઈએ.
તેથી પ્રતિ પરિવાર પ્રતિ માસ કેરોસીનના પ્રતિસ્થાપનનું પ્રમાણ: 2 -2.5 લિ. 1 લિ કેરોસીન બાળતા બહાર નિકળતા CO2 નું પ્રમાણ: 2.5 કિ. પ્રતિ વર્ષ 16 પરિવારોમાં CO2 ઉત્સર્જન ઘટાડાનું પ્રમાણ: 960-1200 કિ (~ 1 કાર્બન ક્રેડીટ).
હાલમાં દરેક પરિવાર પ્રતિ ફાનસ અંદાજે Rs.70~100 ની બચત કરી રહ્યો છે. સંપૂર્ણ તંત્રની દેખરેખ માટે અને ઉર્જા સાથે સંબંધિત(મુખ્યત્વે સૌર પ્રકાશ વ્યવસ્થા)ભવિષ્યની સામુદાયિક અસ્કયામતો માટે સમુદાયે પ્રતિ પરિવાર પ્રતિ માસ 25 Rs ની બચત કરવાનો સ્વીકાર કર્યો છે.
મુખ્યત્વે અભ્યાસના પ્રયોજન માટે સૌર ફાનસની પ્રકાશ ગુણવત્તા કેરોસીનના ફાનસ કરતાં ઘણી સારી છે. સમુદાયે ગામમાં સાંજના અનુશિક્ષણ તાલીમના કેન્દ્રોની શરૂઆત પણ કરી છે જે ચોક્કસપણે ગામમાંના શિક્ષણના સ્તરમાં વધારો કરશે. આ ફાનસે દરેક પરિવાર માટેની કેરોસીન તેલની માસિક માંગને પણ ઘટાડી છે જે નિશ્ચિત કરશે કે પરીવારોએ તેમના માટે પર્યાપ્ત સાર્વજનિક વિતરણ તંત્રો પાસેથી મળતી ઉપલબ્ધતાને બદલે અસાધારણ ઉચ્ચ કિંમતે નારાયણપુરા ગામમાંના સાર્વજનિક બજાર સામુદાયિક ચાર્જીંગ સ્ટેશનથી કેરોસીન ખરીદવાની જરૂર નથી. તંત્રોનો સફળ અમલ સમુદાય અને સમુદાયના નાણાકીય સ્ત્રોતો(સામૂહિક બચતો) વચ્ચેના બહેતર સહકારને નિશ્ચિત કરશે જેને GHG ઉત્સર્જન સ્ત્રોત(કેરોસીન)થી વધારે સુલભ અનુકૂળ સ્ત્રોતોમાં(સોલાર અને બીજા નવીનકરણ યોગ્ય સ્ત્રોતો)ફેરવવામાં આવે છે.
DRCSCનો ફાળો
2 સૌર પેનલોની કિંમત ((@ 9000.00/- ) - 18000.00
સૌર પેનલ ગોઠવવા માટેના ફ્રેમની કિંમત - 1500.00
બહુવિધ સૌર ફાનસને ચાર્જ કરવા માટેના વાયર અને 2 સર્કીટ બોક્ષોની કિંમત - 1500.00
16 સૌર ફાનસોની કિંમત (@ 900.00/- પ્રતિ ફાનસ) - 14400.00
કલકત્તાથી નારાયણપુરા 16 સૌર ફાનસો વહન કરવાની કિંમત - 6000.00
કુલ DRCSCનો ફાળો - 41,400.00
સમુદાયિક ફાળો
એક માળની ઈમારતના છાપરા પર 3 સૌર પેનલોના સ્થાપનનો ખર્ચ (4 મજૂરો @ 50.00/-) - 200.00
છાપરા પર બંધારણ નિયત કરવા માટે સાધનસામગ્રી અને મજૂરીનો ખર્ચ - 500.00
સૌર પેનલ માટેના આયર્ન બંધારણના રંગકામ અને સાધનસામગ્રીનો ખર્ચ - 100.00
કુલ સમુદાય ફાળો - 800.00
કર્ણાટકના દક્ષિણ ભારતીય રાજ્યમાંના દૂરવર્તી કેબીગેરે ગામમાંની હરિયાળી પ્રસિદ્ધ છે.ભારતમાં પાવરને બદલે પાવર ગ્રીડનું પ્રથમ વેચાણ કરનાર ગ્રામ પંચાયત એ દૂરવર્તી ગામમાં એટલી સ્પષ્ટ હોતી નથી.
કેબીગેરેની ગ્રામ પંચાયત તેના પોતાના દ્વારા ચાલતા બાયોમાસ પાવર પ્લાન્ટો દ્વારા નિર્માણ થતી વિજળીનું Rs.2.85 પ્રતિ kWh (USD0.06)ના દરે બેંગલોર વિદ્યુત પૂર્તિ કંપનીને વેચાણ કરે છે.વૈશ્વિક પર્યાવરણ સુવિધા, ભારત-કેનેડા પર્યાવરણ સુવિધા અને ગ્રામીણ વિકાસ અને પંચાયત રાજના કર્ણાટકના વિભાગની સરકાર સાથે ભાગીદારીમાં અમલ કરાતી – ગ્રામીણ ભારત માટેની બાયોમાસ ઉર્જા- UNDP-સંચાલિત પ્રકલ્પનું પરિણામ એ માર્ગદર્શક પ્રારંભ છે. 250, 250 અને 500 KWની ક્ષમતાવાળા ત્રણ નાના પાવર પ્લાન્ટોમાંના દરેક સ્થાનિકપણે પેદા થતા બાયોમાસથી વિજળી પેદા કરે છે. 2007થી અંદાજે 400,000 kWh વિજળીનું નિર્માણ થયું છે. આ 6,000 ગ્રામીણ પરિવારોના વાર્ષિક વપરાશને સમાન છે અને તેણે વિસ્તારમાંની સૌથી વિશ્વાસપાત્ર વિદ્યુત આપૂર્તિની નિશ્ચિતતામાં મદદ કરી છે. વધતી જતા વિદ્યુત નિર્માણ ઉપરાંત,તે વધારે પર્યાવરણ-અનુકૂળ છે.બાયોમાસ મારફતે નિર્માણ થતી વિજળી એ સ્થાનિકપણે વૃદ્ધિ પામતી નિલગીરી અને બીજા વૃક્ષોથી પેદા થાય છે અને તેના માટેની વધતી જરૂરિયાતે પુન: વિસ્તારના કાયાકલ્પમાં ઉમેરો કર્યો છે. “ઘણીવાર આપણી આજુબાજુ કેટલું બદલાઈ ગયું છે તે માનવું અઘરૂ હોય છે-આપણી આસપાસ ઘણી બધી હરિયાળી છે, વિદ્યુત પુરવઠો એ વધારે નિયમિત છે અને આપણી પાસે રસોઈ માટે સ્વચ્છ ઈંધણ છે,” કેબીગેરેમાંની ગ્રામીણ કમિટીના અધ્યક્ષ સિદ્દગંગમ કહે છે. 25 વર્ષની રંગમ માટે બદલાવનો મતલબ તેને તેના પતિ સાથે થોડો વધારે સમય વિતાવવા મળે એ છે. "મારા પતિ ખૂબ જ ખુશ છે કારણકે હવે તેમને દરરોજ જઈને લાકડા ભેગા કરવાના હોતા નથી. તેમની પાસે વધારે સમય અને પૈસા છે," સ્મિત કરતી રંગમ કહે છે,ઉમેરે છે કે: "મારા પરિવાર માટે રસોઈ કરવામાં હવે મને મજા આવે છે કારણકે ધુમાડો હવે મને ગુંગળાવતો નથી." પર્યાવરણાત્મક લાભો ઉપરાંત,પ્રકલ્પથી પ્રાપ્ત થતી આર્થિક બચત પણ નોંધપાત્ર છે.