વ્યુત્પત્તિશાસ્ત્ર અનુસાર આયુર્વેદ આ શબ્દ બે મુળભૂત કલ્પના પરથી તૈયાર થયો છે - આયુ અને વેદ. આયુ એટ્લે આયુષ્ય અને વેદ એટ્લે જ્ઞાન કે શાસ્ત્ર. આયુર્વેદમાં બીમારી/રોગ થવાથી બચવા તથા યોગ્ય અને સારો વનૌષધોનો ઉપયોગ કરવાં ઉપર મહત્વ આપે છે. આ શાસ્ત્ર આરોગ્યને સંતુલિત રાખવામાં મદદ કરે છે. આયુર્વેદ અનુસાર જીવન એટલે જ્ઞાન, મન, શરીર તથા આત્માનું એકત્રીકરણ છે આના ઉપરથી એવું સિધ્દ થાય છે કે આયુર્વેદ એ ફક્ત શરીરના લક્ષણો પૂરતો મર્યાદીત નથી. આધ્યાત્મિક, માનસિક, તથા સામાજિક સ્તરનું શાસ્ત્ર છે. જે તંદુરુસ્તી તથા આરોગ્યપૂર્ણ જીવન જીવવાનું આ એક સૌથી સુંદર/સરળ માર્ગ છે.
આયુર્વેદ (ઉચ્ચાર-aa-yoor-vey-da) એક પ્રાચીન ભારતીયનું વૈદય શાસ્ત્ર છે. આ એક નૈસર્ગિક આરોગ્યનું લાક્ષણિક પધ્ધતી છે. આ શાસ્ત્ર શારીરિક, માનસિક અને ભાવનાશીલ આરોગ્યને નિસર્ગ (પ્રક્રુતિ) ના સહાયથી ટકાવી રાખવામાં મદદ કરે છે. આ એક પરીપુર્ણ શાસ્ત્ર છે. જે ફક્ત રોગથી પીડાતા લોકોને માર્ગદર્શન આપે છે એવું નથી સુદ્ર્ઢ લોકો માટે પણ ઉપલબ્ધ છે. આમાં વિવિધ શાસ્ત્રોનો સમાવેશ થયો છે. ઉ.દા. ઔષધોપચાર, સ્ત્રીરોગ, બાળરોગ, શસ્ત્રક્રિયા, શાસ્ત્ર પદાર્થ અને તારૂણ્ય ટકાવી રાખતા ઔષધો (જિયુવ્હેનેશન), આધુનિક વૈધકિય શાસ્ત્ર એ જે રિતે રોગના લક્ષણોને ભાન આપે છે. તેમ આયુર્વેદ એ રોગના મૂળને નૈસર્ગિક ઉપચારના મદદથી રોગ અને રોગના મુળને નષ્ટ કરી દર્દીની પ્રતીકારક શક્તિ વધારે છે.
આયુર્વેદમાં પ્રત્યેક દર્દીની પ્રક્રુતિ અનુસાર ઉપચાર કરવામાં આવે છે. જયા શરીરમાં થોડા પ્રમાણમાં તણાવ અને ઉર્જાસ્ત્રોત સમતોલ હોય ત્યા શરીરની નૈસર્ગિક સંરક્ષણ વ્યવસ્થા પણ કાર્યક્ષમ હોય છે. અને સહજ રિતે તે રોગ પ્રતિકાર કરિ શકે છેં. આમાં નૈસર્ગિક વનઔષધો અને ખનિજ પદાર્થોનું રિફાઈન્ડ સ્વરુપમાં ઉપયોગ કરવામાં આવે છે. આ કારણને લીધે તેમાં કોઇ જાતનો ભય કે આડ અસર થતી નથી. ઘણાં લોકોનું કહેવૂં છે કે આયુર્વેદ અતિપ્રાચીન અને પ્રગતિશીલ નૈસર્ગિક શાસ્ત્ર છે.
આયુર્વેદનો ઉગમ લગબગ ૫૦૦૦ વર્ષ પહેલા થયો છે. માનવ જાતી જેટલુ જ આ શાસ્ત્ર પણ જુનૂ છે. ઇશ્વર નિર્મિત મનુષ્ય પ્રાણીના કલ્યાણ માટે આ શાસ્ત્ર સ્વર્ગ ઉપરથી પૃથ્વી પર આવ્યુ એવું માનવામાં આવે છે. એટલે જ આ શાસ્ત્ર ચિરંજીવી છે. આયુર્વેદના એક તત્વ અનુસાર જેમ જીવન એ શાશ્વત છે તેમજ તેનું શાસ્ત્ર પણ શાશ્વત હોવું જેઈએ.
આયુર્વેદનો અનંતકાળ એ ચક સંહિતા (સંસ્કૃત શબ્દ)માં સવિસ્તાર વર્ણન કર્યુ છે. તેમાં એવું જણાવવામાં આવ્યું છે કે આયુર્વેદ એ અનંતકાળ છે કારણ કે
ઇતિહાસ તંજ્ઞોના મતંવ્ય પ્રમાણે આયુર્વેદને લખવાનું શરૂવાત લગભગ ૫૦૦૦ વર્ષ પહેલા થયો. શરૂઆતમાં આયુર્વેદને મૌખિક શિખવતા અને ઉપયોગ કરતા હતાં. હિંદુ પૌરાણિકતાં અનુસાર આયુર્વેદનું જ્ઞાન એ બ્રમ્હાએ ઇંદ્રને અને ઇંદ્રએ ભગિરથ દ્વારા પૃથ્વી પરના માનવ ક્લ્યાણ માટે સોંપયો હતો.
