অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

યૂનાની

યૂનાની

  1. પરિચય
  2. યૂનાની પધ્ધતિના સિધ્ધાંતો અને મુખ્ય વિષયવસ્તુઓ (પ્રિન્સીપલ્સ એન્ડ કોન્સેપ્ટ્સ ઓફ યૂનાની)
    1. આર્કન (તત્વો)
    2. મિઝાજ (પ્રકૃતિ)
    3. અખલત (રસ/ધાતુઓ)
    4. આઝા (અંગો)
    5. આર્વાહ (આત્મા)
    6. કૂવા (બુદ્વિ, માનસિક શક્તિ)
    7. અફાલ (કાર્યો)
    8. બીમારીનો અટકાવ - (પ્રિવેન્શન ઓફ ડીસીઝ)
  3. નિદાન અને સારવાર પધ્ધતિ (થેરાપ્યુટીક્સ)
    1. રેજીમેન્ટલ ઉપચાર પધ્ધતિઃ- (રેજીમેન્ટલ થેરાપી)
    2. ખોરાકથી સારવાર આપતી પધ્ધતિ ( ઈલાજ-બિલ-ઘીઝા)
    3. ઔષધ વિજ્ઞાનને લગતી ચિકિત્સા પધ્ધતિ (ઈલાજ-બિલ-દવા)
    4. શૈલ્યક્રિયા (હજ-બિલયાદ)
  4. યૂનાની પદ્ધતિમાં ઔષધિય નિયમન (ડ્રગ કંટ્રોલ ઈન યૂનાની)
  5. ઔષધિઓની યાદી તથા તેના ઉપયોગ અંગેની માહિતીવાળા ગ્રંથ (યૂનાની ફાર્માકોપીઆ)
  6. ઔષધિઓની યાદી તથા તેના ઉપયોગ અંગેની માહિતી ધરાવતી લેબોરેટરી (ફાર્માકોપીઅલ લેબોરેટરી)
  7. યૂનાનીમાં સંશોધન (રિસર્ચ ઈન યૂનાની)
  8. યૂનાની હોસ્પિટલો અને દવાખાનાઓ (યૂનાની હાસ્પિટલો અને ડીસ્પેન્સરીઝ)
  9. યૂનાની ચિકિત્સા પદ્ધતિનું શિક્ષણ (એજયુકેશન ઈન યૂનાની)
  10. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ યૂનાની મેડીસીન, બેંગલોર
  11. સંબધિત સ્ત્રોત

પરિચય

ભારતમાં યૂનાની ઔષધિય સારવાર પધ્ધતિનો દીર્ઘ અને પ્રભાવી રેકોર્ડ રહ્યો છે. આરબો અને પર્શિયનો દ્વારા લગભગ ૧૧મી સદીની આસપાસ આ પધ્ધતિની ઓળખ ભારતમાં કરાવવામાં આવી હતી. આજે આગળ પડતા દેશોમાંનો ભારત એક એવો દેશ છે. જે હજી સુધી યૂનાની ઔષધીય સારવાર પધ્ધતિ સાથે સંબંધ ધરાવે છે ભારતમાં સૌથી વધારે યૂનાની પધ્ધતિના શિક્ષણ, સંશોધન અને આરોગ્ય સારવાર આપતી સંસ્થાઓ છે.

આ પધ્ધતિ જેવું નામ સૂચવે છે તેમ આ પધ્ધતિ મુળ ગ્રીસ દેશમાંથી આવી. યૂનાની પધ્ધતિનો પાયો પ્રાચીન ગ્રીકનાં વૈદ્ય હિપોક્રેટસ દ્વારા નાખવામાં આવ્યો. હાલની આ વૈદ્યકીય સારવાર પધ્ધતિનું વર્તમાનમાં અસ્તિત્વ આરબોના કારણે ટકી રહ્યું છે કારણ કે, તેઓએ કેવળ મોટા ભાગના ગ્રીક સાહિત્યને અરેબિક ભાષામાં ભાંષાતરિત જ નથી કર્યો. પરંતુ તેમાં પોતાનું યોગદાન આપીને તેની ઔષધિઓને સમૃધ્ધ/વધુ અસરકારક પણ બનાવી છે. આ પ્રક્રિયા દરમિયાન તેઓઓ ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર, વનસ્પતિશાસ્ત્ર, શરીરરચનાશાસ્ત્ર, ફીઝીયોલોજી, પેથોલોજી, થેરાપ્યુટીકલ અને સર્જરી જેવા વિજ્ઞાનનો બહોળો ઉપયોગ કર્યો હતો. ઈજિપ્ત, સીરિયા, ઈરાક, પર્સિયા, ભારત, ચીન અને અન્ય મધ્યપૂર્વના દેશોમાંની સમકાલીન પરંપરાગત ઔષધિય પ્રણાલીમાં જે-જે બાબત ઉત્તમ હતી. તેને યૂનાની ઔષધિય અને વૈદ્યકીય સારવાર પધ્ધતિમાં સમાવીને તેને ખૂબ જ સમૃધ્ધ બનાવવામાં આવી.

યૂનાની ઔષધિય અને વૈદ્યકીય સારવાર પધ્ધતિમાં આરબો દ્વારા કરાવવામાં આવ્યો અને તરત જ તેના મજબૂત મીળિયા પણ નાંખવામાં આવ્યાં. દિલ્હીના સુલતાને (શાસક) યૂનાની પધ્ધતિના નિષ્ણાંતોને આશ્રય અને ઉત્તેજન આપવામાં આવ્યું તેમજ તેઓના કેટલાંકની તેમના રાજ્યમાં અને દરબારમાં ડોક્ટર તરીકે નિમણૂંક પણ કરવામાં આવી.

ભારતમાં અંગ્રેજ શાસનકાળ દરમિયાન આ પ્રણાલીને ગંભીરપણે પીછેહઠ થઈ. આ દરમિયાન એલોપેથીક પધ્ધતિને શરૂ કરવામાં આવી અને તેનો પાયો નંખાયો. આના કારણે યૂનાની પધ્ધતિને લગતા શિક્ષણ, સંશોધન અને અભ્યાસનો વિકાસ ધીમો પડી ગયો. આમ, બે સદી સુધી તમામ યૂનાની પધ્ધતિ સહિતની તમામ પરંપરાગત ચિકિત્સા પ્રણાલીને સંપૂર્ણપણે અવગણવામાં આવી. રાજ્ય તરફથી આવી પધ્ધતિઓનો નિષ્ણાંતોને અપાતો આશ્રય/ટેકો પાછો ખેચવામાં આવી લીધો હોવા છતાં તેને વધુ નુકસાન ન થયું કારણ કે, લોકોને આમાં ખૂબ વિશ્વાસ હતો. આથી આના નિષ્ણાંતોએ તેનો અભ્યાસ કરવાનો ચાલુ રાખ્યો હતો. ખાસ કરીને દિલ્હીના શરીફી પરિવાર, લખનૌના અઝીઝી પરિવાર અને હૈદ્રાબાદના તમામ નિઝામ પરિવારના પ્રયોસોથી યૂનાની ચિકિત્સા પધ્ધતિ અંગ્રેજ શાસનકાળમાં ટકી રહી.

આઝાદી પછી યૂનાની સહિતની અન્ય ચિકિત્સા પધ્ધતિઓને રાષ્ટ્રીય સરકાર અને તેની જનતાના આશ્રય અને ઉત્તેજન દ્વારા ફરીથી તેનું મૂલ્ય/પ્રતિષ્ઠા વધી ગઈ. ભારત સરકારે આ પધ્ધતિનાં સર્વાંગી વિકાસ માટે કેટલાંક પગલા લીધાં. સરકારે આ પધ્ધતિને લગતા શિક્ષણ અને તાલીમને નિયંત્રિત/નિયમિત કરવા અને તેને ઉત્તેજન આપવા માટેના કેટલાંક કાયદાઓ પસાર કર્યા. તેણે સંશોધનાત્મક સંસ્થાઓ પરીક્ષણ માટેની લેબોરેટરીઓ અને તેને લગતી દવાઓનો પ્રમાણિત કરવાના તેમજ તેના અભ્યાસને લગતાં કેટલાંક ધોરણો નક્કી કર્યાં. આજે યૂનાની ચિકિત્સા પધ્ધતિ તેનો પ્રમાણિત પ્રેકટીશનરો, હોસ્પિટલો, તેમજ શૈક્ષણિક અને સંશોધન સંસ્થાઓ દ્વારા રાષ્ટ્રની આરોગ્ય સારવાર આપતી પધ્ધતિનો સંકલિત ભાગ બની ગઈ છે.

યૂનાની પધ્ધતિના સિધ્ધાંતો અને મુખ્ય વિષયવસ્તુઓ (પ્રિન્સીપલ્સ એન્ડ કોન્સેપ્ટ્સ ઓફ યૂનાની)

યૂનાની ચિકિત્સા પધ્ધતિની પાયાની થીયરી હીપોક્રેટ્સની પ્રખ્યાત ચાર શરીરના મુખ્ય રસો આધારીત થીયરી છે. તેઓ શરીરના ચાર મુ્ખ્ય રસો- જેવા કે લોહી, કફ, પીંળુ પિત્ત અને કાળુ પિત્ત હાજરીની પૂર્વધારણા કરે છે.

એવું માનવામાં આવે છે કે માનવ શરીર નીચે જણાવ્યા મુજબના સાત ઘટકોનું બનેલું છે:

  • આર્કન્સ (તત્વો)
  • મિઝાજ (સ્વભાવ/પ્રવૃતિ)
  • અખલત (રસ/ધાતુઓ)
  • આઝા (અંગો)
  • અર્વાહ (પ્રાણ)
  • કુવા (બુધ્ધિ, માનસિક શક્તિ)
  • અફ્ફાલ (કાર્ય)

આર્કન (તત્વો)

માનવ શરીર ચાર તત્વોનું બનેલુ છે. આ ચારમાના દરેક તત્વના પોતાનો ખાસ સ્વભાવ/પ્રતિ હોય છે. જે નીચે મુજબ છે.

તત્વ

સ્વભાવ/ પ્રકૃતિ

હવા

ગરમ અને ભેજવાળી

પૃથ્વી

ઠંડી/સૂકી

અગ્નિ

ગરમ/સૂકી

પાણી

ઠંડુ અને ભેજવાળું

મિઝાજ (પ્રકૃતિ)

યૂનાની ચિકિત્સા પધ્ધતિમાં વ્યક્તિની પ્રકૃતિ ખૂબ મહત્વની છે. કારણ કે, તેને વિશિષ્ટ ગણવામાં આવે છે એવું માનવામાં આવે છે કે, વ્યક્તિઓની પ્રકૃતિએ તત્વો સાથેની ક્રિયા-પ્રતિક્રિયાનું પરિણામ છે. જ્યાં ચારેય તત્વોને સરખા પ્રમાણમાં વાપરવામાં આવે છે. ત્યાં પ્રકૃતિ સાચા અર્થમાં ન્યાયી બને છે. પરંતુ આવું અસ્તિત્વમાં હોતું નથી. પ્રકૃતિ સમતાપૂર્ણ હોઈ શકે છે. એનો અર્થ એ કે ન્યાયી અને જરૂરી માત્રામાં સુસંગત પ્રકૃતિની હાજરી અંતે પ્રકૃતિ અસમાન હોઈ શકે છે. આ કેસમાં માનવ શરીરને સ્વસ્થ રીતે કાર્ય કરવાની જરૂરિયાત અનુસાર વ્યાજબી પ્રકૃતિની વહેંચણીની ગેરહાજરી હોય છે.

અખલત (રસ/ધાતુઓ)

મનોભાવએ શરીરના ભાગોનો એવો ભેજ અને પ્રવાહી છે કે જે પોષક તત્વોના પરિવર્તન અને ચયાપચયની ક્રિયામાં થતા પરિવર્તનો પછી પેદા થાય છે. તે જતન હેતુ વ્યક્તિ અને તેના સર્વાંગના પોષણનું, વૃધ્ધિ અને સમારકામનું કામ કરીને તાકાત પેદા કરે છે. શરીરને પોષણ પૂરું પાડવા માટે અને શરીરના જુદા-જુદા અંગોમાં ભેજ જાળવી રાખવાની જવાબદારી આવા રસોની છે. ખોરાક પાચનના ચાર તબક્કાઓમાંથી પસાર થાય છે. (૧) વાયુનું પાચન જ્યારે ખોરાકના જઠર રસના લીધે પકવાશયમાં થયેલા અન્નના માવામાં એને અન્નના માવાનું અન્ન રસમાં રૂપાંતરણ થાય છે. ત્યારપછી તેને મેસેન્ટરીક નસ દ્વારા યકૃત સુધી લાવવામાં આવે છે, (૨) યકૃતમાં પાચન જેમાં અન્નના માવાનું રૂપાંતરણ થાય છે. જેમાંના મોટાભાગના રસોમાંથી સૌથી વધારે લોહી બને છે., (૩) લોહી લઈ જનારી નળીઓ. (૪) ટીસ્યુઓ દ્વારા પાચન જ્યારે રસો લોહીની નળીઓમાં વહે છે. ત્યારે શરીરની દરેક કોષપેશી પોતાના આકર્ષણ શક્તિથી તેમાનું પોષકતત્વ શોષી લે છે તથા તેની ગ્રહણશક્તિને આધારે તેને ગ્રહણ કરે છે. ત્યારપછી પચાવવાની તાકાત સાથેની સંયોજક પાચન શક્તિ પછી તેનું કોષોમાં રૂપાંતર કરે છે. આ તબક્કે રસોમાંનો નકામા પદાર્થનું ઉત્સર્જન ઉત્સર્જનની તાકાત દ્વારા કરવામાં આવે છે. આ પધ્ધતિ અનુસાર રસોના સંતુલનમાં કોઈપણ જાતની ગડબડ ઊભી થાય ત્યારે તેનાથી બીમારીઓ થાય છે. આથી આની સારવારનો ધ્યેય એ જ હોય છે કે રસોને ફરીથી સંતુલિત કરવાં.

આઝા (અંગો)

આ માનવ શરિરના વિવિધ અંગો છે વ્યક્તિનાં દરેક અંગના સ્વાસ્થ્યના અથવા બીમારીની અસર વ્યક્તિના સમગ્ર શરીરનાં આરોગ્ય પર પડે છે.

આર્વાહ (આત્મા)

આત્મા એ એક વાયુમય તત્વ છે જે શ્વાસને અંદર લઈ મેળવવામાં આવે છે અને તે શરીરની સમગ્ર ચયાપચયની પ્રક્રિયામાં સહાયક બને છે. તે તમામ પ્રકારની શક્તિઓ કુવાને પેદા કરવા માટે અખલત લતીફાહને બાળે છે અને હરારત ગરીઝીયાહ શરીરના તમામ અંગો માટે જીવનરસનો સ્ત્રોત બની જાય છે. આને જીવનબળ માનવામાં આવે છે. જેને બીમારીના નિદાન અને સારવારમાં મહત્વનું માનવામાં આવે છે. આ જુદી-જુદી શક્તિઓનું વાહક છે કે જે આખા શરીર તંત્રને અને તેના કાર્યશીલ ભાગોને બનાવે છે.

કૂવા (બુદ્વિ, માનસિક શક્તિ)

આ ત્રણ પ્રકારની શક્તિ છે.

  1. કૂવા તબિયત અથવા કુદરતી શક્તિ આ ચયાપચય અને પ્રજનનની તાકાત છે. આનું સ્થાન યકૃતમાં છે અને શરીરના દરેક કોષમાં આની પ્રક્રિયા ચાલુ રાખવામાં આવે છે. ચયાપચયની ક્રિયાને પોષણ અને માનવ શરીરની વૃધ્ધિની પ્રક્રિયા સાથે સંબંધ છે. ખોરાકમાંથી પોષણ મળે છે અને તેને શરીરના બધા ભાગોને પહોંચાડવામાં આવે છે. જ્યારે વૃધ્ધિની ક્ષમતા શરીરના બંધારણ અને માનવ શરીરના સંગઠિત તંત્રની વૃધ્ધિ માટે જવાબદાર છે.
  2. કુવા નફસાનીયાહ અથવા માનસ શક્તિ જ્ઞાન અને માનસિક શક્તિઓનો ઉલ્લેખ કરે છે. આ દિમાગમાં રહેલી છે અને તે ગ્રહણશક્તિ અને પ્રેરણા શક્તિ માટે જવાબદાર છે. ગ્રહણશક્તિ છાપ અથવા સંવેદનશીલતા તેમજ પ્રેરણાશક્તિ આવી સંવેદનાની પ્રતિક્રિયારૂપે હલનચલન કરે છે.
  3. કુવા હચવાનીયાહ અથવા જીવન શક્તિ આ જીવનને ટકાવી રાખવા માટે અને શરીરના તમામ અંગોને માનસિક તાકાતની અસર સ્વીકારવા માટે શક્તિમાન બનાવે છે. આ શક્તિનું સ્થાન હ્રદયમાં છે. તે કોષોમાં જીવનને ધબકતું રાખે છે.

અફાલ (કાર્યો)

આ ઘટક શરીરનાં તમામ અંગોનાં હલન-ચલન અને કાર્યોનો ઉલ્લેખ કરે છે. સ્વસ્થ શરીરમાં વિવિધ અંગો કેવળ તેના યોગ્ય આકારમાં જ નથી હોતાં પરંતુ તેની સાથે-સાથે તેઓ તેમના કાર્યોને પણ સારી રીતે કરે છે. આ માટે માનવ શરીરના બધા જ કાર્યોનું વિસ્તૃત જ્ઞાન હોવું જરૂરી છે.

આરોગ્ય: આરોગ્ય એ માનવ શરીરના એવા સ્તરનો ઉલ્લેખ કરે છે જ્યારે માનવ શરીરના તમામ કાર્યો સામાન્ય રીતે થતાં હોય બીમારી એ આરોગ્યની વિરૂધ્ધની સ્થિતિ છે. જેમાં શરીરના એક અથવા એકથી વધુ કાર્યો અથવા શરીરના અંગોના સ્વરૂપમાં કંઈ કમી આવી હોય.

નિદાન: યૂનાની પધ્ધતિમાં નિદાનની પ્રક્રિયા અવલોકન અને શારીરિક તપાસ આધારિત હોય છે. વ્યક્તિને કોઈપણ માંદગીને નીચેનામાંથી કોઈની પેદાશ તરીકે માનવામાં આવે છે.

