શ્વેત પદર (Leucorrhoea) સ્ત્રીઓનો એક સામાન્ય રોગ છે. આ બિમારીમાં સંક્રમણને કારણે હાનિકારક જીવાણુ યોનિમાં થઈ જાય છે. તેથી સફેદ સ્રાવ થાય છે. સંક્રમણ દરમિયાન અસામાન્ય સ્રાવ થાય છે સાથે થોડી ખંજવાળ અને તેની આજુબાજુ અગ્નિ(પીડા) અને વારંવાર મૂત્ર ત્યાગની આવશ્યકતા થાય છે. આ દર્દમાં બધાથી પહેલાં પીઠના નીચેના ભાગમાં દુ:ખાવો, જાંઘ અને પેટની માંસપેશીમાં એઠન અને સોજો આવી જાય છે. અનિયમિત સ્રાવ (નોન પેસિફિક એજાઈનાઈટિસ)માં થાય છે. આ સ્રાવ સફેદ, પીળા, હલકું, લાલ રંગનું હોઈ શકે છે. યોનિમાં આ પ્રકારની સંક્રમણ બે પ્રકારની હોય છે. મોનીભિયા અને ટ્રાઈકોમોન્સ શ્વેત પ્રદર ગર્ભાશયમાં પૂરા ઘાવનું પહેલું સંકેત છે. એવું અનુમાન કરવું છે કે ૭પ% સ્ત્રીઓને સગર્ભાવસ્થા દરમિયાન ક્યારેક આવા પ્રકારની ઈજા થઈ જાય છે. તેનો ટેસ્ટ કરાવવો આવશ્યક છે.
લક્ષણ :
શરીર પાતળું થઈ જવું. ઊંઘ ન આવવી, ખાવા-પીવામાં પ્રતિરોધક ક્ષમતા ઓછી, ડાયાબિટીસ, હોર્મોન્સ અસંતુલન, ટ્યુબરકલોસિસ(ટી.બી.) ગર્ભનિરોધક ગોળીઓ, કોપર-ટી વગેરેનો ઉપયોગ કરવાથી આ પ્રકારની બિમારી થાય છે. તેમજ ભોજનમાં વધારે દૂધ પીવું, પોલિશ કરેલા ચોખા (ભાત), વધારે મસાલાવાળું ભોજન, તેલવાળું ભોજન, વધારે ખાંડવાળું વગેરેને કારણે યોનિમાં અસહ્ય અસ્તરના પરિવર્તન આવી જાય છે. તેથી શ્વેતપ્રદર થાય છે.
યોગીક ઉપચાર આસન:
સૂર્યનમસ્કાર, પ્રજાસન, સુપ્ત વજ્રાસન, ઉષ્ટ્રાસન, મારજારી આસન, શશાંકાસન વિપરીત કરણી આસન, શક્તિબંધાસન (પવનમુક્તાસન-૩), ભુજંગાસન સલભાસન, ધનુરાસન, ચક્રાસન, પશ્ચિમોત્તાસન, કન્દ્રાસન, વ્યાગ્રાસન
ઘરગથ્થુ ઉપાચર
- લ્યુકોરિયાની સફળ સારવાર માટે વ્યક્તિગત સાફ-સફાઈની કઠોરતાનું પાલન કરવું જરૂરી છે. આમાં માત્ર સંક્રમણને રોકવાથી નહીં થાય, મનને પણ સારું લાગે છે. ગુદ્રાઘરથી યોનિ કે તેની આસપાસ નિયમિત ધોઈને લૂછીને સૂકું રાખવું.
- દરરોજ ઢીલા હવાદાર સુતરાઉ કપડાં પહેરવાં જોઈએ અને સ્રાવ વધારે ન હોય તો એમને એમ પહેરીએ તો પણ સારું છે. વધારે નુકસાનકારક કીટાણુ માત્ર હવાના સંપર્કથી આવે અને નમી(ભેજ)ના અભાવમાં પોતાની મેળે નષ્ટ થઈ જાય છે.
મારજારી આસન : ઘૂંટણ પર ઊભા રહેવું. બંને પગના અંગૂઠાને સાથે મેળવીને રાખવા હિલ(એડી) ને અલગ રાખવી. પછી એડીની વચ્ચે ખાલી જગ્યાના સ્થાનમાં નિતંબને રાખીને વજ્રાસનમાં બેસી જવું. નિતંબને ઊઠાવીને ઘૂંટણ પર ઊભા થઈ જવું બંને હાથને આગળની તરફ લઈને હાથને જમીન પર રાખો. હાથ અને પગની વચ્ચે રાખવી. તમારી સ્થિતિ એક ઊભી રહેલી બિલાડી જેવી હોવી જોઈએ. શ્વાસ લેતાં - લેતાં માથા ને ઉપર ઊઠાવવું અને મેરુદંડ (રીડ કી હડ્ડી) ને નીચેની બાજુ નમાવવું તેથી પીઠ ધનુર આકાર જેવું થઈ જાય અને પછી ફરીથી શ્વાસ છોડતાં છોડતાં દાઢીને છાતીમાં લગાવી પીઠના વચ્ચેના ભાગને ઉપર ઊઠાવવો. આવી રીતે એક ચક્ર થયું. આવી જ રીતે પ-૧૦ ચક્ર પૂરાં કરવાં જોઈએ અને તેના પછી વજ્રાસનમાં ફરીથી આવી જવું.
સ્ત્રોત: યોગાચાર્ય ભાસ્કર હિન્દુસ્તાની , ગુજરાત સમય , યોગ ઉપયોગ - info@nirvikalpyogaacademy.com