કબજિયાત, અજીર્ણ, મંદાગ્નિ, અને પેટના રોગો માટે
યોજના – સારી હરડે લાવી તેના ઠળિયા કાઢી નાખવા અને છાલનું ચૂર્ણ કરવું. આ હરડે ચૂરં ૮ ભાગમાં લેવું. ગાંધીને ત્યાંથી તાજાં સારાં મીંઢી આવળનાં પાન ખરીદી લાવી, સાફ કરી ખાંડવા આ મીંઢીઆવળનું ચૂર્ણ ૪ ભાગ લેવું તેમાં સ્વચ્છ અજમાંનું ચૂર્ણ ૨ ભાગ અને સંચળનું ચૂર્ણ ૧ ભાગ મેળવીને રાખવું. આ દીનદયાળ ચૂર્ણ ઘેર ઘેર કાયમ ઉપયોગી થઈ શકે તેવુંઅને નિર્દોષ છે.
સેવનવિધિ – ત્રણ મહિના સુધી આ ચૂર્ણ પૂરા ગુણ દર્શાવે છે. ચોમાસામાં ખાસ ઢાંકી રાખવું. ૧ તોલો, ૧ ચમચી કે ૬ થી ૮ ગ્રામ જેટલું ચૂર્ણ રાત્રે કે સવારે પાણીમાં લઈ શકાય.
ઉપયોગ –
(૧) કબજિયાત – મળશુધ્ધિ માટે હંમેશાં ઠંડા અથવા ગરમ પાણીમાં લેતાં રહેવું.
(૨) અજીર્ણ – મંદાગ્નિ – સવારે – સાંજે ૧-૧ ચમચી ચૂર્ણ ગરમ પાણીમાં લેવું.
(૩) પેટના રોગો – પાચનતંત્રને લગતા આંતરડાના કોઈ પણ રોગમાં ૧ નાની ચમચી ચૂર્ણ જમ્યા બાદ પાણીમાં લેવું.
નોંધ – મીંઢી આવળને કારણે પેટમાં આંકડી આવતી હોય તેમણે આ ચૂર્ણનું સેવન કરવું નહીં.
વૈદ્ય નિકુલ પટેલ
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/25/2020