অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

અરોમા થેરપી

અરોમા થેરપી

ગંધોપચાર પધ્ધતિ

"દિવસ હોય કે રાત તમારા જીવનમાં આનંદ જેવા કે ફુલોને સુંગધીત વનસ્પતીનો સુંગધ, જો તમે જીવનનો સ્વાગત કરવાં માટે તૈયાર છો- એજ તમારો વિજય છે. નિસર્ગ એ તમારો છે. અભિનંદન!

શરીર અને મન એકત્રિત થઈ કાર્ય કરતાં હોવાને લીધે આવતો તાણ(તનાવ) શારીરિક તથા મનોભાવના લક્ષ્ણોને દેખાડે છે. તમે હતાશ હશો અથવા તમારા માનસ પર દબાણ હોય તો તમને માંથાનો દુ:ખાવો અથવા અપ઼ચનનો ત્રાસ વર્તાય આવે છે. અથવા સતત સંસર્ગ (બીમારીનો ચેપ) થાય. તમને અસ્વસ્થપણા, ત્રાસદાયક કે ઉઘમાં તકલીફ નિર્માણ થાય.

વિવિધ લક્ષણોમાં ઉપચારની જુદી-જુદી પધ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવે છે જેમાંની એક છે ઓમાં થેરપી (ગંધોપચાર પધ્ધતિ). જેમાં મગજ, મન અને લાગાણી( ભાવનાવશ) ઓ પર ઉપચાર કરવામાં આવે છે. ગંધોપચાર (ઓમા થેરપી) એટલે સુંગધનો ઉપયોગ કરી તેમઝ વિવિધ ભાગોમાંથી ઉદા. તરીકે ફુલોફલો, થડ, મૂળ વગૈરે માંથી કાઠવામાં આવેલ તેલનો ઉપયોગ કરીને દર્દીનો રોગ અથવા સ્વાસ્થયની સુધારણા માટે કરી શકાય.

આ ઉપચાર શરીરમાં આંતરિક અને બાહય ભાગોમાં કરવામાં આવે છે તેનો ઉર્દેશ્ય ફક્ત શરીર અને મનનું સંતુલન બનાવી રાખવું. તેની સર્વસાધારણ પરિસ્થિતીમાં શરીર સુધારો થવાને લીધે માણસને રોગ પ્રતિકારક ઓછું કરવું પડે છે. ઓમા થેરપી શરીરને પૂર્વવત્ત અને પુનનિર્માણ કરવામાં મદદ કરે છે.

સુંગધી વસ્તુઓનો શોધ કરવાં માટે ઈ.સ. ૪૫૦૦ માં પાછળ જવું પડશે. સેંકડો વર્ષ પૂર્વી આવશ્યક તેલ ભારત અને ચીનમાં તૈયાર કરવામાં આવતો હતો. ઈજિપ્ત, ગ્રીક, રોમન, લોકો પછીથી તેનો ઉપયોગ કરવા લાગ્યા. લગભગ ૧૦ કે ૧૨ વર્ષના દશકમાં અનેક લોકોએ ઉપયોગ કહયો. ૧૩ માં શતકમાં ઇન્ગિંલેંડમાલેંમા તેનો ઉપયોગ થયો.

આવશ્યક તેલના પ્રકાર

બાષ્પીભવન થવાની માત્રા અને ઉપયોગીતાને આધારે તેલનું વર્ગીકરણ કરવામાં આવે છે.

  • ઉચ્ચ સ્તરનું (Top notes): ઝડપી અસરકારક પરિણામ, ઝડપી બાષ્પીભવન થાય છે અને ઉત્તેજક ઉન્નતિ શરીર અને મન બંને પર થાય છે. ઉદા. બેસીલ અને કરલી સેજ (Clary sage)
  • નીચલા સ્તરનું (Basal Notes): આમાં મંદ પરંતુ તેજ વાસ હોય છે અને તે આરામદાયક હોય છે. ઉદા. પતયૌલી, ચંદન.