એકાવન સમૂહવાળા બાયોમાસ કે ગોબર ગેસ પ્લાન્ટોને પ્રકલ્પના એક ભાગ તરીકે સ્થાપિત કરવામાં આવ્યા છે, નિરીક્ષણના અહેવાલો મુજબ, જેઓએ પ્રક્રિયાત્મક કિંમતોમાં કોઈપણ વધારા વગર 175 પરિવારોને સ્વચ્છ ઈંધણ સાથે રસોઈ કરવામાં મદદ કરી છે. પેદા થતી વિજળી એ પણ સુનિશ્ચિત કરે છે કે પ્રત્યેક પાંચ પરિવારો દ્વારા વહેંચાતા ગામમાં બનાવેલા 130 બોરકૂવાઓ ગામમાંની સિંચાઈની જરૂરિયાતોને પરિપૂર્ણ કરે છે. પ્રકલ્પનો ઓફિસર કહે છે,આણે કેબીગેરેની સરેરાશ પારિવારીક આવકમાં 20 ટકાનો વધારો કર્યો છે, ઉમેરે છે: "પાવર પ્લાન્ટોમાં સ્થાનિક લોકોને રોજગારી આપવાથી,જેઓ બેંગલુરૂની વિજ્ઞાન માટેની ભારતીય સંસ્થા દ્વારા નિયમિતપણે પ્રશિક્ષિત છે,તેઓએ પણ કોશલ્યયુક્ત મજૂરી અને રોજગાર તકોના ઉત્પાદનમાં સુધાર કર્યો છે." તદુપરાંત, 81 આત્મનિર્ભર સમૂહો દ્વારા સ્થાપિત સંવર્ધન સ્થાનોથી બાયોગેસ પ્લાન્ટો ઈંધણ માટે સેન્દ્રીય ખાતર મેળવે છે જેથી કરીને સીમાંત સમુદાયોની સ્ત્રીઓ માટે આવક નિર્માણ તકો પ્રદાન કરે છે. નવીનકરણ યોગ્ય ઉર્જા મારફતે ગામની વિદ્યુત જરૂરિયાતોને પરિપૂર્ણતા અને સાથે-સાથે રસોઈ અને સિંચાઈ તંત્રોમાંના સુધારે પર્યાવરણાત્મક દીર્ઘકાલીન વિકાસ માટેની સંભાવનાને અસરકારક રીતે નિદર્શિત કરી છે.
સ્ત્રોત : United Nations Development Programme
અનામીકાને અંગ્રેજી ભણવું ગમે છે અને તેણીને એક દિવસ ડૉક્ટર પણ બનવું છે. "લાઈટો ખૂબ જ ઉપયોગી થશે જેથી કરીને હું વધારે અભ્યાસ કરી શકીશ. તાજેતરમાં બે કે ત્રણ દિવસો માટે વિજળી જ નહોતી. જો અમારી પાસે ફાનસ હોત તો અમે રાતના કામ કરી શક્યા હોત. મારી પાસે અભ્યાસ માટે વધારે સમય બચશે", અનામીકા કહે છે.
ઉત્તર પ્રદેશ રાજ્યમાં કુલ 454 KGBVs છે જેમાંથી 376 સરકાર દ્વારા અને 78 વિવિધ NGOs દ્વારા ચલાવવામાં આવે છે. 2009માં કાર્યક્રમમાં 37,000થી પણ વધારે છોકરીઓની ભરતી કરવામાં આવી હતી.
IKEA સામાજીક પહેલ દ્વારા અર્પિત, પ્રત્યેક છોકરીઓ માટે એક મેળવવા માટે પર્યાપ્ત, એક હજાર સૌર-ચાલિત સુન્નન ફાનસો, છેવટના મહિને શાળા પર પહોંચ્યા હતા. વિદ્યાર્થીઓએ તેજસ્વી પ્રાથમિક રંગોમાંના ફાનસોને ઉત્સુકતાપૂર્વક સ્વીકાર્યા હતા, તેમને ખોલ્યા હતા અને તેમના ભાગોને જોડ્યા હતા,આનંદથી ખીખી હસ્યા હતા.
"સામાન્યરીતે રાતના છોકરીઓ માત્ર સમય વેડફતી હોય છે. હવે દરેકને અલગ ફાનસ મળશે જેથી કરીને તેઓ તેમની ઈચ્છા મુજબ સમયનું સંચાલન કરી શકશે,” કિશોર કહે છે. “આ સંપૂર્ણ ગ્રામીણ વિસ્તાર છે અને બે કે ચાર દિવસો માટે વિજળી ઉપલબ્ધ હોતી નથી. આ લાઈટો અમારી છોકરીઓ માટે ખૂબજ લાભદાયી છે. આ છોકરીઓ જીજ્ઞાસુ છે, અને જેવી રીતે તેઓ દિવસે ભણે છે તેવી રીતે તેઓ રાતના પણ સારી રીતે અભ્યાસ કરવા માંગે છે. તે અમારી શાળાએ આવે છે,અને તેઓ એક વિદ્યાર્થી તરીકે ઘણા વિકસિત થયા છે."
વિશ્વસ્તરીય IKEA સ્ટોરોમાં વેચાયેલા દરેક સુન્નન સૌર-ચાલિત ફાનસો માટે, UNICEFને બીજો ફાનસ આપવામાં આવશે તેવા બાળકોના જીવનને પ્રકાશિત કરવા જેઓ પાસે વિજળીની પહોંચ નથી. IKEAએ વિકાસ પામતાં વિશ્વ માટે ખાસ કરીને મજબૂત સુન્નન બનાવ્યું છે. ફાનસો ઉચ્ચ ઉષ્ણતામાનનો સામનો કરવા માટે સમર્થ બેટરીની સમાવિષ્ટતા સાથે જટીલ જીવન પરિસ્થિતિઓના ઘસારાનો સામનો કરવા માટે બનાવવામાં આવ્યા છે.
કુલ 66,740 સુન્નન ફાનસોનું 6,494 શાળાઓ અને યુપીની સ્ત્રી સાક્ષર સમૂહોને વિતરણ કરવામાં આવ્યું છે. બીજા 24,720 ફાનસોનું રાજસ્થાન,મહારાષ્ટ્ર,આંધ્રપ્રદેશ અને ગુજરાતના રાજ્યોમાં પણ વિતરણ કરવામાં આવ્યા છે.
"જ્યારે પ્રકાશ હોય છે, ત્યારે તેજસ્વીતા હોય છે, અને મને તે ગમે છે," મંતાશા ખુશીપૂર્વક જણાવે છે. "જ્યારે પ્રકાશ હોતોનથી, અમે રાતના ખાવા પછી જલ્દીથી પથારીમાં જઈએ છીએ અને સવારે વહેલા ઊઠીએ છીએ, હવે રાતના હું અભ્યાસ કરી શકુ છું."
"IKEA સુન્નન ફાનસો સાથે જીવનોને પ્રકાશિત કરવા" પર ફોટો નિબંધ સાથે જોડાયેલું
સ્ત્રોત : UNICEF
રાજસ્થાનની કોર પરના, ચાર ગામડાઓની અંધારી રાતો તાપદીપ્ત બલ્બો દ્વારા પ્રકાશિત છે. લહેરાતા રણ પ્રદેશમાં વેરાયેલી ઘરવાડીઓની શ્રેણીઓ ધરાવતા ગામડાને ક્યારેય પણ પાવર ગ્રીડ સાથે જોડવામાં આવ્યું નથી. હમણાં તેમની પાસે જે લાઈટો છે તે ભારત સરકાર અને યુનાઈટેડ નેશન્સનો વિકાસ કાર્યક્રમ પ્રકલ્પ ‘ગ્રામીણ આજીવિકા માટેની નવીનકરણ યોગ્ય ઉર્જા’નો એક હિસ્સો છે.
