অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

ઔષધમાંથી આઝાદી

હવે ઔષધમાંથી આઝાદી: ચણા મમરાની જેમ દવા લેવાનું બંધ કરો
આજ કાલ નાનાથી મોટા માણસો, કોઇપણ વયના હોય, જરા વિગતથી પૂછો તો જણવા મળે કે દરેક જણ કોઇને કોઇ દવા લેતાં જ હોય છે. એનો અર્થ એ નથી કે એમને કોઇ બીમારી કે રોગ છે.

ફિટનેસ

સ્વસ્થ માણસો સ્વાસ્થ્ય જાળવી રાખવા દવાઓ ખાય છે. અને અસ્વસ્થ- બીમાર માણસો સ્વાસ્થ્ય મેળવવા દવાઓ ખાય છે. આ બેમાં ભેદ એ છે કે દવાઓથી સ્વાસ્થ્ય મળી શકે છે. આ ભ્રામક માન્યતામાં લોકો જીવે છે, માટે રોગ ના થાય એ માટે કોઇને કોઇ દવા લે છે. માંદગીમાં તો સ્વાભાવિક છે કે દવા, ગોળી, ઇન્જેકશન વગેરેની જરૂરિયાત રહે. આ અંગેની સજાગતા લોકોમાં આવશે તો ચણા- મમરાની જેમ ખવાતી પેરાસિટામોલ, ડિસ્પ્રીન, આરોગ્યવર્ધિની, મેદોહર ગુગળ વગેરે લેતા બંધ થશે.

સ્વાસ્થ્યની વ્યાખ્યા :

WHO (World health Organisation) પ્રમાણે સ્વાસ્થ્યની વ્યાખ્યા આ પ્રમાણે છે. વ્યક્તિનું સ્વાસ્થ્ય એટલે શારીરિક, માનસિક અને સંતોષકારક સામાજિક માન મરતબો જ નહીં, પરંતુ રોગોની ગેરહાજરી અને કમજોરી, અશક્તિની ફરિયાદ પણ ના હોવી તે છે.

આયુર્વેદ:

આયુર્વેદના આચાર્ય સુશ્રુત કે જેમને આધુનિકો પણ શસ્ત્રકિયાના પિતામહ માને છે, એમના મત અનુસાર ‘સમદોષ’, સમાગ્નિશ્ય, સમધાતુ મલકિપ, પ્રસન્ન આત્મેન્દિય મન:, સ્વસ્થ ઇતિ અભિધીયતે.?
આર્થાત્ વાયુ,પિત્ત, કફ, જઠરાગ્નિ (ભૂખ) સમ હોય. રસ, રકત, માંસ,મેદ, અસ્થિ, મજ્જા, શુક્ર સાત ધાતુઓ અને પુરિષ, મૂત્ર, સ્વેદ આદિ મલ (શરીરનો કચરો અને તેનો નિકાલ) સમ હોય, આત્મા, ઇન્દ્રિયો, મન પ્રફુલ્લ હોય તે સ્વસ્થ કહેવાય.

તારણ:

મૃત્યુપર્યત સ્વાસ્થ્ય જાળવી શકાય છે. એ માટે પ્રત્યક વ્યક્તિએ સજાગતાપૂર્વક આયુર્વેદના દિનચર્યા, ઋતુચર્ચા ને પોતાની પ્રમાણે અનુસરવું જોઇએ. અને એ રીતે એ વ્યકિત તંદુરત દીર્ઘાયુ પ્રાપ્ત કરી શકે. જે સમાજોપયોગી થઇ શકે. (સમાજને નુકસાન કરનાર ના હોય) લોકોની, મિત્રોની ચાહના મળે, માન સન્માન પ્રાપ્ત થાય. ઈચ્છિત વસ્તુને મેળવવાની શક્તિ-સામર્થ્ય ( અને તે પણ શારીરિક, માનસ્ક અને આર્થિક રીતે) મેળવે છે. 5000 વર્ષ જૂના આયુર્વેદની આ જ વિશિષ્ટતા છે. હજારો વર્ષ પૂર્વેની સ્વાસ્થ્યની સમજ અને અસર 68 વર્ષ પૂર્વેના 1948માં જ જન્મેલા WHOની વ્યાખ્યામાં દેખાય છે. WHO આજે વૈશ્વિક સ્તરે લોકોના સ્વાસ્થ્ય માટે સજાગ અને સક્રિય છે.

આત્મનિરીક્ષણ:

આ લેખ વાંચનાર પ્રત્યેકને આત્મનિરીક્ષણ કરવાનું સૂચન કરું છું. Introspection સવારથી ઊઠીને રાત સુધીની તમારી ક્રિયાઓનું અવલોકન કરો.

  • કઇ પ્રવૃત્તિ તમને આનંદ આપે છે?
  • કઇ વસ્તુઓ, ક્રિયાઓ નડે છે ? તે તપાસો દા.ત આજે સવારે દૂઘ કે આ પીવાની રુચિ ના થઇ, તો વિચારો કે આમ કેમ થયું? મોં કડવું લાગે છે કે એસિડીટી થઇ છે. તો તમે શું કરશો?માથું દુખે છે. એવું ના ગમતું શું બન્યું છે, કે માથું દુ:ખવા માંડ્યું તે શોધો.

મોટો ભાગના લોકો આવી નાની નાની સમસ્યાથી ભાગે છે. માટે જ હાથવગી રાખેલી દવાઓમાંથી ફટાક દઇને ગળી લે છે. આ કારણસર સહનશકિત તો ઘટી જ છે. પરંતુ શા માટે થયું તે તક કરવાની વૃત્તિ પણ ખોઇ બેઠા છે અથવા તો એ પિષ્ટપેષણમાં પડવા માગતા નથી. આ ભાગેડુ વૃતિ (escapism) એમને અવનવી દવાઓ-ઔષઘોના ગુલામ બનાવે છે.

સાવધાન:

મોટાભાગની આયુર્વેદની દવાઓ નિર્દોષ હોય છે. પરંતુ અતિ સર્વત્ર વર્જપેત્. આમ, લીવર માટે આરોગ્યવર્ધિની સારી કે મેદો હરગુગળથી ચરબી ઉતરે કે અવિપતિકર ચૂર્ણ એસિડીટી દૂર કરે. પેરાસિટામોલ દુ:ખાવો મટાડે ( હકીકતમાં તો દુ:ખાવાનું જ્ઞાન નથી થવા દેતું) કે વિટામીન્સની ગોળી કે કેલ્શિયમ ખાઇ લઉં તો અશક્તિના લાગે કે હાડકાંનબળા ના પડે વગેરે.. આ જે મનોવૃત્તિ છે. એમાંથી જરા બહાર આવીને વિચારો કે ખાવાથી અને શું કરવાથી હું ઔષધ મુક્ત રહું…?

શું કરવું?

તમારી પ્રકૃતિને સાત્મય, અનુકૂળ હોય તેવો જ ખોરાક લો. પિત્તનો પ્રકોપ વારંવાર થતો હોય તેમણે ટામેટાં, કેપ્સિકમ, લીલાં મરચાં, તળેલું ના હોય તેવો આહાર વાપરવો. વાયુ થતો હોય તેમણે ઉજાગરા ના કરવા. સાંજના સમયે વાલ, વટાણા જેવા કઠોળ ત્યજવા. કફ પ્રકૃતિવાળાએ વાસી ખોરાક ત્પજવો અને ભૂખ લાગે તો અને ત્યારે જ જમવું.

શરીરમાં રુધિરાભિસરણતંત્ર અને ચેતાતંત્ર સરસ રીતે કાર્યરત રહી શકે તે માટે નિયમિત ચાલવું અને ઓમકાર પ્રાણાયામ શરૂ કરવા. મન અને આત્માને તાણ- stress આપે એવી પ્રવૃત્તિ ન કરવી આ પ્રવૃત્તિ દરેક વ્યક્તિએ અલગ હોય છે અને શાંતિથી આત્માનિરીક્ષણ વગર ના જ સમજી શકાય. નહીંતર ચીડ, ગુસ્સો વધે. પરિણામે હાઇ બ્લડપ્રેશર, હદયરોગ કે ડાયાબિટીસને વણનોંતર્યું આમંત્રણ મળી જાય.

છેલ્લે : આ બધું કર્યા પછી, ધ્યાન રાખ્યા પછી પણ જો તમારા શરીરને વ્યાધિ આવે તો તમારા વિશ્વાસુ વૈદ્યરાજ કે ડોકટરને મળો. એમની સૂચના મુજબ જ દવા લો. બની શકે માત્ર સાકર ખાઇ લેવાથી તમારુ પિત શમી જાય કે પગના તળિયે કાંસાની વાડકીથી ગાયનું ઘી ઘસવાથી તમને ઊંઘ આવી જાય અને મન શાંત થઇ જાય. હવે બોલો, આમાં કોઇ દવા કાયમ લેવાની જરૂર લાગે છે?

લેખક વૈદ્ય સુષમા પ્રવીણ હીરપરા aarogyatirth@gmail.com

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/27/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate