આસન : સૂર્યનમસ્કાર, ચક્કી ચાલન, નૌકા સંચાલન, વજ્રાસન, સુક્તજ્રાસન, સમુહ કે આસન, ઉષ્ટ્રાસન, મારજારી આસન, વ્યાગ્રાસન, શશાંકાસન, શલ્ભાસન, કદરાસન, ધનુરાસન, ગ્રીવાસન, શશાંક ભુજંગાસન, પશ્ચિમોત્તાસન, મત્સ્યાસન, અર્ધ મત્યેન્દ્રાસન, તાડાસન, પાદહસ્તાસન
પ્રાણાયામઃ નાડીશોધન, ઉજ્જયી પ્રાણાયામ, ભ્રામરી પ્રાણાયામ કરવા. ઉપરાંત નાડીશોધની સાથે મૂલબંધ અને જલંધરબંધનો અભ્યાસ પણ કરી શકાય, ભસ્ત્રિકા પ્રાણાયામ પણ કરાય.
મુદ્રા અને બંધ : વિપરીત કરણી બંધ, પાસાનિમુદ્રા, યોગમુદ્રા, અશ્વિની મુદ્રા કરી શકાય. ઉપરાંત માસિક ધર્મના પહેલાં તણાવ ઓછો કરવા માટે મહામુદ્રા અને મહાભેદ મુદ્રા કરવી.
ષટકર્મ : જલનેતિ
સિદ્ધયોની આસનમાં બેસીને અજપાજપ, અંતરમૌન, ચિતાકાસ ધારણા કરવી. શશાંક ભૂજંગાસન આ તકલીફમાં સારું પરિણામ આપી શકે છે. ઘૂંટણ પર ઊભા રહેવું. બંને પગના અંગૂઠાને સાથે મિલાવીને રાખવા. એડી ને અલગ રાખવી પછી બંને એડીની વચ્ચે ખાલી જગ્યાના સ્થાનમાં નિતંબને રાખીને વજ્રાસનમાં બેસી જવું શ્વાસ લેતાં લેતાં બંને હાથ ને ઉપર ઊઠાવવા અને પછી શ્વાસને છોડતાં છોડતાં બંને હાથને અને માથાને જમીન પર લગાવવા. આ શશાંકાસન થયું તેના પછી હાથને આગળની બાજુ ખસેડતા, નાક અને છાતી ને જમીન પર સ્પર્શ કરતાં - કરતાં આગળ જવું. હાથ ને ખભાની બાજુમા રાખી આગળથી ઉપર ઊઠી જવું. આ ભૂજંગાસન થયું પછી જેવી રીતે આગળ આવ્યા હતા તેવી જ રીતે ખસીને શશાંક ભૂજંગાસનના પાછળ જવું. આ શશાંક ભૂજંગાસનનું એક ચક્ર થયું આવી રીતે ૬ ચક્ર પૂરાં કરવાં. આગળ આવો ત્યારે શ્વાસ લેવો અને પાછળ જાવ ત્યારે શ્વાસને છોડવો.
સ્ત્રોત: યોગાચાર્ય ભાસ્કર હિન્દુસ્તાની , ગુજરાત સમય , યોગ ઉપયોગ - info@nirvikalpyogaacademy.com
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/19/2020