  • તે જે તત્વોનો બનેલો હોય તે.
  • તેની પ્રકૃતિ, માળખું અને શરીરના ભાગોની કાર્યક્ષમતા અને તાકાતના પ્રકાર.
  • બહારના પરિબળો કે જેની અસર તેના શરીરના કાર્યો પર પડતી હોય.
  • શરીરના કાર્યોને જાળવી રાખવાના અને તેના ભંગાણને શક્ય તેટલી હદ સુધી દુર કરવાના કુદરતના પોતાના પ્રયત્નો.
આવા પરસ્પર જોડાયેલા તમામ પરિબળોને ધ્યાનમાં રાખીને બીમારીનો પ્રકાર અને કારણો નક્કી કરવામાં આવે છે અને તેની સારવાર નક્કી કરવામાં આવે છે. નિદાન કરતાં સમયે બિમારીના કારણોની સંપૂર્ણ અને વિગતવાર તપાસ કરવામાં આવે છે. આ માટે ડોક્ટર નાડીની તપાસ અને પેશાબ અને મળની તપાસ પર મુખ્ય આધાર રાખે છે. હ્રદયનાં સંકુચન અને વિસ્તરણના કારણે થતા ઉદ્ભભવતી આર્ટરીના (હ્રદય તરફ શુધ્ધ લોહી લઈ જતી નસો) સંકુચન અને વિસ્તરણને પલ્સ (નબ્ઝ)/નાડીનાં ધબકારા કહેવામાં આવે છે. ધબકારાનું વાંચન અને પેશાબ અને મળની શારીરિક તપાસ ઉપરાંત બિમારીના નિદાન હેતુ અન્ય સાધનો જેવા કે, તપાસ (નિરીક્ષણ), ધબકારાની તપાસ, અંગોને ઠોકીને અને ઓક્યુલેશન જેવા પરંપરાગત સાધનો નિદાન માટે વાપરવામાં આવતા હતા.

બીમારીનો અટકાવ - (પ્રિવેન્શન ઓફ ડીસીઝ)

માંદગીની સારવાર પધ્ધતિ જેટલી જ ચિંતા બીમારીઓના અટકાવ માટેની હોય છે. શરૂઆતના તબક્કામાં આજુબાજુના પર્યાવરણની તથા આસપાસની જીવસૃષ્ટિની સ્થિતિની અસર માનવજાતના આરોગ્યના સ્તર પર પડતી અસરોને ઓળખી કાઢવામાં આવે છે. આથી પાણી, ખોરાક અને હવાને પ્રદૂષણમુક્ત રાખવા પર ભાર મૂકવાની જરૂર ઊભી થાય છે. આથી આરોગ્યવર્ધન અને બીમારીઓના અટકાવ માટે છ જરૂરી સંભાળ પહેલેથી જ હોવી આવશ્યક છે. (અસલાલ સીત્તા એ જરૂરીયાહ) જે નીચે મુજબ છે.

  • હવા
  • ખોરાક અને પીણાં
  • શારીરિક હલનચલન અને આરામ
  • માનસિક હલન ચલન અને આરામ
  • ઊંઘ અને જાગરૂકતા
  • મળ-મૂત્રનું વિસર્જન કરવું અને મળાવરોધ

સારી અને ચોખ્ખી હવાને આરોગ્ય માટે ખૂબ મહત્વની માનવામાં આવે છે. એવીસેન્ના એક પ્રખ્યાત ડોક્ટરે નોંધ્યું છે કે, પર્યાવરણમાં બદલાવ આવવાથી દર્દીઓને ઘણી બીમારીઓથી મુક્તિ મળે છે, વળી, તે ખુલ્લા, હવાદાર અને હવાની અવર-જવર વાળા યોગ્ય વેન્ટીલેશનવાળા મકાનમાં રહેવા પર ભાર મૂકે છે.

એવું સૂચન કરવામાં આવે છે કે, માણસે સડ્યા વગરનો અને બીમારીને પેદા કરતાં ખોરાકો નહીં પરંતુ હંમેશા તાજો ખોરાક ખાવો જોઈએ. દૂષિત પાણીને કેટલીક બીમારીઓનું વાહક માનવામાં આવે છે. આથી જ આ પધ્ધતી બધા જ પ્રકારની અપવિત્રતાથી પાણીને દૂર રાખવાની જરૂરીયાત પર દ્ય્રઢતાપુર્વક ભાર મૂકે છે.

કસરતો તેમજ આરામને સારા સ્વાસ્થ્યના જતન માટે જરૂરી ગણવામાં આવે છે. કસરત કરવાથી સ્નાયુઓની વૃધ્ધિ થાય છે અને તે પોષણની ખાતરી આપે છે. લોહીનો પુરવઠો વધે છે અને ઉત્સર્જન તંત્રના કાર્યને ઠીક કરે છે. તે હ્રદય અને જઠરને સ્વસ્થ રાખે છે.

આ ચિકિત્સા પધ્ધતિ આનંદ, દુઃખ અને ગુસ્સા વિગેરે જેવા માનસિક પાસાંઓની આરોગ્ય પર પડતી અસરોનું વિસ્તૃત દસ્તાવેજીકરણ કરે છે. માનસિક સારવાર નામે ઓળખવામાં આવતી યૂનાની ચિકિત્સા પધ્ધતિની એક શાખા છે. જે વિગતવાર આ વિષયે કાર્યરત છે.

સામાન્ય ઊંઘ અને જાગરૂકતાને પણ સારા આરોગ્ય માટે જરૂરી માનવામાં આવે છે. ઊંઘથી શારીરિક અને માનસિક આરામ મળે છે. ઓછી ઊંઘ લેવાથી કે અનિંદ્રા થવાથી શક્તિ ઘટે છે. માનસિક નબળાઈ લાગે છે તથા પાચનક્રિયામાં ગડબડ ઊભી થાય છે.

ઉત્સર્જન પ્રક્રિયાનું યોગ્ય અને સામાન્યપણે કાર્ય કરવું પણ સારા આરોગ્યને જાળવી રાખવા માટે જરૂરી છે. જો શરીરના આવા નકામા પદાર્થોનો સંપૂર્ણપણે નિકાલ કરવામાં ન આવે તો અથવા તેના ગડબડ ઊભી થાય અથવા તેમાં અવરોધ ઊભો થાય તો તેમાંથી બીમારીઓ અથવા માંદગી આવે છે.

