દુનિયાના કોઈ પણ દેશને આર્થિક વિકાસ કરવા માટે આંતર માળખાકીય સુવિધાઓનો વિકાસ કરવો ખૂબ જરૂરી છે. માળખાગત સુવિધાઓ દ્વારા ઉત્પાદનમાં પણ વધારો કરી શકાય છે. વસ્તી વૃધ્ધિના દરને ઘટાડીને દેશની ગરીબીમાં ઘટાડો કરી પર્યાવરણીય નિભાવપાત્રતા વધારીને આર્થિક વિકાસ ઝડપથી કરી શકાય છે. આજે વિશ્વના બધા જ દેશો માટે માળખાગત સુવિધાઓ ઝડપથી વધારો કરીને તેમજ ગુણવતામાં ઝડપથી સુધારો લાવીને વિકાસ કરવો જરૂરી બન્યો છે. જેમ વિશ્વના જુદા જુદા દેશોમાં ઔદ્યોગિક ક્રાંતિ શ્વેતક્રાંતિ અને હરિયાળી ક્રાંતિ થઈ છે. તેવી જ રીતે આજે "માળખાગત સુવિધાઓ વધારવાની ક્રાંતિ" (Instrastructure Revolution) ની જરૂરિયાત છે. તો જ જુદા જુદા દેશોનો ઝડપી અને ગુણવતા સભર આર્થિક વિકાસ થશે વિશ્વના જે દેશો વિકસિત છે તે પૂરતા પ્રમાણમાં માળખા ગત સુવિધાઓ નો ઉપયોગ કરીને નિર્ધારીત વિકાસ સિધ્ધ કરી શકયા છે. પરંતુ વિકાસશીલ કે અલ્પ વિકસીત દેશોના માળખાગત સુવિધાઓના વિકાસ માટે વિશાળ પ્રમાણમાં મૂડીરોકાણની તાતી જરૂરિયાત છે.
ભારત જેવા વિકાસશીલ દેશ માટે માળખાગત સુવિધાઓમાં વધારો કરીને વિશાળ પ્રમાણમાં મૂડીરોકાણની જરૂરિયાત છે. અર્થતંત્રમાં ઝડપી વિકાસ કરવા માટે ખાનગીકરણને પણ વધારે મહત્વ આપવું જરૂરી બની ગયું છે તે માટે રાજકીય દખલગીરીને દૂર કરવી, યોજનાના માળખામાં સુધારો કરવો, યોજાનાઓનું અધિકૃત મૂલ્યાંકન કરવું, નાણાકીય સવલતો તેમજ ગુણવતાયુકત શ્રમની ફાળવણી કરવી જરૂરી છે. આજના ઝડપી આધુનિક યુગમાં દરેક દેશ અને દરેક નાગરિકને માળખાગત સુવિધાઓની ખૂબ જ જરૂરિયાત છે. માળખાગત સુવિધાઓમાં બહોળા પ્રમાણમાં વધારો કરવામાં આર્થિક માળખાગત સુવિધાઓ (Economic Infrastructure) અને સામાજિક માળખાગત સુવિધાઓની (Social intrustructure) હવે જરૂરિયાત છે જેમાં આર્થિક માળખાગત સુવિધાઓમાં (Energy) ઊર્જા, દૂર સંચાર (Telecommunication), વાહનવ્યવહાર – (Transportion), રસ્તાઓ (Roads), બંદરો (Ports), સિંચાઈ (Irrigation), રેલ્વે (Railway) વગેરેનો સમાવેશ કરી શકાય જયારે સામાજિક માળખાગત સુવિધાઓમાં શિક્ષણ (Education), 291744 (Health), -414 (Judicicary), hlta lasizu (Human devlopment) quiere સમાવેશ થાય છે.
ઉપરોકત આર્થિક માળખાગત સુવિધાઓમાં ઊર્જા એ પણ સૌથી મહત્વની સુવિધા ગણવામાં આવે છે. દેશના આર્થિક વિકાસને જો ઊંચે લઈ જવો હોય તો ઊર્જાનો વિકાસ કરવો જરૂરી છે. ઊર્જાનું સ્થાન પણ અગ્રગણ્ય ગણવામાં આવે છે. આમ ઝડપી અને ગુણવતાસભર માળખાગત આર્થિક વિકાસ બધા પ્રકારે જીવનની પ્રગતિને સ્પર્શ કરે છે. તેમાં ખાસ કરીને ચીજવસ્તુઓ અને સેવાઓના ઉત્પાદનમાં વધારો કરીએ તો વ્યવસાયનો ઝડપી વિકાસ થાય જે મહત્વનો ભાગ ભજવે છે. અને આ બધા જ ક્ષેત્રોના ઝડપી વિકાસ માટે વિશાળ પ્રમાણમાં મૂડીરોકાણ તેમજ હાલની પરિસ્થિતિ જોતા ખાનગીકરણને પ્રોત્સાહન આપવું હવે જરૂરી બની ગયું છે અને આ પ્રકારના કાર્યોથી વાસ્તવિક કાર્યક્ષમતા તેમજ ગુણવતાયુકત માળખાગત સેવાઓનો ખૂબજ વિકાસ થાય એમ છે. પરંપરાગત રીતે જાહેર વસ્તુના ઉપયોગના ખ્યાલો બદલીને નવી ટેકનોલોજીની મદદથી લાંબાગાળાની યોજનાઓ અપનાવવી પડશે અને સાથે સાથે માળખાગત સુવિધાઓમાં વધારો કરવાથી વિશાળ મૂડીરોકાણનું જોખમ ઉપાડવું પડશે. આ બધા પરિબળો જ જાહરેક્ષેત્ર અને ખાનગીક્ષેત્ર વચ્ચેના આર્થિક વિકાસનો તફાવત દર્શાવે છે. ભારતમાં માળખાગત વિકાસમાં મોટી મુશ્કેલી સરકાર દ્રારા ખાનગી ઉદ્યોગોને આપવામાં આવતી મંજૂરીનો વિલંબ ધ્યાન ખેંચે તેવો છે. આમ માળખાગત સુવિધાઓની પ્રગતિમાં અનેક અવરોધક પરિબળો છે જેનાથી માળખાગત સુવિધાઓનો વધારો કરનારા સાહસિકો ઉદ્યમીઓ અને વ્યવસ્થાપકો નિરાશ થઈને મૂડીરોકાણમાં ઘટાડો કરે છે. ભારતમાં આ માળખાગત ક્ષેત્રોના વિકાસમાં અનુદાનની પ્રક્રિયા, નાણાકીય સુવિધાઓની પ્રક્રિયા જ વિકાસને આગળ લઈ જશે એવા અનેક પરિબળો ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે.
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/8/2020