નીચે દર્શાવેલ તેલનો ઉપયોગ સામાન્ય રોગના ઉપચારમાં કરવામાં આવે છે

  1. ચંદન
  2. લવ્હેંડ
  3. નીલગીરી
  4. બાસીલ
  5. સેગ
  6. જુનિપ
  7. પેપરમિંટ
  8. જૂઈ
  9. પતયૌલી
  10. ગુલાબ

આ કેટલાક વસ્તુઓને તેલમાં ભેળવી શરીર અને ચહેરાના મસાજ માટે ઉપયોગમાં લેવાય છે.

તેલનો ઉપયોગ નીચે દર્શાવ્યા પ્રમાણે કરવો

  1. વાસ લેવો
  2. સ્નાન કરતા
  3. મોંઢુ ધોતી વખતે
  4. હાથ અને પગ ધોતી વખતે
  5. હબાણ આપતી વખતે( કપડાંને તેલમાં ડુબાવી દુખાવાના ભાગ પર દાબવું)
  6. ચહામા
  7. ઓરડાને સ્વચ્છ કરતી વખતે વાપરવું (Room fresheners)
  8. અંત્તમા
  9. તેલમાં પ્રત્યક્ષ રીતે ઉપયોગ કરવો.

ઉપચાર

આ ઉપચાર શરીરમાં આંતકિય અને બાહ્ય ભાગોમાં આવે છે તેનો ઉર્દેશ્ય ફકત શરીર અને મનનું સંતુલન બનાવી રાખવું. તેની સર્વસાધારણ પરિસ્થિતીમાં શરીર સુધારો થવાને લીધે માણસને રોગ પ્રતિકારક ઓછું કરવું પડે છે. ઓમા થેરપી શરીરને પૂર્વવત્ત અને પુનનિર્માણ કરવામાં મદદ કરે છે.

ઉપચાર દરમ્યાન લેવાની કાળજી

ગંધોપચાર તજ્ઞ પાસેથી મિશ્રણ કેવી રીતે કરવું અને મસાજ કરવાની પદ્ધતી શીખવાની જરૂરી છે. કારણ કે ફક્ત રોગના લક્ષણો જોઇને ઉપચાર કરવો અને તેના કારણોને દુર્લક્ષ કરવાથી અથવા ખોટા તેલનો ઉપયોગ કરીને ઉત્ત્તમ અસરકારક પરિણામ મેળવવાની આશા એ અશક્ય છે.

આ પદ્ધતીનો ઉપયોગ નીચે દર્શાવેલ સમસ્યાઓ માટે પણ કરવામાં આવે છે

  • માસિકધર્મ
  • મળોત્સર્ગ
  • સ્નાયુ
  • મજ્જાતંત્ર
  • શ્વસનતંત્ર
  • ત્વચા
  • Scalp, અનિદ્રા - ઉદાસીનતા
  • સાંધામાં દુ:ખાવો.
  • પથરીને ભીનું કરવું
  • પરસેવો આવવો
  • સંધિવા

પ્રશ્નોત્તરી

અરોમા થેરપી એટલે શું?

ગંધોપચાર(અરોમા થેરપી) એટલે સુંગધનો ઉપયોગ કરી તેમજ ઝાડના વિવિધ ભાગોમાંથી ઉદા. તરીકે ફુલો, ફળો, થડ, મૂળ વગૈરે માંથી કાઠવામાં આવેલ તેલનો ઉપયોગ દર્દીના રોગ અથવા સ્વાસ્થયની સુધારણા માટે કરવામાં આવે છે.

તે કેવી રીતે ઉપયોગી (સહાય) થાય છે ?

તેના નામ પરથી પ્રથમ તો એવું જણાય છે કે આ સુંગધ ઉપયોગ છે. આવશ્યક તેલ શરીરમાં ત્વચા વાટે, મસાજથી ત્વચા દ્વારા અથવા સુંધીને ફેફસા દ્વારા શોષવામાં આવે છે. વધું કરીને તણાવને ઓછો કરવા માટે સુંગધ ઉપચાર પધ્ધતીનો ઉપયોગ કરવામાં આવે છે. તેમજ શરીરને તેજદાર તથા નિર્વિષ (સુઘડ) રાખવા માટે પણ આ પધ્ધતીનો ઉપયોગ કરવામાં આવે છે.