રાતના, આંગણાને પ્રકાશિત કરતી એક બલ્બની તેજસ્વી સફેદ લાઈટ એ રોડ કે સીમાંકિત માર્ગો વગરના ભૂપ્રદેશોમાંની ઘરવાડીઓ માટેનો એક માત્ર માર્ગદર્શક છે. અપૂર્વ તો એ છે કે ચાર યુવા સ્ત્રીઓ-પ્રત્યેક ગામમાંથી એક-તેઓએ આ લાઈટોને સ્ક્રેચથી એકત્ર કરી છે અને તેમની દેખરેખ અને દુરસ્તી માટે પૈસા ચૂકવ્યા છે.
તેમના પોતાના સમુદાયની ચાર સ્ત્રીઓને “બેરફુટ સૌર ઈજનેર” તરીકે પ્રશિક્ષિત કરવા માટેની માન્યતા આપવી એ ચાર પરિવારો માટે સમજણનો મોટો સોદો છે અને તેણે વિશ્વાસની એક છલાંગ મારી છે. સામાજીક કાર્ય અને સંશોધન કેન્દ્ર (SWRC), તિલોનીયા-આધારિત NGO, જેણે બાર્મરમાં કાર્યક્રમ બજાવ્યો હતો, તે તેના રાજસ્થાનના અજમેર જીલ્લાના કેમ્પસ પર બેરફુટ સૌર ઈજનેરો માટે આવાસિક પ્રશિક્ષણ કાર્યક્રમ ચલાવે છે.
ચાર સ્ત્રીઓએ શાળામાં માત્ર ધોરણ પાંચ કે આઠ સુધી જ હાજરી આપી છે. ચારમાંથી કોઈ પણ ક્યારેય તેમના પરિવારોથી દૂર રહી નથી કે પડોશી ગામ કરતાં વધારે આગળનો પ્રવાસ કર્યો નથી. આ બેરફુટ સૌર ઈજનેરોમાંથી ત્રણના લગ્ન થઈ ગયા છે,જ્યારે ચોથીની સગાઈ થઈ છે.
લોકો કહે છે છોકરાઓને પણ પ્રશિક્ષણ મળવું જોઈએ,ત્યારે એવું કહેવામાં આવ્યું હતું કે પ્રકલ્પ માત્ર છોકરીઓને પ્રશિક્ષણ આપશે.લોકોને આ સ્વીકારતા લાંબો સમય લાગ્યો. અંતમાંભગવતી, સજાની, સાલેમતી અને છાનો એ તિલોનીયામંના SWRC’s કેમ્પસમાં બે મહિના અને એક મહિનો ક્ષેત્ર પ્રશિક્ષણ માટે ગાળ્યો. આને અનુસરીને તેઓ તેમના ગામોમાં સ્થાપિત કરેલા ફાનસો અને લાઈટોના દરેક ભાગોનું જોડાણ કરતી અને તેમની ગોઠવણનું નિરીક્ષણ કરતી.હવે તેઓ ગામમાં નિયમિત તપાસો કરે છે, ફરિયાદોના જવાબ આપે છે, બગડેલી લાઈટોની મરમ્મત કરે છે અને તેમની વિજળી આપતી બેટરીઓને દુરસ્ત કરે છે.
યુવા સ્ત્રીઓ જે હમણાં થોડા મહિના પહેલા – વાડો સાફ કરતી હતી, પાણી ભરવા જતી હતી, રસોઈ કરતી હતી-હવે તેમને “ઈજનેરો” કહેવાય છે. લાઈટ સાથેનો દરેક પરિવાર ગામડાના ભંડોળમાં ફાળો આપે છે જેના દ્વારા સ્ત્રી બેરફુટ ઈજનેરને મહિને Rs 1000 થી Rs 1350 નો પગાર ચૂકવાય છે.
હજી સુધી ગામમાં વિજળી પહોંચી નથી. યોગ્ય પ્રકાશની અછતને કારણે વિસ્તારની સામાજીક-આર્થિક પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે. ગામની મહિલાઓ હસ્તકામો,અગરબત્તીઓ, પાંદડાની થાળીઓ અને વાટકા બનાવવામાં, તૈયાર નાસ્તા બનાવવામાં અને બીજી આવા પ્રકારની પ્રવૃતિઓમાં પ્રશિક્ષિત છે. જોકે તેઓ તેમની દૈનિક પરચુરણકામો,સાંજની પહોંચોને પૂર્ણ કરે અને તેઓ પાસે ઝાંખા પ્રકાશમાં સમી સાંજે કામ કરવા સિવાય કોઈ વિકલ્પ રહેતો નથી. આનો તેમની ઉત્પાદકતા પર ગંભીર પ્રભાવ રહે છે.
ગામમાં LaBL (લાખો જીવનનોને પ્રકાશિત કરવા) ની બજવણી જુલાઈ 2008માં કરવામાં આવી હતી. આયોજન SEEDS (સામાજીક આર્થિક અને શિક્ષણ વિકાસ સમાજ)દ્વારા દ્દઢ કરવામાં આવ્યું હતું, ગ્રામીણ સંચાલન,પ્રાદેશિક આયોજન અને વિકાસ,ગ્રામીણ અને સામુદાયિક સેવાઓ,માનવ સંસાધન સંચાલન,અને બીજા સંબંધિત ક્ષેત્રોમાંના દીર્ઘ અનુભવ સાથેનું એક પાયાભૂત સંગઠન, જે લાંબા સમયથી સમુદાય સાથે કામ કરી રહ્યું છે.
સૌર ફાનસોની સ્થાપના પછી ગામની પરિસ્થિતિમાં સુધારો થયો છે. મ્હાતાબેરા ગામની યુવા ગૃહિણી સાવરી તાડુએ તેણીના જીવનમાંના નવા પ્રકાશ સાથે આનંદિત છે. દરરોજ,તેણીને સવારે તેના પતિ માટે રસોઈ બનાવવા સવારે 4 વાગ્યે ઉઠવું પડતું હતું જેને પડોશી ગેમહેરીઆ શહેરના ઔદ્યોગિક એકમમાં કામ કરવા માટે સવારે 5 વાગે જાવું પડતું હતું. સાંબેલા પર તેણી જે પીસતી તેને તે મુશ્કેલીથી જોઈ શકતી હતી. તેમના ઘરની એકમાત્ર કેરોસીન લાઈટનો ઉપયોગ તેના પતિ દ્વારા કામ માટે તૈયાર થવા માટે થતો હતો જ્યારે તેણીને અંધારામાં ફાંફા મારવા પડતા હતા. તેણી ઉલ્લેખે છે, ‘અંધારામાં રસોઈ કરવી સુરક્ષિત નથી કારણકે તમે ખાદ્ય પદાર્થમાં ખરેખરમાં શું ઉમેરી રહ્યા છો તે તમે જોઈ શકતા નથી.’ હવે સૌર ફાનસ સાથે,તેણી તેનું કામ ઝડપતાથી પતાવી શકે છે અને તેનો પતિ સમય પર ઘરેથી જઈ શકે છે.
તમામ આદીવાસી બાહા આત્મનિર્ભર સમૂહની બીજી સ્ત્રીઓ સાથે બેજે મુર્મુ એ ચપળ વ્યવસાયની શરૂઆત કરી છે. તેઓ ફૂલેલા ધાન્યો, કઠોળો,મગફળીઓ બનાવવામાં પ્રશિક્ષિત છે, જેઓની આદિવાસી ગામોમાંના તૈયાર ખાદ્ય નાસ્તાઓની જેમ ખૂબ જ માંગ છે. હવે,સૌર ફાનસોની સાથે તેઓ તેમની સાંજનો ઈષ્ટત્તમ રૂપે ઉપયોગ કરી શકે છે. તેઓએ ગામડાઓમાં,નજીકના કેન્દ્ર અને ગેમહેરીઆ શહેરોમાં નિયમિત વેચાણ માટે અને ગામમાંના લગ્નો માટે ફૂલેલા ચોખાઓના મોટા ઓર્ડરો લેવાની શરૂઆત કરી છે. તેમના ઊંચે ઊડતા વ્યવસાયમાં અંધકાર હવે અડચણરૂપ નથી.
યુવા આદિવાસી છોકરો, ગણેશ તાડુ એ જન્મજાત કલાકાર છે.તે ઉચ્ચ શાળામાં અભ્યાસ કરે છે અને તેના ફાજલ સમયમાં અને રાતના; તે કાગળ પર ચિત્રકામ કરે છે, અને થર્મોકોલમાંથી મૂર્તિઓ અને સુશોભનાત્મક વસ્તુઓ બનાવે છે. આ બધું તેના ગામમાં સૌર પ્રકાશ તંત્રની સ્થાપના થઈ પછીથી શક્ય બન્યું છે. તેણે કળા નમૂનાઓ બનાવવા માટેના સ્થાનિક ઓર્ડરો લેવાની શરૂઆત કરી દીધી છે. આ કળા નમૂનાઓની પ્રવાસીઓમાં ખૂબ જ માંગ છે જેઓ પડોશી સ્થાનોની મુલાકાત લેવા માટે આવે છે. ગણેશ ખુશ છે કે હવે તે તેના કમાયેલા પૈસાથી કોલેજમાં અભ્યાસ કરી શકશે.સૌર ફાનસ તેના ભવિષ્યને ઘડવામાં તારણહાર બન્યું છે.
સ્ત્રોત : Lighting A Billion Lives
ઝાંસીના રામપુરા ગામમાં સૂર્ય ક્યારેય વધારે સમય માટે પ્રાપ્ત થયો નહી.બુંદલખાંદ ગામ એ પોતાનો સૌર પાવર પ્લાન્ટ મેળવવા માટેનું દેશનું પ્રથમ ગામ છે.તેમાં જરાય વિજળી નથી.પણ હવે,કેરોસીન ફાનસો,જેના હેઠળ બાળકો અભ્યાસ કરે છે,તેણે ધુળમાં એકત્ર થવાની શરૂઆત કરી છે.
ગામમાંના બાળકો હવે રાતના વિદ્યુત ફાનસો હેઠળ અભ્યાસ કરે છે કે રમત રમે છે, રેડિયો સાંભળે છે અને ટીવી જુએ છે-આ તમામ સૌર ઉર્જાના કારણે છે. Rs 31.5 લાખની કિંમતે સ્થાપિત કરેલો, આ 8.7 કિલોવોટનો પાવર પ્લાન્ટ છે. તે ગામમાંના તમામ 69 ઘરોને વિજળી પૂરી પાડે છે. નોર્વેના સ્કેટેક સોલાર સાથેના સહકારમાં,લાભ-નિરપેક્ષ સંગઠન,વિકાસ પર્યાયી એ સમૂહ-આધારિત સૌર પાવર પ્લાન્ટ પૂરો પાડ્યો છે.ઝાંસીથી રામપુરા 17 કિ.મી છે.
આ કેવળ લાઈટ નથી; સૌર વિજળી થોડા જ વખતમાં સ્થાનિક લોકોના કૌશલ્યોને વિકસાવવામાં આગળ જશે.સમૂહ-આધારિત લાભ અભિવિન્યસ્ત આટાની ચક્કીને ગામમાં સ્થાપિત કરવાની છે,જે સૌર વિજળી પર ચાલશે.ગામની રહેવાસી અનિતા પાલ જેઓ ગ્રામીણ ઉર્જા કમિટીના સભ્ય પણ છે તે કહે છે: "પૈસા બનાવવા માટે ગૂંથણકામનો ઉદ્યોગ ખોલવાની મારી યોજના છે".
સ્ત્રોત : હિંદુસ્તાન ટાઈમ્સફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/8/2020
સૌર ઊર્જા ઉત્પાદન કરનારું ગુજરાત રાજ્ય દેશભરમાં અગ...