પ્રત્યેકમાં અને પ્રત્યેક જગ્યાએ ઉર્જાના ૩ મુળભુત તત્વો પર આયુર્વેદ આધારીત છે. વાત, પિત્ત્ત તથા કફ આ ત્રણ દોષ ધરાવતા નામો છે. શરીરના મૂળ જીવશાસ્ત્રથી આ તત્વોને જોડવામાં આવે છે. આદોષ વ્યક્તિની પ્રકૃતિ બતાવે છે. શરીરની બઘી ક્રિયા માટે ઉર્જાની જરૂર હોય છે. ત્યારે તે ક્રિયા ચયાપચયનની અથવા પુનઃનિર્માણની હોય છે. હલન-ચલન માટે "વાત" એ ઉર્જા, ચયાપચય અથવા પાચનક્રિયા માટે "પિત્ત્ત" ઉર્જા, "કફ" એ શરીરના ભાગોમા સ્નિગ્ધતા, સ્વેર્ય તથા ઊંજણ છે. સર્વ વ્યક્તિમાં કફ, વાત, પિત્ત્ત આ ગુણધર્મ હોય છે. પરંતુ હમેશા આ પૈકી એક ગુણ પ્રાથમિક, રજો દુય્યમ, તથા ત્રિજો ઓછા મહત્વનું હોય છે. આયુર્વેદમાં રોગનો કારણ કફ, વાત, પિત્ત્તની ઉણપ અથવા અધિકતા અને તેના પરિણામ તરીકે થનાર શરીરમાં બગાડ, રોગ એ શરીરમાં આવેલા વિષદ્રવ્યોને લીધે થવાની શક્યતા હોય છે જેને "આમ" કહેવામાં આવે છે.
આયુર્વેદાનુસાર વ્યક્તિનું સંમતુલન, શરીર મન અને ચેતનાની ક્રુતિને લીધે જાળવી રાખવામા આવે છે. શરીર, મન, ચેતનાનું સંમતુલન કેવી રીતે કરવામાં આવે છે. તેને જાણવાં માટે વાત, કફ, પિત્ત્તના એકત્રિત કાર્યને જાણવું આવશ્યક છે. આયુર્વેદ તત્વજ્ઞાની અનુસાર સંપૂર્ણ વિશ્વમાં ઉર્જાનું લેણ-દેણ પાંચ મહત્ત્વના ઘટકો દ્વારા થાય છે. ૧) પૃથ્વી ૨) પાણી ૩) અગ્નિ(તાપ) ૪) વાયુ (હવા) ૫) આકાશ. માનવી શરીરમાં "વાત" એ હલનચલન કરવા માટે જરૂર એવી સૂક્ષ્મ ઉર્જા છે. જ્યો "પિત્ત્ત" એ પાચન માટે જરૂરી તથા શારિરીક સ્વેર્યને ટકાવવા માટે "કફ" ઉર્જાની જરૂર હોય છે.
હિંદુ તત્વજ્ઞાનના તત્વનુસાર આ વિશ્વમાં પ્રત્યેક ભાગ એ પાંચ મુળભૂત ઘટકોથી બનેલ હોય છે. આ વાતને આયુર્વેદ સ્વીકારે છે. આ વિશ્વમાં બહાર પડનારા પ્રત્યેક ઘટકો સૂક્ષ્મરીતે આપણા શરીરમાં હોય છે.
આ પાંચ તત્ત્વાનુસાર આ વિશ્વ બનેલ છે અને તે પ્રમાણે આપણું શરીર
આ પાંચ તત્ત્વાનુસાર આ વિશ્વ બનેલ છે અને તે પ્રમાણે આપણું શરીર
આયુર્વેદાનુસાર શરીર એ ૩ મુખ્ય ધટકોથી બનેલ છે
ધાતુ એ મુળભુત પેશી હોવાને લીધે શરીરને સૃદ્ઢ(સ્વચ્છ) રાખે છે. ધાતુ એ વિવિધ અન્ન ઘટકના - રાસાયણમાંથી તૈયાર થાય છે. સૃદ્ઢ આરોગ્ય માટે પ્રત્યેક ધાતુની યોગ્ય માત્રા અને તેનું યોગ્ય કાર્ય આવશ્યક છે.
મળ એ શરીરમાંથી ચયાપચયની ક્રિયાને લીધે નિર્માણ થનાર ત્યજી દીધેલો પદાર્થ છે. યોગ્ય પ્રમાણમાં મળ ઉત્ત્સર્જન એ આવશ્યક છે. જો એવું ના થાય તો તેને લીધે વિવિધ રોગ નિર્માણ થવાની શક્યતા રહેલી હોય છે.
આ સર્વ ઘટકો પ્રત્યક્ષ અથવા અપ્રત્યક્ષ રીતે ત્રિદોષના સંમતુલનના જેવું કાર્ય કરતાં હોય છે.