ક્યાં પ્રકારની કાળજી લેવાની આવશ્યક્તા છે?

આ પધ્ધતીનો ઉપયોગ કરતી વખતે વિવિધ મુદ્દાઓને ધ્યાનમાં લેવું આવશ્યક છે. જ્યો કે અર્કના/તેલના વિશેષ તેની શુધ્ધતાનું ધ્યાન રાખવું જરૂરી છે. કેટલાક લોકોને તેલની/અર્કની આડ અસર (reaction) થાય છે, તો કેટલાક વધુ પડતો ઉપયોગ કરવાને લીધે ત્વચા પર ફોલ્લી/ખંજવાળ આવવી, આવી બાબતો ઉદભવવાનો સંભવ હે છે. તે માટે વિશેષ કાળજી લેવાનો ભાગ એટ્લે અર્ક/તેલનો અયોગ્ય પધ્ધતીથી ઉપયોગ થયો હોય, રક્તદાબ અથવા અસ્થમાના દર્દીએ પોતાનો ઉપચાર જાતે કરવો નહી. વિશેષ કરીને નાના બાળકો અને સર્ગભા સ્ત્રીઓએ ખાસ કાળજીપૂર્વક આનો ઉપયોગ કરવો.

ક્યાં-ક્યાં જોખમો ઉદભવી શકે છે ?

અર્ક/તેલ જો પેટમાં લેવામાં આવે તો, તે અતિશય ઝીલી બની શકે છે. ત્વચા પર પણ તેના ઉપયોગને લીધે અતિ તીવ્ર સ્વરૂપમાં તેની સમસ્યા ઉદભવી શકે છે. જેમ કે, સર્ગભા સ્ત્રીઓમાં ગર્ભાશયનું સંકોયાવવું. એટલે જ અર્કમાં સુંધીને લેવાની જે તત્વો રહેલા છે તેને ઓછો જોખમકારક સમજવું નહી. જો ગંભીર પરિસ્થિતી નિર્માણ થાય તો તાત્કાલીન ડૉકટરનો સંપર્ક સાધવો.

આ ઉપચાર કઈ રીતે આપવામાં આવે છે ?

વિવિધ વનૌષધોમાંથી કાઠવામાં આવેલ અર્કને/તેલની તીવ્રતા પર પારંપરિક ઉપચાર પધ્ધ્તી અવલંબિત છે. ઘણા મુદ્દાઓમા વાળ ઠારીને શુ્ધ્ધ કરવું અથવા શીત દાબનો ઉપયોગ કરી ફલ, પાન, ડાળી, છાલ અથવા મૂળમાંથી આ તેલ/અર્કને કાઠવામાં આવે છે. આ ઊંડી અસ્થિ, જલદ તેલ/અર્કને વાસણમાં મિશ્ર કરવામાં આવે છે. સામાન્ય રીતે વનસ્પતી તેલ જેવા કે સોયા, ઈવનીગ પ્રાઇમોઝ અથવા બદામનું તેલ પછી આ મિશ્રણને ત્વચા પર લગાવતાં પહેલા હવામાં પ્રસરતાં અથવા શ્વાસમાં લેતા પહેલા આલ્કોહોલ ભેળવવામાં આવે છે. આ ઉપચાર માન્યતા પ્રાપ્ત સુંગધોપચાર તજ્ઞોના દેખરેખ હેઠ્ળ લેવી. ઘણા લોકો આ અર્ક/તેલને ઘર ગુંથ્થી ઉપચાર તરીકે વાપરે છે.

ઉપચાર વાપરવાની વિશિષ્ટ પધ્ધતી

ઇનહેલેશન (શ્વાસમાં લેવો)

શ્વાસોચ્છવાસના સંબંધમાં વાપરવા માટે ૫ થી ૧૨ ટીંપા અર્ક/તેલને ઉકળતાં પાણીમાં ભેલવો. માથા પરથી (માથાને ટૉવેલથી ઠાકવું) ટૉવેલ લઈ અને સુંગધી વાફનો ઉડો શ્વાસ લો.

ડિફયૂઝન

સુંગધોપચાર તજ્ઞ હમેશા તેલ/અર્ક યુક્ત દ્રવ્યને હવામાં પ્રસાવવાનું કહે છે. આ તંત્રને લીધે મજજાતંતુ શાંત થાય છે અને સાજા થવાની પ્રક્રીયા યોગ્ય થાય છે. તે ઉપરાંત શ્વાસોશ્વાસ વિષયની પરિસ્થિતીમાં સુધારો થાય છે. કોઇ પણ પરિસ્થિતીમાં આને લીધે હવામાં તાજગીપણું આવે છે. બજારમાં મળની સ્પ્રે (છંટકાવ) આપાણે વાપરી શકીએ છીએ. તે માટે અર્ક/તેલના ૧૦ ટીંપાને ૭ તેબલસ્પૂન પાણીમાં ભેળવો અને વાપરો. જો તમે બઘું મિશ્રણ એક સાથે ઉપયોગમાં ન લેવાના હો તો તે મિશ્રણને ટકાવવા માટે તેમાં ૧ ચમચી વાડ્કા અથવા શુધ્દ આલકોહોલ ભેલવો. તે મિશ્રણને હલાવો અને પિંચકારી (sprayer) માં ભરો.

મસાજ

સુંગધી અર્ક/તેલથી ત્વચાને શાંત કરવા માટે અથવા ઉત્ત્તેજના આપવા માટે માલીશ કરવામાં આવે છે. અર્થાત આ તેલનો/અર્કના પ્રકાર પર અવલંબિત હોય છે. કેટલાક લોકો આનો ઉપયોગ સ્નાયુના મચકોંડાય જવામાં કરે છે. ઘણાં દ્રાવણોને ૫ ટીંપા અર્ક અથવા હળવાં તેલમાં મિશ્રણ કરવું. વધુ તીવ્ર મિશ્રણને લીધે ત્વચા પર પરિણામ (ખંજવાળ વગેરે) થઈ શકે છે.

સ્નાન

સ્નાન માટે ૮ ટીંપા કરતા વધો વાપરો નહી. પૂર્ણ ટબમાં તેલને ભેળવો. તમે ૧૦ થી ૧૫ ટીંપા જાકુઝી અથવા ગરમ ટબમાં ભેળવી શકો છો. ૪ થી ૫ ટીંપા ફુટ બાથમાં અથવા ૩ થી ૪ ટીંપા હઁડ બાથમાં જો તમે શૉવર (ફવારો) વાપરતાં હોતો સ્વચ્છ શરીર ધોયા પછી એક કાપંડ અથવા સ્પંજ તેલ તથા પાણીનાં મિશ્રણમાં બોળીને લો અને ત્વચા પર લગાવો. આ તંત્ર ત્વચાની એલરજી હોય તો ના વાપરો.

ગરમ અને ઠંડુ દાબ

૪ ઔંસ પાણીમાં ૫ થી ૧૦ ટીંપા તેલ સ્નાયુની તેલ સ્નાયુની, મયકોંડ, વેદના, માથાનો દુ:ખાવો આ માટે મિશ્રણ કરીને વાપરો. કાપડને આ દ્રાવણમાં ભીંજવીને દુ:ખાવાના ભાગ પર લગાવો. બીજા સુંગધોપચારના તંત્રમાં ૨-૩ ટીંપા અર્કને ઓશિંકા પર છાટવું, બૂટના કબાટમાં, બળતાં સ્ટૉવ પર નાખવું અથવા લાકડાંની ભટટીમાં નાખવામાં આવતાં લાકડાં પર છાંટવાનો સમાવેશ થાય છે.

કાળજી

સુંગધોપચારમાં અર્ક/તેલને કયાંય મોંઢા વાટે (પેટમાં) લેવું નહી. તે વધુ જોખમકારક અને ઝેરીલી ઠરવી શકે છે.

સૌદર્ય ઉપચારમાં આને કેવી રીતે વાપરવામાં આવે છે ?

સૌદર્ય ઉપચારમાં અર્કનો/તેલનો વાપર ત્વચાની વિવિધ સમસ્યાનું નિવારણ કરવાં માટે થાય છે. જેવા કે, અઁકને, લાલાશનું શરીરમાં પ્રસરવું, ઇસબ. પણ સર્વ ઉપચાર એ ડૉકટરની સલાહ હેઠળ લેવી. વયસ્કર લોકોની ત્વચા પર મહત્ત્વની પેશી, એકદમ સૂષ્ક ત્વચા તથા સોજો આવવો આવી પરિસ્થિતીમા તેનો ઉપયોગ થાય છે.

સ્નાન

તેલનો ઉપયોગ કરીને સ્નાન કરવાથી આનંદીત અને આરામદાયક લાગે છે. તેના દ્રાવ ઉપચાર પણ કરવામાં આવે છે. પાણીમાં પોતે એક પ્રકારનું રોગનિવારણ ઉપચાર છે. પાણી તેલના ગુણોને વધારે છે.

ઉપચાર માટે ઉપયોગમાં લેવાતા તેલનું (અથવા ૨-૩ પ્રકારના તેલનું એકત્રિકરણ) ૬ થી ૧૦ ટીંપા પ્રમાણમાં પાણીમાં ભેળવો. તેમાં બીજા કોઈ પણ પ્રકારનો પદાર્થ જેવા કે ફીણ અથવા સ્નાન કરવાનો તેલ ભેળવવું નહી. અને તે પાણીમાં ૧૦ મિનિટ સુધી તમારા શરીરને ડુબાડી રાખો, તે દરમ્યાન વાળનો (શ્વાસ લેવો) ઉપચાર કરવો. (નાના બાળક પર ઉપચાર કરતી વખતે તેલનો ઉપયોગ ઓછા પ્રમાણમાં કરવો)

  • જુનિપ: ત્રાસ ઓછો કરવો અને ઉત્તેજન આપવું. જંતુઓનો સંસર્ગ કરવો અને મસાજ માટે ઉપયુક્ત હોવાને લીધે પેશીઓને મદદ કરે છે. તેને લીધે માનસિક શુદ્રતા પૂર્વસ્થિતિમાં આવે છે. અને લાગાણીઓને કાબૂમાં રાખવામાં મદદ કરે છે. આનો ઉપયોગ પુરૂષોના અત્તંમાં, aftershaves અને colognes તરીકે કરવામાં આવે છે. આને લીધે પ્રતિકારક શક્તિ દૃઢ થાય છે અને શરીર સાફ રાખવામાં મદદ કરે છે.
  • ચેતાવણી: ગર્ભાવસ્થા દરમ્યાન જુનિપનો ઉપયોગ ના કરવો.
  • ઉગમસ્થાન: ફલો (મુખ્યત્તવે યુગોસ્લાવીયામાં)
  • તૈયાર કરવાની પદ્ધતી: પ્રવાહીને વાળમાં રૂપાંતર કર્યા પછી તેને દ્રવ્યમાં રૂપાંતર કરવું.
  • ગંધોપચાર વર્ગ: શક્તિદાયક
  • ગંધોપચાર પ્રકાર: કોનિફેસ (Coniferous)
  • ત્વચાનો પ્રકાર: દાગ - થબ્બા વાળું (Blemished)
  • ઉપચાર: ત્વચા પરના વિષાણુઓને ઓછા કરવા અને સુંવાળી બનાવવા માટે

દબાણ દ્વારા ઉપચાર કરવો

૧૦૦ મિ.લી ગરમ પાણીમાં ૫ થી ૧૦ ટીંપા તેલનું મિશ્રણ કરવો, સ્વચ્છ સુચાઉ કાંપડને તેમાં બોળી નીચોવી લેવો અને દુખાવવાના ભાગ પર ફેલાવો.

મસાજ

તેલનો ઉપયોગ કરીને મસાજ કરવાથી અસરકારક પરિણામ મળે છે. મસાજ કરવા માટે દ્રાક્ષના બી, બદામ અથવા પીચના છાલના તેલમાં સુવાસ રહીત તેલનું મિશ્રણ કરીને ઉપયોગ કરવો.

શરૂઆતમાં મિશ્રણમાં તેલનું પ્રમાણ ત્રણ ગણું રાખવું (નાજુક ત્વચા પર વિશેષ કરીને ટીંપુ ૨ મિલીલીટર સાદા તેલમાં ભેળવો. ઓછો પ્રમાણ બઘા માટે સારૂં છે.

એવું કોઈ શાસ્ત્રીય નિષ્કર્ષ નથી કે તેલ ત્વચાથી શોષાય અને પછી તે રકત્તમાં ભળે છે. ત્વચારોગ તજ્ઞોના પ્રયોગ પછી સિદ્ધ કર્યું છે કે મસાજ કરતી વખતે ત્વચા દ્રાવ તેલ શોષાતું નથી.

ત્વચા એ શરીરને મહત્ત્વનો ભાગ હોવાને લીધે શરીરમાં અસુરક્ષિત પદાર્થને પ્રવેશ કરવા દેતા નથી.

ગઁનિયમ

શરીર અને મનનું સંતુલન રાખના તેલ. આ તેલમાં તાજા, ફલોનો મીઠી સુવાસ હોય છે જેને લીધે લાગણીઓમાં સ્થિરતા રાખવામાં અને આરામદાયક હોય છે. સર્વ પ્રકારના કાર્યશક્તિ માટે ઉપયોગી અને કાર્યશક્તિની કાળજી લેવા માટે ઉપયોગમાં લેવાતાં ઔષધોમાં તેમજ વિસ્તારને સ્વચ્છ રાખવા માટે આનો ઉપયોગ કરવામાં આવે છે.

મચ્છરોને દૂર ભગાવવામાં મદદ કરે છે. તેમજ cellulite અને eczema તથા psoriasis માં મસાજ કરવાથી ઉપયોગી નીવડે છે. બીજા કેટલાક ફલોના તેલમાં લવ્હેંડ અને બર્ગેમૉટના તેલને ભેળવવાથી ઉત્તમ પ્રકારનો રૂમ ફેશનર તૈયાર થાય છે.

ઉગમસ્થાન: ચીનમાં પાંદડા અને થડ મળે છે.

તૈયાર કરવાની પદ્ધતી: પ્રવાહીને વાસમાં રૂપાંતર કરી પછી તેને દ્રવ્યમાં રૂપાંતર કરવું

ગંધોપચાર પ્રકાર: ફલોથી તૈયાર કેસ

ત્વચાનો પ્રકાર: તૈલી અને શુષ્ક ત્વચા માટે

ઉપયોગિતા: ત્વચાને તાજગી આપવા માટે, મસાજ માટે

ક્યાં પ્રકારના તેલમાં વ્યવસ્થિત મિશ્રણ થાય છે: ગંધતરૂ વૃક્ષના તેલમાં, સિટ્રોનેસા, કલી સેગ, દ્રાક્ષનું તેલ, જૂઇ, લઁવ્હેંડ, લિંબુ, નેરોલી, નાંગી, પેટીટંગ્રેન, ગુલાબ, રોઝમી અને ચંદન.

તેલને પાણીમાં ભેળવી તેનું વાસ લેવો (Inhalation)

ઉકળતા પાણીના વાસણમાં ૫ થી ૧૦ ટીંપા ઉપચારમાં લેવાતા તેલને નાંખો અને માથા ઉપરથી ટુવાલને વાસ આવે એવી રીતે ઓઢો કે વાસણ ઢંકાય જાય અને તેની વાસ બહાર ના જાય તેનું ધ્યાન રાખો અને તે વાસને શ્વાસોશ્વાસમાં લો.

ચંદનનું વૃક્ષ

કસ્તૂરીની સુવાસ જેવું, પોષ્ટિક, ઉત્તેજક, તેલ, જેને લીધે શરૂઆતમાં અત્યંત કડક વાસ હોતો નથી પણ હમેશા હે છે.

ચંદનને પારંપરિક પદ્ધતીમાં ઉપચાર તરીકે અને ધાર્મિક સમારોહમાં પણ ઉપયોગ થતો હતો. તેને લીધે વાતાવરણમાં સુવાસ ફેલાતો અને આકર્ષક, ઉત્ત્તેજકતા આવતો. ત્વચાની કાળજી લેવા માટેનું ઉત્ત્તમ તેલ છે. અત્યંત શુષ્ક અને ખરતાં કે તૂટતા વાળ માટે ઉપયુક્ત, તેમજ તેને લીધે શરીરમાંથી અંત્તની સુવાસ આવે છે.

ઉગમસ્થાન: દક્ષિણ ભારતના ઝાડમાંથી તૈયાર કરવાની પદ્ધતી: વાસમાં રૂપાંતર કરી પછી તેને દ્રવ્યમાં રૂપાંતર કરવું

ગંધોપચાર વર્ગ: શાતંતા આપવું

ગંધોપચાર પ્રકાર: ચંદન(woodsy)

ત્વચાનો પ્રકાર: તૈલી, દાગવાળા, સંવેદનશીલ અને શુષ્ક ત્વચા માટે

પરંપરાંગત ઉપયોગિતા: ત્વચાને તાજગી અને તેજ આપવા માટે, કોમળ બનાવવા માટે

તેલનું વાસ લેવું (Vaporization)

બઘા ઉપયુકત તે એ જંતુનાશક (સંસર્ગ ના થાય તે માટે મદદ કરે છે) અને ત્વચાનું બાષ્પીભવન ઝડપી બનાવે છે, માટે તે એક ઉત્ત્તમ રીતે કામ કરે છે. વિવિધ પ્રકારનો તેલ જુદા-જુદા પ્રકારનું વાતાવરણ સર્જે છે. ઉદા. આરામદાયક જૂઈ તેમજ કલેરી સેગ (Clary Sage) પાર્ટીઓમાં (લોકોનો મેળાવો) તેનો ઉપયોગ કરવામાં આવે છે. કામે જતી વખતે પેપરમિંટનો ઉપયોગ કરવાથી તમારા મનને સ્વચ્છ રાખે છે. બાષ્પીકરણ કરવા માટે અનેક પ્રકારના સાધનો ઉપલબ્ધ છે. ગરમ પાણીના વાસણમાં અથવા કેટલીક વખતે બે-ચાર ટીંપા પૃષ્ઠભાગ પર નાખી અને તે માટે નાનું વાસણ કે જેને મીણબત્તી ઉપર ગરમ કરી શકાય ’અરોમા સ્ટોન’ નો અસરકારક ઉપયોગ જે વીજળી દ્વારા ધીમા તાપમાને વાસમાં રૂપાંતર થાય છે જેને લીધે પાણી અને તેલનો ઓછો પ્રમાણ લાંબા સમય સુધી ચાલે છે.

જૂઇ

ભાવનાઓને ઉત્સાહીત, આરામદાઇ, કોમળ તેમજ આત્મવિશ્વાસ વધારવા માટે, તાણને ઓછો કરવા માટે જૂઇનું તેલ ઉપયોગી અને ગરમ પ્રકૃતિના શુષ્ક ત્વચા માટે યોગ્ય છે. તેમાં ભાવનાઓને જાગૃત કરવાનાં ગુણો છે. તેની સુંગધ કડક હોય છે માટે ખુબ ઓછા પ્રમાણમાં ઉપયોગ કરવો. વિશાળ પ્રમાણમાં રાત્રે ફલને એકત્ર કરવા. કારણ કે તે સમયે તેનું સુગંધ વધારે હોય છે તેમાંથી ખુબ ઓછો તેલ મળે છે એટલે તે ખુબ મોંધુ હોય છે.

ઉગમસ્થાન: ઇજિપ્તના ફઉલોમાંથી

તૈયાર કરવાની પદ્ધતી: દ્રાવણ તૈયાર કરી તેમાંથી શુદ્ધ સ્વરૂપને કાઠવો.

ગંધોપચાર વર્ગ: ઉત્તેજન આપવું, સંતુલન બનાવી રાખવું ગંધોપચાર પ્રકાર: ફલોમાંથી

ત્વચાનો પ્રકાર: શુષ્ક ત્વચા, સાધારણ ત્વચાનું મિશ્રણ

પરંપરાંગત ઉપયોગિતા: સંસર્ગમાં વધારો, ઉત્તેજન આપના, કોમળતા આપના

સ્ત્રોત : આરોગ્ય.કોમ

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/17/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate