કોઈ પણ એવી મુદ્રા જેમાં તમે આરામથી બેસી શકો, તે આસન કહેવાય.
આસનમાં બે એટિટ્યૂડ હોય છેઃ
ફિઝિકલ એટિટ્યૂડઃ વિવિધ સ્પેસીઝ જેમ કે પ્રાણીઓ, વૃક્ષો, પક્ષીઓના અંશ-સબસ્ટ્રેટ ધરાવતા આસનોને ફિઝિકલ એટિટ્યૂડ કહે છે જેમ કે પદ્માસન-લોટસ પોશ્ચર.
મેન્ટલ એટિટ્યૂડઃ એ માનસિક સ્થિતિને અનુલક્ષીને છે. જેમ કે જો તમે પદ્માસન કરો છો તો એ આપણને જગતમાં કમળની માફક જીવવાનું જણાવે છે.
આસન એ મનની એવી સ્થિતિ છે જેમાં સતત સુખ(આરામ)નો પ્રવાહ સતત જળવાય છે. આસને એ એવી મુદ્રા છે જે સ્થિર, આરામદાયક અને સુખકર હોવી જોઈએ.
દરેકે દરેક આસનમાં એક સંદેશ છુપાયેલો છે. જ્યારે તમે આસનની પ્રેક્ટિસ કરો છો ત્યારે એક ક્ષણ માટે આંખો બંધો કરીને એ છુપા સંદેશ સાથે કનેક્ટ કરોઃ ‘સ્થિરમ્, સુખમ્, આસનમ્’ નો અર્થ થાય છે કે જ્યારે તમે આસન ધારણ કરો છો ત્યારે શરીર અને મનની સ્થિતિ આનંદ-હેપીનેસની હોવી જોઈએ. ટેન્શન અને સ્ટ્રેસ સાથે ધારણ ન કરવું
સામાન્ય રીતે આસનનું રિપિટેશન હિતાવહ નથી. કેમ કે જ્યારે તમે આસન ફરીથી એટલે કે રિપિટ કરો છો તો તમારું માઇંડ પણ એને રિપિટ કરે છે અને એથી શાંતિ અને સ્થિરતા આવે નહીં.
જે પણ આસન તમે પ્રેક્ટિસ કરતા હોવ એમાં ઓછામાં ઓછો પ્રયાસ કરવો પડે, ફોર્સફુલી ન થાય તે જુઓ. જો આસન સરળતાથી થાય, શ્વસન સાથે તો એ બહુ જ અસરકારક રહે છે. અને જ્યારે આ રીતે આસનની પ્રેક્ટિસ થાયતો એ આપણને અનંત(દિવ્યતા) સાથે કનેક્ટ કરે છે.
છેલ્લા 14 વર્ષથી યોગશિક્ષક તરીકે મેં જોયું છે અને અનુભવ્યું છે કે કેટલાય લોકો યોગને કસરત તરીકે કરે છે. યોગ એ તમને તમારા આત્મા, અંતઃકરણ સાથે જોડતું વાહન છે.એ કંઈ સૂર્યનમસ્કાર નથી.
ખરેખર તો કોઈ યોગિક શાસ્ત્રમાં સૂર્યનમસ્કાર વિશે લખાયું જ નથી. એ માણસે બનાવેલ આસન છે. માત્ર સૂર્યનમસ્કાર કરવાથી તમે યોગ નથી કરતા. યોગ એ વિજ્ઞાન અને કળા છે જે તમને સેલ્ફરિઅલાઇઝેશન અને સેલ્ફ પ્યુરિફિકેશનની નજીક લઈ જાય છે.
જ્યારે તમે યોગની પ્રેક્ટિસ શિસ્ત અને યોગ્ય રીતે કરો છો ત્યારે જિંદગીમાં ચમત્કાર થશે. મેં એનો અનુભવ કર્યો છે અને દરેક શ્વાસ તમને એ દિવ્યતા તરફ લઈ જાય છે.
સ્ત્રોત: પૂર્વી શાહ, ફેમિના,
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/26/2020