આયુર્વેદાનુસાર નિદાન એટલે રોગ/બિમારીના મૂળ કારણને શોધીને કાઢવું. એ જરૂરી નથી કે રોગના મૂળ કારણો હમેશા શરીરમાં હોવા જેઇએ. રોગના કારણો આજુબાનુમાં ઘડનારી ઘટનાઓ, કુંટુબમાં અથવા કાર્યની જગ્યાએ નિર્માણ થતાં હોય છે. કાયમી સ્વસ્થ રહેવા માટે મૂળ કારણાને શોધી કાઢવો જરૂરી છે.
આયુર્વેદાનુસાર રોગ પર ઉપચાર એટલે શારિરીક લક્ષણોથી મુક્ત કરવું એવું નથી. તે વ્યક્તિને સર્વોપચાર (શરીર તથા મન) આપવામાં આવે છે. રોગના મૂળને શોધવા માટે જુદી - જુદી પરીક્ષાના/તપાસણી કરવામાં આવે છે. જેમાંની એક છે "નાડી પરીક્ષા" (nadi=pulse, pariksha=examination). નાડી જેઇને આયુર્વેદીક ડાક્ટર/વૈદ્ય ત્રિદોષની સ્થિતી શોધી શકે છે. જ્યા વૈદ્યને સમજાય છે કે ક્યો દોષ વધી રહયો છે અથવા ક્યો દોષ અસંતુલિત છે ત્યારે તે દોષને વિવિધ ઉપચારોથી સંતુલન કરવું એ મુખ્ય કાર્ય હોય છે. માનસિક પરિસ્થિતી, કૌટુબિંક સંબંધો અને તે ઉપરાંત બીજા ઘટકો પણ કાળજીપૂર્વક તપાસવામાં આવે છે.
ઉપચાર એ ત્રણ પ્રકારે આપવામાં આવે છે
ઔષધોપચારમાં વિવિધ નૈસર્ગિક વનોઔષધી, ઝાડ અને ખનિજ દ્વારા બનાવવામાં આવેલ ચુર્ણ, ગોળીઓ, કાઢો અથવા ઔષધી તેલોનો સમાવેશ થાય છે. આ ઔષધો નૈસર્ગિક તત્વોથી તૈયાર કરેલા હોય છે. તેમાં કૃત્રિમતા બિલ્કુલ હોતી નથી તેને લીધે શરીરને તેને જલ્દી સ્વીકારે છે. કોઇ પણ આડસ શરીરમાં નિર્માણ થતી નથી. ફક્ત તેને યોગ્ય પ્રમાણમાં/માત્રામાં લેવું જોઇએ.
ઔષધોની સાથે યોગ્ય આહાર તથા યોગ્ય જીવનશૈલી સાથે જીવનાની સલાહ આપવામાં આવે છે. એક એ મહત્ત્વનું છે. રોગના મૂળ કારણ કાઢવા માટે ઔષધોનું સેવન અથવા પરેજી પાળવું એમાં અયોગ્યતાને લીધે રોગ સાજો ન થતાં વઘતો થાય છે. પ્રત્યેક વ્યક્તિની પ્રકૃતી અનુસાર આયુર્વેદીક વૈદ્ય આહાર સુચવે છે.
પંચકર્મ ઉપચાર એટલે શરીરને અંદરથી પુર્ણ રીતે સ્વચ્છ કરે છે. જુદા - જુદા રોગો માટે આ ઉપચાર પદ્ધતીનો ઉપયોગ કરવામાં આવે છે.
એટલે આપણને સમજાય છે કે નિદાન તથા ઉપચારની પદ્ધતીએ સાદા (સરળ) અને નૈસર્ગિક તત્વો પર આધારિત છે. આયુર્વેદ પદ્ધતીસર તથા શાસ્ત્રીય રીતે જીવવાની માર્ગ દર્શાવે છે.
સંપૂર્ણ વિશ્વમાં સારા આરોગ્ય માટે રોગથી મુકત થવા માટે. તથા ર્દીઘાયુષ્ય મેળવવા માટે પંચકર્મની ઉપચાર પદ્ધતીનો ઉપયોગ એકદમ સુરક્ષિત હોવાને લીધે બઘા તેનો ઉપયોગ કરી શકે છે.
આયુર્વેદ એટલે શું?
આયુર્વેદ એ પ્રાચીન વૈધ શાસ્ત્ર છે. પાછલા ૫૦૦૦ વર્ષોથી પેઢી દર પેઢી ચાલી રહયો છે. આયુર્વેદીક ઉપચાર એટલે જે નિસર્ગમાં છે તે તમારા શરીરમાં છે. અને તેનો વપરાશ ઉપચાર તરીકે થાય છે. આયુર્વેદાનુસાર રોગ એ ’દોષ’ ના અસંતુલનને લીધે થાય છે. (વાત્ત, કફ, પિત્ત્ત) ફક્ત શારીરિક લક્ષ ણો જ નહી પરંતુ માનસિક ભાગના ઉપચારની વખતે પણ તેનો વિચાર કરવામાં આવે છે.
આયુર્વેદિક ઔષધો ક્યાં ઉપલબ્ધ થાય છે?
"આયુર્વેદ" નિસર્ગમાંથી ઔષધો મેળવે છે. વિવિધ વનૌષધી, જનાવરો પાસેથી મળતાં પદાર્થ, ખનિજનો ઉપયોગ વિવિધ ઔષધો તૈયાર કરવાં માટે થાય છે. ઉદા. આવળાં, કડવો લીમડો, ચંદન, ખનિજ જેવા કે સોનું, ચાંદી, લોહ વગેરે.
