অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

આયુર્વેદનો આ રસાહાર કોર્ષ

આયુર્વેદિક ગ્રંથોમાં ફળો અને શાકભાજીઓ અને તેના ઉપયોગ તથા તેનાથી થતા ફાયદા વિશે વિસ્તૃત વર્ણન આપ્યું છે. આયુર્વેદને અનુસરનાર લોકો આજની અનહેલ્ધી લાઈફમાં પણ સારી રીતે હેલ્દી જીવન જીવતા હોય છે તેમાં કોઈ બેમત નથી.

આધુનિક સાયન્સના સંશોધનોથી એવું નક્કી થયું છે કે જ્યારે દવાઓ અને ઈન્જેકશન તમારા રોગને મટાડવામાં નિષ્ફળ જાય ત્યારે કાચાં શાકભાજી અને ફળોનો રસ રોગને દૂર કરવાનો અક્સિર ઉપાય છે કારણ કે શાકભાજી અને ફળોનો રસ પીવાથી લોહી ચોખ્ખું થાય છે. આ રસ શરીરના દરેક અંગોના કોષોમાં ભરાયેલા દૂષિત પદાર્થો (ટોક્સીક એલીમેન્ટ)ને દૂર કરે છે. જે રોજના ૮થી ૧૦ ગ્લાસ પાણી ઉપરાંત બે થી ત્રણ ગ્લાસ કાચાં શાકભાજી અને ફ્રુટનો રસ પીવાથી કિડની, હૃદયના રોગો, ડાયાબિટીસ, બ્લડપ્રેશર, કેન્સર, કોલેસ્ટ્રોલ જેવા રોગોથી આજીવન બચીને રહે છે. આ રસાહારનો કોર્ષ કરવાથી રોગો અને શારીરિક નબળાઈને કારણે નાશ પામેલા શરીરના દરેક અંગોના કોષો રસ પીવાથી નવા બને છે. તો ચાલો આજે જણાવી દઈએ આ રસાહાર વિશેની વિસ્તૃત માહિતી.

ફળ અને શાકભાજીના રસ લેતા પહેલાં શું ઘ્યાન રાખવું

  • ફળ હોય કે શાકભાજી તેનો ઉપયોગ કરતાં પહેલાં સાધારણ ગરમ પાણીમાં ૧૫થી ૨૦ મિનિટ પલાળી રાખવા જોઇએ, જેથી તેની ઉપર લાગેલો કચરો, માટી અને જંતુનાશક દ્રવ્યો દૂર થઇ જાય.
  • ફળ હોય કે શાકભાજી તાજા વાપરવા જોઇએ. વધારે પાકી ગયેલાં, ગંધ મારતાં અને કાળા પડી ગયેલાં ફળો ના ખાવા જોઈએ. આ જ રીતે શાકભાજી પણ દેખાવમાં વાસી લાગે તે વાપરવા નહીં.
  • રસ કાઢવાનું મશીન બરાબર ધોઇને વાપરવું જોઇએ. જ્યાં શક્ય હોય ત્યાં રસ ગાળ્યા વગર પીવો જોઇએ.
  • ફળોનો કે શાકભાજીનો રસ તાજો જ પીવો જોઇએ. ડીપ ફ્રીજમાં રાખેલો રસ અથવા કાઢ્‌યા પછી ખુલ્લા વાસણમાં ચાર પાંચ કલાક પડ્યો રહ્યો હોય તેવો રસ પીવો ન જોઇએ.
  • રસમાં પ્રીઝર્વેટીવ નાખ્યા હોય તેવો બજારમાં મળતા રસ અને સ્વીટનર પીવા જોઇએ નહી.

રસ કેવી રીતે પીવો જોઈએ?

 

  • પાણી પીએ તેવી રીતે ગ્લાસમાંથી રસ ગટગટાવી ન જશો. એક એક ચમચો લઇ મોંમાં રાખી તેની અસરથી લાળ નીકળે માટે એક મિનિટ માટે રસ મોંમાં મમળાવો (ગોળ ગોળ ફેરવો). પછી ગળા નીચે ઉતારો. લાળમાં પાચક રસ હોય છે અને જંતુધ્ન ગુણ હોય છે. રસમાં રહેલી સાકર (કોમ્પલેક્ષ કાર્બોહાઇડ્રેટ્‌સ)નું પાચક રસોથી પાચન અને રસમાં જાણે-અજાણે રહેલા બેકટેરીયા કે વાયરસ નાશ પામે છે.
  • જો તમે તમારો રોગ દૂર કરવા અથવા તંદુરસ્ત રહેવા માટે ફળનો કે શાકભાજીનો રસ પીતા હો તો તેમાં ખાંડ, મરી કે મીઠું તેને સ્વાદિષ્ટ બનાવવા કદાપિ નાખશો નહીં. કારણ એવું કરવાથી જાણે અજાણે તમારા શરીરમાં બિનજરૂરી ખાંડ અને મીઠું જશે એ જે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. તમને શાકભાજીનો રસ સ્વાદમાં સારો ન લાગતો હોય તો લીંબુ નિચોવી સ્વાદિષ્ટ બનાવી શકો છો.
  • જો તમે તંદુરસ્ત રહેવા કે ડાયટિંગ માટે માત્ર રસ જ પીવા માગતા હોવ અને કોઈ ખોરાક ન લેવો હોય તો તમારે રોજ સવારે બેથી ત્રણ લીટર જેટલું શાકભાજી અને ફળોનો રસ અવશ્ય લેવો જોઈએ.
  • જો તમે આદુ, ડુંગળી, લીલી હળદરનો રસ રોગ મટાડવા માટે પીવા માગતા હો તો તેનું પ્રમાણ ફક્ત ૨૦થી ૨૫ મિલિ. રાખવું જોઈએ. જો લસણનો રસ લેવાના હો તો એક ચમચીથી વધારે લેશો નહીં.
  • તમને ફક્ત રસ ઉપર રહેવાનું ફાવતું ન હોય તો વચ્ચે વચ્ચે કાચો કે રાંધેલો ખોરાક લઇ શકશો.

જુદા જુદા રોગોમાં જુદા જુદા શાકભાજી અને ફળના રસનો ઉપયોગ

  • સફરજનનો રસ એસીડીટી, અપચો, કિડનીના રોગો અને જ્ઞાનતંતુના રોગોમાં રાહત આપે છે.
  • કારેલાનો રસ પીવાથી ભૂખ લાગે, ઉધરસ મટાડે છે. કરમીયા દૂર કરે છે. કોઢ (લ્યુકોડર્મા) મટાડે છે, કિડની સ્ટોન દૂર કરે છે.
  • કોબીજનો રસ પીવાથી એસીડીટી દૂર થાય છે, ઉધરસ મટે છે, હોજરી અને આંતરડાનાં ચાંદાં દૂર થાય છે.
  • ગાજરનો રસ પીવાથી આંખની જોવાની શક્તિ અકબંધ રહે છે. શરીરમાં રહેલો યુરીક એસિડ કાઢી નાખે છે એટલે ‘ગાઉટ’ રોગ થતો નથી. ગાજર ચાવીને ખાવાથી દાંત મજબુત થાય છે. ખરજવામાં ફાયદો કરે છે.
  • કાકડીનો રસ પીવાથી ડાયાબીટીસની અસર દૂર થાય છે. ગાઉટમાં ફાયદો કરે છે. વજન ઓછું કરવામાં મદદ કરે છે.
  • આમળાનો રસ વીર્યની વૃઘ્ધિ કરે છે.
  • ચોળીની શિંગથી ઈન્સ્યુલીન વધારે ઉત્પન્ન થાય છે. ડાયાબીટીસ કાબુમાં આવે છે.
  • લસણનો રસ પીવાથી શરીર જકડાઇ ગયું હોય તો તેમાં રાહત થાય છે. પેટના રોગો (વાયરસ બેકટેરીઆ નાશ પામવાથી)માં આરામ મળે છે. આ ઉપરાંત બી.પી.નું પ્રમાણ ઓછું થાય છે.
  • આદુનો રસ પીવાથી ગેસ ઓછો થાય છે, ઉધરસ મટે છે, હૃદયરોગ થતો અટકાવે છે, ગળા અને નાક (સાઈનસ)માં ભરાએલા કફને દૂર કરે છે. માથુ દૂખતું હોય ત્યારે નાકમાં આદુનો રસ બે ટીપાં નાખવાથી મટી જાય છે.
  • કાળી દ્રાક્ષનો રસ પીવાથી કબજિયાત મટી જાય છે. હરસ થતા અટકે છે. શરીરમાં ગરમી લાગતી હોય તેમાં રાહત આપે છે.
  • જામફળનો રસ પીવાથી કબજિયાત મટે છે. શુક્રાણુ વધે છે અને શરીરને શક્તિ આપે છે.
  • લીંબુનો રસ આંતરડામાં બેકટેરીઆનો નાશ કરે છે. બધા જ પ્રકારના ચેપથી રક્ષણ થાય છે. ઠંડા પાણીમાં લીંબુનો રસ મેળવી તેમાં મધ નાખી રોજ ભૂખ્યા પેટે પીવાથી કબજિયાત મટે છે. લીંબુના રસથી હૃદયરોગ સામે રક્ષણ મળે છે. મગજ શાંત કરે છે. લીંબુના રસમાં રહેલ વિટામિન સી લોહીની નળીઓને મજબૂત બનાવે છે. બી.પી.ને કાબૂમાં લાવે છે.
  • તરબૂચ અને ટેટીનો રસ ઠંડક આપે છે. કિડનીને વધારે કાર્યક્ષમ કરે છે. દૂષિત પદાર્થો શરીરમાંથી બહાર નીકળી જાય છે. કબજિયાત મટાડે છે.
  • સફેદ ડુંગળીના રસમાં એક ચમચી ઘી મેળવીને પીવાથી પેટના રોગો- દુખાવો- ગેસ- એસીડીટી મટે છે. વાયરસથી થતા રોગો મટે છે.
  • નારંગીનો રસ પીઓ ત્યારે પેશીની આજુબાજુ રહેલ સફેદ કવર (ફાઈબર)માં કેલ્શ્યમ ખૂબ મળે છે. હાડકાં- દાંત મજબૂત થાય છે. શ્વાસના રોગો- એલર્જીક કફ- દમમાં રાહત આપે છે.
  • પપૈયાનો રસ લીવર માટે ફાયદાકારક છે. પાચનક્રિયામાં મદદ કરે છે. કબજિયાત મટાડે છે. પેશાબના રોગોમાં રાહત આપે છે.
  • પાઇનેપલનો રસ પેટના કૃમિનો નાશ કરે છે. ગેસ મટાડે છે.
  • ટમેટાના રસમાં વિટામિન ‘એ’ મળે છે. વજન ઓછું કરવામાં મદદ કરે છે. ડાયાબીટીસમાં રાહત આપે છે. કિડનીને વધારે કાર્યક્ષમ બનાવે છે. પાચનક્રિયા સુધારે છે. હિમોગ્લોબીન વધારે છે. આંખની શક્તિ વધારે છે.
  • લીલા પાંદડાંવાળી મેથી- તાંદળજાની ભાજીમાં આયર્ન છે, જેથી લોહી સુધરે છે. એસીડીટી મટાડે છે.
  • કોથમીરનો રસ ઠંડક આપે છે. પાચનક્રિયામાં મદદ કરે છે. લોહીનું હિમોગ્લોબીન સુધારે છે. આંખની શક્તિ વધારે છે.
  • તુલસીનો રસ પીવાથી ગેસ મટે છે. પેટના કૃમિનો નાશ કરે છે. ઉલટી થતી મટાડે છે. ઉધરસ મટાડે છે.
  • પાલખનો રસ લોહી સુધારે છે. પેટ સાફ રાખે છે. ઉધરસ મટાડે છે.
  • ફૂદીનાનો રસ ભૂખ મટાડે છે. ઉધરસ મટાડે છે. પેટના રોગોમાં ફાયદો કરે છે. મધ અને લીંબુના રસ સાથે ફૂદીનાનો રસ આપવાથી પાચનક્રિયામાં મદદ મળે છે.
  • કોબીજનો રસ સવારે ભૂખ્યા પેટે તાજો ૧૦૦ મી.લી. પીવાથી એસીડીટી તદ્દન મટી જશે. તેમાં રહેલા વિટામિન ‘બી’ કોમ્પલેક્ષ ચામડીની ચમક વધારે છે.
  • દૂધીનો રસ પીવાથી પેટનો ગેસ ઓછો થઇ જાય છે. એસીડીટી મટે છે. ઠંડક થાય છે.
  • ઘઉંના જવારાના રસથી કેન્સર સામે રક્ષણ મળે છે. વાળ ખરતાં અટકે છે. લોહી ચોખ્ખું કરે છે. ચામડીના રોગો મટે છે.
  • બીટનો રસ તેમાં રહેલા આયર્નને કારણે હિમોગ્લોબીન વધારે છે. પેટ સાફ રાખે છે. ઠંડક આપે છે.
  • લીલા અંજીરથી પેશાબના દર્દો મટી જાય છે. ખાંસી ઓછી થાય છે. પેટના રોગો મટી જાય છે.
  • કોળાનો રસ પીવાથી પ્રોસ્ટેટ ગ્રંથિની તકલીફ દૂર થાય છે. પેટના રોગોમાં રાહત આપે છે. કરમીઆનો નાશ કરે છે.
  • જાંબુના રસમાં રહેલા આયર્નથી લોહી સુધરે છે. શરીરમાં સ્ફૂર્તિ આવે છે. લીવરના રોગો મટાડે છે.
  • મૂળા અને મૂળાની ભાજીનો રસ કબજીયાત મટાડે છે. લોહી સુધારે છે. કિડનીને કાર્યક્ષમ બનાવે છે.

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/25/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate