অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

યોગ સાયકોલોજી

યોગ સાયકોલોજી

દુનિયામાં બધે વ્યક્તિગત, રાજકીય અને પર્યાવરણીય ટર્મોઇલ ચાલી રહ્યું છે, કેટલાય લોકો પોતાના આધ્યાત્મિક મૂળ ખોઈ બેઠાં છે અને આપણાં મન વેગથી થતા ફેરફારો સાથે સંકળાઈ શકતાં નથી. આપણી સંવેદનાઓ પણ માનસિક છાપ, લાગણીઓનો ઢગલો, અકુદરતી આહાર અને પીણા વગેરેના કારણે ખરડાઈ ગઈ છે. આપણે આપણા શરીરમાં ચરબી, મીઠું, ખાંડ અને અન્ય અશુદ્ધિઓ ઠાલવતા જઈ રહ્યા છીએ.

દરેક જણ આ પ્રશ્નો ઉકેલવા ઇચ્છે છે, એટલે યોગનું પ્રાચીન વિજ્ઞાન પવનવેગે વિશ્વમાં પ્રસરી રહ્યું છે. .

ખરેખર યોગ શું છે? શું આપણે ખરેખર યોગને સમજી શકીએ છીએ? શું યોગ આપણને પરસ્પરને સમજવામાં મદદ કરી શકે છે? શું યોગ આપણને આપણા વ્યક્તિતત્વમાં સમાયેલ ક્વોલિટીઝ બહાર લાવવામાં મદદ કરી શકે છે? આ તમામ પ્રશ્નોનો એક જ નક્કર ઉત્તર છે, હા.

જેની પર યોગ કામ કરે છે તે કોન્શિયસનસની પાંચ પેટર્ન્સઃ

1.સાચું જ્ઞાન 2. ખોટું જ્ઞાન 3. ફેન્સી 4. ઊંઘ 5. યાદશક્તિ.

સાચું જ્ઞાનઃ જે બાબતો આપણે જાણીએ છીએ તે સાચી છે. આપણા ઘણા પ્રશ્નો જીવનની વાસ્તવિકતાને વધુ પડતી કિંમત આપવાથી અને વધુ પડતા અર્થઘટન અથવા તો હકારાત્મક કે નકારાત્મક વધુ પડતું ધ્યાન આપવાને કારણે થાય છે. તેના વિશે જેટલું નકારાત્મક વિચારીએ તેટલું વધારે એની સાથે કામ પાડવું અઘરું લાગે છે, અને તે વધારે ડિસ્ટ્રેસ કરનાર બને છે. ક્યારેક આપણે નાની વાતને મોટું રૂપ આપણે બહુ બધો સમય ખર્ચી નાખીએ છીએ.

યોગઃ યોગ આપણને આપણા જીવનની વાસ્તવિકતાનો સાચો ખ્યાલ મેળવવાની છૂટ આપે છે અને આપણે એને શાંતિ અને ધીરજથી ઉકેલવા સક્ષમ બનીએ છીએ.

ખોટું જ્ઞાનઃ ક્યારેક એવું બને છે કે આપણે વિચારીએ કે આ બાબત મને ખબર છે પણ એવું નથી હોતું. લોકો પાસે પોતાને માટે, અન્ય લોકો માટે અને તેમની આસપાસની દુનિયા અંગે ઘણી અવાસ્તવિક માન્યતાઓ હોય છે. આપણું વિશ્વ, આપણું કુટુંબ, બાળકો, માતાપિતા, મિત્રોની આપણી અનુભૂતિઓ ખોટી પણ હોઈ શકે અને એટલે આવા લોકો પોતાને ખોટા જ્ઞાનથી દોરવાઈને લાગણીઓના અને મનથી બીમાર બનાવી મૂકે છે.

યોગઃ યોગ વિચારોને સુસ્પષ્ટ કરવામાં મદદ કરે છે અને જે વિચારપ્રક્રિયામાં યોગ આપણને મદદ કરે છે તે તમામ લોકોમાં કોઈ ગેરસમજ રહેતી નથી. સર્વાંગાસન, શીર્ષાસન, મત્સ્યાસન, તમામ ફોરવર્ડ બેન્ડિંગ આસનો આપણી વિચારપ્રક્રિયાને શાંત કરવામાં મદદ કરે છે અને વ્યગ્રતા ઘટાડે છે.

ફેન્સીઃ આપણા દૈનિક જીવનમાં આપણને અવાસ્તવિક ચિંતાઓ ઘેરી વળે છે જેમ કે જે ચીજોનું અસ્તિત્વ જ નથી તેની ચિંતા, આવ્યું નથી તેવા ભવિષ્યની ચિંતા કે પછી બહુ જૂની બાબતો માટે ગિલ્ટ લાગવું. .

યોગઃ યોગની નિયમિત પ્રેક્ટિસ કરવાથી બે ન્યૂરોટ્રાન્સમિટર્સ એન્ડોમોર્ફિન અને એન્ડોકેફેલિન પેદા થાય છે અને એનાથી ઘણા હકારાત્મક વિચારોની મદદ મળે છે અને સમસ્યાઓ, ફેન્ટસિઝ અને ચિંતાઓ સાથે બહેતર રીતે ઝૂઝવામાં મદદ મળે છે.

ઊંઘઃ જ્યારે આપણે સૂતા હોઈએ છીએ ત્યારે પણ મનમાં વિચારો ચાલ્યા કરે છે અને મનને ખલેલ પહોંચાડી શકે છે. જેમણે બહુ ઊંચી સભાનતા કેળવી છે તેવા યોગી આપણને કહે છે, કે સૂતા હોવ ત્યારે પણ જાગતા રહો. કેટલા બધા લોકો જ્યારે સાઉન્ડ, નિરાંતની ઊંઘ માટે સૂવાનો પ્રયત્ન કરે છે દીવાસ્વપ્નો, વિચારો, ભૂખના સતત શિકાર બને છે ?

યોગઃ યોગ અતીતની સંગ્રહિત સ્મૃતિઓ સાથે કામ પાડવામાં મદદ કરે છે. જે સ્મૃતિઓ છબી બની ગઈ છે તે સંસ્કાર કહેવાય છે, જે આપણને ઊંઘમાં આરામ નથી લેવા દેતા. જે રીતે જંકમાં આપણે આપણા મેસેજીસ અને મેઇલ્સ ડીલીટ કરીએ, બ્લોક કરીએ કે રાખીએ તેમ યોગ કરતી વખતે થાય છે.

યાદશક્તિઃ અભાન મન એ માનસિક, સાંવેદનિક અને શારીરિક વગેરે ખલેલનો સંભવિત સૉર્સ છે. ઘણી લાગણીસભર યાદો અને ઇચ્છિત યાદો મનમાં ઊંડે સુધી સચવાયેલી હોય છે અને એ ખલેલ પહોંચાડી શકે..

યોગઃ આ બધા સાથે ડીલ કરવાનો લાંબા ગાળાનો રસ્તો કાં તો ધ્યાન અથવા સાયકોથેરાપી છે. ધ્યાનથી આપણી તમામ દબાયેલી લાગણીઓ અને યાદો દૂર થાય છે અને તે આપણા જીવનમાં સેલ્ફરિઅલાઇઝેશન લઈ આવે છે.

સ્ત્રોત :પૂર્વી શાહ. યોગા ફોર યુ, નવગુજરાત હેલ્થ

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/20/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate