લોકો ગમે તે કહે પણ ધ્યાન શીખવવું મુશ્કેલ છે. જો કોઈ વ્યક્તિ તમને કહે કે તે તમને ધ્યાન શીખવશે તો એનો અર્થ એ થાય કે એ સાચો નથી. ધ્યાન શીખવી શકાતું નથી. ઘણા લોકો બેસે છે, થોડી વાર માટે આંખો બંધ કરે છે અને વિચારે છે કે તેમણે ધ્યાન કર્યું. કદાચ તેમ હોઈ પણ શકે પણ મારો અનુભવ કહે છે કે એ કેવળ બાહ્ય રીતે થાય છે અને સમસ્યાઓ અંગે ગંભીર ચિંતન કર્યા કરે છે, તે કંઈ ધ્યાન નથી.
ધ્યાન થાય છે એની મેળે. તમે બેસીને ધ્યાનનું આયોજન ક્યારેય ન કરી શકો. ધ્યાન એટલે જરૂર નથી કે આંખો બંધ કરીને એકાદ શાંત જગ્યાએ બેસવું. એવું પણ શક્ય છે કે તમે રોજેરોજની ફરજ બજાવતા હોવ ત્યારે ધ્યાનની સ્થિતિમાં હોવ. કોઈ પણ વ્યક્તિ સાવ સામાન્ય પ્રવૃત્તિઓ કરતી હોય અને છતાં સમાંતર રીતે આનંદની ટોચ પર હોય. એ લોન કાપી શકે, કાર ડ્રાઈવ કરી શકે, નીતિવિષયક નિર્ણયો લે, વાસણો સાફ કરે, સેક્સ કરે, બેબીને ફીડ કરે, ચાલે, કંઈ જોતી હોય અને એ જ સમયે ધ્યાનની સ્થિતિમાં પણ હોય.
અને જો તમે નિયમિત પ્રેક્ટિસ કરતા હોવ તો, કદાચ બીજું કોઈ નહીં, સિવાય કે પોતે એ જ સ્થિતિમાં હોય, તમારી વાણી, વર્તન, પ્રવૃત્તિ, વિચારો જેમાં આ ધ્યાન પ્રતિબિંબિત થતું હોય તે રિઅલાઇઝ કરી શકે. ધ્યાન માટે વિવિધ પાથ છે જેમાં બાહ્ય જગતની પ્રવૃત્તિઓ (જેમ કે કર્મયોગ) સમાયેલી છે, જ્યારે બીજામાં ઇન્ટ્રોસ્પેક્શન સમાયેલ છે અને કામચલાઉપણે બાહ્ય પ્રવૃત્તિઓ છોડી દે છે.
આંખો બંધ રાખીને વૉકિંગ મેડિટેશન કરવું એ ભગવાન બુદ્ધ દ્વારા વપરાશમાં લેવાતી ટેકનિક હતી. એ અત્યંત સુંદર અને રિલેક્સિંગ વૉકિંગ અનુભવ છે. જો આંખો બંધ રાખીને વૉકિંગ મેડિટેશન કરશો તો અત્યંત રિલેક્સ લાગશે. હું ચાલું ત્યારે એમ લાગે છે કે જાણે હું પ્રકૃતિ સાથે ડીપલી કનેક્ટ છું. હું મારા શ્વાસ પર ધ્યાન કેન્દ્રિત કરું છું. પક્ષીઓને સાંભળું છું અને ક્યારેક એમ પણ બને છે કે જાણે પક્ષીઓ મને જાણતાં હોય અને મને કોઈ મેસેજ આપે છે એવું હું અનુભવું છું. થોડા દિવસ તો હું પણ મારી જાતને પૂછતી હોઉં છું કે વધુ આધ્યાત્મિકતા મેળવવા મારે શું કરવું જોઈએ? મારી જિંદગીનો હેતુ શો છે? કેવી રીતે હું માનવતાની વધુ સારી રીતે સેવા કરી શકું? તમે પણ આ જ રીતે કરી શકો છો અને કુદરત સાથે કનેક્ટ થઈ શકો છો.
સ્ત્રોત : પૂર્વી શાહ. યોગા ફોર યુ,ફેમિના
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/20/2020