દાતા કોણ બની શકે ?
બાળકથી વૃદ્ધ વ્યક્તિ કોઇપણ દાતા બની શકે છે. જો તમને ભુતકાળમાં કોઇ ગંભીર બીમારી થઈ હોય તો પણ તમે દાતા બની શકો છો.
લોકો અવયવોને ખરીદી અથવા વેચી શકે ?
ના, "માનવોના અંગોને એક ઠેકાણેથી બીજા ઠેકાણે લઈ જવાનો અધિનિયમ" અવયવોનુ વ્યવસાઈક લેવણદેવણ કરતા રોકે છે, અને આ એક દંડનિય અપરાધ છે.
શું અવયવોનુ દાન કર્યા પછી શરીર બેડોળ બની જાય છે ?
ના, સારી રીતે તાલિમ લીધેલ શસ્ત્રવેદ્યો અવયવોને સાજા કરવા માટે બહુ કાળજી લ્યે છે અને શરીરને બેડોળ બનવા નથી દેતા અથવા પહેલા જેવુ દેખાતુ હોય તેવુ જ રહેવા દયે છે.
ત્યાં કોઇ ધાર્મિક અડચણ અવયવોના દાન કરવા માટે છે ?
ઘણા ભાગના ધાર્મિક સંધો અવયવોના દાનના વિભાવનાને ટેકો આપે છે, તેમ છતા તમે તમારા ધાર્મિક અથવા આધ્યાત્મિક નેતા સાથે વાત કરી શકો છો.
આંખોનુ દાન બીજા અવયવોના દાન કરતા જુદુ છે ?
મૃત્યુ થયા પછી ૬ કલાકમાં આંખોનુ દાન કરવુ જોઇએ. તેમ છતા, તે ઉપયોગી થવા માટે મૂત્રપિંડને મૃત્યુ થયા પછી અડધા કલાકમાં કાઢવુ જોઇએ. આ બંને અવયવો એક બીજાની સાથે જુદીજુદી પરિસ્થિતીમાં દુરસ્ત કરી શકાય છે.
આ જુદીજુદી પરિસ્થિતીઓ શું છે ?
૧૯૬૮માં હારવર્ડમાં ડૉકટરોએ શોધી કાઢ્યુ કે અતિશય ગંભીર બેશુદ્ધ દરદીઓ, જેમને મગજની ગંભીર ઇજા થઈ છે તેઓ કોઇ દિવસ ભાનમાં નહી આવી શકે. તેમ છતા, તેમનુ હૃદય ધડકતુ હોય છે અને લોહીનુ પરિભ્રમણ ચાલુ રહે છે, દરદીઓ ફક્ત નૈદાનિક રીતે મૃત્યુ પામેલા હોય છે. જો તમારૂ શ્વાસ લેવાનુ યંત્ર બંધ પડી જાય તો તમારૂ હદય તમારા મગજના મરવાથી બંધ પડી જાય છે. મૃત્યુનુ એક નવુ વિવરણ ઉપર આવે છે. આ મૃત્યુને નિયંત્રિત પરિસ્થિતીમાં કરવામાં આવ્યુ હતુ (જેવો કે ઇસ્પિતાલમાં દરદી ઉપર સતત નજર રાખીને કરાતો વૈદ્યકીય ઉપચાર) એ મૂત્રપિંડ, હૃદય અને પિત્તાશય જેવા કેટલાક અવયવોને તેમના સગાસંબધીઓની સંમતિ લીધા પછી દુરસ્ત કરી શકાય છે. પશ્ચિમમાં મગજથી મૃત્યુ પામેલા દરદીઓના અવયવોનુ પ્રત્યારોપણ કરવુ એ ચિકિત્સા ઉપચારના એક ભાગ તરીકે સ્વીકારવામાં આવે છે. ભારત સરકારે હવે મૃત્યુની એક નવી પરિભાષા સ્વીકારી છે.
"મગજથી મૃત્યુ" પામેલો દર્દી ખરી રીતે મરી ગયો છે એ ડૉકટરોને કેવી રીતે જાણ થાય છે ?
જુરીના સભ્યોની યાદીના બે ડૉકટરો જે સરકારે સિફારીસ કરેલા છે અને જે દર્દીના ઉપચાર કરવામાં સમાવિષ્ટ નથી અને બીજી ઇસ્પિતાલના છે, તેઓ જુદીજુદી જાતનુ દરદીનુ પરિક્ષણ કરે છે એ જાણવા માટે કે તે "મગજથી મૃત્યુ પામેલા" છે. આ માનદંડ બહુ કડક હોય છે અને આખા વિશ્વમાં તે વૈદ્યકીય, કાયદાનુસાર અને નૈતિક રીતે સ્વીકારવામાં આવ્યા છે.
મગજનુ મૃત્યુ કેવી રીતે થાય છે ?
મગજનુ મૃત્યુ સામાન્ય રીતે ગંભીર મગજને ઇજા અથવા મગજના રક્તસ્ત્રાવને લીધે થાય છે, જે મગજની બધી પ્રક્રિયાઓને રોકે છે. આ એક ગંભીર રસ્તાના અકસ્માત અથવા મગજમાં હુમલાને લીધે લોહી નીકળવાને લીધે થાય છે.
સ્ત્રોત: હેલ્થ નવગુજરાત સમય
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/18/2020