એક્રોયોગામાં ત્રણ પ્રાયમરી રોલ્સ છેઃ- બેઝ, ફ્લાયર અને સ્પોટર.
બેઝ એ વ્યક્તિ છે જે જમીન પર પડેલી હોય છે. પણ એક્રોયોગામાં ક્યારેક બેઝ ઊભો પણ હોઈ શકે છે, એનો આધાર તમે ક્યો એક્રોયોગા કરો છો તેની પર છે. જ્યારે બેઝ જમીન પર હોય તો ફ્લાયરને મેક્સિમમ સ્ટેબિલિટી અને સપોર્ટ મળે છે. ફ્લાયર સાથે સંપર્કના મુખ્ય મુદ્દા છે પગનો સપોર્ટ (ખાસ કરીને ફ્લાયરના હીપ્સ, ગ્રોઇન કે લોઅર એબ્ડોમન પર મૂકાયેલ પગ) અને બંનેના હાથ દૃઢપણે બિડાયેલા હોવા જોઈએ. બેઝ પણ સ્ક્વેટિંગ હોઇ શકે અને બેઝના એન્ડ્યુરન્સ અને સ્ટેમિના એ હદે વધારી શકાય. બેઝ અને ફ્લાયર વચ્ચેનો વિશ્વાસ એક્રોયોગામાં બહુ મહત્ત્વનો છે. બેઝનો રોલ સપોર્ટ માટે અગત્યનો છે જે બેઝ પર આધાર રાખે છે. જો બેઝ નબળો હશે તો ફ્લાયર યોગ્ય રીતે બેલેન્સ નહીં કરી શકે અને ઇજાઓ થવાના ચાન્સિસ વધારે છે.
ફ્લાયર એ છે જે બેઝ પર આસન પરફોર્મ કરે છે. ફ્લાયર માટે આસન કરવા માટે ટર્ન અને ટ્વિસ્ માટે ફ્લેક્સિબિલિટી અગત્યનું ફેક્ટર છે. ફ્લાયરે બેઝ પર કરવાના આસન એ સતત ચાલતી મુવમેન્ટ છે એટલે બેઝ અને ફ્લાયર બંનેનું બેલેન્સ અને ગ્રીપ બહુ જ સ્ટ્રોંગ હોવા જોઈએ. બેઝ અને ફ્લાયર બંને વચ્ચે સારો કોન્ટેક્ટ અને કમ્યુનિકેશન તથા સમજણ હોવા જોઈએ. આંખોનો કોન્ટેક્ટ બંને વચ્ચે કોમ્યુનિકેશન માટે બેસ્ટ રીત છે.
સ્પોટર એ બેઝ અને ફ્લાયર બંનેનું ધ્યાન રાખનાર છે. સ્પોટર એ સેફ્ટી પર્સન છે જે ત્યાં ઊભો રહીને ધ્યાન રાખે છે કે બેઝ અને ફ્લાયર બંને એક્રોયોગની પ્રેક્ટિસ કરતી વખતે સલામત છે કે નહીં. શરૂઆતમાં જ્યારે પ્રેક્ટિસ કરો ત્યારે તો સ્પોટરની બહુ જરૂર પડે છે. એક વાર તમે પૂરતા કોન્ફિડન્ટ થતા જાવ કે પછી સ્પોટર ન હોય તો ચાલે. સ્પોટર પણ સજેશન્સ આપે છે અને પ્રેક્ટિસમાં સુધારો કરે છે.
પૂર્વી શાહ(yoga for you)
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/19/2020