નિદાન અને સારવાર પધ્ધતિ (થેરાપ્યુટીક્સ)

આ ચિકિત્સા પધ્ધતિમાં દર્દીનાં પૂરા વ્યક્તિત્વને ધ્યાનમાં લેવામાં આવે છે. દરેક વ્યક્તિનું પોતાનું આગવું પાયાનું શારીરિક માળખું દેખાવ, સ્વરક્ષા તંત્ર, પર્યાવરણ સામેના પ્રતિક્રિયાત્મક પરિબળો તથા ગમો-અણગમો હોય છે.

રેજીમેન્ટલ ઉપચાર પધ્ધતિઃ- (રેજીમેન્ટલ થેરાપી)

રેજીમેન્ટલ ઉપચાર પધ્ધતિ એ શરીરમાંથી નકામાં પદાર્થોને દૂર કરીને શારીરિક બંધારણને સુધારવાની તેમજ શરીરના સુરક્ષાતંત્રને સુધારીને આરોગ્યની સાચવણી માટેની એક વિશિષ્ટ તકનીક/શારીરિક સારવારની પધ્ધતિ છે. બીજા શબ્દોમાં કહીએ તો આ એક ખૂબ પ્રચલિત શરીરમાંના ઝેરને દૂર કરવાની પધ્ધતિ છે.

માંદગી સહિતની કે જેના માટે તેને અસરકારક માનવામાં આવે છે. તેવી રેજીમેન્ટ થેરાપીની મહત્વની તકનીકો નીચે મુજબની છે.

  1. વિનીસેક્ટો (ફાસ્દ): આ સારવાર પધ્ધતિ નીચે જણાવ્યા મુજબની તકલીફોમાં ખૂબ અસરકારક સાબિત થઈ છે.
    • લોહી સંબંધિત તકલીફોને ઠીક કરવામાં અને ઉચ્ચ રક્તચાપમાંથી મુક્તિ મેળવવામાં ઝેરીલા પદાર્થોના અને લોહીમાં નકામા પદાર્થોને અટકાવવા માટે.
    • શરીરના વિવિધ ભાગોમાંથી નકામા પદાર્થોના ઉત્સર્જન માટે.
    • ચયાપચયની પ્રક્રિયાઓને તેજ કરવા માટે.
    • માસિકસ્ત્રાવને લગતી કેટલીક ગડબડોને કારણે થતી બીમારીઓની સારવાર માટે.
    • પ્રકૃતિમાંના ગરમ પદાર્થોની સુધારણા માટે.
  2. કપિંગ (અલ-હીજામા):- આ ઉપચાર પધ્ધતિ નીચે જણાવેલી તકલીફો માટે વાપરવામાં આવે છે:
    • નકામા પદાર્થોની ચામડી સાફ કરવા માટે.
    • વધારે પડતા માસિકસ્ત્રાવ અથવા એપિસ્ટેકુસીસને અટકાવવા માટે.
    • યકૃતની બીમારીનો ઉપચાર કરવા માટે
    • મેલેરિયા અને બરોળની ગડબડોની સારવાર માટે.
    • મસા, સૂજેલી પુરુષની અંડગ્રંથિઓ અને ગર્ભાશય, ગુમડાં અને સ્કેબીસ વિગેરેની સારવાર માટે.
  3. પરસેવો (તારીક) : ચામડી લોહી અને શરીરના અન્ય ભાગોમાંનો નકામો કચરો પરસેવાની સામાન્ય પ્રક્રિયા દ્વારા બહાર નીકળે છે. આનાથી વધારે પડતી ગરમીમાં રાહત મળે છે. સૂંકુ તથા ભીનું ઝારણ, હૂંફાળા પાણીથી સ્નાન, મસાજ, માલીશ અને ગરમ હવાવાળા રૂમમાં દર્દીને રાખવો. જેવી કેટલીક પરસેવો પેદા કરનારી પધ્ધતિઓ છે.
  4. ડાયારેસીસ (ઈદ્રર-એ-બાઉસ): ઝેરીલા પદાર્થો, નકામા પદાર્થો અને વધારા પડતા રસોને પેશાબ દ્વારા બહાર કાઢવામાં આવે છે. આને હ્રદય, યકૃત અને ફેફસાંની બિમારીઓને ઠીક કરવા માટે વાપરવામાં આવે છે. કેટલીકવાર આ ડાયારીસીસની પધ્ધતિની દર્દીને ઠંડા રૂમમાં કે તેની પર ઠંડા પાણીનો પ્રયોગ કરવાથી વધુ અસરકારક નીવડે છે.
  5. ટર્કીશ બાથ (હમામ): આ પધ્ધતિની ભલામણ નીચે જણાવેલ તકલીફો માટે કરવામાં આવે છે.
    • નકામા પદાર્થોનું વિઘટન કરવા માટે અને પરસેવા વધારવા માટે.
    • હળવી ગરમી પૂરી પાડવા માટે.
    • પોષણ વધારવા.
    • શરીરની ચરબી/મેદ ઘટાડવા.
    • મેદ વધારવા માટે.

સામાન્ય આરોગ્ય માટે ઠંડા પાણીથી સ્નાન કરવું પસંદ કરી શકાય. પરંતુ સંધિવા અને સ્નાયુઓના નકામા થઈ જવા જેવી બીમારીઓમાં દર્દીને માલીશ કર્યા બાદ ગરમ પાણીથી સામાન્ય રીતે નવડાવવામાં આવે છે.

  1. મસાજ, (ડાલ્ક, માલીશ): હળવી માલિશ શાંત પાડનાર અને આરામદાયક હોય છે. સૂકી અને જોરથી કરેલી માલીશ લોહીના પુરવઠાને વધારે છે. જ્યારે તેલની માલીશ કરવાથી સ્નાયુઓમાં રાહત મળે છે અને ચામડી સુંવાળી અને પોચી થાય છે.
  2. કાઉન્ટર ઈરીટેશનઃ આ તકનીકથી દર્દ, બળતરા અને ચીડિયાપણામાં રાહત મળે છે. આ સોજો ઘટાડવામાં અને ગાંઠોને ઠીક કરવામાં સહાયક નીવડે છે.
  3. કાઉન્ટરાઈઝેશન (અમલ-એ-કૈ): આનાથી એક અંગથી બીજા અંગોને લાગતા ઝેરી ચેપને અટકાવી શકાય છે. જાંઘોનાં સાંઘાઓમાં થતો દુઃખાવામાં આ તકનીક ખૂબ અસરકારક થતી જોવા મળી છે. આ પદ્ધતિથી શરીરનાં કેટલાંક શરીરના ભાગોની વિકૃતિઓને કાઢી નાંખવામાં આવે છે અથવા તેને ઠીક કરવામાં આવે છે.
  4. (આઈ) પર્જિંગ-જુલાબ (ઈશાલ): મોટા આંતરડાનો સાફ કરવા માટે આવી જુલાબ આપવાની પધ્ધતિ યૂનાની પધ્ધતિમાં બહોળા પાયે વાપરવામાં આવે છે. આ રીતે વાપરવાના કેટલાંક લેખીત નિયમો છે. આ પધ્ધતિ સામાન્ય ચયાપચનની પ્રક્રિયા પર અસર કરે છે.
  5. વોમીટીંગ (ઉલટી કવાઈ): માથાનો દુઃખાવો, આધાશીશી, કાકડા વધવા, શ્વાસનળીની અંતઃત્વચાનો સોજો કે દાહવાળો ન્યૂમોનિયા અને શ્વાસનળી અને તેની શાખાઓને સંબંધિત દમરોગમાં આ વાપરવામાં આવે છે. આનાથી માનસિક વિકૃતિ, ગાંડપણ અને દુઃખ પહોંચવાથી થતું ગાંડપણ જેવી માનસિક બીમારીઓને સારી કરી શકાય છે.
  6. એક્સરસાઈઝ-કસરત (રિયાઝત): સારા સ્વાસ્થ્યને ટકાવી રાખવા માટે અને કેટલીક બીમારીઓની સારવાર માટે કસરત કરવી ખૂબ મહત્વની છે. કસરત પેટ અને પાચન શક્તિને વધારવા માટે ખૂબ ફાયદાકારક છે. અલગ-અલગ જાતની કસરત કરવા માટે અમુક ચોક્કસ નિયમો, સમય અને શરતો નક્કી કરવામાં આવેલી છે.
  7. લીચીંગ (તાલીક- એ-એલાક): આ પધ્ધતિ લોહીમાંથી નુકસાનકારક પદાર્થોને દૂર કરવા માટે વાપરવામાં આવે છે. આ ચર્મરોગ અને ગોળકૃમિ વિગેરેમાં ઉપયોગી છે. આ પધ્ધતિમાં આને અમલમાં મુકવાની કેટલીક શરતોનું વર્ણન કરવામાં આવ્યું છે.

ખોરાકથી સારવાર આપતી પધ્ધતિ ( ઈલાજ-બિલ-ઘીઝા)

યૂનાની ચિકિત્સા પધ્ધતિમાં આહાર મુખ્ય ભૂમિકા ભજવે છે. ખોરાકની ગુણવત્તા અને જથ્થાનું નિયમન કરીને કેટલીક માંદગીઓની સફળ સારવાર કરી શકાય છે. અમુક ચોક્કસ બીમારીઓમાં કેવો ખોરાક ખાવો ? તે વિષયક ઘણાં પુસ્તકોનું પ્રકાશન થયેલું છે. કેટલાક ખોરાકોને સારક (દવા, મૂત્રવર્ધક અને સ્વેદકારક, પરસેવો કરે તેવી દવા તરીકે માનવામાં આવે છે.

ઔષધ વિજ્ઞાનને લગતી ચિકિત્સા પધ્ધતિ (ઈલાજ-બિલ-દવા)

આ પ્રકારની સારવાર પધ્ધતિમાં કુદરતી રીતે મળી આવતી ઔષધિઓનો ઉપયોગ કરવામાં આવે છે. પ્રાણીજ અને ખનીજ તત્વોમાંથી દવાઓનો પણ ઉપયોગ કરવામાં આવે છે. કુદરતી દવાઓનો એટલે ઉપયોગ કરવામાં આવે છે કે તે સ્થાનિક સ્તરે સહેલાઈથી મળી આવે છે અને તેની શરીર પર કોઈ આડઅસર થતી નથી. યૂનાની ચિકિત્સા પધ્ધતિ પૂર્વધારણા કરે છે કે દવાઓની પણ પોતાની પ્રકૃતિ-તાસીર હોય છે. જ્યારે આ પધ્ધતિમાં વ્યક્તિની ખાસ પ્રકૃતિ પર ભાર મૂકવામાં આવે છે. ત્યારે તેમાં તેને દવાઓ પણ તે વ્યક્તિની પ્રકૃતિને અનુરૂપ આપવામાં આવે છે. જેનાથી દર્દી વહેલો સાજો થવા માંડે છે અને તેને રીએક્શન થવાનું જોખમ પણ રહેતું નથી. દવાઓ ગરમ, ઠંડી, ભેજવાળી અને સૂકી જેવી પોતાની તાસીર મુજબ અસર કરે છે. હકીકતમાં ઔષધિઓની તાસીર મુજબ તેને ચાર વર્ગમાં વર્ગીકૃત કરવામાં આવી છે. ડોક્ટરો દર્દીની ઉંમર અને પ્રકૃતિ તેમજ બીમારીઓના પ્રકારને ગંભીરતાને ધ્યાનમાં લઈને તેવી અસરકારકતાને જુએ છે. દવાઓને ચુર્ણ, કવાથ, અર્ક, મજુન, જ્વરીશ, ખમીરા, સીરપ અને ગોળીઓના સ્વરૂપે આપવામાં આવે છે. આ પધ્ધતિમાં વૈકલ્પિક દવાઓની ભલામણ કરવાના નિયમો બનાવવામાં આવ્યાં છે.

શૈલ્યક્રિયા (હજ-બિલયાદ)

આ ચિકિત્સા પધ્ધતિનો ઉપયોગ ખૂબ મર્યાદિતપણે કરવામાં આવે છે. તેમ છતાં આ ક્ષેત્રે યૂનાની પધ્ધતિને આની સ્થાપક માનવામાં આવી છે અને આ માટેના તેણે પોતાના કેટલાંક સાધનો અને પદ્ધતિઓ વિકસાવી છે હાલમાં આ પધ્ધતિ અંતર્ગત કેવળ નાની-નાની સર્જરીઓ કરવામાં આવે છે.

યૂનાની પદ્ધતિમાં ઔષધિય નિયમન (ડ્રગ કંટ્રોલ ઈન યૂનાની)

ભારતમાં યૂનાની દવાઓના ઉત્પાદનનું નિયંત્રણ ડ્રગ એન્ડ કોસ્મેટિક એક્ટ, ૧૯૪૦ અંતર્ગત કરવામાં આવે છે અને સમયાંતરે આવતા આ કાયદામાંના બદલાવનું પાલન કરવામાં આવે છે. ભારત સરકાર દ્વારા નિર્મિત ડ્રગ ટેકનીકલ એડવાઈઝરી બોર્ડ આ કાયદાનું અમલીકરણ કરાવવાને જવાબદાર છે. એક દવા સલાહકાર સમિતિની રચના કરવામાં પણ આવી છે. આ સમિતિ કેન્દ્ર અને રાજય સરકારો/ બોર્ડને સમગ્ર દેશમાં ડ્રગ એન્ડ કોસ્મેટિક એક્ટના વહીવટમાં સમાનતા જાળવવા બાબતે સલાહ આપે છે.

ભારત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે સંમિશ્ર યૂનાની દવાઓની બનાવટનું એકસરખું ધોરણ જળવાઈ રહે તે માટે યૂનાની ફાર્માકોપીઆ સમિતિ બનાવી છે. આ સમિતિ યૂનાની દવાઓ રસાયણ શાસ્ત્ર, વનસ્પતિ શાસ્ત્ર અને ફાર્મકોલોજી જેવા અલગ-અલગ ક્ષેત્રોના નિષ્ણાંતોની બનેલી છે.

ઔષધિઓની યાદી તથા તેના ઉપયોગ અંગેની માહિતીવાળા ગ્રંથ (યૂનાની ફાર્માકોપીઆ)

ફાર્માકોપીઆ એ ગુણવત્તાના ધોરણ સંબંધિત પુસ્તક છે. જે દવા સંબંધિત માપદંડો અને તેની તપાસ અને વિશ્લેષણ માટેના પ્રોટોકોલ્સને લગતા નિયમોના પાલન સંબંધિત દવાઓની ગુણવત્તાના નિયંત્રણ માટે જરૂરી છે. આવી દવાઓની ગુણવત્તાના ધોરણો યૂનાની ફાર્માકોપીઆ સમિતિ નક્કી કરે છે. દવાઓની આવી ગુણવત્તાનાં ધોરણો કે માપદંડોના પ્રાયોગિક કામ ભારતીય ઔષધિના ફાર્માકોપીઅલ લેબોરેટરીને સોંપવામાં આવ્યું છે.

૧૯૦૧ ફોર્મ્યુલેશનવાળા રાષ્ટ્રીય દવાઓની માહિતી ધરાવતા ૭ સંગ્રહો અને એક જ દવાઓના મૂળના ર૯૮ મોનોગ્રાફસ ધરાવતા ભારતની યૂનાની ફાર્માકોપીઆ ભાગ - ।।।, વોલ્યુમ-૧ કે જે પ૦ સંમિશ્ર દવાઓ બનાવવાની માહિતી ધરાવે છે તેને પ્રકાશિત કરવામાં આવ્યાં.

ઔષધિઓની યાદી તથા તેના ઉપયોગ અંગેની માહિતી ધરાવતી લેબોરેટરી (ફાર્માકોપીઅલ લેબોરેટરી)

ભારતીય દવાઓના ગાઝિયાબાદ ખાતે આવેલી ફાર્માસ્યૂટિકલ લેબોરેટરી કે જે આયુર્વેદ, યૂનાની અને સિદ્ધ ચિકિત્સા પદ્ધતિ માટેની દવાઓની ગુણવત્તા નિશ્ચિત કરનારી યા તેની તપાસ કરવા માટેની લેબોરેટરી છે અને તેની સ્થાપના સન્ ૧૯૭૦માં કરવામાં આવી તથા તેને ડ્રગ એન્ડ કોસ્મેટિક એક્ટ, ૧૯૪૦ અંતર્ગત રાષ્ટ્રીય સ્તરે આવરવામાં આવી છે. આ લેબોરેટરીએ કાઢેલા આંકડાઓને આયુર્વેદ, યૂનાની અને સિદ્ધની ફાર્માકોપીઆ સમિતિની અને આયુર્વેદ, યૂનાની અને સિદ્ધની ચિકિત્સા પદ્ધતિઓની મંજૂરી મેળવી પ્રકાશિત કરવામાં આવે છે.

યૂનાનીમાં સંશોધન (રિસર્ચ ઈન યૂનાની)

  • સન ૧૯૭ર૦માં મસિહ-ઉલ-હકીમ-અજમલ ખાનને યૂનાની પદ્ધતિમાં સંશોધનના વિષયવસ્તુનું વાસ્તવમાં ભાન થયું. તેના સમયના બહુમુખી પ્રતિભાશાળી હકીમ અજમલ ખાનને બહુ જલ્દી સંશોધનના મહત્ત્વનો અહેસાસ થયો અને તેમના જિજ્ઞાસુ સ્વભાવના કારણે તેમણે સલીમુદ્દીન સીદ્દીકી કે જેઓ દિલ્હીની આયુર્વેદ અને યૂનાની તિબ્બિયા કાલેજમાં સંશોધન ક્ષેત્રે કાર્યરત હતાં તેમને ઓળખી કાઢ્યાં.
  • સામાન્ય રીતે આસરોલ - પાગલ બુટ્ટીના નામે ઓળખાતા છોડના ઔષધિય ગોણોની શોધ ડૉ. સીદ્દીકીને તેના ટકાઉ સંશોધન તરફ દોરી ગયું, જેના કારણે આખી દુનિયામાં ‘રોવોલ્ફીઆ સરપેન્ટી’ના નામે ઓળખાતા છોડનો વિશેષ ઉપયોગ હાઈપર ટેન્શન, ઈન્સેન્ટી, સિન્ઝોફ્રેનીઆ, હીસ્ટીરિયા, અનિંદ્રા, અને મનોભાવનાત્મક બીમારીઓ જેવા માનસિક રોગોમાં થવા લાગ્યો. સન ૧૯૬૯માં ભારત સરકારના નેજા હેઠળ કેન્દ્રિય પરિષદની સ્થાપના સહિત વિવિધ ભારતીય ઔષધિય પદ્ધતિઓ તથા યૂનાની ઔષધિઓના પદ્ધતિસરનાં સંશોધનો હાથ ધરવામાં આવ્યાં.
  • ભારતીય ઔષધિ અને હોમિયોપેથી (સી.સી.આર.આઈ.એમ.એચ.)માં સંશોધન માટે આ પરિષદના આશ્રય હેઠળ લગભગ એક દસકા સુધી યૂનાની ઔષધિઓની સંશોધન પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી. સન્ ૧૯૭૮માં આ સી.સી.આર.આઈ.એમ.એચ. ચાર અલગ-અલગ સંશોધન પરિષદોમાં વિભાજિત કરવામાં આવી જેવી કે આયુર્વેદ અને સિદ્ધ, યૂનાની ઔષધિઓ, હોમિયોપેથી, યોગ અને નેચરોપેથી.
યૂનાની ચિકિત્સા પદ્ધતિમાં સંશોધન માટે કેન્દ્રિય પરિષદ (સેન્ટ્રલ કાઉન્સલીંગ ફોર રિસર્ચ ઈન યૂનાની મેડિસીન)

યૂનાની હોસ્પિટલો અને દવાખાનાઓ (યૂનાની હાસ્પિટલો અને ડીસ્પેન્સરીઝ)

  1. લોકોમાં યૂનાની ચિકિત્સા પદ્ધતિ ખૂબ જાણીતી છે. યૂનાની ચિકિત્સા પદ્ધતિના પ્રેક્ટીશનરો આખા દેશમાં છૂટાછવાયા પ્રેક્ટિસ કરે છે અને તેઓ રાષ્ટ્રીય આરોગ્ય સંભાળ માળખાના એક સંકલિત ભાગરૂપ છે. સત્તાવાર ઉપલબ્ધ આંકડા અનુસાર દેશમાં ૪૭,૯૬૩ જેટલા રજિસ્ટર્ડ યૂનાની પ્રેક્ટિસનરો છે.
  2. હાલમાં દેશના ૧પ રાજયોમાં યૂનાની હાસ્પિટલો કાર્યરત છે. આ તમામ હાસ્પિટલમાં મળીને કુલ ૪,૬૮૬ પથારીની સુવિધા ઉપલબ્ધ છે.
  3. દેશનાં ર૦ રાજયોમાં યૂનાની દવાખાનાઓ આવેલાં છે. દેશમાં કુલ આવાં ૧,૦ર૮ દવાખાનાંઓ છે. તદુપરાંત, કુલ ૧૦ દવાખાનાંઓ - ર આંધ્રપ્રદેશમાં, ૧-૧ દવાખાનું ઉત્તરપ્રદેશ, કર્ણાટક અને પશ્ચિમ બંગાળમાં અને પ દિલ્હીમાં આવેલાં હાસ્પિટલોમાં કેન્દ્રિય સરકારની આરોગ્ય યોજના અંતર્ગત કાર્યરત છે.

યૂનાની ચિકિત્સા પદ્ધતિનું શિક્ષણ (એજયુકેશન ઈન યૂનાની)

હાલમાં યૂનાની ચિકિત્સા પદ્ધતિનું શિક્ષણ અને તાલીમ સુવિધાઓ ભારતીય ચિકિત્સા પદ્ધતિના કેન્દ્રિય પરિષદની દેખરેખ હેઠળ આપવામાં આવે છે કે જે ભારતીય ચિકિત્સા કેન્દ્રિય પરિષદ એક્ટ, ૧૯૭૦ નામે જાણીતા સંસદના કાયદા અંતર્ગતના એક કાયદેસરના એકમ તરીકે સ્થાપવામાં આવ્યું છે. હાલમાં યૂનાની ચિકિત્સા પદ્ધતિનું શિક્ષણ અને તાલીમો પૂરી પાડતી દેશમાં કુલ ૪૦ પ્રમાણિત કાલેજો છે. આ કાલેજોમાં દર વર્ષે લગભગ ૧,૭૭૦ વિદ્યાર્થીઓને સ્નાતકથી નીચેની પદવીઓના પાઠ્યક્રમોમાં પ્રવેશ આપવામાં આવે છે. આવી કાલેજો કાં તો સરકારી સંસ્થાઓ અથવા સ્વૈચ્છિક સંસ્થાઓ છે. આવી શૈક્ષણિક સંસ્થાઓ અલગ-અલગ યુનિર્વિસટીઓ સાથે સંલગ્ન છે. આ સંસ્થાઓ ભારતીય ચિકિત્સા પદ્ધતિના કેન્દ્રિય પરિષદે નક્કી કરેલા અભ્યાસક્રમોને અનુસરે છે.

યૂનાની ચિકિત્સા પદ્ધતિના અનુસ્નાતક કક્ષાના શિક્ષણ અને સંશોધનો અલગ-અલગ વિષયો જેવા કે ઇલ્મુલ આડવિયા (ફાર્માકોલોજી), મોઆલીજત (મેડીસીન), કુલ્લીયત (બેઝીક પ્રિન્સીપલ), હાઈફઝાન-ઈ-સેહત (હાઈજીન), જરરાહીયત (સર્જરી), તહાકૂઝી વા સમાજી તીબ્બ, અમરાઝ-એ-અત્ફાલ અને કબાલા-વા અમરાઝ-એ-નિસ્વાન (ગાયનોકોલોજી) વગેરેમાં ઉપલબ્ધ છે. આ કોર્સની પ્રવેશ ક્ષમતા ૭૯ની છે.

નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ યૂનાની મેડીસીન, બેંગલોર

ધ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ યૂનાની મેડીસીન, બેંગલોર (એન.આઈ.યુ.એમ.) ૧૯ નવેમ્બર, ૧૯૮૪ના રોજ સોસાયટી રજિસ્ટ્રેશન એક્ટ અંતર્ગત યૂનાની ચિકિત્સા પદ્ધતિને વિકસાવવાના તથા પ્રચાર-પ્રસાર કરવાના એક ઉમદા કેન્દ્ર તરીકે નોંધાવવામાં આવ્યું. આ કર્ણાટકની રાજય સરકાર અને ભારત સરકારનું સંયુક્ત સાહસ છે જે રાજીવ ગાંધી યુનિર્વિસટી ઓફ હેલ્થ સાયન્સ, બેંગલોર, કર્ણાટક સાથે સંલગ્ન છે.

સંબધિત સ્ત્રોત

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/20/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate