ગાયનૅકોલૉજિક્લ સમસ્યાઓ અને યોગ
છોકરીઓ જ્યારે પ્યુબર્ટી એટલે કે કિશોરાવસ્થામાં પ્રવેશે છે ત્યારે તેમને માસિક ધર્મ ચાલુ થાય છે. કેટલીક વાર શરૂઆતના તબક્કામાં તેમને આ સંબંધિત કેટલીક તકલીફો ઉભી છાય છે. આવા સંજોગોમાં અમુક યોગોસનો, ક્રિયાઓ અને પ્રાણાયામ ખૂબ લાભદાયી નીવડે છે.
આસનો
- સુપ્ત વજ્રાસન
- ઉપવિષ્ટ કોણાસન
- હેડ સ્ટેન્ડ-શીર્ષાસન
- યોગ નિદર્શન
- અર્ધ મત્સ્યેન્દ્રાસન
- અધોમુખ શ્વાનાસન
- શોલ્ડર સ્ટેન્ડ એટલે કે સર્વાંગાસન
- મરીચ્યાસન
- ઊભા રહીને કરવાના આસનો જેવા કે પાર્શ્વ પાદોત્તાનાસન, શીશ પાદાંગુષ્ઠાસન, તાડાસન વગેરે.
- ફોરવર્ડ બેન્ડીંગ આસનો જેવા કે પશ્ચિમોત્તાનાસન, જાનુ શીર્ષાસન, અર્ધબદ્ધ પશ્ચિમોત્તાનાસન વગેરે.
- બેક બેન્ડીંગ આસનો જેમ કે ચક્રાસન, કપોતાસન, નટરાજાસન, ધનુરાસન વગેરે..
પ્રાણાયામઃ
- અનુલોમ વિલોમ પ્રાણાયામ
- ભ્રામરી પ્રાણાયામ
- ઉજ્જયી પ્રાણાયામ
- કપાલભાતિ
ક્રિયાઓઃ
- વમન(ઊલટી)
- જલનેતિ
- સૂત્રનેતિ.
આસનોના લાભઃ
- આસનો ડિસ્મેનોરિયા (દુખાવા સાથે માસિકધર્મ) જેવી સ્થિતિમાં લોહીના પ્રવાહને નિયમિત કરે છે. સાથે જ ઓર્ગનમાં કંજેશનમાં રિલિવ કરવામાં મદદ કરે છે.
- માસિક ધર્મ દરમિયાન એબડોમિનલ ક્રેમ્પ્સ અને લો બેક પેઇન રિલિવ થાય છે. (જો દુખાવો તીવ્ર હોય તો પ્રોપ્સનો ઉપયોગ કરી શકાય.).
- ઉપવિષ્ટકોણાસન ટટ્ટાર કરોડ સાથે ડિસમેનોરિયલ લો બેક પેઇન માટે ઘણી રાહત આપે છે
- અર્ધમત્સ્યેન્દ્રાસન એ એક ટ્વીસ્ટ છે જે જમણી-ડાબી ઓવરીઝ તેમ જ ગર્ભાશયમાં ક્રમશઃ લોહીના પ્રવાહ તરફ ધ્યાન આપવામાં પ્રેરે છે.
- શીર્ષાસન અને ખભાના શીર્ષાસનમાં કંજેશન અને ઓર્ગનમાં હેવીનેસ દૂર કરે છે.
- દુખાવાસભર મેન્સ્ટ્રુએશનનાં મહત્ત્વના કારણો છે ઇશ્ચેમિયા (આર્ટરિયલ બ્લડ ફ્લોમાં અવરોધ ઊભો થવાથી શરીરના કોઈ હિસ્સામાં લોહીનો પ્રવાહ ઓછો થવો). એને આસનો દ્વારા બ્લડ ફ્લોમાં સુધારો કરવાથી રિલિવ કરી શકાય છે..
પ્રાણાયામના લાભ:
- લાંબા ઉચ્છવાસસાથેના અનુલોમ વિલોમ પ્રાણાયામ યુટેરસમાં પ્રોસ્ટાગ્લેન્ડિન્સના લેવલને રિલેક્સ કરવામાં મદદ કરે છે. (હાઇલેવલ પ્રોસ્ટાગ્લેન્ડિન્સને દુખાવા સાથે સંબંધ છે) .
- માસિક ચક્ર દરમિયાન ઓશિકા પર રોજ ઉજ્જયી શ્વસન કરવાથી સ્ટ્રેસફુલ પરિસ્થિતિમાં ઘટાડો થાય છે..
ક્રિયાઓઃ
ક્રિયાઓ એ શુદ્ધિકરણ પ્રક્રિયાઓ છે જે ફેફસાંને ક્લિયર કરવામાં મદદ કરે છે અને શ્વસન સુધારે છે. ક્રિયાઓ નીચે મુજબ છે.
- જલનેતિ
- વમન
- સૂત્રનેતિ .
ક્રિયાઓના લાભ:
- આ ક્રિયાઓ શ્વાસના પ્રવાહને બંને નસકોરાંમાંથી સંતુલન કરવામાં મદદ કરે છે. જો તમને નાક બંધ હોય તેવું લાગે તો બ્લોકેજ દૂર કરવા માટે અને શ્વાસના પ્રવાહમાં સંતુલન લાવવા માટે કાં તો જલનેતિ કરવી અથવા સૂત્રનેતિ કરવી. જલનેતિથી મોટા ભાગનું મ્યુકસ દૂર થાય છે જ્યારે સૂત્રનેતિ નસકોરાંમાંની નર્વ્ઝ ઇડા-પિંગલાના સંતુલન માટે સ્ટિમ્યુલેટ કરશે. .
- વમન એ ડાયજેસ્ટિવ સિસ્ટમ પેટથી ગળા સુધી માટે બહુજ સારું ક્લિન્સિંગ વોશ છે. .
- આ તમામ ક્રિયાઓ ઇમોશનલ સ્ટ્રેસ, નેગેટિવિટી અને ભૂતકાળના અસંતોષ અને ખરાબ યાદોને દૂર કરવામાં મદદ કરે છે. ક્રિયાઓ ફેશિયલની માફક ચહેરાની ત્વચાની ચમકને વધારે છે. ક્રિયાઓની નિયમિત પ્રેક્ટિસથી કાળા કુંડાળા, ડાઘા વગેરે દૂર થાય છે. નબળી આંખોવાળા કિશોરોમાં સુધારો થાય છે અને ચશ્માના નંબર દૂર કરવામાં મદદ મળે છે. ઊંઘમાં સુધારો થાય છે અને ડિપ્રેશન ઘટે છે. .
સ્ત્રોત : ફેમિના નવગુજરાત સમય
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/19/2020
0 રેટિંગ્સ અને 0 comments
તારાઓ ઉપર રોલ કરો પછી રેટ કરવા માટે ક્લિક કરો.
© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.