હ્રદયરોગ, અસ્થિભંગ, અને મેદવૃધ્ધિ માટે શ્રેષ્ઠ
યોજના – અર્જુનના વૃક્ષ ઉપરથી કે ગાંધીને ત્યાંથી ખરીદી લાવી અર્જુન (સાજડ કે સાદડ) ની છાલ બારીક ખાંડવી.
સેવનવિધિ – ૧ થી ૧૦ ગ્રામ સુધી દિવસમાં બેત્રણ વખત દૂધ સાથે લઈ શકાય તે લેવાની સૌથી સારી રીત તો તેની ખીર અથવા દૂધપાક (ક્ષીરપાક) રૂપે લેવું તે છે. ૧ કપ દૂધમાં તેટલું પાણી મેળવી જરૂરી ખાંડ નાખી, ચમચીથી હલાવતા રહી પાણી બળી જાય ત્યાં સુધી ગરમ કરી ગાળી લઈ પી જવું. તેને અર્જુન ક્ષીરપાક કહેવામાં આવે છે. તે ન ભાવે તો શીરો - રાબ પકવાન કે કોઈ પણ વાનગીમાં નાખીને લઈ શકાય.આમાં વપરાતાં ઘી –દૂધ ગાયના કે બકરીનાં હોય તો સારું. ખાંડને બદલે સાકરનું ચૂર્ણ પણ વાપરવું હિતાવહ ખરું.
ઉપયોગ –
(૧) હ્રદયરોગ – કોઈ પણ પ્રકારના હ્રદયરોગમાં અર્જુનને ઉત્તમ ઔષધ માનવામાં આવેલ છે. તેનું કાયમ સેવન કરતા રહેવાથી હ્રદયરોગ થતો નથી. કોઈ પણ વ્યકિત કોઈ પણ ઋતુમાં તેનું સેવન કરી શકે છે.
(૨) મેદવૃધ્ધિ – ચરબી ઘટાડવા માટે રોજ ૧-૧ ચમચી સવારે –રાત્રે પાણીમાં લાંબા સમય સુધી લેતા રહેવું.
(૩) અસ્થિભંગ – હાડકું ભાંગ્યુ હોય ફેકચર થયુ હોય તેના ઉપર આ ચૂર્ણાનો તલના તેલ સાથે લેપ કરવો.
નોંધ – અર્જુન લોહીને સુધારનારું અને વધારનારું પણ છે.
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/25/2020