ઔષધોને કેવીરીતે તૈયાર કરવામાં આવે છે?
હાલમાં આયુર્વેદીક ઔષધો એ વધારે કરીને ઔષધો કંપની માર્ફત તૈયાર કરવામાં આવે છે. પરંતુ હાલમાં કેટલાક આયુર્વેદીક વૈધ (ડૉક્ટર) જાતે ઔષધો તૈયાર કરે છે. આ ઔષધો વિવિધ સ્વરુપમાં હોય છે જેવા કે, ચુર્ણ, કાઢો, ગોળીઓ, પેસ્ટ, આસવ વગેરે.
આયુર્વેદિક ઔષધોને લીધે શું દુષપરીણામ થાય છે?
સર્વ આયુર્વેદીક ઔષધો નૈસર્ગિક હોય છે. તે અતિશય સુરક્ષિત હોવાને લીધે બાળકો માટે પણ વાપરી શકાય છે. જો યોગ્ય પધ્ધતિથી ઔષધને વાપરવામાં આવે તો તેનું કોઇ પણ દુષપરીણામ થતું નથી
શું આયુર્વેદિક ઔષધો ફક્ત દીર્ઘકાલીન રોગોમાં જ વાપરવામાં આવે છે?
મોટા ભાગના લોકો એલોપેથીનો ઉપયોગ રોગમાંથી મુક્ત થવા માટે કરે છે. પરંતુ જ્યા તેમને પ્રતિસાદ મળતો નથી અથવા નકારાત્મક પ્રતિસાદ મળે છે ત્યા તે આયુર્વેદ તરફ વળતાં હોય છે. અને આ સમયગાળાં દરમ્યાન રોગ દીર્ઘકાલીન/તીવ્ર થાય છે. આયુર્વેદ વિશે એવી એક ગેરસમજ છે કે આયુર્વેદિક ઔષધો નાના - નાના રોગોમાં તેનો ઉપયોગ કરવો નહી. જેવા કે - ઠંડી, તાવ, શર્દી, પિત્ત્ત, જુલાબ અને એખાદો દુ:ખાવો, વેદના. આયુર્વેદમા સામાન્ય બિમારીમાં પણ ઉપચાર કરી શકાય છે.
ક્યા પ્રકારના રોગોમા આયુર્વેદ દ્વારા ઉપચાર કરવામાં આવે છે?
વિવિધ રોગો જે શરીર પર પરિણામ કરતાં હોય છે સૂક્ષ્મ ત્વચારોગમાં પણ આયુર્વેદ પ્રભાવિ રીતે ઉપયોગી થયાનું સિધ્દ થયું છે. જેવા કે હડકાના સાંધાના રોગ (ઉદા. આર્થરાયટીસ), મધુમેહ, હોર્મોનસ સંબંધિત રોગ મજ્જાસંસ્થા સંબંધિત રોગ ઉદા. પક્ષાઘાત, અપિલેપ્સી વગેરે. વંધ્યત્વ પર પણ આનો ઉપયોગ કરવામાં આવે છે.
આયુર્વેદિક ઔષધોની સાથે એલોપેથીની ઔષધો લેવાય તો શૂં ચાલશે?
હા, આયુર્વેદીક ઔષધો સાથે બીજ કોઇ પણ પેથીની ઔષધો લઈ શકાય છે. જેને લીધે કોઇ પણ ઔષધોની ખરાબ પરિણામ (આડસર) થતી નથી.
આયુર્વેદમા આહાર વિશેષ શું મત છે?
આયુર્વેદ અનુસાર આહાર એ સમતોલ હોવો જોઇએ. આમાં શાકભાજી, ફળો, ધાન્ય વગેરેનો સમાવેશ હોવો જોઇએ. જ્યારે નાભી પ્રદેશમાં ભૂખ લાગે ત્યારે જ અન્ન ગ્રહણ કરવાનો યોગ્ય સમય છે. સર્વસામાન્યરીતે પ્રત્યેકે ૨-૩ વખત ભોજન દિવસમાં લેવું. હળવો નાસ્તો, વ્યવસ્થિત બપોરનુ ભોજન અને હળવુ રાત્રિનું ભોજન. પ્રત્યેક્ના પેટની પૂર્ણ ક્ષમતા અનુસાર ૧/૨ ભાગ એ ધન આહાર, ૧/૪ ભાગ એ દ્રવ્ય આહાર તથા બાકીનું ૧/૪ ભાગ ખાલી રાખવો. જ્યારે તરસ લાગે ત્યારે પ્રત્યેકે પાણી લેવું. જમતા પહેલા અથવા જમ્યાં પછી પાણી પીવું સારું છે
આયુર્વેદિક ઔષધો લેતી વખતે આહારના વિશે શું ખુબ પરેજી પાળવીં પડે છે?
આયુર્વેદ એ રોગને પૂર્ણ પણે સાજો કરવા પર ભાર આપે છે, જો કોઇ એક વ્યક્તિને શર્દી/ખાંસી નો રોગ હોય તો તેને હવામાં ફરવુ કે ઢંડો પદાર્થ ખાવો યોગ્ય નથી. એટલે આયુર્વેદિક વૈધ (ડૉક્ટર) વિશિષ્ટ અન્નનુ પરેજી કરવાનું કહેતા હોય છે. જેથી કરીને રોગ અને તેના કારણો નષ્ટ કરી શકાય.
આયુર્વેદમાં શું શસ્ત્રક્રિયા થાય છે?
આયુર્વેદના પ્રાચીન પુસ્તકોમાં શસ્ત્રક્રિયા વિશેનો ઉલ્લેખ કરેલો જણાય છે. પરંતુ તે શસ્ત્રક્રિયા આધુનિક શસ્ત્રો પ્રમાણે નથી. હાલમાં આયુર્વેદ શાસ્ત્રોએ તેમાં બદલાવ લાવ્યો છે અને આધુનિક તંત્રજ્ઞાન તથા જીવનશૈલી નો સમાવેશ કર્યો છે. જેને લીધે અત્યારે દર્દી પર જલ્દી શસ્ત્રકિયા પછી સુધારણા અને તેનું હૉસ્પિટલમાં રહેવાનું ઓછામાં ઓછું શક્ય બન્યું છે.
શું આયુર્વેદની ઔષધો બહાર ઉપલબ્ધ થઈ શકે છે?
અનેક આયુર્વેદ વૈધ પોતાની જાતે ઔષધો તૈયાર કરે છે. તે ઔષધો તમારે દુકાનમાંથી ખરીદવાની જરુરી નથી. ઘણાં સામાન્ય આયુર્વેદિક ઔષધો દુકાનમાં ઉપલબ્ધ હોય છે પરંતુ આ ઔષધો આયુર્વેદ વૈધના સલાહ સુચન દ્વારા લેવી.
બજારમાં અનેક ઔષધો ઉપલબ્ધ હોય છે. જે મેદવૃધ્ધિ ઓછું કરવાના દાવાઓ કરે છે, પણ તે ખરે - ખર ઉપયોગી છે? આયુર્વેદ વજન ઓછું કરવામાં શું ઉપયુક્ત છે?
હાલમાં આરોગ્યાની દૃષ્ટિએ તંદુરુસ્ત રહેવાની જે લહેર ફેલાયેલ છે, તેને લીધે અનેક લોકો હર્બલ ઔષધોની સહાયથી મેદવૃધ્ધિ ઓછી થવાના દાવા કરે છે. આ મેદવૃધ્ધિ આયુર્વેદના સહાયથી ઓછો થાય છે પરંતુ તે માટે ઠરવેલા આહારનું યોગ્ય પધ્ધતિથી પાલન કરવું પડે છે, તેમજ કેટલાક યોગાસનો કરવા પડે છે. આયુર્વેદમાં ઔષધો આપતાં પહેલા આયુર્વેદના વૈદય તમારી પ્રકૃતિને તપાસી તેનું નિદાન કર્યા પછી ઔષધો આપે છે. આહાર પધ્ધતિમાં કોઇ બદલાવ ના કરતાં વજન ઓછુ કરવાનો પ્રયત્ન આયુર્વેદ દ્વારા સુચવવામાં આવતુ નથી.
(તરૂણતા પ્રાપ્ત કરવાની ઉપચાર પદ્ધતી) આયુર્વેદના પાઠ્યપુસ્તમાં "જિયૂવ્હેનેશન (તરૂણતાનું ટકી રહેવું)” ને "સાયન" કહે છે. આયુર્વેદમાં "સાયન" ની વ્યાખ્યા આ પ્રમાણે કરવામાં આવી છે - "સાયન એટલે જ ઉમરને ઓછી કરવી એટલે તરૂણતાને ટકાવી રાખવું તથા જૂના રોગો (લાંબા સમયથી ચાલી આવતો રોગનું ) નાશ કરે છે. "આમાં વિશિષ્ટ ઔષધોનો સમાવેશ કરવામાં આવ્યો છે ઉ.દા. ચવનપ્રાશ. આયુર્વેદ અનુસાર Rejuvenation ઉપયોગ સુદૃઢ/તંદુરસ્ત રહેવા તથા બીજાને મદદ કરવા માટે થાય છે. આનો ઉપયોગ કરી આપાણે આપાણી આધ્યાત્મિક શક્તિ વધારી તેનો ઉપયોગ સમાજ, દર્દીઓ , ગરીબ, નિર્બળ, લોકો માટે કરવો. "સાયન" ઉપચાર પદ્ધતીનો મુખ્ય ઉદ્દેશ માંસપેશિમાં enzymes ના કાર્યને સંતુલિત તથા કાર્યક્ષમતાને ટકાવી રાખવું. આ ઉપચાર પદ્ધતીમાં માંસપેશીને પુન:જીવંત કરવામાં આવે છે. આને લીધે મનની શાંતતા બનાવી રાખવા તથા હાડકાં અને મજ્જાતંતુની મૃદુતા ટકાવી રાખવામાં ઉપયોગી થાય છે. આને લીધે વૃદ્ધત્વની પ્રક્રિયા રોકાય છે અને વધતી વયમાં વર્તાય આવતાં રોગોને દૂર કરવામાં મદદ કરે છે.
ઉપચાર શરૂ કરતાં પહેલા નીચે દર્શાવેલ બંને મુદ્દાઓને ધ્યાનમાં રાખો
પંચકર્મમાં દર્શાવ્યા પ્રમાણે વિશિષ્ટ ઉપચાર દ્વારા શરીરમાં પાચનક્રિયાથી નિર્માણ થનાર નકામા પદાર્થને કાઢી શરીરને અંદરથી સ્વચ્છ કરવામાં આવે છે. શરીરમાંથી જે (ખોરાક દ્વારા રોગ નિપજાવતું જે - Toxins) ને કાઢી નાખ્યાં પછી "સાયન" નો ઉપચાર કરવાથી અસરકારક પરિણામ મળે છે. તે ઉપરાંન્ત પણ આ પ્રકિયાનું અસરકારક પરિણામ મળી શકે છે.
"સાયન" ઉપચારનો ઉપયોગ કરેલ વ્યક્તિ આરોગ્યપૂર્ણ સમાજનું નિર્માણ કરે છે, વિચાર, બોલવાનું અને કાર્ય કરવાનું શિખવવામાં આવે છે. વાસ્તવમાં આ ઘટકને આયુર્વેદમાં ખુબ મહત્વ આપવામાં આવ્યું છે.
સાયન ઉપચાર પદ્ધતી બે પ્રકારે કરવામાં આવે છે
કુટીપ્રવેશિકા
સાયન ઉપચાર કરવામાં આવતો હોવાથી દર્દીને દવાખાનામાં રહેવું પડે છે. વિશિષ્ટ પ્રકારની કૂટીર (ઝૂંપડી)/ઓરડાની વ્યવસ્થા તેને માટે કરવી પડે છે. ડૉકટરના જણાવ્યા પ્રમાણે આહાર અને પરેજીનો દર્દીએ સંપૂર્ણ પણે પાલન કરવું પડે છે. સાયન (Rejuvenation) નો ઉપયોગ કરતાં પહેલા દર્દીએ પંચકર્મનો ઉપચાર કરવો પડે છે. તેને કારણે વ્યવસાય/નોકરી કરનારા માટે આ પદ્ધતી યોગ્ય પૂરવાર થતી નથી.
વાતાતપિકા (Vatatapika)
(ઉચ્ચાર - Vaa-taa-ta-pi-ka) જે વ્યક્તિને આયુર્વેદિક દવાઆનામાં રહેવા માટે સમય નથી તેવા લોકો માટે આ ઉપચાર પદ્ધતી અત્યંત યોગ્ય છે. સાધારણરીતે રોજીંદા કાર્યને નિયમિત રાખવા માટે આ પદ્ધતીનો ઉપયોગ કરી શકાય. ડૉક્ટરના જણાવ્યા પ્રમાણે આયુર્વેદીક ઔષધોમાં સાયન/મિશ્રણનો સમાવેશ હોય છે. આ ઔષધોને સૂર્યોદયના સમયે ખાલી પેટે લેવાની હોય છે. આ ઔષધોનો ઉપચાર પંચકર્મનો ઉપચાર ન કરતા પણ કરીશકાય છે.
યાપચયની ક્રિયા, આહાર તથા જડીબુટ્ટીની ઔષધો દ્વારા શુદ્ધિકરણની પ્રક્રિયા એટલે પંચકર્મ. ત્રણદોષમાંથી અસંતુલન અને જુના (દીર્ઘકાલીન) રોગો માટે આનો વાપર કરવામાં આવે છે. શરીરમાંથી ત્યજી દીઘેલા પદાર્થ બહાર કાઢી નાખવાથી મનુષ્ય સુદૃઢ થાય છે. શબ્દશ: આનો અર્થ પંચ એટલે પાંચ તથા કર્મ એટલે કૃતિ એવું થાય છે. તેથી પંચકર્મ એટલે પાંચ પ્રકારનું તંત્ર અથવા કૃતિ અથવા ઉપચાર હેમિપ્લેજિયા, પોલિયો, સંધીવાત, ત્વચાના રોગો એપીલેપ્સી, નિંદ્રાનાશ, રક્તદાબ, હૃદયવિકાર, આંતરડાના રોગો, પેપ્ટીક તથા ડ્યુઓડેનસ અલ્સર, અલ્સેટીવર કોલીટીસ અને દમા ઉપર આ ઉપચાર ખુબ ઉપયોગી છે તે ઉપરાંન્ત તેનાથી શરીરની પ્રતિકારક શક્તિમાં વૃદ્ધિ થાય છે.
પંચકર્મમાં ઉપયોગમાં વપરાતી પાંચ ઉપચાર પદ્ધતી
વમન - ઉલ્ટીમાં વપરાતા ઔષધો
કફના દોષને લીધે થનાર તીવ્ર રોગમાં આ પદ્ધતીનો વાપર કરવામાં આવે છે. આમાં નિયંત્રિત ઉલ્ટી/ઉબકામા ઔષધોની સહાયથી નિર્માણ કરવામાં આવે છે. આનો ઉપયોગ જુના દમા, તીવ્ર પિત્ત્ત માટે કરવામાં આવે છે. "વમન" એ નાના બાળકો, વૃ્દ્ધ અથવા ગર્ભવતી સ્ત્રીઓને આપવું નહી. તેને ડૉકટરની દેખરેખ હેઠળ લેવું.
વિચન - ચેક દવાઓનો વાપર
પિત્ત્ત દોષને લીધે નિર્માણ થનાર તીવ્ર રોગમાં આ પદ્ધતીનો વાપર કરવામાં આવે છે. ઔષધોના મદદથી નિયંત્રિત આ દવાઓનુ નિર્માણ કરવામાં આવે છે. કમળો, દીર્ઘકાલીન હેલ્મિન્થેસ રોગમા આ પદ્ધતીનો વાપર કરવામાં આવે છે. નાના બાળકો, વૃ્દ્ધ અથવા ગર્ભવતી સ્ત્રીઓને આપવું નહી. તેને ડૉકટરની દેખરેઅ હેઠળ લેવું.
બસ્તી - ઔષધો (એનિમા) બસ્તી
આમાં ઉપયોગમાં લેવામાં આવતા ઔષધો એ કાઢો, શુદ્ધ તેલ, દૂધ, વગેરે હોઈ શકે છે. સંધીવાત, પીઠનો દુ:ખાવો વગેરે માટે ઉપયોગી છે. "બસ્તી" એ નાના બાળકો, વૃદ્ધ અથવા ગર્ભવતી સ્ત્રીઓને આપવું નહી. તેને ડૉકટરની દેખરેખ હેઠળ લેવું.
નસ્ય-નાક દ્વારા આપવામાં આવતી ઔષધો
નસ્ય-નાક દ્વારા આપવામાં આવતી ઔષધ છે. ઔષધોનો ચુર્ણ, કાઢોં અથવા તેલના ટીપાં એ નાક દ્વારા આપવામાં આવે છે. તે ગળા તથા ગર્દનના ભાગમાંથી રહી ગયેલા દોષ તથા ઝેરી દ્રવ્યને કાઢી નાખે છે. માયગ્રેન, chronic rhinitis, એપીલેપ્સીમાં "નસ્ય"નો વાપર કરવામાં આવે છે.
કત્ત મોક્ષના - કત્ત કાઠવા
આ પદ્ધતીનો ઉપયોગ બે પ્રકારથી કરવામાં આવે છે. ૧) શીરાઓ કાપીને ૨) જળો લગાવીને. આનો મુખ્ય ઉપયોગ રક્તદોષ તથા ત્વચાના રોગ, elephantiasis, alopeecia વગેરેમાં કરવામાં આવે છે. "ફક્ત મોક્ષન" એ નાના બાળકો, વૃદ્ધ અથવા ગર્ભવતી સ્ત્રીઓને આપવું નહી. તેને ડૉકટરની દેખરેખ હેઠળ લેવું.
પંચકર્મ ઉપચારમાં વિશિષ્ટ આહાર પદ્ધતીનો ઉપયોગ કરવો જોઇએ જેમાં ખીચડીનો સમાવેશ હોવો જોઇએ.
આયુર્વેદમાં જાણાવેલા કેટલાક મહત્વના વનૌષધો તથા તેના કાર્યો નીચે પ્રમાણે છે
પ્રકાર |
કાર્ય |
વનૌષધો |
ચૈતન્ય આપતી વનૌષધી |
આયુષ્યની વૃધ્ધિ તથા જીવની રક્ષા |
મુલાઠી અથવા મગની દાળ |
વજનમાં વૃ્ધ્ધિ કરતી વનૌષધી |
વજનમાં વધારો કરે છે અને પેશીઓની નિર્મિતી |
અશ્વગંધા |
વજન ઓછું કરતી વનૌષધી |
ચરબી/મેદને ઓછું કરે છે |
હળદ, કાળી મીરી, દારૂહ હળદ, ગુગ્ગુલ |
ઇજાને(રૂઝ) મટાડનાર વનૌષધી |
ઘા પર રૂઝ જલ્દી લાવનાર અથવા મટાડનાર |
મંત્રિષઠા, હળદ કુમાઠી |
પાચન કરતી વનૌષધી |
ભૂખમાં વધારો કરતી |
સૂંઠ, કાળી મિરી, પિંપરી |
ટૉનિક્સ |
શક્તિવર્ધક ઔષધો |
અશ્વગંધા, શંતાવરી |
વાનમાં તેજ વધારો વનસ્પતિ |
વાનના તેજમાં વૃધ્ધિ |
ચંદન, હળદ, મંજિષ્ઠા |
ગળા માટે ઉપયોગી ઔષધો |
ગળાનો દુ:ખાવો તથા અવાજમાં સુધારા માટે |
સૂકી હળદ, જેષ્ઠમધ |
હૃદય માટે ટૉનિક્સ |
હૃદય માટે યોગ્ય |
અર્જુન, દાડમ |
ત્વચાના રોગ માટે ઉપયોગી |
ત્વચાના રોગ મટાડવામાં અસરકારક |
હળદ, આવળા |
ત્વચાના રોગ માટે ઉપયોગી |
ત્વચાની ખંજવાળમાં આરામ |
કડવા લીમડાની છાલ, દારૂહળદ, જેષ્ઠમધ |
જંતુ વિરૂધ્ધ |
રોગ ઉત્પન્ન કરનાર સૂક્ષ્મ જંતુઓનો નાશ કરવું |
વિડંગા, સોપારી, કોળુંના બિયા |
વિષ વિરૂધ્ધ |
ઝેરનો પ્રભાવ ઓછો કરે છે |
હળદ, ચંદન |
દુધ વૃધ્ધિ કરતો |
માતાના દૂધમાં વધારો |
શંતાવરી, કમળના બિયા |
દૂધ શોધક |
માતાના દૂધને સ્વચ્છ કરનારૂં |
આદું, ગુડચી |
શુક્રજંતુમાં વધારો |
શુક્રજંતુ વધારનારો |
અશ્વગંધા, શતાવરી, કમળના બિયા |
શુક્રજંતુને શુધ્ધ કરવું |
શુક્રજંતુને શુધ્ધ કરવું |
કુશ્ટા, ખુસ |
પરસેવો આવવા માટેની ઉપચાર પદ્ધતી |
સહજરીતે પરસેવો છૂટે છે |
એંડિયાની છાલ, ર્બેલી, કાળા, તલ, ચના, મગની દાળ |
વમન |
વમન ઓંડકાર ઓછો કરનાર |
મધ, જ્યેષ્ઠમધ |
ચક્ર |
આંતરડા સાફ કરવા તથા તેનું સ્વરૂપ કાયમ કરવામાં ઉપયોગી |
કાળી સૂકી દ્રાક્ષ, ત્રિફળા, આવળાં |
બસ્તિ |
નૈસર્ગિક ચક્ર |
પિંપળી, વાયા, મધ |
તૈલી બસ્તિ |
તેલનો વપરાશ |
ગોક્ષા વગૈરે |
અનુનાસિકને સાફ કરવું (નાકની અંદર) |
ગર્દનની ભાગમાં આવેલ ઉણપતાને ઓછી કરવામાં ઉપયોગી |
કાળી મિરી, પિંપળી, મસ્ટર્ડ |
હેડકી રોકવી |
એકદમ રોકે છે |
પિંપળી, નાયિળની દાઝેલી છાલ |
આ મિશ્રણ બધી ઉમરના લોકો માટે ઉપયુક્ત છે. આના દ્વારે મૃત પેશીઓને કાઢી નાખવામાં આવે છે. તથા રૂધિરાભિસરણને સુધારે છે, નિયમિત ઉપયોગ કરવાથી વાન ચમકદાર બને છે.
શરીરની કાળજી (Body care) |
||
સામગ્રી |
માત્રા |
રીત |
સ્વા |
પ્રત્યેક્નો એક ભાગ |
સર્વ ઘટ્કોના મિશ્રણને પાણીમાં ભેળવો. ચહેરા પર આ પેસ્ટ્ને લગાવો. ૨૦ મિનિટ/રાતભર રાખો. |
બવાયી (બિયા) |
પ્રત્યેકનો બે ભાગ |
|
નાગમોથા |
પ્રત્યેકનો ચોથો ભાગ |
ઉપર દર્શાવેલ વનૌષધી ચૂર્ણના સ્વરૂપમાં હવાબંઘ ડબ્બામા ઢાંકીને રાખવામાં આવે છે. સ્નાન કરતી વખતે આ ચૂર્ણને પાણીમાં અથવા દૂધમાં ભેળવીને વાપરવું.
નીચે જણાવેલા હર્બલ કન્ડિશન અને ડાય એ પૂર્ણરીતે સુરક્ષિત છે. આનું પાવડર બનાવી રાખવું અને લાબાં સમય પછી પણ વાપરી શકાય છે. આના લીધે વાળ સુંવાળા બને છે, બેમૂળિયા વાળ થતાં નથી, તેમજ વાળમાં એક નવી ચમક પ્રાપ્ત થાય છે.
વાળનું કન્ડિશન
સામગ્રી |
માત્રા |
રીત |
બવાથી (બિયા)૧/૨ ટી સ્પૂન |
પ્રત્યેક્નું એક ભાગ |
બઘા ઘટકોને ગરમ પાણીમાં ભેળવીને પેસ્ટ લગાવો તથા પ મિનિટ પછી વાળને ધુવો. |
વનૌષધીને ચુર્ણના સ્વરૂપમાં હવાબંઘ ડબ્બામા રાખી શકાય છે. પાણીમા અથવા દૂધમાં ભેળવીને તેનું પેસ્ટ સ્નાન કરતી વખતે વાપરી શકાય છે.
સામગ્રી |
માત્રા |
રીત |
મેહદીં |
૮ ચમચી |
ચહાના ગરમ પાણીમાં આ ઘટકોને ભેળવવું તથા લોખંડના વાસાણમાં ૨૪ કલાક રાખો. વાપરતાં પહેલા વ્હિનેગ અથવા લીંબુના ૪-૫ ટીંપા નાખો. ૧ ચમચી કાઁફી/ કાઢોને ભેળવો ઘટ્ટ એંવુ વાળમાં લગાવો. ૧ થી ૩ કલાક રાખો. પછી પાણીથી સ્વચ્છ રીતે ધોવો. |
નિલીની |
૮ ચમચી |
|
ત્રિફળા/આવળાં |
૪ ચમચી |
ડાય અતિશય સુરક્ષિત છે તથા કોઈ પણ આડ અસર થતી નથી. કાઁફીના પાણીમાં આ પાવડરને ભીજવી રાખ્યા પછી તપકીરી રંગ આવે છે.
સ્ત્રોત: આરોગ્ય
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/20/2020